આઝાદી પહેલાં ટ્રેનની માલિકી અને તેના સંચાલનની જવાબદારી જે તે સ્ટેટની રહેતી; સેન્ટરની નહીં. અત્યારે જેમ શિક્ષણ અને પોલીસ વગેરે જેમ સ્ટેટ સબ્જેક્ટ છે એમ રેલવે પણ સ્ટેટ સબ્જેક્ટ ગણાતો, સેન્ટરનો નહીં. આઝાદી પછી પણ એ જ રસમ ચાલુ હોત તો અમૃતસરની રેલ દુર્ઘટના બાદ કૉન્ગ્રેસીઓ શું રેલવે સત્તાવાળાઓ પર ચઢી બેઠા હોત? કેન્દ્રમાં અત્યારે જો કૉન્ગ્રેસનું રાજ હોત તો કૉન્ગ્રેસીઓ અને એમણે 70 વર્ષ દરમ્યાન ઊભું કરેલું પેઈડ મીડિયા તેમ જ નવા શરૂ થયેલા ઑનલાઈન મીડિયામાંના કૉન્ગ્રેસના દલાલો અત્યારે જે રીતે મોટી અને ભાજપ માટે ભૂંડામાં ભૂંડી ગાળો બોલી રહ્યા છે એવું વર્તન કરી રહ્યા હોત? પોલિટિક્સમાં બધું જ જાયઝ હોય, વાજબી હોય એવી તમારી દલીલ તદ્દન ખોટી છે, વાહિયાત છે. દેશમાં કૉન્ગ્રેસી કલ્ચરને કારણે સાત દાયકા દરમ્યાન આવું વાતાવરણ ઊભું થયું છે જેમાં તમને લાગે છે કે તમામ રાજકારણીઓ નપાવટ છે, હલકટ છે. મને પોતાને રાજકારણીઓ માટે (કે ફૉર ધૅટ મૅટર અન્ય કોઈના પણ માટે) 'નપાવટ' કે 'હલકટ' જેવાં હલકાં વિશેષણો વાપરવા પસંદ નથી, હું ક્યારેય વાપરતો પણ નથી. અહીં માત્ર ડેમોન્સ્ટ્રેટ કરવા માટે મૂક્યા છે જેથી તમને ખબર પડે કે આવા વિશેષણોથી રાજકારણીઓને તેમ જ અન્યોને ડિસ્ક્રાઈબ કરતા કેટલાક લોકોને પોતાને વાસ્તવમાં આવાં વિશેષણો લાગુ પડતાં હોય છે. અમૃતસરના રેલ અકસ્માતમાં જો કોઈનો વાંક હોય તો પાટા પર જમા થયેલા લોકોનો, આયોજકોનો, પંજાબની પોલીસનો તથા અમૃતસરના પ્રશાસનનો છે, નહીં કે કેન્દ્ર સરકારનો, રેલવે મંત્રાલયનો કે ઍન્જિન ડ્રાઈવરનો, પણ અહીં તો અમુક તત્ત્વો. આ આખીય ઘટનાને એ રીતે ઉછાળી રહ્યા છે જાણે ખુદ મોદીએ 'સામૂહિક કતલ' કરાવવા માટે ખાસ પોતાની દેખરેખ હેઠળ ટ્રેન સાથેનું ઍન્જિન મોકલ્યું હોય. સેક્યુલરોની બદમાશીની પણ કંઈ હદ હોય કે નહીં. કેરળનો પેલો પાદરી જે જલંધરમાં બિશપ છે તેના પર બળાત્કારનો આરોપ હોવા છતાં પોલીસ એની ધરપકડ કરવાની હિંમત કરતું નહોતું. બિશપ જેવી ઘણી મોટી જવાબદારી સંભાળનાર આ ખ્રિસ્તી ધર્મગુરુ વિશે ભાગ્યે જ કોઈ મીડિયાવાળા આકરી કલમે લખતા. બળાત્કારનો એ આરોપી મોડે મોડે પકડાયો, પચ્ચીસ દિવસમાં જામીન પર છૂટી પણ ગયો. આસારામ બાપુ જો આટલાં વરસેય બેલ પર છૂટે તો પેઈડ મીડિયા અને સેક્યુલર પ્રજાતિ કેટલો મોટો હોબાળો કરી મૂકે. બિશપે જામીન પર છૂટીને જાણે બહાદુરી બતાવી હોય એ રીતે જલંધરના એના ભક્તોએ એને ફૂલપાંખડીઓ અને હારતોરાથી નવાજ્યો. આ સમાચારની ભાગ્યે જ કોઈએ નોંધ લીધી. વન્સ અગેઈન, આસારામ બાપુના ભક્તોએ આવું કંઈક કર્યું હોત તો પેઈડ મીડિયાએ એમને કેવા ધોઈ નાખ્યા હોત. પત્નીની હત્યાની શંકા જેના પર કરવામાં આવી રહી છે તે કૉન્ગ્રેસ પાર્ટીના વન ઑફ ધ આધારસ્તંભ જેવા બોલ બચ્ચન નેતા શશી થરૂરે ભારતીય પ્રજાની આંખોમાં ધૂળ નાખતું એક ટ્વિટ ગઈકાલે તરતું મૂક્યું. મોદીએ ઓ.એન.જી.સી. જેવી ભારત સરકારની નફો કરતી કંપનીને બૅન્કરપ્ટ બતાવીને દેવાના બોજ તળે કચડી નાખી. સેક્યુલર પબ્લિકને તો આટલું જ જોઈએ છે. મોદીના આવ્યા પછી દેશની આર્થિક હાલત એકદમ કંગાળ થઈ ગઈ છે એવું માનતા તથા મનાવવા માગતા લોકો શશી થરૂરના ટ્વીટને ટાંકીને મોદી સરકારને લાતાલાત કરવા મંડી પડ્યા. કોઈ જોવા-જાણવા જતું નથી કે ઓ.એન.જી.સી.એ કૉન્ગ્રેસના વખતમાં રૂ. 24,881 કરોડની શોર્ટ ટમ લોન લીધી હતી જેમાંથી મોદી સરકારે ઑલરેડી અડધો અડધ રકમ ચૂકતે કરી દીધી છે. એટલું જ નહીંં 2018ની સાલમાં ઓ.એન.જી.સી.એ પોતાનું કામકાજ વિસ્તારીને અત્યાર સુધી ક્યારેય ન કર્યો હોય એવો ખર્ચ કરીને રૂ. 72,900 કરોડ વાપર્યા છે તથા રૂ. 28,350 કરોડ ઈન્વેસ્ટ કર્યા છે. ઓ.એન.જી.સી.ની કૅશ રિઝર્વ ઓછી થવાનાં કારણો આ છે. નહીં કે શશી થરૂર કહે છે તે. આવું જ રાફેલની બાબતમાં ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીથી ગલ્લી-નુક્કડ પર ચૉવટ કરનારાની કક્ષાનું રાજકીય વિવરણ કરનારા સેક્યુલર ડાબેરીઓ માત્ર મોદીની છબિ પર કાદવ ઉડાડવા રાફેલના સોદા વિશે તદ્દન બિનપાયાદાર, એલફેલ વાતો કરીને મહિનાઓથી આખા દેશને ભરમાવી રહ્યા છે. એક મુદ્દા વિશે ખુલાસો કરીને ચિત્ર સ્પષ્ટ કરીશું તો આ પેઈડ મીડિયા કૉન્ગ્રેસ વતી કોઈ નવો મુદ્દો ઉછાળશે. એના વિશેનો ડાઉટ ક્લિયર કરીશું તો કોઈ ત્રીજો મુદ્દો ઉછાળશે. અમૃતસરના રેલ અકસ્માતમાં તમે જોઈ લીધું કે આ લોકોને મોદી સરકારને બદનામ કરવા માટે બસ કોઈ ઘટના જોઈએ છે. ઘટના બનવી જોઈએ-એને કેવી રીતે તોડવી-મરોડવી અને પેઈડ મીડિયા દ્વારા કઈ રીતે એ વિકૃતિઓને લોકોના ગળે ઉતારવાની કોશિશ કરવી તે પછી જોયું જશે. એક જમાનામાં પેઈડ મીડિયા અરવિંદ કેજરીવાલને ખભે ઊંચકીને ચાલતું હતું. કેજરીવાલ અને તેના સાથીઓ જે કંઈ બેફામ આક્ષેપો કરે, એલફેલ બોલે તેને યથાવત્ પ્રસારિત કરતું. 2019ની ચૂંટણી નજીક આવી રહી છે એટલે આમાંના કેટલાક લોકોએ મોદીનું નાક દબાવીને, એમની સરકાર પાસેથી બને એટલા વધુ લાભો પડાવી લેવાના પેંતરા શરૂ કર્યા છે અને જેમને ખબર પડી ગઈ છે કે મોદી કંઈ આવી પેંતરાબાજીને શરણે નથી થવાના તેઓને કોણીએ કૉન્ગ્રેસે ગોળ લગાડી દીધો છે: અમને જીતાડી આપો, પછી તમારે જે કંઈ કરવું હોય તે કરજો. અગાઉની જેમ સરકારી તિજોરી તમારા માટે ખુલ્લી મૂકી દઈશું. લૂંટાય એટલું લૂંટી લેજો. રાહુલ ગાંધી સહિત કૉન્ગ્રેસના મોટાભાગના નેતાઓ નવરા છે. તેઓએ જિંદગીમાં પરસેવો વળે એવું કોઈ નક્કર કામ કર્યું નથી. હરામ હાડકાંના આ નેતાઓને એમણે જ ઊભી કરેલી હજારો એન.જી.ઓ. ચલાવનારા કૌભાંડીઓની ફોજ મદદ કરી રહી છે. મોદીએ પોતાના શાસનના પહેલા જ વર્ષમાં આવી કૌભાંડી એન.જી.ઓ.ની દુકાનોને તાળાં લગાવી દીધા. એ બધા જ અત્યારે નવરાધૂપ થઈને ભાંગફોડની પ્રવૃત્તિમાં લાગી ગયા છે. એમની પાસે ટાઈમ જ ટાઈમ છે. રોજે રોજ નવાનવા આક્ષેપો કરવાના સમય-શક્તિ-સાધનો બધું જ છે, કારણ કે એમણે નવું કશું સર્જવાનું નથી. મોદી અને એમના સમર્થકો-સાથીઓ દેશને હજુ વધારે સમૃદ્ધ કરવાના કામમાં દિવસરાત બિઝી છે. તેઓ પોતાનું કામ કરે કે પછી આવા સડકછાપ લોકોની સાથે જીભાજોડી કરવા રોકાય? જે લોકો આ દેશની વધતી જતી સમૃદ્ધિ અને પોતાની તિજોરીઓની ઘટતી જતી સમૃદ્ધિ જોઈ શકતા નથી તેઓ આ દેશમાં અંધાધૂંધ ફેલાવીને અરાજકતાનું વાતાવરણ પેદા કરવા માગે છે જેથી એ ધુમ્મસમાં કોઈ કશું સ્પષ્ટ રીતે જોઈ શકે નહીં. આને કારણે જ આપણા ચશ્માં પર ધૂળ, ભેજ લાગી ગયાં છે. આવતી કાલથી હવે જ્યારે જ્યારે ટીવી જોવા બેસીએ, છાપાં વાંચવા બેસીએ ત્યારે આજે આવેલી આ સમજનું લૂછણિયું હાથવગું રાખીએ. રોજ ચશ્માં લૂછીને જ જે જોવાનું છે તે જોઈએ, જે વાંચવાનું છે તે વાંચીએ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuxuDaKSoqRrRja_Fyrd9TF1hh2PEuE7YrLs9noL_xACA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment