મહાભારત યુદ્ધના બરાબર પહેલાં કૃષ્ણ એક વાર ફરી દુર્યોધન પાસે જઇને તેને સમજાવવાની કોશિશ કરે છે કે તે પાંડવોને પાંચ ગામ આપી દે જેથી એક બિનજરૂરી ભયાનક યુદ્ધથી બચી શકાય, પણ દુર્યોધન કૃષ્ણની વાત માનતા જ નથી. ઉપરથી તે કૃષ્ણને બંધક બનાવવાની કોશિશ કરે છે. દુર્યોધન કર્ણ અને કૌરવ સભામાં હાજર બીજા યોદ્ધાઓનેઇશારો કરે છે કે શ્રીકૃષ્ણને બંદી બનાવીને કારાગારમાં નાંખી દો. શ્રીકૃષ્ણને તે વાતનો આભાસ થઇ જાય છે અને તે ફરી કૌરવ સભાને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડે છે જે જોઇને પૂરી સભા દહેશતમાં પડી જાય છે. મહાભારતનો આ એક મહાકાવ્યમયપ્રસંગ છે. આથી તેમાં સત્ય અને ધર્મની જીત થતી દેખાય છે. દુનિયામાં સત્ય અને તર્કનું એટલી આસાનીથી લૉજિક નથી ચાલતું. આમ જુઓ તો આખરે પત્રકારોની સમાજમાં શું ભૂમિકા છે? શું તે પોતાના અંગત લાભ માટે કોઇ સત્યનો ખુલાસો કરે છે? શું તેમનો ગુસ્સો, તેમની શોધખોળનું કારણ અંગત હોય છે? ના! આમ છતાં પણ તેની સચ્ચાઇ એ છે કે પત્રકારોને પૂરી દુનિયાની સરકાર તેમના દુશ્મનની જેમ જુએ છે. જ્યારે તમે ધ્યાન આપીને જુઓ તો તેમની ભૂમિકા પણ જૂના જમાનાના દૂતો જેવી જ હોય છે. તે તો બસ સમાજના હિત માટે જાન જોખમમાં નાંખીને ખબરો એક્ઠી કરે છે અને તેને સાર્વજનિક રીતે જાહેર કરે છે. કહેવા માટે તો દુનિયાભરની સરકાર પત્રકારોને કામકાજ દરમિયાન તમામ પ્રકારની સુરક્ષા આપવાના વાયદા કરે છે. પત્રકારોની સુરક્ષા હેતુ યુદ્ધ અને યુદ્ધ જેવી સ્થિતિવાળા ક્ષેત્રો માટે કાયદેસર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિશાનિર્દેશ છે. જીનિવા ક્ધવેન્શનમાં પણ પત્રકારો પર હુમલો ન કરવાની વાત કહેવામાં આવે છે. આમ છતાંય સચ્ચાઇ એ છે કે પૂરી દુનિયામાં પત્રકાર ક્યાંય સુરક્ષિત નથી. તે જ્યાં પણ પોતાના કામ માટે જાય છે, તેમની સુરક્ષા ફક્ત અને ફક્ત તેમના હાથ સુધી જ સીમિત હોય છે. દુનિયાના દરેક દેશમાં પત્રકાર મરી રહ્યા છે. જે રીતે ૨ ઑક્ટોબર ૨૦૧૮થી સાઉદી અરબ મૂળના અમેરિકી પત્રકાર જમાલ ખશોગી ઇસ્તંબૂલ સ્થિત સાઉદી અરબ દૂતાવાસથી ગાયબ થઇ ગયો અને જે રીતે પછી તેની હત્યા થઇ હોવાની ખબરો તૂર્કીના એક અખબારમાં છપાઇ ચૂકી છે તે બધું વાંચીને અને સાંભળીને લાગે છે કે જાણે પત્રકારોની જિંદગી સાથે પૂરી દુનિયાએ એક બહુ જ વિકૃત મજાક કરવી શરૂ કરી દીધી છે. સાઉદી અરબ હજુ પણ જમાલ ખશોગીની હત્યા તેમના કોન્સ્યુલેટમાં થઇ હોવાની વાતને નકારી રહ્યું છે, પણ તેમની પાસે આ માસૂમ સવાલનો કોઇ જવાબ નથી કે જો ખશોગીની હત્યા સાઉદી અરબના વાણિજ્યિક દૂતાવાસની અંદર નથી થઇ તો પછી તે ગયો ક્યાં? શું તેને દૂતાવાસની દીવાલો હાતિમતાઇના કિસ્સાની જેમ ગળી ગઇ? શુુંદૂતાવાસની અંદરની દીવાલોની છાયાએ તેમને વિલીન કરી દીધા? આખરે દૂતાવાસમાંથી બહાર નીકળ્યા પછી ખશોગી ગયા ક્યાં? પૂરી દુનિયા જાણે છે કે જમાલ ખશોગી વૉશિંગ્ટન પોસ્ટના નિયમિત સ્તંભ હતા અને તેમના લેખનમાં સતત મધ્યપૂર્વ અને ખાસ કરીને સાઉદી અરબની તાનાશાહી હરકતોની નિંદા કેન્દ્રમાં રહેતી હતી. જાહેર છે કે તેનાથી સાઉદીના કુખ્યાત પ્રિન્સ સલમાન તેમનાથી ખફા હતા અને છેલ્લા ઘણા દિવસોથી માનવામાં આવી રહ્યું હતું કે સાઉદી અરબ તેમની હત્યા કરવાની ફિરાકમાં છે. પણ આ આખી વાર્તા ફક્ત જમાલ ખશોગી સુધી સીમિત નથી. પૂરી દુનિયામાં પત્રકારોને એવી જ રીતે નિર્દયી જોખમોમાંથી પસાર થવું પડી રહ્યું છે. તમામ સર્વેક્ષણ પરથી જાણવા મળે છે કે દુનિયામાં સૌથી વધારે પત્રકારોની જાન જ જોખમમાં હોય છે. હિન્દુસ્તાનની પણ પરિસ્થિતિ અને હાલત એવી જ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડબ્યુરો ઑફ ઇન્ડિયાના આંકડા પર એક નજર કરવામાં આવે તો વર્ષ ૨૦૧૫થી ૨૦૧૭ વચ્ચે હિન્દુસ્તાનમાં ૧૪૨ પત્રકારો પર જીવલેણ હુમલા થયા છે, જેમાં ૨૮ પત્રકારોએ પોતાનાજીવથી હાથ ધોવા પડ્યા. ખાલી ૨૦૧૭માં જ ૧૧ પત્રકારો માર્યા ગયા હતા. આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૮માં પણ અત્યાર સુધીમાં છ પત્રકારોની હત્યા થઇ ચૂકી છે અને બે ડઝનથી વધારે પત્રકારો પર જીવલેણ હુમલા થઇ ચૂક્યા છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વડા પ્રધાન બન્યા પહેલા વારંવાર કહ્યા કરતા હતા કે કોંગ્રેસના શાસનકાળમાં પત્રકાર ના તો સુરક્ષિત છે અને ના નીડર છે. પણ હવે એ બાબત નોંધનીય છે કે છેલ્લાં ૨૦ વર્ષ પર નજર કરીએ તો છેલ્લાં પાંચ વર્ષમાં પત્રકારો પર સૌથી વધારે જીવલેણ હુમલા થયા છે, તેમની હત્યાઓ થઇ છે અને તેમને નાની નાની વાત પર ધમકીઓ આપવામાં આવે છે. પત્રકારોની વિરુદ્ધ વધતા અપરાધીઓનો અંદાજ એ જ વાત પરથી લગાવવામાં આવી શકે છે કે હવે મહિલા પત્રકાર પણ પૂરી રીતે આ પત્રકારોના હત્યારાઓના નિશાના પર છે. ગયા વર્ષે ગૌરી લંકેશ જેવાં વરિષ્ઠ પત્રકારની એવી રીતે હત્યા કરવામાં આવી જેમ કે તે દુનિયાની સૌથી મોટા લોકતંત્રમાં ન રહીને કોઇ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં રહેતી હોય. આ હત્યાના લગભગ બે સપ્તાહની અંદર જ પોતાની નિષ્પક્ષતા માટે મશહૂર વરિષ્ઠ પત્રકાર શાંતનુ ભૌમિકની હત્યા કરવામાં આવી. ૨૦૧૭ના વર્ષે પૂરી દુનિયામાં ૮૫ પત્રકાર માર્યા ગયા હતા. જે દેશના પત્રકારો પર સૌથી વધારે અસુરક્ષાની તલવાર લટકી રહી હોય તે દેશોમાં ભારત પણ શામેલ છે. ત્યાં સુધી કે આપણને સિરિયા, અફઘાનિસ્તાન અને મેક્સિકો જેવા પત્રકારો માટે નરક ગણાતા દેશોની સાથે રાખવામાં આવ્યું છે. સવાલ એ છે કે સરકાર હોય કે પછી દરેક પ્રકારના સંગઠન હોય, પોલીસ હોય, અપરાધી હોય, ઉદ્યોગ ઘરાણા હોય, એનજીઓ હોય કે પછી વૈચારિક લડાઇ લડી રહેલા ભૂમિગત સંગઠન જ કેમ ના હોય? આ બધા પત્રકારોની જાનના દુશ્મન કેમ બની રહે છે? વાસ્તવમાં તેનું એક જ કારણ છે આ બધાને લાગે છે કે પત્રકારોએ ફક્ત તેમની વાત સાંભળવી જોઇએ, પણપત્રકારત્વ એવું કામ નથી કે જેમાં ફક્ત એક પક્ષની વાત સાંભળીએ તો વાત પૂરી થઇ જાય. પત્રકારત્વની મજબૂરી છે કે તેને કોઇ પણ ખબરનાદરેક પાસાંઓને જોવા જ પડે. જ્યારેપત્રકારતેની આ વ્યાવસાયિક મજબૂરીથી કોઇ વાતને દરેક પ્રકારે જોવાની કોશિશ કરે તો તમામ શક્તિશાળી લોકોને લાગે છે કે તે તેમનું નથી સાંભળતો. તેમને કશું સમજી નથી રહ્યો કે તેમની અવગણનાકરવાની કોશિશ કરી રહ્યો છે. જ્યારે એવું નથી. પત્રકારને પૂરી ખબર જાણવા માટે દરેક પક્ષની કાળી બાજુ પર પણનજર નાંખવી પડે. પણ દિવસે ને દિવસે ગુસ્સાથી ભરાતી જતી અને સંયમ ખોઇ રહેલી દુનિયા પત્રકારોની આ મજબૂરીને નથી સમજતી. પરિણામ એ આવે છે કે પત્રકારો માટે તમામ ટેક્નિકલી સુવિધાઓ હોવા છતાંય દરેક વીતી રહેલા દિવસો સાથે કામ કરવું બહુ મુશ્કેલ થતું જઇ રહ્યું છે. લોકતંત્ર પૂરી દુનિયામાં કોઇક રીતે ગાયબ થઇ રહ્યું છે અથવા તો છે ત્યાં મજાક બની રહ્યું છે. તેને પત્રકારોની વધતી હત્યાઓથી પણ વધારે જાણી અને સમજી શકાય છે. વિશ્ર્વએ તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov%2BUKbzSDULP5iBTfj_mrB3%3DOYArOg%3DgS42-7m8WcqFVQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment