Friday, 2 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મૂડ મૂડ કે દેખ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૂડ મૂડ કે દેખ...
પ્રફુલ્લ કાનાબાર


ઘમંડ આ જાએ તો અમેરિકા ચલા જાતા હૂં, વહાં એરપોર્ટ પર હી સારી રાઈ નિકલ જાતી હૈ!

 

એક જમાનામાં જેને મકાનના ભાડાના પૈસા પણ મિત્ર પાસેથી ઉધાર લેવા પડ્યા હતા તે શાહરુખ ખાન આજે બાંદરા માં 30,000 ચોરસ ફૂટ માં પથરાયેલા મન્નત બંગલોમાં રહે છે.તે ખૂબ જ સંઘર્ષ કરીને આગળ આવેલો અતિ મહત્વકાંક્ષી અભિનેતા છે.તે કહે છે "આપ કભી સિલ્વર મેડલ જીતતે નહીં બલ્કે ગોલ્ડ મેડલ હારતે હૈ."શાહરુખની આજે  બર્થ ડે છે.

 

બાંદરામાં જ્યાં ચાહકોની ભીડ લાગેલી રહે છે એ શાહરૂખ ખાનનો મન્નત બંગલો મુંબઈના ટોપ ટેન બંગલાઓમાં સ્થાન પામે છે. આ પ્રાઈમ પ્રોપર્ટીની કિંમત અધધધધ છે. "મન્નત" બંગલામાં કુરાન પણ છે અને હિંદુ દેવી દેવતાના ફેટા પણ છે. શાહરૂખ ખાનની વિશ્વના બીજા નંબરના ધનિક ફ્લ્મિ સ્ટાર તરીકે ગણના થાય છે. શાહરૂખ ખાનનો જન્મ તા.૨/૧૧/૧૯૬૫ ના રોજ ન્યુ દિલ્હીમાં થયો હતો. પિતાનું નામ મીર તાજ મોહમદ અને માતાનું નામ લતીફ ફતિમા. પિતા સ્વાતંત્ર્ય સેનાની હતા. વિભાજન પછી પિતા પેશાવરથી દિલ્હી શિફ્ટ થયા હતા. શાહરૂખ ખાનનું બાળપણ દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં વીત્યું હતું. શાહરૂખ ખાન જયારે સાત વર્ષનો હતો ત્યારે પિતા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં કેન્ટીન ચલાવતા હતા. પિતાની કેન્ટીનને કારણે શાહરૂખની અવરજવર નાની ઉંમરથી જ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં હતી. નાટકનો ચસ્કો પણ તે કારણથી જ તેને લાગ્યો હતો.

 

શાહરૂખ પંદર વર્ષનો થયો ત્યાં પિતાને કેન્સર ભરખી ગયું હતું તદ્દન મધ્યમ વર્ગમાંથી આવતા શાહરૂખ ખાને સ્કૂલનું શિક્ષણ સેન્ટ કોલમ્બિયા (ન્યુ દિલ્હી) માંથી લીધું હતું. શાહરૂખે ૧૯૮૫થી ૧૯૮૮ દરમિયાન હંસરાજ મહાવિદ્યાલયમાંથી ઇકોનોમિકસની ડિગ્રી લીધી હતી. કોલેજના અભ્યાસની સાથે જ તેણે પુષ્કળ સમય દિલ્હી થિયેટર ગ્રૂપમાં આપ્યો હતો. માસ્ટર ડીગ્રી માટે શાહરૂખે માસ કોમ્યુનિકેશન પર પસંદગી ઉતારીને તેમાં એડમિશન પણ લીધું હતું. પરંતુ અભિનયમાં જ વધારે રસ હોવાથી આખરે તેણે માસ્ટર ડીગ્રી માટે ભણવાનું માંડી વાળ્યું હતું.

 

શાહરૂખ ખાનની કરિયરની શરૂઆત ટીવીના પડદેથી થઈ હતી. ફૈજી, દિલ દરિયા, સર્કસ વાગલે કી દુનિયા જેવી સીરિયલોથી તે ખાસ્સો જાણીતો થઈ ગયો હતો. વળી તે જમાનામાં માત્ર દૂરદર્શન જ હતું તેથી ટીવીના દર્શકોના જીવનમાં આ બધી સીરિયલો વણાઈ ગઈ હતી. ૧૯૮૯ અને ૧૯૯૦ નો સમયગાળો શાહરૂખ ખાન માટે કપરા સંઘર્ષનો હતો. માતાનું અવસાન, મોટી બેનનું ડિપ્રેશનમાં સરી જવું તથા કામની તલાશની સાથે સાથે હિંદુ પંજાબી ફ્મિલીમાંથી આવતી ગૌરી સાથે લગ્ન કરવાની તીવ્ર ઈચ્છા હતી, પરંતુ ગૌરીના માતા-પિતાનો સખત વિરોધ હતો. જો કે ગૌરીના મામા અને મામીએ ગૌરીના માતા-પિતાને સમજાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આખરે હિંદુ વિધિ પ્રમાણે શાહરૂખ ખાન અને ગૌરી લગ્નગ્રંથિથી જોડાયા હતા. મુંબઈમાં કામની તલાશમાં રઝળતા શાહરૂખ ખાનને તે દિવસોમાં મકાનનું ભાડું ચુકવવા માટે તેના એક મિત્ર પાસેથી ઉધાર પૈસા લેવા પડયા હતા. શાહરૂખને આજે પણ તે દિવસ બરાબર યાદ છે જયારે તેના ખિસ્સામાં છેલ્લા વીસ રૂપિયા બચ્યા હતા. તે મુંબઈ કાયમ માટે છોડી દેવાનું વિચારતો હતો બરોબર ત્યારે જ તેને હેમા માલીનીની "દિલ આશના હૈ" ઉપરાંત અન્ય ચાર ફ્લ્મિોની ઓફ્ર મળી હતી.

 

શાહરૂખ કહે છે "મૈંને એક હી દિન મેં પાંચ ફ્લ્મિે સાઈન કી થી. સચમુચ મેરે લિયે યે બાત કોઈ ચમત્કાર સે કમ નહિ થી."

 

૧૯૯૧માં શાહરૂખ ખાનની પ્રથમ ફ્લ્મિ "દીવાના" રિલીઝ થઈ હતી. જેમાં તેની સાથે દિવ્યા ભારતી અને રિશી કપૂર હતા. "દીવાના" માટે શાહરૂખ ખાનને ફ્લ્મિ ફ્રનો બેસ્ટ મેલ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો. ૧૯૯૧માં જ શાહરૂખ ખાનની માતાનું અવસાન થયું હતું. અને તે જ વર્ષે તેના ગૌરી સાથે લગ્ન થયા હતા. ૧૯૯૨માં શાહરૂખ ખાનની "ચમત્કાર", "રાજુ બન ગયા જેન્ટલમેન" અને "દિલ આશના હૈ" રિલીઝ થઈ હતી. ૧૯૯૩માં રિલીઝ થયેલી ફ્લ્મિ ડર, બાઝીગર અને અંજામમાં શાહરૂખ ખાને અદ્ભુત નેગેટિવ રોલ કરીને દર્શકોને અચંબામાં નાખી દીધા હતા. રજત શર્માના એક સવાલના જવાબમાં શાહરૂખ કહે છે "બહોત લોગોને મુઝે ડરાયા થા કી અબ તુ ગયા કામ સે. અબ તુ કભી હીરો નહિ બન પાયેગાં તેરી ઈમેજ વિલન કી હો ગઈ હૈ. લેકિન મુઝે પક્કા યકીન થા કી હીરો તો મૈ બનકે હી રહુંગા."

 

૧૯૯૫નું વર્ષ શાહરૂખ ખાન માટે યાદગાર બની રહ્યું. "કરન અર્જુન" ની સફ્ળતા ઉપરાંત તેની ફ્લ્મિ "દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે" એ બોક્સ ઓફિસનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ત્યાર બાદ તો તેની સફ્ળ ફ્લ્મિોની હારમાળા સર્જાઈ હતી. જેમાં દિલ તો પાગલ હૈ, કુછ કુછ હોતા હૈ, બાદશાહ, મહોબત્તે, કભી ખુશી કભી ગમ, દેવદાસ, કલ હો ના હો, મૈ હુ ના, વીર ઝારા, સ્વદેશ, ચક દે ઇન્ડિયા, ઓમ શાંતિ ઓમ, રબ ને બના દી જોડી, ડોન, ચેન્નાઈ એક્સપ્રેસ, હેપ્પી ન્યુ યર તથા રઈસનો સમાવેશ થાય છે.

 

કિંગખાન તરીકે ઓળખાતો શાહરૂખ ખાન મોશન ફ્લ્મિ નિર્માતા કંપની રેડ ચીલી એન્ટરટેનમેન્ટનો સહાધ્યક્ષ તથા આઇપીએલ ક્રિકેટ ટીમનો માલિક પણ છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtOPeXY8e6Hy-hoVqT48ThQ9901eO94BeQpdt%2BtdPdAHQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment