Tuesday 27 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ગૌમૂત્રથી છાણ:ગોલ્ડન કૉમોડિટીઝ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગૌમૂત્રથી છાણ:ગોલ્ડન કૉમોડિટીઝ!
દર્શના વિસરીયા

 

 

 

ગાય... આપણામાંથી મોટાભાગના લોકોને ગાયના દૂધ, ઘી અને તેમાંથી તૈયાર કરનારાં ઉત્પાદનોની માર્કેટ અને ઈન્ડસ્ટ્રી વિશેેની જ માહિતી છે. પણ આજે આપણે અહીં વાત કરીશું ગાયના છાણ અને ગૌમૂત્રની નવી નવી વિકસી રહેલી ઈન્ડસ્ટ્રી અને તેના ફાયદાઓ વિશે. હવે તમને થશે કે આ તો એક વેસ્ટ આઉટપુટ એટલે કે મળમૂત્ર છે, તેમાંથી વળી શું ફાયદો થવાનો? પણ તમને જાણીને કદાચ આશ્ર્ચર્ય થશે કે આ મળ-મૂત્રની પણ હાલમાં કરોડોની ઈન્ડસ્ટ્રી છે, જેના પર જો વ્યવસ્થિત ધ્યાનમાં આપવામાં આવશે તો તે વર્ષના અબજો રૂપિયાનું ટર્ન ઓવર કરવા માટે સક્ષમ છે.

 

૨૦૧૭માં જ એક પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ અંગેની રજૂઆત કરી હતી એટલું જ નહીં પણ એ પ્રધાને તો ત્યાં સુધી જણાવ્યું હતું કે 'ગાયના મળમૂત્ર વેચીને ખેડૂતો વર્ષે વધારાની રૂ. ૫૦થી ૬૦ હજારની આવક કરી શકે છે. જરૂર છે માત્ર લોકોને આ દિશામાં પ્રેરિત કરવાની. એટલું જ નહીં, જે ગાય દૂધાળુ નથી અને તેમની અવગણના થઈ રહી છે એવા ગૌવંશ પાસેથી પણ મળ-મૂત્રની મદદથી આવક રળી શકાય છે. આ આખા કોન્સેપ્ટને પ્રધાને ડ્રાય ડૅયરી એવું નામ આપ્યું હતું. આ ડ્રાય ડૅયરીના માધ્યમથી ખેડૂતો જૈવિક ખેતી કરવા માટે પ્રેરાશે. ગૌમૂત્ર અને મનુષ્ય બળની મદદથી તૈયાર કરવામાં આવેલા એમિનો એસિડ, જૈવિક ખાતરનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે તો ખેતીના ઉત્પાદનમાં પણ ૨૫થી ૩૦ ટકાનો વધારો કરી શકાય છે.'

 

જોકે આપણે હજી પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લેતા નથી. આપણા માટે ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ ધાર્મિક ક્રિયાઓ પૂરતો જ મર્યાદિત છે. પણ ભારતના નાના-નાના અંતરિયાળ ગામડાઓમાં આ નવા પરિવર્તનની શરૂઆત થઈ રહી છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ છે જાલોરનું સાંચોર.

 

સાંચોરમાં ભારતનો પહેલો ગૌમૂત્ર રિફાઈનરી પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે અને આ ગૌમૂત્રથી આજે દેશભરમાં ફેલાઈ રહેલી ડાયાબિટીસ અને હાર્ટઍટેક જેવી બીમારીઓને નાથવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીં છાણ બે રૂપિયા કિલોના ભાવે અને પાંચ રૂપિયા લિટરના ભાવે ગૌમૂત્ર ખરીદવામાં આવે છે. ગૌશાળામાં પહેલા નાના પાયે અર્ક બનાવવામાં આવે છે અને તેમાંથી વિવિધ પ્રકારની ઔષધીઓ તૈયારઓ કરવામાં આવે છે.

 

ખેડૂતો જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી જ તેનું ભરણપોષણ કરે છે અને જેવું તે દૂધ આપવાનું બંધ કરે છે એટલે તેને મરવા માટે રસ્તા પર છોડી દે છે. આવા સમયે જો ખેડૂતોને આ ગાયના છાણ અને મૂત્રમાંથી કમાણી થવા લાગે તો ખેડૂત પણ ગાયને સાચવશે અને તેમાંથી તેને નાનકડી તો નાનકડી આવક પણ ચોક્કસ જ થશે. છેલ્લા કેટલાક સમયથી દેશી ગાયના ગૌમૂત્રની માગણી વધી રહી છે અને આ એક હૉટ કોમોડિટી બની રહી છે. એટલું જ નહીં એક સમય એવો પણ આવશે કે જ્યારે આ ગૌમૂત્રનું વેચાણ દૂધના વેચાણના આંકડાને પણ પાર કરી જશે, એવો વિશ્ર્વાસ આ ક્ષેત્રના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જોકે કેટલાક લોકો આનો શ્રેય પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગૌરક્ષાની પહેલને પણ આપી રહ્યા છે. મોદી સરકારે છેલ્લાં બે વર્ષમાં ૫.૮ અબજ રૂપિયાનો ખર્ચ ગૌશાળા પર કર્યો છે.

 

નાગપુરમાં આવેલા ગો-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રના વરિષ્ઠ અધિકારી આ અંગે જણાવે છે કે 'ગૌમૂત્રની મદદથી ઘરમાં ૩૦થી વધુ પ્રકારની દવા તૈયાર કરી શકાય છે અને આ અમૃત દેશના દરેક નાગરિક સુધી પહોંચે એ વધુ મહત્ત્વનું છે. આવી જ સ્થિતિ બુલંદ શહેરની પણ છે. ગૌમૂત્રમાં કેટલાં બધાં એવા તત્ત્વ છે જે શ્રેષ્ઠ એન્ટિબાયોટિક અને રોગનો ધરમૂળથી નાશ કરનારા બની રહી છે.

 

આપણા ગર્વીલા ગુજરાતના જૂનાગઢની એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તો ત્યાં સુધી કહ્યું છે કે ગીરની જે ગાયો હોય છે તેમના મૂત્રમાં સોનાનાં તત્ત્વો જોવા મળ્યા છે અને તેઓ આ નિષ્કર્ષ પર એમને એમ નથી આવ્યા પણ આશરે ચારસોથી સવાચારસો નમૂનાઓનો અભ્યાસ કરીને તેઓ આ નિષ્કર્ષ પર આવ્યા હતા. ગીર અને થારપરકર પ્રજાતિની ગાયના ગૌમૂત્રની એટલી બધી ડિમાન્ડ છે કે એક લિટર ગૌમૂત્ર રૂ. ૧૫થી ૩૦ રૂપિયામાં વેચાય છે. ગાયના ગૌમૂત્રના આરોગ્યદાયી ફાયદાઓથી તો આપણે વાકેફ છીએ જ. પણ ગાયનું છાણ પણ એટલું જ ગુણકારી હોય છે અને તેનો પુરાવો છે કે ગાયના છાણમાંથી કુદરતી કીટકનાશક એટલે કે પેસ્ટિસાઈડ, ગોબર ગૅસ ઉપરાંત ગોબરમાંથી ઈંટ, ઘરમાં ઉપયોગમાં લેવાતી મૅટ તથા ઍરપ્યુરીફાયર બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ગૌમૂત્રમાંથી ફેશિયલ, સાબુ અને ફૅશવૉશ જેવા અન્ય સૌંદર્ય ઉત્પાદનો બનાવવા અંગે પણ વિચાર કરાઈ રહ્યો છે.

 

કચ્છમાં પણ પાંજરાપોળ અને ગૌશાળાનું પ્રમાણ વધુ છે અને ત્યાં છાણ અને ગૌમૂત્ર મળવાનું પ્રમાણ વધારે છે. આ મળમૂત્રનું કરવું શું એવો પ્રશ્ર્ન ઘણી વખત પડે છે, પણ આખરે ખાતર તરીકે આ બંનેનો ઉપયોગ ખેતી માટે જ કરવામાં આવે છે. કચ્છમાં પણ હવે છાણામાંથી લાકડાં બનાવવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ લાકડાંનો ઉપયોગ સ્મશાનમાં કરવામાં આવે છે. છાણમાંથી તૈયાર કરવામાં આવેલા આ લાકડાંના અનેક ફાયદા થાય છે. આ ઉપરાંત ત્યાં આ છાણમાંથી કૂંડાઓ પણ તૈયાર કરવામાં આવે છે. જેને કારણે માટીના કૂંડા બનાવવા માટે કરવામાં આવનારા માટીના ધોવાણ પર પણ નિયંત્રણ લાવી શકાશે.

 

છાણ અને ગૌમૂત્રના આવા મલ્ટિપલ ઉપયોગના ફાયદા પણ મલ્ટિપલ છે જેવા કે એક તો ખેડૂતને કે પશુપાલકને છાણનું વળતર મળી રહે છે, બીજું રસ્તા પર ગંદકી રહેતી નથી. ત્રીજું અને સૌથી મહત્ત્વનો ફાયદો એટલે કે લાકડાં માટે વૃક્ષોનું જે આડેધડ નિકંદન કાઢવામાં આવે છે તે બંધ થઈ જાય અને પર્યાવરણમાં ફેલાનારા પ્રદૂષણ પર પણ નિયંત્રણ મેળવી શકાય છે. જોકે આ બધી શરૂઆત તો હજી નાના પાયે જ કરવામાં આવી છે, તેનો વિસ્તાર થતાં અને લોકોમાં આ અંગે જાગરૂક્તા આવે એ માટે તો હજી કદાચ સમય લાગશે. સરકાર પણ આ પ્રકારના ઉદ્યોગ કરનારાઓને આર્થિક ફાયદો આપવાનો વિચાર કરી રહી છે.

 

ભણેલાં-ગણેલાં લોકો પણ હવે ગૌમૂત્ર અને છાણના ફાયદાથી માહિતગાર થયા બાદ એ તરફ વળી રહ્યા છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર લખનઉના એક ૨૫ વર્ષીય યુવકે તો ગૌમૂત્ર ખરીદવા અને વેચવા માટે એક ખાસ પ્રકારની ઍપ્લિકેશન જ ડેવલપ કરી છે એ સાડાત્રણ હજારથી વધુ ખેડૂતો આ એપ્લિકેશન સાથે જોડાઈ ચૂક્યા છે. એપ્લિકેશનના માધ્યમથી જ ખેડૂતને પૈસા પણ મળી જશે.

 

દેશ-વિદેશમાં ગૌમૂત્રની માગણી વધી રહી છે. અનેક કંપનીઓ આ ગૌમૂત્રમાંથી વિવિધ ઉત્પાદનો બનાવીને વેચી રહી છે અને આપણી પાસેથી વિદેશી પ્રોડક્ટના નામે મોં માગ્યા પૈસા પડાવી રહી છે. ખેર આપણે ત્યાં તો કહેવત જ છે ને કે ઘર કી મુર્ગી દાલ બરાબર. આપણી પાસે રહેલી આટલી અમૂલ્ય વસ્તુની આપણે કદર નથી કરતાં પણ વિદેશી કંપનીઓને તેનું મૂલ્ય બરાબર ખબર છે, એટલું જ નહીં તે લોકો તેને અપનાવવા પણ માગે છે. આ જ સમય છે કે આપણે આ મામલે જાગૃત થવું જ પડશે, નહીં તો આપણી આ અમૂલ્ય જણસ એ આપણી નહીં કોઈ બીજાની થઈને રહી જશે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otqzm7t433cVc23ge%3DDZcQH_8MdQcTZV6WWRa2kjkg%3DSQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment