ઘણા લોકોને જમ્યા પછી ગળ્યું ખાવાની લાલચ થઈ જતી હોય છે, જેને રોકવી તેમને અશક્ય લાગતી હોય છે. આવી વ્યક્તિઓએ જમ્યા પછી એક ગ્લાસ છાશ ચોક્કસ પીવી. શુગર-ક્રેવિંગને રોકવાનો તો ફક્ત એક ફાયદો છે, પરંતુ છાશના અઢળક ફાયદાઓ છે. આયુર્વેદમાં એને ધરતીનું અમૃત કહેવામાં આવ્યું છે, જે ઇન્દ્રને પણ દુર્લભ છે. રોગોથી બચવા અને રોગ હોય તો એના ઇલાજ માટે પણ છાશ સર્વોત્તમ છે
જો તમે કાઠિયાવાડી કે કચ્છી હો અથવા તો સૌરાષ્ટ્ર-કચ્છ જો તમે ફરવા ગયા હો તો તમને ખબર હશે કે ત્યાંના લોકો પાણીની જગ્યાએ છાશ પીતા હોય છે. કોઈ પણ કાઠિયાવાડી જમણમાં જાઓ તો ત્યાં માટલું ભરીને કે તગારું ભરીને છાશ તમારા ટેબલ પર આવી જાય છે. જેટલી પીવી હોય એટલી ગટગટાવી જાઓ. ત્યાં દરેક ખાવા-પીવાની દુકાનો પર છાશ મળતી હોય છે, પછી એ ગાંઠિયાની દુકાન હોય કે ફાસ્ટ ફૂડની. પીત્ઝા, સૅન્ડવિચ, પાસ્તા, બર્ગર, હૉટડૉગ, પાંઉભાજી સાથે પણ ત્યાંના લોકો કોક-પેપ્સીના બદલે છાશ પીતા હોય છે. બહારના લોકોને ઘણું વિચિત્ર લાગે કે આ કયા પ્રકારનું કૉમ્બિનેશન છે? પણ ત્યાંના લોકોને જમણવારમાં ૫૬ ભોગ હોય પણ છાશ ન હોય તો ન ચાલે. આમ કહીએ કે કાઠિયાવાડી કે કચ્છી લોકોની રગ-રગમાં છાશ છે તો કંઈ ખોટું નહીં ગણાય. આ છાશ ફક્ત આ જ પ્રદેશમાં પીવાય છે એવું નથી, ભારતના જેટલા પણ કોસ્ટલ એરિયા છે એટલે કે દરિયાકિનારાની આસપાસ રહેલા પ્રદેશો ત્યાં બધે જ છાશનો મહિમા છે. અહીં છાશ ફક્ત ખાવા માટે નહીં, પરંતુ ગોવા અને તામિલનાડુ જેવા પ્રદેશોમાં છાશ નહાવા માટે અને ખાસ કરીને વાળ ધોવા માટે વર્ષોથી વપરાય છે. આયુર્વેદમાં દવા તરીકે પણ છાશનો પ્રયોગ થાય છે. અત્યંત ઉપયોગી એવી છાશ વિશે આજે જાણી લઈએ.
ઇલાજ તરીકે ઉપયોગી તક્રં ભૂલોકસ્ય અમૃતમ્ શક્રસ્ય અપિ દુર્લભમ્
એનો અર્થ એ છે કે તક્ર એટલે કે છાશ ભૂલોકનું અમૃત છે જે શક્રસ્ય એટલે કે ઇન્દ્રને પણ દુર્લભ છે. વર્ષોથી ભારતમાં છાશનું મહkવ છે. ગરમ, સૂકા અને દરિયાકિનારાના પ્રદેશોમાં ખાસ કરીને છાશ ખૂબ પીવાય છે. આ સંસ્કૃત સુભાષિત દ્વારા છાશનો મહિમા સ્પક્ટ કરતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજય છાજેડ કહે છે, 'છાશ ખરેખર જ અમૃત છે. છાશનો ઉપયોગ રોગોથી બચવા અને રોગોનો ઉપચાર કરવા બન્ને રીતે થાય છે. એમાંથી આયુવેર્દિક મેડિસિન પણ બને છે જે પાચન સંબંધિત કે લિવર ડિસીઝમાં ઉપયોગી થાય છે. પેટની દરેક બીમારીમાં છાશ ઉત્તમ ઇલાજ સાબિત થાય છે. જેમને ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમની તકલીફ હોય એટલે કે કબજિયાત અને ઝાડા બન્ને વારાફરતી થતા હોય તો તેમના માટે બેસ્ટ ઉપચાર તરીકે અમે એ વ્યક્તિને છાશ પર જ રાખીએ છીએ. ફક્ત પીવા માટે જ નહીં, નહાવા-ધોવા માટે પણ આ દરદીને ફરજિયાત છાશ પર જ રાખવામાં આવે છે. એનાથી ઘણો લાભ થાય છે. જેમને સ્કિનની તકલીફ હોય, વાળની તકલીફ હોય તેમના માટે છાશનો પ્રયોગ નહાવામાં પણ થાય છે. જેમને વાળની તકલીફ હોય તેમને શિરોધારા છાશની કરવામાં આવે છે તો જેમને સૉરાયસિસ જેવી તકલીફ હોય તેમને છાશથી સવાર઼્ગધારા કરવામાં આવે છે.'
ગુણો દૂધ અને દહીં કરતાં પણ વધુ ગુણી છાશને માનવામાં આવી છે. છાશમાં કયા પ્રકારના ગુણો છે એ વિશે વાત કરતાં ડૉ. સંજય છાજેડ કહે છે, 'દહીં શરીરમાં પાણીને જમા કરે છે એટલે જ રોજ દહીં ખાવાનું આયુર્વેદ પ્રમાણે ઠીક નથી, પરંતુ છાશ દરરોજ જ પીવી જોઈએ; કારણ કે એ પાણીને જમા નથી થવા દેતી અને શરીરમાં સોજા ઓછા કરે છે. એ ખુદ ઉષ્ણ ગુણવાળી હોવા છતાં શરીર માટે શીતળ છે. દૂધ અને દહીં શરીરમાં વાયુને બંધ કરી દે છે, જેને લીધે ઘણી વ્યક્તિઓને એનાથી ગૅસની તકલીફ થાય છે, પરંતુ છાશ વાયુને બંધ નથી કરતી એટલે ગૅસ થવાની શક્યતા જ નથી.'
છાશના પાચન સંબંધિત ઉપયોગો પાચનને એ એટલું બળ આપે છે કે પાચન કે પેટ સંબંધિત જે પ્રૉબ્લેમ્સ છે એનાથી આપણે બચી શકીએ છીએ. એટલે જ એ કબજિયાત, ઝાડા, ગૅસ, ઍસિડિટી, અપચો, કુપોષણને દૂર કરે છે. પેટને એ ઠંડક આપે છે. વેઇટલૉસ માટે ખૂબ ઉપયોગી છે. આ સિવાય એ પેટમાં રહેલા સારા બૅક્ટેરિયાના જથ્થાને વધારે છે. આ બૅક્ટેરિયા એક નીરોગી શરીરની નિશાની છે. જો તમે તળેલું કે સ્પાઇસી ફૂડ ખાધું હોય તો એના પછી છાશ ચોક્કસ પીવી. એ એને બૅલૅન્સ કરી દે છે અને શરીરને નુકસાન થતું અટકે છે. આ સિવાય એ શરીરને ખોરાક ખાધાનો સંતોષ આપે છે. એ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, 'જે લોકોને જમ્યા પછી શુગર-ક્રેવિંગ ખૂબ થતું હોય તેમણે ખાસ જમ્યા પછી તરત એક ગ્લાસ છાશ પીવી જોઈએ. એનો આ ગુણ ઓછો જાણીતો છે, પરંતુ જે લોકો જમ્યા પછી એક ગ્લાસ છાશ પીએ છે તેમને ક્યારેય ક્રેવિંગ થતું નથી.'
બીજા ઉપયોગો છાશમાં બધા જ માઇક્રોન્યુટ્રિઅન્ટ છે. એક બૅલૅન્સ્ડ ડાયટમાં જે જોઈએ એ બધાં જ તkવો એમાં આવી જાય છે અને એ પણ અત્યંત સુપાચ્ય ફૉર્મમાં.
જે વ્યક્તિના શરીરમાં પાણી ઓછું થઈ ગયું છે તેના માટે એ અમૃત છે. ખાસ કરીને જે લોકોને પાણી ઓછું પીવાની આદત છે તેમણે છાશ પીવાની આદત રાખવી જ. છાશમાંથી આપણને કૅલ્શિયમ મળે છે જે ફૅટ વગરનું કૅલ્શિયમ છે.
જેને એનીમિયા છે એવી વ્યક્તિઓએ અને ખાસ કરીને સ્ત્રીઓમાં આ રોગ સામાન્ય છે તેમણે
છાશ પીવી જ. છાશમાં રીબોફ્લેવિન નામનું તત્વ છે, જેને કારણે શરીરના ડીટોક્સિફિકેશનમાં એ મદદરૂપ છે. એ કૉલેસ્ટરોલને કાબૂમાં કરે છે; જેને કારણે ઓબેસિટી, ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, હાર્ટ-ડિસીઝ કે સ્ટ્રોકના દરદીઓ માટે એ ઘણી ઉપયોગી છે.
છાશ માટેના નિયમો છાશ માટે સૌથી મહત્વની વાત એ છે કે દહીં તાજું અને ઘરનું જમાવેલું હોવું જોઈએ. દહીં સારું નહીં હોય તો છાશ હેલ્ધી નહીં જ બને. બીજું એ કે આજકાલ લોકો તૈયાર છાશ પણ પીવા લાગ્યા છે એના કરતાં ઘરે બનાવેલા દહીંની છાશ બેસ્ટ છે. જો એ શક્ય ન હોય તો બહાર કોલ્ડ ડ્રિન્ક પીવા કરતાં છાશ પી શકાય. બસ, એ ખાટી ન હોવી જોઈએ.
છાશ બનાવવાની પણ એક રીત છે જે આયુર્વેદની દૃãક્ટએ યોગ્ય માનવામાં આવે છે જેમાં એક ભાગ દહીં અને ચાર ભાગ પાણી ઉમેરી એને મથવી જરૂરી છે, પરંતુ એમાંથી માખણ કાઢી ન લેવું. આ પ્રકારે બનેલી છાશ શરીર માટે ઉત્તમ છે.
બપોરે જમ્યા પછી છાશ પીવી ઉત્તમ છે. ખૂબ ગરમી હોય ત્યારે ૧૧ વાગ્યે કે ૩-૪ વાગ્યે પણ છાશ પી શકાય છે, પરંતુ રાત્રે છાશ પીવી યોગ્ય ગણાતી નથી. જોકે આમાં પણ એ બાબત છે કે જો તમે નાનપણથી જ રાત્રે છાશ પીધી હોય તો એ શરીરને નુકસાન ઓછું કરે છે, કારણ કે શરીર એનું આદી થઈ ગયું હોય છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtStmdRp3mQjVTXJLfrXQjdxNqcwfpoo2fsRY5sYFoyJQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment