ઘૂંટણ આપણા શરીરનો બધો ભાર ઉપાડે છે. ઉંમરની સાથે જે શરીર ઘસાય છે એમાં ઘૂંટણ પણ એક મહkવનું અંગ છે. જોકે એ ઘસારાને પાછો ઠેલી શકાય છે, એ દુખાવાને ઓછો કરી શકાય છે. હલનચલન તમારું સાબૂત રહે એ માટે ઘૂંટણની કાળજી અનિવાર્ય છે. એ કઈ રીતે કરવી જોઈએ એ આજે સમજીએ.
ઉંમરની સાથે શરીરનો ઘસારો થવો એક સામાન્ય બાબત છે. જેવા આપણે ૨૫ વર્ષે હોઈએ એવા આપણે ૫૦ વર્ષે નથી જ હોવાના. વાળ ધોળા થાય તો ક્યારેક બચે પણ નહીં, ચામડીમાં કરચલી આવી જાય, હાથ-પગમાં પહેલાં જેવી સ્ફૂર્તિ ન મળે, પાચન નબળું પડે, દૃãક્ટ ઘટી જાય, સાંભળવાની શક્તિ પણ ઘટી જાય, હાર્ટ-ફેફસાં-કિડની જેવાં અંગો પણ ધીમે-ધીમે નબળાં પડતાં જાય. જોકે શરીરના બહારના દેખાવની ચિંતા દરેક વ્યક્તિ કરતી હોય છે. આજકાલ તો પુરુષો પણ ઍન્ટિ-એજિંગ ક્રીમ્સ વાપરતા હોય છે અને ટ્રીટમેન્ટ કરાવતા હોય છે; પરંતુ અંદરના શરીરની આપણે એટલી કાળજી લેતા નથી. ઉંમર સાથે શરીરમાં જે ઘસારો લાગે છે એમાંનો એક ઘસારો છે ઘૂંટણનો. ઘૂંટણ આપણા શરીરનું એ અંગ છે જે આખા શરીરનો ભાર ઉપાડે છે. જો તમે ઇચ્છતા હો કે મોટી ઉંમરે પણ તમારું હલનચલન જરાય અસર ન પામે તો ઘૂંટણની માવજત જરૂરી છે. આજના દરેક સિનિયર સિટિઝન એવું ઇચ્છે છે કે તે મરે ત્યાં સુધી કોઈને આધીન થઈને ન રહે; પોતાનું કામ તે જાતે કરી શકે અને પથારીવશ જીવન ન વિતાવે. આ માટે ઘૂંટણ સશક્ત રાખવાં જરૂરી છે. આજે વૉકહાર્ટ હૉસ્પિટલ-મુંબઈ સેન્ટ્રલના ઑર્થોપેડિક સજ્ર્યન ડૉ. મુદિત ખન્ના અને ધ ની ક્લિનિક, મુલુંડના ની-સ્પેશ્યલિસ્ટ ડૉ. મિતેન શેઠ પાસેથી જાણીએ કે કઈ રીતે ઘૂંટણની જાળવણી કરવી. વૃદ્ધાવસ્થામાં ઘૂંટણની તકલીફ ઘણી સામાન્ય છે અને એ થવા પાછળ મોટા ભાગે ઑસ્ટિયોઆથþાર્ઇટિસ જ જવાબદાર હોય છે, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે એમ માનીને બેસી જઈએ કે આ દુખાવો તો આવવાનો જ છે અને આ દુખાવો સહન કર્યે જ પાર. એવું નથી. તમે પ્રયત્ન સાથે આ દુખાવાને ઓછો કરી શકો છો અને તમારા હલનચલનને અસર ન પડે એનું ધ્યાન રાખી શકો છો. આજકાલ લોકોને એવું પણ લાગે છે કે સર્જરી તો ફરજિયાત કરાવવી જ પડશે, પરંતુ સર્જરી સુધી તમારી હાલત તમે પહોંચવા જ ન દો અને એવું ન થઈ શકે તો ઍટ લીસ્ટ સર્જરીને પાછળ ધકેલી શકો એટલું તો કરી જ શકાય. જોકે એના માટે ઘૂંટણની હેલ્થ માટે જાગરૂક રહેવું જરૂરી છે. જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણા ઘૂંટણ પર આપણા શરીરના વજન કરતાં દોઢગણું વધુ પ્રેશર આવે છે. એ પ્રેશર સિવાય રોજિંદા કામમાં જે ઘસારો લાગ્યો હોય એનાથી સ્નાયુઓ અને લિગામેન્ટ્સ નબળા પડે છે. એની સાથે ઘૂંટણ પર આવતા શૉકથી બચવા માટે જે ગાદી છે એ પણ સમય સાથે ધીમે-ધીમે ઘસાતી જાય છે. ઉંમર તો એક કારણ છે જ ઘૂંટણનો પ્રૉબ્લેમ થવા પાછળ; એની સાથે જો તમારા ઘરમાં વડીલોને ઑસ્ટિયોઆથþાર્ઇટિસ હોય, તમારો કોઈ ઍક્સિડન્ટ થયો હોય અને એમાં ઇન્જરી થઈ હોય તો અથવા તમારું વજન ખૂબ વધારે હોય તો ઘૂંટણની તકલીફ થવાનું રિસ્ક ઘણું વધી જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ગાદી જો ઘસાઈ જાય તો બન્ને હાડકાં ઘસાય છે અને એ ઘસારાને કારણે દુખાવો, જકડન અને સોજો રહે છે. શું કરવું જેથી ઉંમરને કારણે આવતા ઘસારાને અટકાવી શકાય? ઘૂંટણની આજુબાજુના સ્નાયુઓને મજબૂત કરો ઘૂંટણની આજુબાજુના સ્નાયુઓ નબળા હોય ત્યારે ઘૂંટણ પર ઘણું પ્રેશર આવે છે. જો આ સ્નાયુઓની તાકાત વધારવામાં આવે તો ઘૂંટણના ઘસારાને રોકી શકાય છે. આ માટે ક્વૉડ્રિસેપ્સ, હેમસ્ટિÿંગ્સ અને થાઇ... આ ત્રણેય બાજુના સ્નાયુઓને સશક્ત કરવા માટે એક્સરસાઇઝ કરવાની જરૂર છે. આ સિવાય હિપ અને કોર મસલ્સને પણ સ્ટ્રૉન્ગ કરવા એટલા જ જરૂરી છે. આ સ્નાયુઓને મજબૂત કરવાની અલગ-અલગ એક્સરસાઇઝ હોય છે જે જાણકાર પાસેથી શીખી લેવી જોઈએ અને દરરોજ કરવી જોઈએ. તમને જો આ બાબતે મૂંઝવણ હોય તો તમારા પગની જરૂરિયાત મુજબ ફિઝિયોથેરપિસ્ટ તમને યોગ્ય એક્સરસાઇઝ બતાવે છે, જેની પ્રૅક્ટિસ ઘરે કરી શકાય. વજન ઉતારો ઘૂંટણ શરીરનું બધું વજન ઉપાડતું અંગ છે. વળી આપણું વજન જેટલું હોય એનાથી ઘણું વધારે પ્રેશર ઘૂંટણ પર આવે છે. એક થિયરી મુજબ આપણા વજનનું દોઢગણું પ્રેશર તો બીજી એક થિયરી મુજબ આપણા વજનનું ચારગણું પ્રેશર ઘૂંટણ પર આવે છે. ઘણાં રિસર્ચ એ સાબિત કરી ચૂક્યાં છે કે જે લોકોનું વજન વધારે હોય તેમને ખૂબ નાની ઉંમરથી ઘૂંટણની તકલીફ થાય છે, તેમનાં ઘૂંટણ જલદી ઘસાઈ જાય છે. કોઈ પણ ઉંમરે જાગ્યા ત્યારથી સવાર સમજીને આ બાબતે જાગૃત થાઓ. વજન ઉતારવાના આમ પણ ઘણા ફાયદાઓ છે. જોકે વજન ઉતારવા માટે ખોટી રીતો અપનાવશો તો ઘૂંટણને વધુ નુકસાન પહોંચાડશો એ પણ એટલું જ યાદ રાખવા જેવું છે. શું ન કરવું જો તમને ઑસ્ટિયોઆર્થરાઈટિસ છે જો તમારી ઉંમર થઈ ગઈ છે અને તમારાં ઘૂંટણમાં પેઇન શરૂ થઈ જ ગયું છે, તમે ડૉક્ટરને બતાવ્યું છે અને ડૉક્ટરે કહ્યું છે કે ઉંમરલાયક ઘૂંટણનો ઘસારો શરૂ થઈ ગયો છે એટલે તમે એ માટે કોઈ ને કોઈ ઇલાજ શરૂ કરી દીધો છે ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. આમ તો જે લોકોનો ઘૂંટણનો ઘસારો શરૂ થઈ ગયો છે અથવા તો કહીએ કે જેમની ઉંમર થઈ જ ગઈ છે તેમણે પોતાનાં ઘૂંટણની રક્ષા માટે પણ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમને ઑસ્ટિયોઆર્થરાઇટિસ છે તો તમારે તાત્કાલિક વજન ઓછું કરવાની જરૂર છે. શરીરનું વજન વધારે હોય તો એનો આખો ભાર ઘૂંટણ પર જ આવે છે. અને એ ઘૂંટણને વધુ ડૅમેજ કરે છે. જો તમારું વજન યોગ્ય રહેશે તો ડૅમેજ ઓછું અને ડૅમેજ ઓછું હશે તો ઘૂંટણને બચાવી રાખવાં સરળ રહેશે. આવા દરદીઓ વધુ એક્સરસાઇઝ પણ કરી શકતા નથી. એટલે આ પરિસ્થિતિમાં વજન ઓછું કરવા માટે એક્સપર્ટની મદદ લેવી જરૂરી છે. જાતે વજન ઊતરવું અત્યંત અઘરું છે. જો તમે મેદસ્વી હો તો સીડી ઊતર-ચડ કરવાનું રિસ્ક લેવું મૂર્ખામી છે. સીડી ઊતર-ચડની એક્સરસાઇઝ એ લોકો કરે જે એકદમ માફકસર વજન ધરાવે છે તો એ યોગ્ય ગણાય, કારણ કે જો તમે જાડા છો અને સીડી ઊતર-ચડ જરૂર કરતાં વધુ કરો છો તો આ કારણસર પણ તમારાં ઘૂંટણ ભાંગી શકે છે. એટલે આવી મૂર્ખામી ન કરો. આ જ રીતે નીચે ન બેસો. પલાંઠી ન વાળો. આ બધું આથþાર્ઇટિસ આવ્યા પહેલાં કરી શકાય છે, એ પછી નહીં. આવા લોકોએ ક્યારેય જાતે એક્સરસાઇઝ ન કરવી. ખાસ કરીને ત્યારે જ્યારે તેમને એક્સરસાઇઝ વિશે વધુ સમજ નથી. એક્સપર્ટની સલાહ મુજબ ઘૂંટણને બિલકુલ નુકસાન ન થાય પરંતુ ફાયદો થાય એવી જ એક્સરસાઇઝ તેમણે કરવી જોઈએ. આનો અર્થ એમ ન સમજવો કે જેમને ઘૂંટણની તકલીફ છે તેમણે એક્સરસાઇઝ ન જ કરવી. એક્સરસાઇઝ તો કરવાની જ છે, પરંતુ સમજીને કરવાની છે. ઘૂંટણને બચાવવા માટેની એક્સરસાઇઝ કરવાની છે, એને તોડવા માટેની નહીં. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtOzku5cKM3hy%2BuKcUe7nNWBdnMkKQEbEy-U%3DOGHwZQ%3DQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment