Monday, 26 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યુગાન્તઃ મનોરંજનની મહાસત્તા માર્વેલના મસીહા સ્ટેન લી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યુગાન્તઃ મનોરંજનની મહાસત્તા માર્વેલના મસીહા સ્ટેન લી!
અભિમન્યુ મોદી

 

 

અમેરિકા પાસે ઈતિહાસનું ઊંડાણ નથી. એ ધરતીના મૂળ નિવાસી એવા રેડ ઇન્ડિયન આદિવાસીઓની સંસ્કૃતિનો ખાતમો બોલાવીને રક્તરંજિત પાયા ઉપર બનેલો દેશ અમેરિકા પોતાના ભૂતકાળની બાબતમાં ખોખલો છે. ચાઈના જેવા દુષણયુક્ત દેશોનો ઈતિહાસ પણ બદમાશીથી ભરેલો છે છતાં પણ તે દેશનો વર્તમાન ઓન પેપર ચમકે છે કારણ કે લાંબા ઈતિહાસનું પીઠબળ છે. ભારત પાસે તો અભૂતપૂર્વ હિસ્ટરી છે. તો યુરોપ પાસે પણ છે અને રશિયા પાસે પણ. અમેરિકા પાસે એવું કંઈ નહીં. ગૌરવાન્વિત ઈતિહાસના પાયા વિનાનો આ દેશ કઈ રીતે નંબર વનના સ્થાન ઉપર રાજ કરે છે? આ સવાલના જવાબો ઘણાં હશે પણ તેના ઘણાં જવાબોમાંથી એક જવાબ એટલે યુગસર્જક સ્ટેન લી.


સ્ટેન લી માર્વેલ કોમિક્સના સ્થાપક ન હતા. સ્ટેન લીએ કોઈ મસમોટી કંપનીના શ્રીગણેશ કર્યા ન હતા. અમેરિકામાં કોમિક્સનું ચલણ તેમણે શરૂ કર્યું ન હતું. એવી કોઈ શોધ કરી ન હતી કે જેનાથી અમેરિકનોની દુનિયા બદલાઈ જાય. પરંતુ સ્ટેન લીએ એ આપ્યું જેની તેના દેશને અજાણપણે ખોટ સાલી રહેલી અને તે છે ભવ્યાતિભવ્ય ઈતિહાસ. જે લોકો પાસે મમળાવવા માટે ઈતિહાસ નથી એ લોકોની દયા ખાજો – આવું કોઈ મહાન માણસે કહ્યું હોય કે નહિ તે ખબર નથી પણ આ સત્ય છે. આપણે તો નાનપણથી રામથી લઈને કૃષ્ણ અને વેદોથી લઈને પારસીઓની કથાઓ-દંતકથાઓ-કહાનીઓ ઘોડિયામાંથી સાંભળતા આવ્યા છીએ. દર ચોથા ભારતીયનું નામ પણ ભારતના ભૂતકાળમાં થઈ ગયેલા કોઈ પાત્ર કે તેની સાથે સંકળાયેલા કોઈ પ્રતીક ઉપરથી પડે છે એટલે ભારતીયોને એ વાત કદાચ ન પણ સમજાય કે ઈતિહાસનું ન હોવું એ કેવડી મોટી ખોટ કહેવાય.


સ્ટેન લીએ વર્તમાનમાં અમેરિકાને એવા પાત્રો આપ્યા કે તે પાત્રો ફ્ક્ત અમેરિકનો જ નહિ જગત આખાના પ્રિય બની ગયા. લોકોના દુઃખ દૂર કરી શકે, ક્યાંય ખરાબ થતું હોય તો તેને એ જ સમયે જઈને અટકાવી શકે, છતાં પણ વાસ્તવમાં શરમાળ હોય એવો સ્પાઈડરમેન આપ્યો. મોટી સત્તા સાથે વધુ જવાબદારી આવે છે તે વાત તો જાણે અમેરિકનોની અમેરિકન પ્રેસિડેન્ટ તરફ જોવાનો નજરીયો બની ગઈ. લક્ષાધીપતી હોય તો પણ દુનિયાને બચાવવા માટે નીકળી પડે એવા આયર્ન મેનની ભેટ આપી. થોરનો શક્તિશાળી હથોડો એ ફ્ક્ત બાળકોને રીઝવવા માટેનું તુત નથી. એવા લાખો લોકો જે શારીરિક શ્રમ વેઠીને ગુજરાન ચલાવી રહ્યા છે તેને કોન્ફ્ડિન્સ આપતું ઓજાર છે. લીલો હલ્ક કંઈ જાડો-ઊંચો થઈ ગયેલો માણસ નથી, પણ દરેક બાળક જયારે ચાલતા શીખે ત્યારે તેના પપ્પાને વિશાળ કદમાં જોઈને તેને હલ્ક જ માની લે છે તે યાદનું પુનરાવર્તન છે. સ્ટેન લી એ તો ડેરડેવિલ, એક્સ-મેન, ડોક્ટર સ્ટ્રેન્જ, એન્ટ મેન, બ્લેક પેન્થર અને બીજા ઘણાં કોમિક્સ જગતના પાત્રો સર્જ્યા જે ફ્ક્ત કાગળ ઉપર હોવા છતાં રીયલ લાઈફ્માં લોકો સાથે ચાલતાં-ફ્રતાં થઈ ગયાં.


દરેક સંસ્કૃતિને એક ભીમની જરૂર હોય છે. દરેક દેશને એક અર્જુન ને દ્રોણાચાર્ય જોઈએ છે. દુર્યોધન અને અશ્વત્થામાની ખોટ પણ માણસોને સાલે છે અને હનુમાનની પણ. સુપર-હીરો બધાને જોઈએ છે, પણ ભારત જેવા સારા નસીબ દરેક દેશના હોતા નથી કે તેને વારસામાં જ ઉભરાઈ રહેલો ખજાનો મળે. સ્ટેન લીએ પોતાના દેશવાસીઓ માટે એ ખજાનો બનાવ્યો. તાબડતોબ બનાવ્યો. માર્વેલનું આખું એમ્પાયર ઊભું કરી દીધું. વાર્તા કહેવા માટે પૃથ્વી તો ઠીક સૌરમંડળ પણ તેને નાનું પડયું તો માર્વેલના સુપરહીરો અને સુપરવિલન જુદા જુદા ગ્રહ કે યુનિવર્સમાંથી આવવા મંડયા. વિશ્વભરના લોકોને માર્વેલની વાર્તા ઉપરથી આખું બ્રહ્માંડ પ્રમાણમાં નજીક લાગ્યું. સ્ટેન લી પોતે સર્જેલા પાત્રોનો દુનિયાને ચસ્કો લગાડતા ગયા. સ્ટેન લીના પ્રદાન વિના વર્તમાન જગતમાં એન્ટરટેઈનમેન્ટની કલ્પના કરવી નામુમકીન છે.


અહીં સુધી વાંચતા એવું લાગી રહ્યું હશે કે સ્ટેન લી બહુ મહાન સર્જક હતા. માર્વેલ યુનિવર્સના બે પાત્રો ગેલેક્ટસ અને સિલ્વર સફ્ર્રના પાત્રોની પ્રેરણા લીને બાઈબલમાંથી મળી હતી. સ્ટેન લીનો પ્લસ પોઈન્ટ એમાં નથી કે તેને કરોળિયો જોઈને સ્પાઈડર મેન બનાવવાનું સૂઝયું. તેના વખાણ એ બાબતે કરવા પડે કે બાળકો જે કીટકથી ડરે છે તે કીટકમાંથી બાળકોને ગમે એવો સુપરહીરો બનાવવાની હિંમત દાખવી. સ્ટેન લી છેલ્લા શ્વાસ સુધી તેના ચાહકોને યાદ કરતા રહ્યા. તેના પોતાના નજીકના લોકોએ તો ઘણીવાર દગો પણ કરેલો. સ્ટેન લી એક સર્જક નહિ એક વેપારી તરીકે, એક ટ્રેન્ડસેટર તરીકે યાદ રહેવા જોઈએ.


સ્ટેન લીએ લોકોની નસ પકડી લીધી. 'સેલેબલ આઈટમ' કઈ બની શકે તે રહસ્ય જાણી લીધું. માટે સુપરહીરો પણ એવા જ બનાવ્યા કે તે બૌદ્ધિકથી લઈને સામાન્ય માણસ સુધી બધાને ગમે. માર્વેલ યુનિવર્સની વાર્તામાં ફ્લિસૂફી કે ઊંડાણ નથી તેવી ક્રિટિકસની ફ્રિયાદ તેમણે ક્યારેય કાને ન ધરી. લોકોના અનકોન્સીયસને જાગૃત કરીને પંપાળે એવી માર્વેલસ દુનિયા રચી દીધી. આજે તો જાણે માર્વેલ યુનિવર્સ નામની એક અલગ સમાંતર દુનિયા ચાલે છે એવું કહી શકાય. જે ક્યારેય અટકશે નહિ.


તેની પાસે વેચવા યોગ્ય માલ ન હતો તો તેણે તાબડતોબ બનાવ્યો અને તરત વેચી કાઢયો. આપણી પાસે આખી દુનિયાને અપીલ કરે તેવા કેટકેટલા પાત્રો, કેટકેટલી કહાનીઓ અને બળકટ પૃાદભૂમિ છે. પણ આપણે તેને વિશ્વસ્તરે સિનેમા કે કોમિક્સના માધ્યમથી મૂકી શક્યા? બાહુબલિ જેવા છૂટક ચમકારાને બાદ કરતાં ભારતીયતાનો ભાતીગળ સ્પર્શ ધરાવતું કેટલું કોન્ટેન્ટ દુનિયા સમક્ષ પાવરફુલ પ્રેઝન્ટેશન સાથે મૂકાયું? સ્ટેન લીએ તે જાદુ પાથર્યો કે ૧૯૬૫ ના એક મેગેઝિનમાં કોલેજ કેમ્પસ હીરોની ટૂંકી યાદીમાં પ્રેસિડેન્ટ જ્હોન કેનેડીની સાથે હલ્ક અને સ્પાઈડરમેન પણ હતા. કાર્ટૂનના પાત્રોને પાવરફુલ માણસોની યાદીમાં જોઈને તે સમયે હસનારા લોકો અને મીડિયા આજે માર્વેલને કારણે અમેરિકાને સતત થઈ રહેલા આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ફયદાને જોઈને ચૂપ છે. મનોરંજનની દુનિયા આખા દેશને ઊંચો લાવવાની શક્તિ ધરાવે છે. મર્હુમ સ્ટેન લીના ઉદાહરણ ઉપરથી એટલું તો સમજાશે ને? અને જો હા, તો ફ્ક્ત સમજીને બેસી રહેવાનો કોઈ ફાયદો ખરો?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OupYfWB9oj08eEPG9J_EpW1G%2BL2Su1Sd3r-Gbf8qPG39A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment