Monday, 3 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચાપલૂસી એ ચાલાકોની ચિંતનાત્મક ચ્યુઇંગમ છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કથા: 'ક' ફોર કરપ્શનથી 'થ' ફોર થાંભલા સુધી!
અંદાઝે બયાં-સંજય છેલ

ટાઇટલ્સ: ચાપલૂસી એ ચાલાકોની ચિંતનાત્મક ચ્યુઇંગમ છે (છેલવાણી)

 

વિપક્ષનું કામ છે આક્ષેપ લગાડવાનું અને સરકારનું કામ છે આક્ષેપોને નકારવાનું. બંને વારાફરતી આ કામ કરે છે. ટેનિસની રમતમાં નેટની એક બાજુથી બીજી બાજુ જેમ બોલ ઊછળે એમ આરોપો ઉછાળવાની આ ગેમ 70 વરસથી ચાલ્યા જ કરે છે!

મણાં જૂની સરકારવાળાઓએ , હાલની બીજેપી સરકાર પર રાફેલ વિમાન સોદામાં ભ્રષ્ટાચાર કરવા માટે આરોપ મૂક્યા છે. ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે એવી આ વાત થઇ. વિપક્ષનું કામ છે આક્ષેપ લગાડવાનું અને સરકારનું કામ છે આક્ષેપોને નકારવાનું. બંને વારાફરતી આ કામ કરે છે. ટેનિસની રમતમાં નેટની એક બાજુથી બીજી બાજુ જેમ બોલ ઊછળે એમ આરોપો ઉછાળવાની આ ગેમ 70 વરસથી ચાલ્યા જ કરે છે.

 

...પણ નવાઇ તો ત્યાં લાગે છે કે બીજેપીના જ અરૂણ શૌરી, યશવંત સિંહા જેવા સિનિયર નેતાઓ પણ સરકાર પર આવો આરોપો લગાડે છે! તો આવા આરોપ-પ્રતિઆરોપોના વાતાવરણમાં એક વાર્તા યાદ આવે છે:

એક દિવસ રાજાને ઘોષણા કરી મૂકી કે ભ્રષ્ટ લોકોને વીજળીના થાંભલા પર લટકાવી દેવામાં આવશે. સવાર થવા સુધીમાં તો લોકો વીજળીના થાંભલા પાસે જમા થઈ ગયાં. ઠેરઠેર વીજળીના થાંભલાઓની પૂજા કરી આરતી ઉતારી, અને ટીલા ટપકાં કર્યાં. સાંજ સુધી લોકો એ રાહ જોઈ કે ભ્રષ્ટાચારીઓને થાંભલા પર ટાંગવામાં આવશે. પણ હંમેશ મુજબ એ પણ સકરકારી ઘોષણા છે, માટે એવું કાંઈ થયું નહીં. ઉશ્કેરાયેલા લોકો સરઘાસ કાઢીને રાજા પાસે ગયાં અને પૂછયું, "રાજાજી તમે તો કહેલું કે ભ્રષ્ટાચારીઓને થાંભલા પર લટકાવીને મારી નાખવામાં આવશે પણ ભ્રષ્ટાચારી તો આરામથી ઘરે મજા કરે છે અને કેટલાંક તો વિદેશ ભાગી ગયાં છે અને થાંભલા ખાલી પડયાં છે! રાજાએ હસીને કહ્યું, "મેં કહ્યું છે તો થશે. થોડો સમય લાગશે. ભ્રષ્ટાચારીઓને ટીંગાડવા માટે રસ્સીના ફંદા જોઇએને? મેં એ રસ્સીના ફંદાઓ માટે ઓર્ડર આપી દીધો છે. આવશે એટલે દરેક ભ્રષ્ટાચારીને લટકાવી દેશું!

 

ભીડમાંથી કોઈક બોલ્યું, "સાહેબ પણ ફંદા બનાવવાનો કોન્ટ્રાકટ પણ પેલા ભ્રષ્ટાચારીઓમાંથી જ કોઈકે લીધો છે રાજાએ કહ્યું, "તો શું થયું? એને એના જ બનાવેલા ફંદાથી લટકાવીશું. કોઈને છોડવામાં નહીં આવે! ત્યારે ભીડમાંથી બીજો બોલ્યો, "પણ પેલો ભ્રષ્ટાચારી તો કહેતો' તો કે ફાંસી પર લટકાવવાનો કોન્ટ્રેકટ પણ એ જ લઈ લેશે, લાંચ આપીને! રાજાએ કહ્યું, "એવું નહીં થાય. ફાંસી આપવાનું કામ પબ્લીક સકેટરને નહીં અપાય "તો કેટલા દિવસ પછી ભ્રષ્ટાચારીઓને ફાંસી આપાશે?

 

રાજાએ કહ્યું, "પંદર દિવસનો સમય આપો... મારા પર ભરોસો રાખો. સોળમે દિવસે કોઈનેય માફ નહીં કરાય. રાજાએ ભીની આંખે ભાવુક થઇને કહ્યું. લોકો ગળગળા થઇને માની ગયા. પણ પછી સોળમે દિવસે સૌ ફરી ભેગા થયાં ત્યારે ખબર પડી કે રાજયમાંથી બધાં વીજળીના થાંભલાઓ જ ઉખાડી લેવામાં આવ્યા છે! સૌ ફરી ઉશ્કેરાઇને રાજા પાસે પહોંચ્યા. રાજાએ એ બાબતે નવાઈ દેખાડીને ઈન્કવાયરી બેસાડી અને બીજા 50 દિવસનો સમય માગ્યો. સરકારમાં એક પછી એક ડિપાર્ટમેંટ એકબીજા પર થાંભલા ઉખેધવા માટે આંગળી ચીંધવા માંડયા. છેવેટે ખબર પડી કે રાજાના ખાસ સલાહકારે જ થાંભલા ઉખેડવાનો ઓર્ડર આપેલો! રાજાએ કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે એકસપર્ટ લોકોએ રિપોર્ટ આપેલો કે આપણાં રાજયની જમીનમાં એક વિધુત પ્રવાહ પસાર પસાર થવાનો હતો. જો વીજળીના થાંભલાઓ ના ઉખાડયા હોત તો આખા રાજયમાં એ વિધુત પ્રવાહ વહેવા માંડત, પાવર હાઉસ સળગી જાત, રાજયમાં ઠેર ઠેર વિસ્ફોટ થઈ જાત અને આખું રાજ્ય સળગી ઊઠત. માટે રાજ્ય અને પ્રજાને બચાવવા માટે વીજળીના થાંભલા ઉખાડવા પડયા. રાજાએ લોકોને કહ્યું કે રાષ્ટ્રની સલામતી માટે વીજળીના થાંભલા ખતરો હતાં. રાજય પહેલાં-બીજુ બધું પછી! લોકોની ભીડ રાજાની 'જય' બોલાવી, રાષ્ટ્ર પ્રેમની વાતો કરી અને ભ્રષ્ટાચારીઓની ફાંસી વીશે ભૂલી જ ગયાં..પોતપોતાનાં ઘરે જતા રહ્યા.!

 

ઇન્ટરવલ:

અબ તો બેંકો કી કતારો મેં નઝર આતા હું,

અપને વોટીંગ કે પરિણામો કી સઝા પાતા હું

(ખલીલ ધનતેજવીની ક્ષમા સાથે)

 

આમ તો પેલી 'ખંભા ઉખાડ' વાર્તાનું કથાબીજ હિંદીના વ્યંગ્યલેખક હરીશંકર પરસાઈની લઘુકથામાંથી લીધેલું છે પણ એની પાછળ એક ઇતિહાસ છે. ત્યારના પી.એમ. નહેરુએ સંસદમાં નાટ્યામક રીતે એકવાર કહેલું કે 'ભ્રષ્ટાચારીઓને વીજળીના થાંભલા પર લટકાવીશું' ત્યારે પરસાઈએ આ લખેલું. આ વાર્તા આજે પણ આ દેશને ભ્રષ્ટાચારને- કાળાનાણાંની વાતને કેટલી લાગુ પડે છેને? સમજદારને ઇશારા કાફી છે.

 

ભૂતપૂર્વ પિએમ ઇંદિરા ગાંધીએ તો ત્યાં સુધી કહેલું કે ભ્રષ્ટાચાર તો આધુનિક જગતનું અનિવાર્ય દૂષણ છે.

 

પણ મુદ્દો એ છે કે ગુજરાતીમાં આવા કરારા-કડવા વ્યંગ્ય લખાતા નથી. આપણી શાણી પ્રજાએ શરૂઆતથી ગરવી ગુજરાતીમાં એવો નકામો રિવાજ જ નથી રાખ્યો. વેપારી પ્રજા, રાજા પર હસવાની ભૂલ કરે? એ તો સરકારને કાકા-મામા કે માઇબાપ માનીને એમની ગોદમાં બેસીને એવોર્ડઝના ખ્વાબ જોતાં જોતાં ખંજરી વગાડ્યા કરે. અન્ય ભાષામાં લેખકો પ્રજાનો અવાજ બને છે આપણે ત્યાં લેખકોનો અવાજ મોટીમોટી વાતોમાં ખૂલે પણ લખતી વખતે અવાજ બેસી જતો હોય છે. પોતાના અવાજ પાસે રોજરોજ દંડ-બેઠક કરવામાં કેટલી તકલીફ પડતી હશે ને?

 

વળી કોઇ એક સરકારની ટીકા અને બીજી સરકારની ભક્તિ કરવી એ પણ આપણી શાણી ભાષાની આગવી ખાસિયત છે. પણ બિચારા બીજી ભાષાવાળાં એટલાં ચતુર નથી હોતાં, એ લોકો તો માત્ર લેખકો જ રહી શકે છે. એમાંયે હરીશંકર પરસાઇએ તો દરેક સરકારો પર ચાબખાં માર્યાં છે... જેમકે આઝાદી પછીની સરકાર માટે લખેલું:

"હમારે બાપોં કે મુંહ સે તબ કહા જાતા થા કિ આઝાદી કી ઘાસ ગુલામી કે ઘી સે અચ્છી હોતી હૈ. હમ તબ બચ્ચે, મગર હમને ભી ઇસે સુના, સમઝા ઔર સ્વીકારા. જબ આઝાદ હો ગયે, તો હમને કહા- અચ્છા, અબ હમ ગૌરવ કે સાથ ઘાસ ભી ખા લેંગે. પર ઉન નારા લગાનેવાલોં સે પૂછના ભૂલ ગયે કિ કબ ખાયેંગે? મગર હમને દેખા કિ કુછ લોગોં ને અપની કાલી-કાલી ભૈંસ આઝાદી કી ઘાસ પર ખૂલી છોડી દીં ઔર ઘાસ ઉનકે પેટ મેં જાને લગી.. તબ ભૈંસ વાલોં ને ઉન્હેં દોહ લિયા ઔર વો લોગ દૂધ કા ઘી બનાકર હમારે સામને હી પીને લગે...

 

યે તો હમારે સાથ ધોખા હી હુઆ ના? હમેં ઔર હમારે બાપોં કો બતાયા હી નહીં ગયા થા કિ આઝાદી કી ઘાસ તો હોગી, પર કુછ કે પાસ કભી-કભી ભૈંસ ભી હોંગી!

 

અબ હમ અપને બાપ કો કોસતે હૈં કિ તુમને તભી ઇસ બારે મેં સાફ બાતેં ક્યોં નહીં કર લીં? સોશલિસ્ટ અર્થશાસ્ત્રી સે ઇસ બારે મેં પૂછતે હૈં તો વહ અપની ઉલઝી દાઢી઼ પર હાથ ફેરકર કહતા હૈ- કમ્પલશંસ ઓફ એ બૈકવર્ડ ઇકોનમી! પિછડ઼ી અર્થિકતા કી બાધ્યતાએઁ હૈં યે.. હૈં તો સહી બાત ..પર ઘર સે દુકાન તક પહુઁચતે ભાવ બઢ઼ જાતે હૈં. દેશ એક કતાર મે બદલ ગયા હૈ! ચલતી-ફિરતી કતાર હૈ- કભી ચાવલ કી દૂકાન પર ખડ઼ી હોતી હૈ, ફિર સરક કર શક્કર કી દૂકાન પર ચલી જાતી હૈ. આધી જિન્દગી કતાર મેં ખડે-ખડે બીત રહી હૈ.

 

આ ભીડના લિસ્ટમાં બેંકોવાળી ભીડ પણ ઉમેરી લો... તમે કહેશો કે 'ફરી બેંકની ભીડવાળી વાત માંડી? જ્યારે આખેઆખી ભીડ બોલતી નથી તો તને શું પડી છે?' પણ સાચું કહો... તમને આ લખાણમાંથી રજકારણની વાસ આવે છેને? તમે કહેશો કે લેખકનો સંબંધ તો મનુષ્ય સાથે હોવો જોઇએ... આ રાજનીતિ વગરે શું માંડ્યું છે? પણ માણસનું જીવન તો પ્રધાનમંત્રી કે અર્થમંત્રીના બદલાવાથી કે બદલાયેલા નિર્ણયથી પણ બદલાઇ શકે છે ને? તમારી કે અમારી પાસે જવાબ નથી.. જવા દો શું કામ લપ માંડવી હેંને? વોટ્સ અપમાંથી કોઇ તાજો જોક સંભળાવું? સાંભળો- 'એક પ્રમાણિક નિર્ભીક ગુજરાતી લેખક હતો' અરે હસો નહીં... જોક હજી પૂરો કરવાનો બાકી છે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvKY3CT5sNQf9YUmhFVzuoPTBNPp6x88b0r3ANU8ZoEkQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment