Thursday 1 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બેરોજગારી, મોંઘવારી, ત્રાસવાદ જેવા મુદ્દા



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બેરોજગારી, મોંઘવારી, ત્રાસવાદ જેવા મુદ્દાને મીટૂ અને સબરીમાલા વિવાદે ઓવરટેક કરી લીધા!
રિવર્સ સ્વીપ-નીલેશ દવે
 

 

હાલના તબક્કે આખા દેશમાં જો કોઈ રાષ્ટ્રીય સમસ્યાઓ હોય તો એ છે મીટૂ અને સબરીમાલામાં મહિલાઓનો પ્રવેશ અથવા પ્રવેશબંધી. સમગ્ર દેશ, તમામ મીડિયા આ બે બાબતો પર જ ધ્યાન રાખીને બેઠું છે. બીજા કોઈ મુદ્દા કે સીધા આપણા દેશની જનતા સાથે, દેશની પ્રગતિ, વિકાસ, સુરક્ષા સાથે જોડાયેલા છે તેમની કોઈને પડી નથી. મીડિયામાં તો મીટૂનો એવો મારો ચાલ્યો છે કે સહુને લાગે છે કે આ દેશના તમામ પુરુષો પાસે મહિલાઓને કનડવા સિવાય કોઈ કામ જ નથી. દરરોજ કોઈ નવો પુરુષ મીટૂનો શિકાર થઈ રહ્યો છે. કોઈ પણ મહિલાની સાથે અણછાજતું વર્તન કરવું કે તેને માનસિક, શારીરિક ત્રાસ આપવો એ ગુનો જ છે.

 

એવા ગુનેગારને માફ કરી શકાય જ નહીં, પરંતુ આ સજા મીડિયા દ્વારા ન અપાવી જોઈએ કે આ ટ્રાયલ પણ મીડિયામાં તો ન જ ચાલવી જોઈએ. જેમની સાથે પણ આવો દુર્વ્યવહાર થયો હોય. એમણે સીધા પોલીસમાં જ જવું જોઈએ. કોઈ પણ ગુના માટે આપણા દેશમાં પોલીસખાતું છે. પોલીસમાં ગયા વગર માત્ર મીડિયા ટ્રાયલનો કોઈ અર્થ નથી. હાલમાં જ એક મહિલાના કારણે એક જાણીતા અખબારના તંત્રીએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી, તો મીટૂના ડરથી કંટાળીને અનિર્બાન નામની એક વ્યક્તિએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુકા ભેગું લીલું પણ બળે તેવી પરિસ્થિતિ મીટૂને કારણે પેદા થઈ છે. વળી આ દેશમાં મીટૂ અને સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ સિવાય પણ ઘણા ગંભીર મુદ્દા છે.

 

મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલનો ભાવવધારો, રૂપિયાની ઘટતી કિંમત એ બધી સમસ્યાઓ વધુ ગંભીર છે. સ્ત્રીને એક શક્તિ તરીકે પૂજવું એ આપણી સંસ્કૃતિ છે. સો ટકા કેટલીક ઘટનાઓ એવી બની રહી છે કે જેને કારણે આ દેશના પુરુષવર્ગને નીચાજોણું થાય પરંતુ બધા એવા નથી જ. જેની સામે કોઈ પૂર્વગ્રહને કારણે કોઈ મહિલાએ મીટૂની ઝુંબેશ ચલાવી હોય તો તે પુરુષની, તે પુરુષના પરિવારની શું હાલત થાય? વળી તમે માત્ર આક્ષેપોને આધારે કેવી રીતે ખટલો ચલાવી શકો? કોઈ પણ પીડિત મહિલાને ન્યાય મળવો જ જોઈએ, પરંતુ મીડિયા દ્વારા નહીં, સંપૂર્ણ પોલીસ તપાસ બાદ આ દેશની અદાલત દ્વારા જ.

 

હમણાં જ એક અહેવાલમાં જણાવાયું હતું કે કુપોષણને કારણે કેટલાંક બાળકોનાં મોત થયાં છે. દરરોજ કેટલાંય બાળકો ભૂખ્યાં સૂઈ જાય છે, કેટલાંય બાળકોના માથે છત નથી, અનેક બાળકો ભણતર નથી મેળવી શકતાં, અનેક ઘરમાં દસ બાર વર્ષની દીકરીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા કામ કરી રહી છે. આપણી પ્રાથમિકતા શું હોવી જોઈએ? આ બધાને એક સારું ભવિષ્ય આપવાની કે મીટૂનો શિકાર થયેલી કોઈ મહિલા વિશે ચર્ચા કરવાની? કોઈ એક મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળે કે ન મળે તે જોવાની? આપણે વિચારવું જોઈએ કે આ બધું અચાનક જ કેમ સામે આવ્યું?

 

આપણું ધ્યાન આપણે જે સમસ્યાઓથી ઘેરાયેલા છીએ તેનાથી બીજે દોરવાની કોશિશ તો નથીને? એમ હોય તો આપણે સો ટકા વિચારવાની જરૂર છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvFj-NnjE8swFBbBpZT0wJTi7JCaMuBeALmP2T%2BbhiDYw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment