Monday, 26 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હાર્ટના દરદીઓ જાણી લો કઈ રીતે કરશો એક્સરસાઇઝ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હાર્ટના દરદીઓ જાણી લો કઈ રીતે કરશો એક્સરસાઇઝ!
જિગીષા જૈન

 

 

ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર પાસેથી જાણીએ આ એક્સરસાઇઝ માટેની ગાઇડલાઇન્સ. શું કરવું, કેટલું કરવું, કઈ રીતે કરવું એ બધું જ જાણીને, સમજીને એક્સરસાઇઝ કરવાનું શરૂ કરો.


ગઈ કાલે આપણે જોયું હતું કે હાર્ટના દરદીઓ માટે એક્સરસાઇઝ કેમ વિશેષ જરૂરી છે. આજે ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર પાસેથી જાણીએ આ એક્સરસાઇઝ માટેની ગાઇડલાઇન્સ. શું કરવું, કેટલું કરવું, કઈ રીતે કરવું એ બધું જ જાણીને, સમજીને એક્સરસાઇઝ કરવાનું શરૂ કરો. આ ગાઇડલાઇન્સ એટલે પણ જરૂરી છે કે જો હાર્ટના દરદીઓ ખોટી રીતે એક્સરસાઇઝ કરે તો તેમનો અટૅક રોકવાને બદલે વહેલો આવી શકે છે. એટલે જાણો, સમજો અને વિચારીને આગળ વધો


ગઈ કાલે આપણે જોયું કે હાર્ટના દરદી માટે એક્સરસાઇઝ કરવી શા માટે જરૂરી છે અને આપણે એ પણ જોયુ કે તેમણે એક્સરસાઇઝ ચાલુ કરતાં પહેલાં શું વાત ધ્યાનમાં લેવા જેવી છે. કયા પ્રકારની ટેસ્ટ કરાવવી જોઈએ અને શેનું ધ્યાન રાખવું જોઈએ. આજે આપણે જોઈશું કે કૉરોનરી આર્ટરી ડિસીઝના દરદીઓ જ્યારે એક્સરસાઇઝ કરે તો કઈ બાબતો ધ્યાનમાં લેવી અને કઈ રીતે એક્સરસાઇઝ કરવી.


હાર્ટ-અટૅક કે સર્જરી પછી તરત
હાર્ટ-અટૅક આવે એ પછીનાં પહેલાં બે અઠવાડિયાં કે પછી જો કોઈ વ્યક્તિની બાયપાસ સર્જરી થઈ હોય એના પછીનાં પહેલાં બે અઠવાડિયાંમાં પણ એકસરસાઇઝ જરૂરી છે. એનો મુખ્ય હેતુ શું છે એની સ્પષ્ટતા કરતાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના રીહૅબિલિટેશન અને સ્પોટ્ર્સ મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, 'સર્જરી કે અટૅક વખતે માણસ પથારીવશ હોય છે અને કોઈ જ પ્રકારની ઍક્ટિવિટી કરતો હોતો નથી. આ સમયે નૉર્મલ લિમિટેડ વૉકિંગથી શરૂઆત કરી શકાય છે. પહેલા દિવસે પાંચ મિનિટ ચાલ્યા હોય તો બીજા દિવસે ૧૦ મિનિટ. એમ વૉકિંગ રેગ્યુલર હોવું જરૂરી છે અને એની સાથે-સાથે કૅપેસિટી વધારતા જવી. ઑપરેશન પછી જે હીલિંગ પ્રોસેસ ચાલુ હોય છે એને અડચણ ન પહોંચે એ રીતે ચાલવું, પરંતુ આ સમયે આ પ્રકારની એક્સરસાઇઝ ન કહીએ તો ઍક્ટિવિટી પણ ઘણી મદદરૂપ થઈ શકે છે.'


સ્ટેબલ થયા પછી
એક વખત દરદીની કન્ડિશન સ્ટેબલ થઈ પછી સ્ટ્રેસ-ટેસ્ટ કરવી જોઈએ. ખાસ કરીને ૨-૬ અઠવાડિયાંની અંદર આ કામ થઈ જવું જોઈએ. જો ઇકોકાર્ડિયોગ્રામ સ્ટેબલ આવે તો રેગ્યુલર એક્સરસાઇઝનો પ્રોગ્રામ એની સાથે ચાલુ કરી શકાય. અમુક અલગ પરિસ્થિતિઓ માટે વાત કરતાં ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, 'જો એન્જિયોગ્રાફી કરે અને એમાં કૉરોનરી આર્ટરી ડિસીઝ જેવું લાગે, જોકે હજી તેમને કોઈ અટૅક ન આવ્યો હોય કે બાયપાસ ન થઈ હોય તો આવા કેસમાં દરદી માટે નિયત કરેલો એક્સરસાઇઝ પ્રોગ્રામ ચાલુ કરવો જોઈએ. ખાસ કરીને પહેલા ૩ મહિના ફૉર્મલ કાર્ડિઍક રીહૅબિલિટેશન પ્રોગ્રામ જેમાં ટેલિમેટ્રી મૉનિટરિંગનો પ્રયોગ થતો હોય એમાં જોડાઈ જવું જોઈએ, જેને લીધે એક્સરસાઇઝ દરમ્યાન સેફ્ટીનો પ્રfન ઊભો ન થાય.'


એક્સરસાઇઝની શરૂઆત
હાર્ટના દરદીએ જ્યારે એક્સરસાઇઝ કરવાની છે ત્યારે ફૉર્મલ સુપરવિઝન હેઠળ જ એક્સરસાઇઝ કરવી. જાતે પ્રયોગો ન જ કરવા, જેથી રિસ્ક-ફૅક્ટર ન રહે. બીજું એ કે શરૂઆતથી જ ભારે એક્સરસાઇઝ કરવી અશક્ય છે. રૂટીનમાં એક કલાક એક્સરસાઇઝ ચાલુ કરો એ પહેલાં જીવનમાં જ ફિઝિકલ વર્કને પ્રાધાન્ય આપો. જેમ કે હંમેશાં લિફ્ટને બદલે સીડી ચડો, નજીકની જગ્યાઓમાં ચાલીને જ જાઓ અને આ રીતે દૈનિક કાર્યક્ષમતા વધારો. એ વધી જાય પછી એક નિષ્ણાતના હાથ નીચે દૈનિક એક્સરસાઇઝ શરૂ કરવી જોઈએ. આ નિષ્ણાતે કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી, કેટલી વાર, કેટલી ભારે કે હળવી, કેટલા સમય સુધી કરવી વગેરે વસ્તુઓ દરદીના કાર્ડિયોવૅસ્ક્યુલર અને મેડિકલ સ્ટેટસ મુજબ નક્કી કરવું જોઈએ.


કઈ એક્સરસાઇઝ કરવી?     
જેમાં શરીરના વધુપડતા સ્નાયુઓને કસરત મળે એવી કસરત હાર્ટ માટે બેસ્ટ છે, જેને સામાન્ય રીતે કાર્ડિયો એક્સરસાઇઝ કહે છે. જેમ કે વૉકિંગ, જૉગિંગ, સાઇકલ ચલાવવી, સ્વિમિંગ, ઍરોબિક્સ વગેરે. આ બાબતે વાત કરતાં ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, 'આ કસરતો કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમની ક્ષમતા વધારવા માટે ઘણી ઉપયોગી છે. દોડવાનું અને કૂદવાનું એક હાઈ ઇમ્પૅક્ટ ઍક્ટિવિટી ગણાય છે અને એને કારણે દરદીને નુકસાન પણ થઈ શકે છે. પ્રૉપર ટ્રેઇનિંગ વગર આ ઍક્ટિવિટી શરૂ ન કરવી. ખાસ કરીને જો તમારી ઉંમર પચાસ વર્ષથી ઉપર હોય. અમુક દરદીઓ માટે સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ પણ ઘણી ઉપયોગી થાય છે, જે તેના ટ્રેઇનરની સલાહ મુજબ તે શરૂ કરી શકે છે.'


કેટલી કરવી?
એક હાર્ટના દરદીએ કેટલા દિવસ અને કઈ રીતે પોતાની એક્સરસાઇઝનું રૂટીન ફિક્સ કરવું એ બાબતે વાત કરતાં ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, 'અઠવાડિયામાં એક દિવસ છોડીને બીજા દિવસે એમ ૩ દિવસ મિનિમમ એક્સરસાઇઝ કરવી જોઈએ. જોકે આ નિયમ જે લોકો સારા પ્રમાણમાં એકાદ કલાક સારી ઇન્ટેન્સિટીથી કસરત કરે છે તેમના માટે છે. ખાસ કરીને જે દરદી દોડે છે અને હેવી વર્કઆઉટ કરે છે તેમણે અઠવાડિયામાં વધુમાં વધુ પાંચ દિવસ જ એક્સરસાઇઝ કરવી જોઈએ નહીંતર તેમના પર રોગનું રિસ્ક ઘટવાને બદલે વધે છે. જે લોકો સામાન્ય કસરતો, જેમ કે સાદું વૉકિંગ કરતા હોય તેમણે તો દરરોજ જ એ ચાલુ રાખવું.'


સમય
હાર્ટના દરદીઓ માટે વીસથી લઈને સાઠ મિનિટ સુધીની નિયમિત કસરત રેકમન્ડ કરવામાં આવતી હોય છે. જોકે સમય એ તમે કઈ પ્રકારની ઍક્ટિવિટી કરો છો એના પર વધુ આધાર રાખે છે. જો હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરતા હો, જેમ કે રનિંગ તો સમયમર્યાદા ખૂબ જ જરૂરી બની જાય છે; કારણ કે આ કસરતો સાથે રિસ્ક જોડાયેલું છે. જો કસરત એકદમ મોડરેટ હોય તો એમાં કોઈ ખાસ સમયમર્યાદાનું કામ હોતું નથી. બાકી મહત્વની વાત એ છે કે તમારું શરીર શું કહે છે. શરૂઆતમાં ૧૦ જ મિનિટ થાય તો એટલું ઘણું છે. થાક સહન થઈ શકે એટલો જ હોવો જોઈએ એ વાત ધ્યાનમાં રાખવી. અત્યંત થાકવું યોગ્ય નથી.


તીવ્રતા

એક્સરસાઇઝની તીવ્રતા બે રીતે માપી શકાય. એક ધબકારાની સંખ્યા અથવા કેટલું એક્ઝર્શન થાય છે એ બાબતે નક્કી કરીને. ધબકારાની સંખ્યા તો સ્ટ્રેસ-ટેસ્ટ દરમ્યાન માપી શકાય છે. જો એ શક્ય ન હોય તો એને આ ફૉમ્યુર્લાર દ્વારા માપી શકાય.


આશરે ધારેલા વધુ હાર્ટ-રેટ = ૨૨૦ - દરદીની ઉંમર વળી નિયમ મુજબ દરદીએ પોતાના સૌથી વધુ હાર્ટ-રેટ એટલે કે ધબકારાના ૫૫-૮૫ ટકા હાર્ટ-રેટ સુધી જ એક્સરસાઇઝ કરવી જોઈએ.


એટલે કે કોઈ એક વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષ હોય તો એના આશરે ધારેલા સૌથી વધુ હાર્ટ- રેટ - ૨૨૦-૬૦ = ૧૬૦ થશે અને ૧૬૦ના ૫૫થી ૮૫ ટકા જોઈએ તો એક્સરસાઇઝ કરતાં તેના ધબકારા ૮૮થી ૧૩૬ની વચ્ચે જ રહેવા જોઈએ. એનાથી વધવા તો ન જ જોઈએ.


એમાં પણ ઉંમર જોવી જરૂરી છે. જો ઉંમર વધુ હોય તો ઓછી ઇન્ટેન્સિટી એટલે કે પંચાવન ટકાને જ અનુસરવા વધુ સારા રહેશે. યુવાન વય હોય તો મૅક્સિમમ સુધી જઈ શકાય. પરંતુ કોઈ પણ ઉંમરે આ રેન્જ વટાવવી અયોગ્ય છે. એટલે એવી ભૂલ ક્યારેય ન કરવી.  જો તમને એક્સરસાઇઝ કરતાં સમજાય નહીં કે મારા ધબકારા કેટલા છે અને વધી તો નથી રહ્યા તો આજકાલ ઘણી ઍપ્લિકેશન આવે છે, જેની મદદથી તમે એ જાણી શકો છો. આ સિવાય એવાં ડિવાઇસ પણ મળે છે જે કાંડે બાંધીને જાણી શકાય છે. જે હાઈ-રિસ્ક દરદીઓ છે તેમણે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તેમનું મૉનિટરિંગ સતત થવું જોઈએ.


આમ છતાં કસરત કરતાં-કરતાં છાતીમાં દુખાવો, ધબકારા વિચિત્ર રીતે વધવા, ગભરામણ થવી, ખૂબ થાક લાગવો કે આ પ્રકારનાં બીજાં ચિહ્નો જોવા મળે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvM2R6SaqHeDqyL37V_8yMaWGmqKRFnmn4o-fYG9ZpCDQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment