"મા ગંગાની આરતી પૂરી કરીને યશવંત અને અલ્પેશ પોતાની હોટેલ તરફ જઈ રહ્યા. મા ગંગાજીની આરતીનું એ અદ્ભુત દ્રશ્ય હજુયે એનાં માનસપટ પર છવાયેલું હતું હરકી પેડી પર હજારો દીવાઓ પ્રજવલ્લિત મા ગંગામાં તરી રહ્યા હતાં. ઘાટ પર બને એ ગંગાજળનું ચરણામૃત લીધું હતું.મેં મહિનાના બળબળતા વાતાવરણમાં પણ ગંગાજીનું જળ એકદમ ઠંડુ હતું. ઘાટ ચડીને તેઓ ઉપર આવ્યાં. ઉપર દુકાનોમાં રોશની ઝળહળી રહી હતી. બધેજ સો ટકા ગેરેન્ટેડ રુદ્રાક્ષ વેચાતા હતાં. એક જગ્યાએ એકદમ સફેદ સાકર જેવા એકદમ પોછા પેઠા વેંચતા હતાં.બને એ સો સો ગ્રામ લીધા.એકદમ ગળ્યા. રસ્તામાં ઠેર ઠેર છોલે ભટુરે વેચાતા હતાં.એક લારી પાસે તેઓ ઉભા રહ્યા અને એક એક પ્લેટ છોલે ભટુરે ખાધા.
"ગુજરાત સે આયે હૈને સાબજી, આપ લોગ જ્યાદા મીઠા ખાતે હોના!!! હમારે યહા મીઠા નહિ મિલતા સાબજી!! ,લેકિન ટેસ્ટ બઢિયા મિલેગા, યહ છપ્પન પ્રકાર કે મસાલે ડાલે હુએ પકોડે ખાઈએ સાબજી"!! લારી વાળો ફૂલ ફોર્મમાં હતો. એણે વગર કીધે એક એક ડીશ પકોડાની આપી દીધી. યશવંત અને અલ્પેશે આવા પકોડા પેલી વાર જોયા હતાં. ગુજરાત માં મળતાં ગોટા કરતાં ડબલ સાઈઝના અને અંદર મસાલો ભરેલો!! મસાલામાં પણ કોબીજ અને ફલાવર નાંખેલા પણ હતાં ટેસ્ટી અને તીખા. અહીના લોકો ગુજરાતીને ભાળીને વગર કીધે જ બધું કરી નાંખતા હતાં.હજુ કલાક પહેલાજ હર કી પેડી પર એક બ્રહ્મદેવતા એ રૂપિયા ૨૦૦ -૨૦૦ ની બે પહોંચ ફાડીને સીધી હાથમાં જ આપી દીધી હતી. "મા ગંગા કા બુલાવા આયા હૈ આપ લોગ ગુજરાતસે હૈ આઇયે મૈ આપ દોનોકો એક બઢીયાસી જગહ પર બીઠા દુ વહાસે આપ લોગ મા ગંગાજીકી આરતીકા અદ્ભુત લુફ્ત ઉઠા પાયેંગે, મા ગંગાજીકી કિરપા આપ પર સદૈવ બની રહે" આવું કહીને રીતસરના હાથ પકડીને એ બ્રહ્મદેવતા એ બંને ને એક સરસ મજાની જગ્યા પર બેસાડી પણ દીધાં અને ૨૦૦ -૨૦૦ રૂપિયા લઇ પણ લીધા વગર કીધે!! અલ્પેશે નાસ્તાના પૈસા ચૂકવ્યા. અને પછી બાવા હિન્દીમાં ઠપકાર્યું. "ભૈયાજી હમકો ચાર ધામ જાના હૈ, હમ ગુજરાતી ભવનમેં ઠહરે હૈ, રાસ્તેમે કઈ સારે બોર્ડ લગે હૈ, લેકિન સબસે બઢીયા ટુરિસ્ટ કોનસા હૈ વો તો આપકો માલુમ હી હોગા હમ યહા પહલી બાર જો આયે હૈ" "સાબજી ચાર ધામ તો અભી શુરુ નહિ હૈ,ગંગોત્રી ઓર યમુનોત્રી કા રાસ્તા અભી ભી બંધ હૈ,અગર યાત્રા કરની હૈ તો આપ બદ્રીનાથ ઔર કેદારનાથ કી કર શકતે હો. ઉસકે કપાટ કલ હી ખુલે હૈ,આપકો મજા ભી આયેગા ઔર વહા પે આપકો બર્ફભી દેખનેકો મિલેગી ઓર કિસીકે બહકાવે મેં મત આયીયેગા. કેદારનાથ ઔર બદરીનાથ કા કિરાયા સિર્ફ ૧૫૦૦ રુપીયેકા હૈ પ્રતિ વ્યક્તિ. આપ ભોલે કે દરબારકા ઔર બદરીનારાયણકા દર્શન કર સકતે હો" લારીવાળાએ બધું સમજાવ્યું. "લેકિન હમને કઈ જગહ પૂછા તો કોઈ લોગ ૨૫૦૦ કહ રહે હૈ કોઈ લોગ ૩૦૦૦ કહ રહે હૈ,૧૫૦૦ મેં તો કોઈ નહિ લે જા રહા હૈ" યશવંતે કહ્યું. "વો તો સબકા કમીશન લગતા હેના સાબજી, યહ સબ જો બોર્ડ હૈના ટુરિસ્ટ કા વો સબ કે સબ સાલે એજન્ટ હૈ,!! કિસીકે પાસ અપની ગાડી નહિ હૈ, સભી યાત્રા "સેફ પાર્ક"મે સે શુરુ હોતી હૈ,વહા સુબહમે પહુંચ જાના અગર કિસી ટુરિસ્ટ મેં નામ લીખવાઓગે તો ભી આપકો "સેફ પાર્ક" મેં સે હી વાહન મિલેગા. વહા એક હી આદમી હૈ વો સબ આયોજન કરતાં હૈ, સભીકા નામ લિખતા હૈ ઔર ટુરિસ્ટર વાન,બસ ઔર જીપકા ઇન્તેજામ કરતાં હૈ, અગર આપકો ટેક્ષી ચાહિયે તો ઈનોવા મિલ જાયેગી વહ થોડી મહંગી પડેગી,લેકિન આપકો જીપમેં જાના હૈ તો ૧૫૦૦ લેગા વો, નામ હૈ ઉસકા ખડગસિંહ રાવત,!! ટેહરી કા હૈ, મુજે પહચાનતા હૈ,મેરા નામ દીજીયેગા કી બબલુ પકોડેવાલાને ભેજા હૈ,આપકો બઢિયા જીપ કા ઇન્તજામ કર દેગા વો !!.ઓર સેફ પાર્ક ગુજરાત ભવનકે પીછે જો રિષિકેશ કા રાસ્તા જાતા હૈ વહા કોનેમે હૈ મા ગંગા કે કિનારે!! કોઈ ભી આપ કો બતા દેગા." લારીવાળા એ બધી જ વાત કરી અને યશવંત અને અલ્પેશ ગુજરાત ભવનની તરફ ચાલી નીકળ્યાં. સવારમાં પાંચ વાગ્યે ઉઠીને નાહી ધોઈને હોટેલમાંથી ચેક આઉટ કર્યું. બને પાસે બે બગલથેલા હતાં. ગુજરાતી ગમે ત્યાં ફરવા જાય સાથે થેલા બહું જ લઇ જાય એ એની ખાસિયત!! તેઓ સેફ પાર્ક પહોંચી ગયાં અને તરત જ એણે ખડગસિંહ રાવતને ઓળખી કાઢ્યો. વિરપ્પન જેવી મૂછો, મજબુત બાંધો,નીચી કાઠી,જમણા હાથની ચાર આંગળીએ સોનાની વીંટી ગળામાં લગભગ દસેક તોલાનો સોનાનો દોરો હશે. કાળી ભમ્મર મુછ,અને પગમાં પિથોરાગઢની મોજડી!! ભગવો ઝબ્ભો પહેરેલો!! અને મોઢામાં રૂરકી ની સ્પેશ્યલ ખેની!! અને હદ ઉપરાંતના પીળા પડી ગયેલાં દાંત.!! બધાને એક બાજુ લાઈનમાં બેસાડીને વારાફરતી બધાં જ પાસેથી પૈસા ઉઘરાવતા ત્રણ માણસોને સુચના આપતો જાય. જે જાય એને પહેલાં બેસાડી દે,અમુક વૃદ્ધ ના બેસી શકે તો એને ખુરશી આપે. અમુક વળી દલીલ કરે તો એને બે હાથ જોડીને ડોળા કાઢીને પણ બેસાડી દે.!!! કલાક પછી એક પછી એક બસ આવે બધાનાં નામ લખે એક કોપી ડ્રાઈવરને આપે બે કોપી પોતાની પાસે રાખે અને રૂટ રવાના કરે. એક જીપમાં યશવંત અને અલ્પેશને બેસાડી દીધાં. બેય થેલા જીપ ઉપર ખાલી પાણીની બોટલ જ હાથમાં રાખવાની બીજું કાઈ જ નહિ, કોઈજ દલીલ નહિ એ જેમ બેસાડે એમ બેસી જવાનું.એક જીપમાં આઠ બેસાડીને જીપ રવાના અને બધાને પોતાના નંબર આપી દીધાં. અને ધરપત આપી કે ડ્રાઈવર કાઈ આડા અવળો થાય તો સીધો મને ફોન કરવાનો,અને પછી ડ્રાઈવરને કીધું કે આ સવારીમાંથી કોઈ આડા અવળો થાય તો પણ મને ફોન કરવાનો અને વચ્ચે ગમે ત્યાં ઉતારી દેવાનો!! સહુ છુપ અને રૂટ રવાના થયો. આગળ જતાં ડ્રાઈવરે ઋષિકેશની આગળ એક ધાબા જેવી હોટલ પર ગાડી ઉભી રાખી અને બધાને સમજાવ્યા, અને કીધું કે તમારા થેલામાં જો કોઈ પ્લાસ્ટિક હોય તો આહી આ હોટેલની ડસ્ટબીનમાં નાંખી દો,આગળ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે અને પછી પોતાનો પરિચય આપ્યો. "જય મા ગંગે, હર હર ગંગે, હર હર ભોલે, મેરા નામ રાજુ હૈ , લોગ મુજે "અપના રાજુ" સે નામસે પુકારતે હૈ, આપભી મુજે યહી નામસે પુકાર સકતે હૈ. આજ શામ તક હમ ગૌરી કુંડ પહોંચને કી કોશિશ કરેંગે. અગર ભોલેકી કિરપા હુઈ તો કલ સુબહ આપ લોગ કેદારનાથ જાયેંગે આપકી મરજી સે પરસો સુબહ હમ કેદારનાથ સે રવાના હોંગે શામ હોતે હોતે હમ બદ્રીનાથ પહોંચ જાયેંગે વહા રુકેંગે ઔર ફિર સુબહ હમ ચલ દેંગે તો રાતકે સમય હમ યહા હરીદ્વારમેં વાપસ આયેંગે. કેદારનાથ સે નિકાલને સે પહલે વહા એક ઘાટી મેં એક પુરાના મંદિર હૈ, ઔર ગાવ હૈ વહા પારવતીજી કી ઔર શંકર ભગવાનકી શાદી હુઈ થી વહા અગર કિસીકો જાના હૈ તો મૈ ૨૦૦ રૂપિયા અલગ સે લુંગા, અગર નહિ જાના હૈ તો આપ સબકી મરજી. આપ સબ કી ડીટેઇલ મેરે પાસ હૈ. આપ દો લોગ ગુજરાત સે હો, આપ દોનો ગુરુજી હૈ, આપ તીન લોગ નોઇડા સે હો વહા આપ હોન્ડા કી કમ્પનીમે કામ કરતે હો. આપ તીન લોગ બરેલી સે હો. આપ વહા કે ચતુર્વેદી બ્રાહ્મીન હો આપ સબકો અપના રાજુ કા સચે દિલસે પ્રણામ,મેરી હર સંભવ કોશિષ યહ રહેગી કી હમ સબકી યાત્રા શુભ રહેગી ઔર મા ગંગા ઔર ભોલેનાથકી કિરપા હમ પર બરસતી રહે,હર હર ગંગે!! હર હર ભોલે" અપના રાજુએ પોતાનું પ્રવચન પૂરું કર્યું બધાએ પોતાના થેલામાંથી પ્લાસ્ટિક કાઢી કાઢીને કચરા ટોપલી માં નાંખી દીધું. "અપના રાજુની" જીપ ઉપડી અને એની જીભ પણ ઉપડી, યશવંત અને અલ્પેશને રાજુની બાજુમાં જ, ડ્રાઈવર સીટની બાજુમાં જ બેસવા મળેલું. "દેખો સાબ યહ રિષિકેશ આ ગયાં, અબ યહા મસાજ પાર્લર વાલે બઢ ગયે હૈ, હર્બલ વાલે બઢ ગયે હૈ મૈ યહા એક ગંગા સાગર કોલોનીમે રહતા હું યહાંસે આપ લક્ષ્મણ ઝૂલા જા સકતે હૈ, કઈ ફિલ્મોમેં લક્ષ્મણઝૂલા આપને ભી દેખે હોંગે વાપિસ આતે સમય મેં આપકો વહા લે જાઉંગા જરૂર,અબ તો રામઝૂલા ભી બન ગયાં હૈ, ઐસે કઈ પુલ અબ દેવ ભુમીમે બન ચુકે હૈ,યહ સબ ડ્રાય એરિયા હૈ, યહાં પીને કો નહિ મિલેગા ફિર ભી લોગ પી હી લેતે હૈ, નરેન્દ્રનગર મેં એક જગહ હૈ વહા પીનેકા મિલતા હૈ,લેકિન દર અસલ બાત યહ હૈ કી નરેન્દ્રનગર હમારે રાસ્તેમે આતા નહિ હૈ અગર આતા તો ભી મૈ કભી નહિ પીતાં. જો ડ્રાઈવર પીતાં હૈ વો કભી લંબા નહીં જી પાતા.. નરેન્દ્રનગર હમારે રાસ્તેમે નહિ આયેંગે. યહાંસે ઉનકા રસ્તા જાતા હૈ અગર ગંગોત્રી તક જાના હો તો નરેન્દ્રનગર વાલા રસ્તા આયેગા, ઔર હમ જા રહે હૈ કેદારનાથ તો શિવપુરી આયેગા, વ્હાસે બ્યાસી, ફિર દેવ પ્રયાગ, કીર્તિનગર આયેગા ફિર આયેગા શ્રીનગર!! વો કાશ્મીરવાળા શ્રીનગર નહિ યહા કા શ્રીનગર હૈ બહોત પ્રોજેક્ટ ચલ રહે હૈ, બાદમેં રુદ્ર પ્રયાગ આયેગા, અગસ્તસ્યમુની આયેગા ઔર લાસ્ટ મેં આયેગા ગૌરી કુંડ બીચમે કર્ણ પ્રયાગ ભી આયેંગે. લો અબ મેરા ઘર આ ગયાં હૈ મૈ જલ્દ હી વાપિસ આઉંગા પાંચ મીનીટમેં મેરી બીવી ઔર બચ્ચો કો મિલતે આઉંગા, વો મેરા ઉસુલ હૈ,જબ જબ મેં યાત્રાપે નિકલતા હું બીવી ઔર બચ્ચોકો મિલકર આતા હું" આટલું કહીને "અપના રાજુ"એ ગાડી એક સાઈડમાં રાખીને જલદી જલદી એક ગલીમાં ઘુસી ગયો. બધાં હેઠા ઉતર્યા અમુકે સફરજન લીધા. અમુકે પાણીની બોટલ લીધી. એક ફેરિયો આવ્યો એમની પાસે કેટલાક નકશા અને શિવજીની ચોપડીઓ તમામ ભાષાની હતી. ત્રીસ મિનીટ પછી "અપના રાજુ" આવ્યો અને ગાડી સ્ટાર્ટ કરી. ગાડી હવે ઋષીકેશ થી આગળ નીકળી. એક ચેક પોસ્ટ આવી. ગાડીના કાગળિયાં અને રાજુનું લાઈસન્સ તપાસ્યું. બધાનાં થેલા પણ જોયા અને પછી ગાડી આગળ ચાલી. ગાડીએ સ્પીડ પકડી અને રાજુની જીભે પણ સ્પીડ પકડી. "દેખિયે અબ આપ લોગ દેવભૂમિમેં હૈ, યહ એરિયા કો શિવાલિક હિલ્સ ભી કહતે હૈ, યહા સે ગંગા મૈયા મૈદાની ઈલાકેમે આતી હૈ, યહાં દેખિયે પીલે નીલે સુટ વાલે ખડે હૈના વો રાફટીંગ કે લિયે હૈ. પહલે ઐસા નહિ થા,અબ લોગ ધાર્મિક વજહો સે કમ ઔર મૌજ મસ્તી કે લિયે જ્યાદા આતા હૈ, યહા પરબતો પર એડવેન્ચર કેમ્પ લગતે હૈ, પર્વતારોહણ કા બડા સા પોઈન્ટ યહા પર હૈ, ક્લાઈમ્બીંગ ઔર રેપલીંગ યહા હોતા હૈ નહિ સમજેના!! ક્લાઈમ્બીંગ યાની કી પરબત પર ચઢના ઔર રેપલીંગ યાની કી પરબત પરસે ઉતરના!! પહલે રસ્સીસે પ્રેકટીશ હોતી હૈ બાદમાં લોગ બીના રસ્સી સે ભી કોઈ ભી પરબત પર ચડ જાતા હૈ. યહ લોહેકા પુલ દેખ રહે હૈના યહ વહી પુલ હૈ જો રામ તેરી ગંગા મૈલી મેં દિખાયા ગયાં હૈ, દેખિયે ઇસ ઓર દેખિયે સામને પરબત પર જો ગાંવ દિખાઈ દે રહા હૈ ના વો યહા સે તો નજદીક લગતા હૈ ના કિન્તુ અગર આપકો વહા જાના હૈ તો ઘૂમઘૂમકર સર્પાકાર રાસ્તે સે બીસ કિલોમીટર કી દુરી તય કરકે જાના પડતાં હૈ" અપના રાજુએ થોડી વાર પોરો લીધો. હવે ટેકરીઓ વધી રહી હતી. રસ્તા એકદમ સાંકડા અને ખતરનાક વળાંક વાળા હતાં. દરેક જીપમાં એક સરખા હોર્ન વાગતા હતાં. કોઈ જીપ કોઈની પણ સાઈડ કાપતી નહોતી. નીચે ગંગા નદી વહી જતી હતી. આજુબાજુ લીલોતરી હતી. ઊંચા ઊંચા વ્રુક્ષો અને નીલું આકાશ અને ચોમેર શાંતિ!! એક તાજગીસભર વાતાવરણ હતું. શિવપુરી પાસે એક ઢાબા પાસે ગાડી ઉભી રહી. "ચલો યહા સબ ફ્રેશ હો જાઓ, યહા આઇયે યહા કુદરતી તરીકે સે પાની આતા હૈ, યહ પાનીમે કુદરતી ખનીજ હોતે હૈ, યહ પાની મિનરલ વોટર કા ભી બાપ હોતા હૈ આપ સબ અપની પાનીકી બોટલ યહાંસે ભર સકતે હૈ, યહ જગહ પે બ્રાસ કા શરબત મિલતા હૈ, બરાસ નામક વનસ્પતિ યહા પહાડી ઈલાકેમે હોતી હૈ ઇનમેંસે યહ સરબત બનતા હૈ જો હડ્ડીયોકે લિયે અચ્છા હોતા હૈ, સભીકો એક એક ગિલાસ પીના પડેગા અગર અચ્છા નહિ લગેગા તો પૈસા મત દેના યહ ગોલુ સભીકો દે ફટાફટ ઇક ઇક ગિલાસ" બધાને શરબત આપ્યું. જાસુદના ફૂલના રંગનું શરબત વરીયાળી અને ગુલાબના મિશ્રિત સ્વાદ જેવું લાગતું હતું. કુદરતી રીતે એક પથ્થરની શિલામાંથી આવતું પાણી બધાએ પીધું અને કેટલાકે બોટલમાં પણ ભર્યું. અચાનક વાતાવરણમાં થોડી બુંદા બાદી થઇ. વરસાદનું એક ઝરમરીયું આવ્યું અને ચાલી ગયું. અપના રાજુએ જીપ ફરીથી શરુ કરી અને અસ્ખલિત વાગ્ધારા પણ!! "ડરને કી કોઈ જરૂરત નહિ સાબજી, હાલાંકી ઇસ સાલકી યહ મેરી પહલી ટ્રીપ હૈ ઇન રાસ્તોપે ઈસલીયે પ્લાસ્ટિકકા કાગજ લાના ભૂલ ગયાં કોઈ બાત નહિ આગે દેવ પ્રયાગ આયેગા વહા સે લે લેંગે પ્લાસ્ટિક ઔર ઉપર રખા સામાન કે ઉપર ઢંક દેંગે હાલાંકી મૌસમકા કુચ પતા નહિ ચલતા. હમ અબ તક નીચલે ઈલાકેમે હૈ ફિર ભી આપ લોગોકો યહ નજારા દેખકર અચંબા તો હો રહા હોગાના લેકિન અસલી નજારા તો આપ રુદ્ર પ્રયાગ કે બાદ હી આયેગા, રુદ્ર પ્રયાગ કે આગે શિવાલિકકા ઉપરી હિસ્સા આયેંગા ઔર નજારા હી બદલ જાયેંગા, વહાંસે કેદાર ઘાટી દિખની શુરુ હો જાયેંગી ઔર ગૌરી કુંડ સે આગે આપકો ખચ્ચર, ઘોડે ઓર પેદલ હી જાના પડેગા!! વહા આપકો બહુત સી બર્ફ ભી મિલેગી" "આપ કિતને સાલોસે જીપ ચલા રહે હો, આપકે પિતાજી ભી યહી કામ કરતે થે ક્યાં" યશવંતે પૂછ્યું. બાકીના બધાં વાતચીત સાંભળી રહ્યા હતાં અને આજુ બાજુ દેખાતા ઊંચા ઊંચા પહાડો અને ખીણોનું અપ્રતિમ સુંદરતાને આંખો વડે પી રહ્યા હતાં, હવે આગળ થોડો ટ્રાફિક થવા લાગ્યો હતો,રસ્તો એકદમ સાંકડો થઇ રહ્યો હતો. પર્વતોનાં ઢોળાવો પર ખેતરો દેખાઈ રહ્યા હતાં વાંકાચુકા રસ્તાઓ અને ઠંડી હવા એક અજબ વાતાવરણ હતું. "મૈ જબ ૧૫ સાલકા થા તબ સે યહી કામ કર રહા હું, મઈ સે અગસ્ત તક ચાર ધામ યાત્રા પે સવારીકો લે ચલતા હું, બાદમે બર્ફબારી શુરુ હો જાતિ હૈ આપ યકીન નહિ માનેંગે યહ રાસ્તે પર ભી બર્ફ બારી હો જાતિ હૈ. સિતમ્બર સે માર્ચ તક મેં હરિદ્વાર સે મસુરી તક યા દહેરાદુન તક જીપ ચલાતા હું. બા ઔર બાબુજી હૈ ઘર પર બીવી ઔર બચ્ચે ભી હૈ, છોટા સા કુટુંબ હૈ, ભોલે કી દયા સે ગુજારા ચલ જાતા હૈ, બાબુજી પહલે યહી કામ કરતે થે હમ પહલે ચમોલીમે રહતે થે બાબુજી ચમોલીસે પીપલકોટી, ગોબિંદઘાટ ઔર બદ્રીનાથ કે રાસ્તે પે જીપ લેકર જાતે થે. ગોબિંદ ઘાટ સે આગે એક ઘાંઘરિયા નામક પહાડી જગહ આતી હૈ વહાંસે હેમ કુંડ સાહિબ ઔર વેલી ઓફ ફલાવર્સ આપ જા સકતે હૈ, બદરીનાથ જાનેવાલે બહોત કમ લોગ વેલી ઓફ ફલાવર્સ જાતે હૈ, વહા દુનીયાકી સબસે બડી ફૂલોંકી ઘાટી હૈ, દુનિયામે કોઈ ઐસા ફૂલ નહિ હોગા જો શાયદ વેલી ઓફ ફલાવર્સ મેં નહિ ખીલતે હો,અબ તો વો પુરા ઇલાકા મિલેટ્રીકે કબ્જેમેં હૈ ઉનકી પરમીશન લેની પડતી હૈ, વહા કોઈ રાત્રી કો રુક નહિ સકતા" જીપ આગળ વધતી ગઈ અને હવે વરસાદ પણ અચાનક શરુ થયો અપના રાજુએ પોતાની એક જીપ દેવ પ્રયાગની એક બજારમાં ઉભી રાખી દીધી અને સામેની દુકાન પરથી એક વાદળી પ્લાસ્ટિક લાવ્યો અને ફટાફટ સામાન ને બાંધી દીધો. વરસાદ નું જોર વધી રહ્યું હતું, વીજળીનો ચમકારો થઇ રહ્યો હતો. વરસાદ તીવ્ર ગતિથી વધવા લાગ્યો. અપના રાજુએ જીપ શરુ કરી અને દેવ પ્રયાગ ના મંદિરની બાજુમાં એક વિશાલ વ્રુક્ષની નીચે જીપ ઉભી રાખી સામે એક મોટી હોટેલ હતી ત્યાં બધાં ગોઠવાયા. ચા પીધી. દેવોની ભૂમિમાં તમને ચા માં પણ તુલસીના પાન જોવા મળે, શાકમાં પણ તુલસીના પાન જોવા મળે. અહી કેટલાક શિખરો એવા પણ છે ત્યાં તમને આખા ને આખા જંગલ તુલસીના જોવા મળે. કલાક પછી વરસાદ બંધ થયો.રસ્તા પર વાહનોનો ભરાવો થયો. અપના રાજુએ ફરીથી જીપ શરુ કરી. સહુ ગોઠવાયા. હવે જીપ ધીમે ધીમે ચાલતી હતી. પડી ગયેલાં વરસાદને કારણે પર્વતોમાંથી પાણી વહી રહ્યું હતું અને નીચે ગંગાજીમાં સમાઈ રહ્યું હતું.આ એક એવો રસ્તો હતો કે છેક ગૌરી કુંડ સુધી નદી ને કિનારે કિનારે જ ચાલતો હતો. "આજ બારીશ ને ધોખા દે દિયા સાબજી અબ તો ગૌરી કુંડ શામ તક નહિ પહુંચ પાયેંગે કલ હી પહુચેંગે!! યા તો અગસ્ત્યમુની ઔર યા રુદ્ર પ્રયાગ રાત કો રુકના પડેગા, ક્યોંકી અબ હમ આગે જાયેંગે તબ ફિસલન વાલે ઇલાકે આયેંગે વહા બહોત હી સાવધાનીસે ગાડી ચલાની પડેંગી હમારી એક હી ગલતી હંમે માં ગંગા બુલા લેંગી અપની પાસ" અને વાત પણ સાચી હતી. નીચે ખીણમાં મા ગંગાજી વહેતી હતી અને રસ્તો લપસણો હતો ને જો જરાક ભૂલ થાય તો જીપ સીધી જ મા ગંગામાં જઈને પડે અને સીધી જ હરિદ્વાર નીકળે એમ લાગતું હતું. આમને આમ જીપ ચાલતી રહીને કીર્તિનગર અને શ્રીનગર વટાવ્યું, શ્રીનગરની બહાર એક મોટો ડેમ બની રહ્યો હતો. શ્રીનગરમાં ઘણાં જ ઉદ્યોગો અને ખુબજ મોટું શહેર હોય એમ લાગ્યું. અહી અલકનંદા નદીને કિનારે શ્રીનગર થી લગભગ ૧૫ કિમી દૂર ધારાદેવીનું એક પ્રસિદ્ધ મંદિર આવેલું છે. તે બધાએ જીપમાંથી જોયું. "અપના રાજુ" નું હવે તમામ ધ્યાન રસ્તા પર હતું. રસ્તા પર ઠેર ઠેર પાણીના ઝરણા પડતાં હતાં.વાતાવરણમાં તીવ્ર ઠંડી વ્યાપી ગઈ હતી. રુદ્ર પ્રયાગ આવ્યું. ઘણી બધી જીપો જોવા મળી. અમુક જીપ ત્યાના ઢાબાઓ પર રોકાયેલી હતી અમુક જીપો આગળ વધતી હતી. કલાકેકની મુસાફરી પછી આવ્યું અગસ્ત્યમુની સાંજના ચાર થવા આવ્યાં હતાં. હવે અહી થોડો મેદાની પટ દેખાણો પણ પાછો વરસાદ શરુ થયો. અગસ્ત્યમુનીમાં અલકનંદાનો પટ ઘણોજ પહોળો હતો તટની પેલી બાજુ એક શૈક્ષણીક સંકુલ જેવું કંઇક હતું. અગસ્ત્યમુની નાનકડું એવું ગામ લાગ્યું એક ઉંચી કહી શકાય તેવી ભેખડની બાજુમાં એક મોટું કહી શકાય તેવું ઢાબુ હતું. વરસાદ વધી ગયો હતો. અંધારા જેવું વાતવરણ હતું. ઢાબા પર મોટા અક્ષરોમાં વાંચી શકાતું હતું. "શિવાલિક ઢાબા" અને અપના રાજુએ પોતાની જીપ ત્યાં ચડાવી અને વરસાદ વધી ગયો હતો. ઢાબાની આગળ પતરાથી માળેલું હતું. ત્યાં અગાઉથી આઠેક જીપો હતી. એમાંથી ઉતરેલા પેસેન્જરો ઢાબાની અંદર બેઠા હતાં .કોઈ સમોસા ખાઈ રહ્યા હતાં. તો કોઈ મેગી ખાઈ રહ્યા હતાં. આ રસ્તા પર તમને મેગી અને બાફેલા ચણા દરેક ધાબે મળે. ઉપરાંત કાચું સલાડ પણ મળે!! કાપેલી કાકડી,ગાજર,મૂળા અને બીટ ઉપર ભભરાવે પહાડી મસાલો એકદમ જોરદાર ટેસ્ટ હોય છે આ સલાડનો!! "અબ હમ યહા રુકેંગે અગર બારીશ ખતમ હો જાતિ હૈ ઔર આગેસે કોઈ જીપ આયેંગી તો હમ ઉસકો પૂછેંગે કી આગે ક્યાં હાલ હૈ, અગર આગે અચ્છા હોગા તબ હી હમ આગે જા પાયેંગે નહિ તો કલ સુબહ નિકલેંગે યહ પહાડી ઇલાકા હૈ ઔર યહ બે મોસમ બારીશ હો રહી હૈ ઇસીલિયે હમ કોઈ જોખિમ નહિ ઉઠાયેંગે હમારી યાત્રમે એક દિનકા ઔર ઇજાફા હોગા લેકિન આપ લોગો ચિંતા મત કીજીયેગા. આપકા કિરાયા મેં હમ બઢોતરી નહિ કરેંગે,વો જો પહલે સે તય હુઆ હૈ વહી હોગા" અપના રાજુએ કહ્યું અને બધાં હેઠા ઉતર્યા અલ્પેશ અને યશવંત પણ ઉતર્યા.ઉપરથી પ્લાસ્ટિક છોડીને બધાનાં થેલા ઉતાર્યા અને સહુ ત્યાં આગળ ગોઠવેલા ખાટલામાં પડ્યા.વરસાદ તીવ્ર ગતિએ વધી રહ્યો હતો. ઢાબા પરના કાઉન્ટર પર એક લાલ રંગની સાડી પહેરેલી ૪૫ વરસની આસપાસ એક દેખાવડી પણ જાજરમાન કહી શકાય તેવી સ્ત્રી ઉભી હતી. એની આંખોમાં એક ચમક હતી, ચહેરા પર એક સાદગી અને આજુબાજુ જોતી હતી. બે હમશકલ લાગતી સોળેક વરસની છોકરીઓ બધી જ વસ્તુ ઓ રસોડામાં બનાવતી હતી, મુસાફરોને આપતી હતી. પેલી સ્ત્રી તેમને સુચના આપતી હતી. "બિટિયા રાની દો પ્લેટ સમોસે લાઓ,એક મેગી લાઓ ચાર નંબર કે ટેબલ પર સાહબ કો દો'' યશવંત ઉભો થયો તે કાઉન્ટર પર ગયો પેલી સ્ત્રી બોલી. "આઇયે સાબજી, ખાનેમે ક્યાં ચાહિયે સાબજી, અચ્છા હી મિલેગા,ઔર હમ જ્યાદા પૈસે નહિ લેતે સાબજી અગર રાત રુકના હૈ સાબજી તો કમરા મિલ જાયેગા સાબજી, આપ ચિંતા મત કીજીયે સાબજી, મેરી ચુન્ની ઔર મુન્ની કે બાપુ આતે હી હોંગે સાબજી" એટલામાં અપના રાજુ આવ્યો અને યશવંતનો હાથ દબાવીને ચુપ રહેવાનું કીધું અને રાજુ બોલ્યો. "તીન પ્લેટ મેગી ભિજવાવોના ખાટ પે" "બિટિયા રાની તીન પ્લેટ મેગી ખાટ પે ભીજવાના, જરા જલદી કરના. તેરા બાપુ આતે હી હોંગે " પેલી સ્ત્રી બોલી. યશવંત અને અલ્પેશને થોડું આ વિચિત્ર લાગ્યું. તેઓએ મેગી ખાધી સારી હતી, ભાવ પણ વાજબી હતો. એણે રાજુને પૂછ્યું. "યાર રાજુ બહોત બઢિયા સા ટેસ્ટ હૈ ઔર કીમત ભી જ્યાદા નહિ હૈ ઐસા કયો. "એક લંબી કહાની હૈ, અગર હમ યહા રાત રુકતે હૈ તો રાત કો મહેન્દ્રપ્રતાપ આયેંગે ઉનસે હમ સુનેગે સાબજી આપકો યાદ રહ જાયેગી જીવનભર ઐસી કહાની હૈ. પછી તો વરસાદ વધતો ચાલ્યો. આગળ થી કોઈ જીપ આવતી નહોતી. એટલે આગળ હવે જવાય એમ નહોતું. રાજુ ઉભો થયો અને અને ઉપર જઈને ત્રણ રૂમ રાખી આવ્યો. બીજા બધાં પેસેન્જરો પર રૂમ જોઈ આવ્યાં. બીજી જીપ વાળાઓ પણ અહીજ રોકવા માંગતા હતાં. કલાકમાં તો આખા ઢાબાની રૂમ પેક થઇ ગઈ હવે જે આવતાં હતાં એની વ્યવસ્થા લોબીમાં થતી હતી. પણ બધાને નવાઈ લાગી કે ભાડું જેને જે યોગ્ય લાગે એ આપશે. બધાં એ સાંજે ત્યાં જમી લીધું. સબ્જી દાલ ઔર ચાવલ. અને પછી તો અંધારું થયું. થોડીવાર પછી એક ઉંચી અને પહાડી વ્યક્તિ આવી.એ ઢાબામાં છોકરીઓને મળ્યો પેલી સ્ત્રી ને મળ્યો. પેલી સ્ત્રી તો વારે વારે એક વાત કહે. "મેરી ચુન્ની ઓર મુન્ની કે બાપુ આતે હી હોંગે" રાજુ એ કહ્યું કે તે મહેન્દ્ર પ્રતાપ છે. આ ઇલાકામાં મહેન્દ્રપ્રતાપ ના છ ઢાબા છે. અહીના ઢાબા ર૪ કલાક ખુલ્લાં હોય છે પણ રોજ રાતે મહેન્દ્રપ્રતાપ આ ઢાબા પર આવે છે. એ ના આવી શકે તો એ એનાં કોઈ પણ છોકરાને મોકલી દે પણ રાતે એ દરરોજ આવે અને સામે ટેકરી પર જે ઘર છે ત્યાં આ તારીકાદેવીનું ઘર છે અને આ તેમની બને દીકરીઓ છે જોડિયા બહેનો છે એકનું નામ ચુન્ની અને બીજાનું નામ મુન્ની છે. રોજ રાતે દસ વાગ્યે તારીકાદેવી અને ચુન્ની અને મુન્નીને મહેન્દ્રપ્રતાપ એનાં ઘરે મોકલી દે છે. અને આખી રાત પછી એ ધાબુ સંભાળે છે અને સવારે સાત વાગ્યે તારિકા દેવી,ચુન્ની અને મુન્ની આવી જાય છે. એટલે મહેન્દ્રપ્રતાપ પોતાના ઘરે રુદ્ર પ્રયાગ જતાં રહે છે, આજે રાતે એ તમને અને જેને સાંભળવી હશે એને આ ધાબાની કહાની કહેશે, બધાને રસ પડ્યો. મહેન્દ્ર પ્રતાપે રાજુ સાથે વાત કરી અને રાતના દસ વાગ્યા ઢાબામાં જેટલા હતાં એ બધાં ખાટલા પાથરી દીધાં. સહુ ખાટલામાં બેઠા.તારિકા દેવી, ચુન્ની અને મુન્ની ઘરે જવા રવાના થયા. મહેન્દ્ર પ્રતાપે કીધું. "દેવીજી આપ વો ગાના સુનાઈયેના,યહ લોગ સુનના ચાહતે હૈ,ગર આપકા દિલ કરે તો" " હા જરૂર સુનાઉન્ગી, તબ તક મેરી ચુન્ની ઓર મુનિ કે બાપુ ભી આ જાયેંગે' ચુન્ની અને મુન્ની તારીકાદેવી બાજુમાં બેઠી. બને દીકરીઓ ગઢવાલી બાંધો ધરાવતી હતી.તારીકાદેવીનું સંપૂર્ણ રૂપ તેનામાં ઉતર્યું હતું. તારીકાદેવીએ ગીત શરુ કર્યું, વરસાદ રોકાઈ ગયો હતો ઢાબાની પાછળ વહેતી અલકનંદા નદીનો તોફાની અવાજ સંભળાઈ રહ્યો હતો. બધાં જ એક ચિતે સાંભળી રહ્યા હતાં. એક ગજબની લઢણ અને સંવેદના હતી એ ગીતમાં. "હૈયા ઓ ગંગા મૈયા,હૈયા હો ગંગા મૈયા... "ગંગા મૈયામે જબ તક યે પાની રહે મેરે સજના તેરી જીંદગાની રહે,...... જીંદગાની રહે. "મેરે જીવનકે ઓ રે ખેવૈયા, "તેરે હાથોમે હૈ મેરી નૈયા, "દુનિયા કુછ ભી કહે, ભલે કહતી રહે.. મેરી પૂજા તેરી હી દીવાની રહે...... દીવાની રહે.... "આગ અગ્નીકે ફેરે લેકર, યાદ બીતે દિનોકી જલાકર, આયી મૈ તેરે દ્વાર.લિયે મનકા સંસાર, મેરે હોન્ઠોપે તેરી કહાની રહે..... કહાની રહે....... "હૈયા ઓ ગંગા મૈયા , હૈયા હો ગંગા મૈયા...... ઇન્દીવરે આ લખેલું ગીત, ૧૯૬૮માં આવેલી ફિલ્મ સુહાગનું આ ગીત તારીકાદેવીએ એટલી રસમય લઢણથી ગાયું કે સહુના મન તરબતર થઇ ગયાં. ગાતી વખતે તારીકાદેવીનો ચહેરો એક અજબ ઢંગથી ખીલી ઉઠ્યો એનાં બને હાથ એની બને દીકરીઓના માથા પર હતાં. ગીત પૂરું કરીને તારીકાદેવી બોલ્યાં. "મૈ જા રહું હું મહેન્દ્રપ્રતાપજી, મેરી ચુન્ની ઔર મુન્નીકે બાબુજી આતે હી હોંગે, અગર વો આ જાયે તો ઘર પે ભેજ દીજીયેગા, વરના વો તો સારી રાત આપકે સાથ બાતચિત કરકે રહેંગે" અને તારીકાદેવી પોતાની બને દીકરીઓને લઈને ચાલતા થયાં.એક ટેકરી પર સફેદ એવું નાનું મકાન હતું. ત્યાં તેઓ જઈ રહ્યા હતાં. સહુ એને તાકી રહ્યા. મહેન્દ્રપ્રતાપે થોડાક લાકડા લાવીને બધાં ખાટલાની વચ્ચે સળગાવીને વાતાવરણમાં ગરમાવો લાવ્યો. યશવંત રાજુ અને અલ્પેશ એક ખાટલા પર હતાં. મહેન્દ્રપ્રતાપે ગળું ખંખેર્યું અને પહાડી અવાજે શરુ કર્યું. "તારીકાદેવી કા પતિ રાજનાથ ઔર મૈ બચપનકે દોસ્ત થે, યહ અગસ્ત્યમુની હમારા ગાંવ હૈ મેરે પિતાજી ઓર રાજનાથ કે પિતાજી ભી બચપનકે દોસ્ત થે!! હમારે બીચમે બહોત બડા સા યારાના કાયમ હુઆ થા. બાત તકરીબન સન ઉન્ન્નીસો પચાસી કી હૈ ગંગોત્રી મેં ફિલ્મ "રામ તેરી ગંગા મૈલી" કા શુટિંગ ચલ રહા થા. રાજકપૂરને અપને સારે કલાકારોકે સાથ ગંગોત્રી મેં પડાવ ડાલે થે, મૈ ઔર રાજનાથ એક દિન ઘર પે કહ કે શુટિંગ દેખને ચલે ગયે ગંગોત્રી. હમ સબ લોગોને મંદાકિની કે બારે મેં સુનાથા, રાજનાથ કી પોકેટ્મે મંદાકિની કે કઈ ફોટો ભી થે હમારે યહા ગાંવ ગાંવ મેં શુટિંગ કી ચર્ચા ચલ રહી થી. ઘાટી કે સભી લોગ શુટિંગ દેખને કો આતે થે હમ નરેન્દ્રનગર હોતે હુએ ગંગોત્રી પહુંચે વહા ગોમુખ તક શુટિંગ હો રહી થી, ઉસમે એક ગીત આતા હૈ ના " હુસ્ન પહાડોકા" બસ વોહી ગીત કી શુટિંગ થી હીરો કોઈ રાજીવ કપૂર થા શાયદ લેકિન રાજનાથ કો તો મંદાકિની કો દેખના થા ના તો હમ પહોંચ ગયે રાતકો મંદાકિની જહાં રુકી થી વો હોટેલ કે પાસ.. મંદાકિની ના દિખાઈ દી લેકિન હમ રાતભર જાગતે રહે, ઉમ્ર હોગી હમારી સોલહ સાલ!! જ્યાદા બુદ્ધિ તો નહિ થી પર દિલકે સચ્ચે થે!! રાત કો દો બજે પુલીસવાલેને હમકો ભગાયા, હમ ભાગ ગયે વો જો ગંગોત્રી કા મંદિર હૈ ના ઉનકે પીછે, ઘંટે ભર મેં ફિર વાપસ આયા. ઇસ બાર પુલીસ દંડે લેકર પીછે પડી તો હમ ગલીમેસે ગુજરતે એક મકાનમેં ઘૂસ ગયે.વહા જાકર દેખા તો એક બાલિકા પઢ રહી થી, ઉન્હોને બાત સમજી ઔર હસ દી!! બહોત સુંદર લડકી થી!! વો થી યહ તારીકાદેવી!! ઉન્હોને કુચ ગરમ શોલ દી હમકો સોને કે લિયે!! સુબહમે વહા હમને નાસ્તા કિયા.તારીકાકે બાબુજી કી ગંગોત્રીમેં દુકાન થી.. વો પ્રસાદ અગરબતી ઐસી ચીજ બેચતે થે!! બહોત અચ્છા ખાનદાન થા. રાજનાથને દુસરે દિન અપને પોકેટમેસે મંદાકિની કી તસ્વીરે નીકાલકર ફાડ ડાલી ઔર મુજે કહને લગા કી મુજે મેરી હિરોઈન મિલ ગઈ હૈ. સોલહ વરસકી ઉમરમેં હી ઉનકો પ્યાર હો ગયાં ઔર સાબજી જબ પ્યાર હો જાતા હૈ તબ આદમી કામ સે ચલા જાતા હૈ, ઉનકા મગજ બંધ હો જાતા હૈ ઔર હરીદય શુરુ હો જાતા હૈ. હમ આઠ દિન વહા રુકે મૈ શુટિંગ દેખને ચલા જાતા થા ઔર વો તારિકા કે સાથ પહાડીમે ઘૂમતા થા.તારિકાકો ભી ઉનસે સ્નેહ હો ગયાં થા. હમ જબ અપને ગાવ ચલે તબ તારિકા ઉસકો મિલને આયી ઔર એક ફોટો દી ઉનકો યહ ફોટો આજ ભી હૈ મેરે પાસ હાલાંકી વો ફોટો બ્લેક એન્ડ વ્હાઈટમેં હૈ પર બહોત ખુબસુરત હૈ" આટલું કહીને મહેન્દ્ર પ્રતાપે એક ફોટો કાઢ્યો. અસલ ચુન્ની અને મુન્ની જેવો જ રૂપાળો એ ફોટો હતો.બધાએ એ ફોટો જોયો.મહેન્દ્ર પ્રતાપે બધાં માટે ચા બનાવી.બધાએ પીધી અને પછી વાત આગળ ચલાવી. "ફિર તો ક્યાં થા યહા આકે રાજનાથ પાગલ સા હો ગયાં.યહા જોભી પર્વત હૈ ઉનકે બડે બડે પથ્થર પે વો રોજ આર ટી આર ટી લિખા કરતાં થા ઔર હર દો મહીને કે બાદ વો ગંગોત્રી ચલા જાતા થા એસે હી તીન સાલ ઓર ગુજર ગયે ઔર એક દિન વો તારિકા કો લેકર યહા આ ગયાં ઔર ધારાદેવી કા જો મંદિર આયા હોગા બીચમે વહા ઉન્હોને શાદી કરલી.શાદીકે વક્ત મૈ ઉનકે સાથ થા. રાજનાથ કે બાબુજી ગુસ્સે સે આગ બબુલા હો ગયે દો સાલમે મામલા ઠંડા હો ગયાં. ફિર મેરી શાદી હુઈ. સમય બીતતા ચલા યહ જો ઢાબા હૈ વો રાજનાથને બનાવાયા થા ઇસકે સામને મેરા ઢાબા થા. ઉનકો યહા દો બેટીયા હુઈ. જો અબ સોલહ સાલ કી હો ચુકી હૈ. મેરી બીવીકા એક્સીડેન્ટ હો ગયાં,ચમોલીસે આગે ચોપટા ગાંવ હૈ વહા વો જા રહી થી, વો ઉનકા માયકા થા, વહા જીપને પલટી મારી ઔર વો ચલ બસી તીન બરસ પહલે. આપ લોગ આ રહે થે તબ શ્રી નગર આયા હોંગા વહા એક બડા હાઈડ્રો પ્રોજેક્ટ બન રહા હૈ, બડા બાંધ બન રહા હૈ યહ ઇલાકે કે સભી લોગ વિરોધ કર રહે હૈ ક્યુંકી વાહ બાંધ અગર બન જાયે તો ધારાદેવી કા મંદિર પાનીમે ડૂબ જાયેંગે ઔર અનર્થ હો જાયેગા ઐસા હમારા સમાજ માનતા હૈ. હમને સરકાર કો રજૂઆત કી વો હમારી આસ્થા કો અંધ શ્રદ્ધા માનતી હૈ, હમ પર હસતી હૈ. સન દો હજાર તેરામે ધારાદેવીકા મંદિર કો દુસરી જગહ લે જાને કા નિર્ણય હુઆ. હમ લોગ અનશન પર બેઠે મેરે સાથ રાજનાથ ભી થે,તારીકાદેવી ઓર ઉનકી બિટિયા યહ ઢાબે પે થી. શામ કો પુલીસ આઈ હમકો લે ચલી ઔર ધારાદેવી કી મૂર્તિ કા સ્થળાંતર હુઆ ઓર ઉસકે દો ઘંટે કી અંદર કેદારનાથ પર્વત તૂટા ઔર બડા સા હાદસા હુઆ એક બડી આપદા આયી. અલકનંદા મેં તીવ્ર બાઢ આયી. રાજનાથકા ઢાબા તૂટ ગયાં બહ ગયાં લેકિન તારીકાદેવી વહાંસે નહિ હટી. હમ શ્રીનગર સે નીકળે રુદ્રપ્રયાગમે પાની બહ રહા થા, મા ગંગા ઉફાન પે થી. રાસ્તે સબ તૂટ ચુકે થે હમ પરબત પે ચલતે થે અચાનક રાજનાથકા પૈર લથડા ઓર વો ગંગામે સમા ગયાં. મૈ દેખતા રહ ગયાં. વહા એક પેડ કે નીચે બેઠ ગયાં, એક દિન કે બાદ આર્મી આયી મુજે બચાયા મૈ અગસ્ત્યમુની આયા સબકુછ તબાહ હો ચુકા થા. શાયદ કુચ બુદ્ધિજીવી નહિ માનેંગે લેકિન ધારાદેવિકા મંદિર દુસરી જગહ લે જાનેકા ફૈસલેને આપદા લા દી. ચુન્ની ઓર મુન્ની તો બચ ગઈ થી લેકિન તારીકાદેવી કો આઘાત લગા થા મૈ ઉસે લેકર દહેરાદુન ગયાં. દો મહીને ઉનકી હાલતમે સુધાર હુઆ ઉન્હોને આંખે ખોલી ઉનકી યાદદાસ્ત એક હી જગહ અટક ચુકી થી વો બાર બાર એક હી બાત બોલતીથી જો આજ ભી બોલતી હૈ કી મેરી ચુન્ની ઓર મુન્નીકે બાબુજી આતે હી હોંગે!!! મૈ ઉનકો વાપસ લાયા યહા ઉનકી દો બિટિયા તબ તક મેરે ઘર પે થી. શામ હુઈ વહ યહા જો મલબા થા વહા બેઠ ગઈ ઓર બોલને લગી. આઇયે સાહ્બ્જી આપકો ખાના મિલેગા.મેરી ચુન્ની ઓર મુન્નીકે બાબુજી આતે હી હોંગે. મૈને ફિર સે યહ ઢાબા બંધવા દિયા. ઔર કોઈને યહા ઢાબા નહિ ખોલા સબને તય કિયા કી યહ દોનો બિટિયા કા ગુજરાન હો તારીકાદેવિકા સન્માન હો હમ યહા ઢાબા નહિ ખોલેંગે. યહા જો ચીજ વસ્તુ આતી હૈ ચાહે વો હરીદ્વારસે આયે યા દહેરાદુનસે કોઈ કિરાયા નહિ લેતા હૈ. યહાં જો કોઈ જીપ વાળા યા બસ વાલા રુકતા હૈ કોઈ કમીશન નહિ લેતા હૈ!! હમ લોગ કભી માનવતા કી કમીશન નહિ ખાતે સાબજી કભી નહિ ખાતે!! પાંચ બરસ બીત ચુકે મેરે દોસ્ત ચલ બસે ઇસ દુનિયાસે લેકિન તારીકાદેવી કો આજ ભી ભરમ હૈ કી ઉનકા પતિ આતે હી હોંગે ઔર હમ સબ ઉનકા યહ ભરમ કભી નહિ તોડેંગે!! બસ અબ દોનો બિટિયા કી શાદી કરાની હૈ, તારીકાદેવી જબ તક જિન્દા રહેગી તબ તક યહ ઢાબા ચલતા રહેગા બાદમે યહ ઢાબા દોનો બિટિયા રાનીકો સોંપ દેંગે. આજ દિન રાજનાથ કા ક્યાં હુઆ યહ તારીકાદેવી કો માલુમ નહિ હૈ હા દોનો બેટીયો કો સબકુછ માલુમ હૈ. બિટિયા બહોત સમજદાર હોતી હૈ સાબજી. મેરે કઈ ઢાબે હૈ લેકિન હર રોજ રાતકો યહા આતા હું સુબહ ચલા જાતા હું. જો પ્રકરણ બચપનસે મેરી નજરોકે સામને શુરુ હુઆ થા વો મેં બીચ મેં કેસે છોડ દુ,?? તો યહી કહાની થી મેરે દોસ્ત રાજનાથ કી ઔર તારીકાકી અબ રાત બહોત હો ચુકી હૈ આપ લોગ સો જાઈયે મૈ બેઠતા હું કાઉન્ટર પે" મહેન્દ્રપ્રતાપે વાત પૂરી કરી બધાં ભીની આંખે ઉભા થયા.અને પથારીમાં પડ્યા. સવાર પડી બધાં ફ્રેશ થઇ નીચે આવ્યાં. ગુલાબી સાડીમાં તારીકાદેવી કાઉન્ટર પર ઉભા હતાં બધાએ ચા નાસ્તો કર્યો. રૂમનું ભાડું બધાએ પોતપોતાની રીતે આપી દીધું, યશવંતે પાણીની બોટલ અને થોડાં બિસ્કીટસ લીધા એણે ચુન્ની અને મુન્ની ને બોલાવીને માથે હાથ મુક્યો. યશવંત અને અલ્પેશે બને દીકરીઓને ૫૦૦ – ૫૦૦ ની નોટ પરાણે આપી. દીકરીઓ રોવા જેવી થઇ ગઈ, યશવંત બોલ્યો. "તુમ દોનો અપની મમ્મી કા ખ્યાલ રખના અને એ ઝડપથી જીપમાં બેસી ગયો. નવી જીપો આવી રહી હતી.પેસેન્જરો આવી રહ્યા હતાં.કાઉન્ટર પર તારીકાદેવી બોલી રહ્યા હતાં. "આઇયે સાબજી!!નાસ્તા કીજીયે સાબજી!! યહાં હર ચીજ અચ્છી મિલેગી, મેરી ચુન્ની ઔર મુન્નીકે બાબુજી અભી આતે હી હોંગે!! ઔર બિટિયા રાની તીન પ્લેટ મેગી બનાના!!ઔર દો ચાય બનાના,જલદી કરના બિટિયા....... આઇયે સાબજી મેરી ચુન્ની ઔર મુન્નીકે ..............................બાબુજી આતે હી હોંગે!! લેખક:-મુકેશ સોજીત્રા ૪૨,શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, ઢસાગામ તા.ગઢડા જી.બોટાદ પીન ૩૬૪૭૩૦ |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot1_yjpC9_ERf7mCu9EcKYkfb14r4ZZ5fpONbPSVKZYxw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment