1957માં કૌવાપુરથી બલરામપુર થઈને દિલ્હીના સંસદભવનની યાત્રાની વાત એક દિવસ માટે મુલતવી રાખીને આગળ વધીએ.
અટલ બિહારી વાજપેયી 1957માં પ્રથમ વખત લોકસભામાં પ્રવેશ્યા, પણ 1962ના જનરલ ઈલેક્શનમાં તેઓ હારી ગયા. આ હાર પાછળનું કારણ શું? લેફ્ટિસ્ટો, સામ્યવાદીઓ જેમને નેહરુના આશીર્વાદ હતા. આ વાત ખુદ વાજપેયીએ કહી છે. સામ્યવાદીઓ અને કૉંગ્રેસીઓની સાઠગાંઠ જૂની છે. ભારતની હિન્દુ પરંપરાના કોઈ પણ દૃઢ સેવકને છિન્નભિન્ન કરી નાખવા આ લોકો હંમેશાં લાગ જોતા હોય છે. વાજપેયીએ લખ્યું છે: 'મને એ વાતનો હંમેશાં અફસોસ રહેવાનો કે હું ત્રીજી લોકસભાનો સભ્ય ન બની શક્યો. 1962થી 1967 સુધીનો કાળખંડ સ્વતંત્ર ભારતના જીવનમાં ખૂબ મહત્ત્વનો હતો. આ ગાળામાં દેશે બે યુદ્ધ જોયાં. બે વડા પ્રધાન આપણી વચ્ચે રહ્યા. ચીનના આક્રમણે નેહરુજીને ચૂરચૂર કરી નાખ્યા. ચીનના વિશ્ર્વાસઘાતે એમને હચમચાવી નાખ્યા હતા. એ પછી તેઓ ફરી ક્યારેય પોતાના મૂળ લાઈવલી વ્યક્તિવને પાછું મેળવી શકયા નહીં. એમને જોઈને લાગતું હતું કે, જાણે એમનું ભીતર સાવ કાળુંધબ્બ અને સૂનમૂન થઈ ગયું છે. લાલ બહાદુર શાસ્ત્રી હાર્ટ અટેકને કારણે ગુજરી ગયા. એમને હૃદયરોગ તો હતો જ પણ જે પરિસ્થિતિમાં એમનું નિધન થયું એમાં એવી આશંકા જરૂર જન્મે કે એમના પર તાશ્કંદની સંધિ પર સહી કરવા માટે દબાણ લાવવામાં આવ્યું અને એમનું હૃદય 'આ દબાણને સહન કરી શક્યું નહીં.' વાજપેયી જણાવે છે કે ત્રીજી લોકસભામાં કૉંગ્રેસની બહુમતી જરાક ઘટી હતી. 371માંથી એમના 361 સંસદ સભ્યો થઈ ગયા હતા. કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોમાં બેનો ઉમેરો થયો અને ભારતીય જન સંઘે ઘણી મોટી પ્રગતિ કરી - 4માંથી 14 સંસદસભ્યો થયા. આમ છતાં વાજપેયી હાર્યા હતા. શું કામ? એમના જ શબ્દોમાં. 'તીસરી લોક સભા મેં મેરી હાર સર્વથા અપ્રત્યાશિત (અનએક્સપેક્ટેડ)થી. મૈંને અપને ચુનાવક્ષેત્ર કી પાંચ સાલ તક અચ્છી દેખભાલ કી થી. સંસદ મેં, સંસદ કે બાહર, મૈંને બલરામપુર કા પ્રભાવશાલી પ્રતિનિધિત્વ કિયા થા. પ્રતિપક્ષ કે સદ્સ્ય કે નાતે મૈંને સરકાર કો અપની કડી આલોચના કા નિશાના બનાયા થા. ભારતીય જન સંઘ કે પ્રવક્તા કે રૂપ મેં પાર્ટી કો પુષ્ટ કિયા થા ઔર પૃથક પહચાન બનાને મેં સફલતા પાયી થી. પાર્ટી કે બઢતે હુએ પ્રભાવ સે વિરોધી પરેશાન થે. ઉન્હોંને મુઝે ચુનાવ મેં હરાને કે લિયે ષડ્યંત્ર કિયા. સાંપ્રદાયિકતા વિરોધી સમિતિ કી અધ્યક્ષા કો હરિયાણા સે હટાકર મેરે વિરુદ્ધ બલરામપુર મેં લડાને કા ફૈંસલા કિયા. ઉન્હેં સભી વામમાર્ગીઓં કા સમર્થન પ્રાપ્ત થા. ઉનકા યહ ભી દાવા થા કી ઉન્હેં નેહરુજી કા આશીર્વાદ પ્રાપ્ત હૈ.' મતદારક્ષેત્રમાં પહોંચીને તરત જ વિરોધીઓએ ભારતીય જન સંઘ અને વિશેષ કરીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું. એ લોકોના બેબુનિયાદ આક્ષેપોની જનતા પર અસર પડી એવું નહોતું, પણ કૉંગ્રેસીઓને લડવા માટે એક મુદ્દો મળી ગયો. એ લોકો ખૂબ આક્રમક બની ગયા. એમની પાસે સાધન-સગવડોની કોઈ કમી નહોતી. જિલ્લા અને સ્થાનિક અધિકારીઓને દબડાવીને, દિલ્હી સુધી પહોંચ છે એવો ડર દેખાડીને ચૂંટણી પર અસર પડે એવી સામદામદંડભેદની નીતિરીતિઓ વાપરવામાં આવી. મતદાનક્ષેત્રમાં કોમી તનાવ પેદા કરવાનો પણ પ્રયત્ન થયો. મતદાનના દિવસે બલરામપુર નગરમાં છુરી હુલાવવાની ઘટના દ્વારા જન સંઘના મતદાતાઓને ડરાવી દેવામાં આવ્યા. આ મતદારો સવારથી જ મતદાન કેન્દ્રોમાં લાઈન લગાવીને ઊભા રહી ગયા હતા. એમાં સ્ત્રીઓ પણ ઘણી હતી. એ સૌને ડરાવી-ધમકાવીને ઘરે પાછા મોકલી દેવાના પ્રયત્નો થયા. કેટલાક વિસ્તારોમાં મતદાન રોકવું પડ્યું, જ્યાં મતદાતાઓ ઘરે પાછા જતા રહ્યા હતા એમાંથી મોટા ભાગના ફરી પાછા દેખાયા જ નહીં. આમ છતાં, વાજપેયી લખે છે: "ફિર ભી મુઝે વિજય કી આશા થી કારણ મુઝે વ્યાપક જનસમર્થન પ્રાપ્ત થા. આમ છતાં વાજપેયી માત્ર બે હજાર મતથી આ ચૂંટણી હારી ગયા. એનું કારણ શું? એક તો, કૉંગ્રેસે વાજપેયીને હરાવવા બલરામપુરમાં નેહરુની જાહેરસભા કરવી પડી, પણ બીજું કારણ એટલું પ્રગટ નહોતું. કૉંગ્રેસનું કાવતરું હતું. તેની વિગતો ... વાજપેયી, અડવાણી કે એમના વારસદારો સમા મોદી - અમિત શાહે કૉંગ્રેસ તથા વામપંથીઓનાં કાવતરાઓનો પહેલેથી જ સામનો કરવો પડ્યો છે. હિન્દુત્વના દુશ્મનો હિન્દુસ્તાનમાં પહેલેથી જ રહ્યા છે. વાજપેયીએ રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારથી આ તત્ત્વો એમને હટાવવા જીજાનથી પ્રયત્નો કરતા રહ્યા, પણ તેઓ આવા ઝંઝાવાતો સામે અટલ રહ્યા જેનું ફળ આજે આપણે ચાખી રહ્યા છીએ, અન્યથા આ દેશને પેલા લોકો ક્યારના હડપ કરી ચૂક્યા હોત. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ એવી માગણી આજે થાય છે ત્યારે વિપક્ષોના, ખાસ કરીને કૉન્ગ્રેસના પેટમાં તેલ રેડાય છે. પણ નહેરુના જમાનામાં બેઉ ચૂંટણીઓ એક સાથે યોજાતી એ હકીકતની કાં તો તેઓને જાણ નથી કાં પછી તેઓ જાણી જોઈને એ હકીકત છુપાવે છે. અટલ બિહારી વાજપેયી ૧૯૫૫માં લખનૌમાં યોજાયેલી લોકસભાની પેટા ચૂંટણીમાં ઊભા રહ્યા. લોકસભાની ચૂંટણી લડવાનો આ એમનો પ્રથમ અનુભવ. ૧૯૪૭માં આઝાદી મળ્યા પછી અને ૧૯૫૦માં દેશ પ્રજાસત્તાક થયો અને બંધારણ અસ્તિત્વમાં આવ્યું તે પછી ૧૯૫૨માં સૌ પ્રથમવાર દેશમાં લોકસભાની ચૂંટણીઓ થઈ ત્યારે જનસંઘને કુલ ૩ બેઠકો મળી હતી. વાજપેયી સ્કૂલમાં હતા ત્યારથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાઈ ગયા હતા અને ૧૯૪૭ પહેલાં એમણે સંઘની ત્રણેય વર્ષની શિક્ષા પ્રાપ્ત કરી લીધી હતી. જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના તેઓ નિકટના જુનિયર સાથી હતા. ૧૯૫૭માં વાજપેયી બલરામપુર સંસદીય ક્ષેત્રમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા. ૧૯૫૭થી ૧૯૬૨ દરમ્યાનની એમની સૌથી પહેલી સંસદીય ટર્મ ઘણી ઊજળી રહી. ઑગસ્ટ ૧૯૫૭માં તે વખતના લોકસભાના સ્પીકર અનંત શયનમ આયંગરને જ્યારે દિલ્હી યુનિવર્સિટીના સમારંભમાં પૂછવામાં આવ્યું કે ભારતની સંસદમાં શ્રેષ્ઠ વક્તા કોણ છે ત્યારે એમણે હિંદીમાં અટલ બિહારી વાજપેયી અને અંગ્રેજીમાં એક બંગાળી સંસદસભ્યનું નામ લીધું હતું. રાજકારણી તરીકેની કારકિર્દીના આરંભથી જ વાજપેયી એક કુશળ વક્તા તરીકે નામના મેળવી ચૂક્યા હતા. પંડિત નહેરુને પસંદ નહોતું કે સંસદમાં પોતાના સિવાય બીજો કોઈ સારો વક્તા હોય. ૧૯૬૨માં બલરામપુર મતદાર ક્ષેત્રમાંથી વાજપેયી ફરીવાર ઊભા રહ્યા ત્યારે કૉન્ગ્રેસે એમને હરાવવા માટે તમામ દાવપેચ લડાવ્યા. યુવાન વાજપેયી મતદાતાઓને આકર્ષતા હતા એટલે છેક હરિયાણાથી સુભદ્રા જોશી નામનાં રૂપાળાં મહિલાને કૉન્ગ્રેસ વતી ઉમેદવાર બનાવવામાં આવ્યા. ઉપરાંત પ્રચાર માટે હિન્દી ફિલ્મોના હીરો બલરાજ સાહનીને કૉન્ગ્રેસે બલરામપુર મોકલ્યા. એટલું જ નહીં વાજપેયીએ પોતે લખ્યા પ્રમાણે પંડિત નહેરુ પણ બલરામપુરમાં એક જાહેર સભા કરી ગયા. (જોકે, કેટલાક અભ્યાસીઓ કહે છે આ વાજપેયીનો સ્મૃતિદોષ હોઈ શકે. નહેરુએ બલરાજ સાહનીને મોકલ્યા પણ પોતે પ્રચાર માટે બલરામપુર નહોતા ગયા. જે હોય તે). આ તો જાણે કે ચૂંટણી લડવાની સામાન્ય વ્યૂહરચનાઓ કહેવાય. પણ કૉન્ગ્રેસે એક ઘણી મોટી બદમાશી કરી જેને કારણે વાજપેયી આ ચૂંટણીમાં હારી ગયા. શું કર્યું કૉન્ગ્રેસે? વાજપેયીએ ૧૯૫૭થી ૧૯૬૨નાં પાંચ વર્ષ દરમ્યાન પોતાના મતક્ષેત્ર બલરામપુરમાં ઘણું સારું કામ કર્યું હતું અને સંસદમાં પણ બલરામપુરનું પ્રતિનિધિત્વ જોરશોરથી કર્યું હતું. બલરામપુરના મતદારો વાજપેયીથી સંતુષ્ટ હતા અને કોઈ માનતું નહોતું કે એ ૧૯૬૨માં હારી જશે. બલરામપુરનું જ નહીં સમગ્ર જનસંઘનું પ્રતિનિધિત્વ વાજપેયીએ ખૂબ કુશળતાપૂર્વક કર્યું હતું. જનસંઘના તેઓ પ્રવકતા હતા. જનસંઘનો પ્રભાવ આ ગાળામાં વધતો જાય છે એવું દેશમાં સૌ કોઈને લાગતું હતું. (જે સાચી ધારણા હતી, ૧૯૫૭માં ચારે ઓરથી જીતેલો જનસંઘ ૧૯૬૨માં લોકસભાની ૧૪ સીટો લઈ આવ્યો). વિરોધીઓની આંખમાં વાજપેયી કણાની જેમ ખૂંચે એ સ્વાભાવિક હતું. મતદાનને દિવસે છુરાબાજીના બનાવ ઉપરાંત કૉન્ગ્રેસે જે ષડ્યંત્ર કર્યું તેની વિગતો જાણવા જેવી છે. આજે જેમ થાય છે એમ આજથી ૫૦-૬૦ વર્ષ પહેલાં પણ કૉન્ગ્રેસ આરએસએસના નામે મતદારોને ભડકાવાનું કામ કરતી. કૉન્ગ્રેસનાં યુવાન અને રૂપાળાં ઉમેદવાર સુભદ્રા જોશીએ પણ જનસંઘ ઉપરાંત આરએસએસ પર નિશાન તાકીને પોતાની ચૂંટણી સભાઓ ગજવી હતી. પણ આની કોઈ અસર મતદારો પર પડી નહીં. મતદાનના દિવસે સમાચાર આવવા માંડ્યા કે બલરામપુર નગર સિવાય આ મતક્ષેત્રના બાકીના ઈલાકાઓમાં જનસંઘ તરફી ભારે મતદાન થઈ રહ્યું છે. વાજપેયી એ દિવસને યાદ કરીને લખે છે: 'ક્ધિતુ અનેક સ્થાનોં સે મિલી એક શિકાયત સે મેરા માથા ઠનકા થા. શિકાયત યહ થી કિ કૉન્ગ્રેસ કે સમર્થકોને મતદાતાઓ મેં ભ્રમ પૈદા કરને કે લિયે યહ પ્રચાર શુરૂ કર દિયા થા કિ યદિ વે લોકસભા કે ચુનાવ મેં મુઝે વોટ દેના ચાહતે હૈં તો ઉન્હેં ગુલાબી મતપત્રક પર દીપક પર મોહર લગાની ચાહિયે. લોકસભા ઔર વિધાનસભા કે ચુનાવ ઉન દિનોં સાથ હોતે થે. હર મતદાતા કો દો પત્ર દિયે જાતે થે. દોનોં કે રંગ અલગ અલગ હોતે થે. મેરી લોકપ્રિયતા દેખકર કૉન્ગ્રેસજનોંને મતદાતાઓ કો ગલત રંગ કે મતપત્ર પર મુઝે વોટ દેને કે લિયે કહા. મતદાન કેન્દ્રોં પર તૈનાત કુછ અધિકારી ભી ઈસી ભ્રમ કો બઢાને મેં સહાયક હુએ. જબ વોટોં કી ગિનતી હુઈ તો ઈસ સોચીસમઝી ઔર ગહરી સાઝિશ કા પરિણામ સામને આ ગયા. મૈં દો હઝાર વોટોં સે ચુનાવ હાર ગયા. મુઝે ૧,૦૦,૨૦૮ વોટ મિલે. જબ કિ કૉન્ગ્રેસ ઉમ્મીદવાર કો ૧,૦૨,૨૬૦ વોટ પ્રાપ્ત હુએ. આશ્ર્ચર્ય કી બાત યહ થી કી મેરે નીચે ઉત્તર પ્રદેશ વિધાનસભા કે લિયે ચુનાવ લડ રહે ભારતીય જનસંઘ કે પાંચ ઉમ્મીદવારોંમેં સે ચાર ઉમ્મીદવાર અચ્છે મતોં સે વિજયી હુએ. જનસંઘને વિધાનસભા કી કેવલ એક સીટ હારી, ક્ધિતુ વહ હાર ભી કેવલ પચપન (૫૫) વોટોં સે હુઈ - શાયદ હી કિસી ચુનાવ ક્ષેત્ર મેં ઐસા હુઆ હો કિ કોઈ પાર્ટી પાંચ વિધાનસભા કી સીટોં મેં ચાર સીટેં અચ્છે વોટોં સે જીત જાયે ક્ધિતુ ઉસકા લોકસભા કા પ્રત્યાશી ચુનાવ હાર જાયે. ઐસા દો હી સ્થિતિયોં મેં હો સકતા હૈ. એક, વિધાનસભા કે ઉમ્મીદવારને કેવલ અપને લિયે વોટ માગે હો ઔર લોકસભા કે ઉમ્મીદવાર કી ઉપેક્ષા કર દી હો. દૂસરી, મતદાતા મતપત્ર કે રંગ કે બારે મેં ભ્રમિત કર દિયે ગયે હોં ઔર સમજતે હુએ કિ લોકસભા કે ઉમ્મીદવાર કો વોટ દે રહે હૈં - ઉનકા વોટ વિધાનસભા કે ઉમ્મીદવાર કો મિલ ગયા હો.' વાજપેયી આગળ સમજાવે છે કે: 'ઈસ બાત કી તો બિલકુલ સંભાવના નહીં થી કિ વિધાનસભા કે ઉમ્મીદવાર કેવલ અપને લિયે વોટ માંગતે. સચ્ચાઈ યહ હૈ કિ વે મેરે ભરોસે ચુનાવ કો નદી પાર કરના ચાહતે થે લેકિન હુઆ યહ કિ વે તો પાર હો ગયે ઔર મૈં મઝધાર મેં ડૂબ ગયા.' ચૂંટણીનું પરિણામ આવ્યા પછી અનેક મતદારોએ વાજપેયીને કહ્યું કે અમે તો તમને મત આપ્યો હતો, તો તમે હારી કેવી રીતે ગયા? કૉન્ગ્રેસ મતદાતાઓમાં ભ્રમ ફેલાવવામાં કામિયાબ રહી હતી. મેં નક્કી કર્યું કે પાંચ વર્ષ પછી હું ફરી બલરામપુરથી જ ચૂંટણી લડીશ અને જીતીશ. ૧૯૬૨માં લોકસભાની ચૂંટણી વાજપેયી હારી ગયા પણ જનસંઘના પ્રમુખ દીનદયાળ ઉપાધ્યાય ચાહતા હતા કે વાજપેયીની સંસદમાં હાજરી હોવી જોઈએ. વાજપેયીને ૩ એપ્રિલ ૧૯૬૨માં રોજ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. ૧૯૬૭માં વાજપેયી ફરીવાર બલરામપુરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને લગભગ ૩૫,૦૦૦ મતથી જીત્યા. ૧૯૬૮માં દીનદયાળ ઉપાધ્યાયનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું. વાજપેયીને જનસંઘના પ્રમુખ બનાવવામાં આવ્યા. જનસંઘના બંને સ્થાપકો ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાય - શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. હિન્દુ રાજકીય સંગઠન કૉન્ગ્રેસના શાસનમાં વિકસે નહીં એ માટે કઈ શક્તિઓ કામ કરતી હતી તે કલ્પનાનો અને તપાસનો વિષય છે. ખૈર, વાજપેયી ૧૯૫૭થી ૨૦૦૪ દરમ્યાન કુલ દસ વખત લોકસભાની ચૂંટણી જીત્યા. ૧૯૬૨ ઉપરાંત તેઓ ૧૯૮૪માં પણ લોકસભાની ચૂંટણી હાર્યા. ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી ભારતભરમાં જે સિમ્પથી વેવ લહેરાયો તેનો કૉન્ગ્રેસને પ્રચંડ ફાયદો થયો અને વાજપેયી જેવા દિગ્ગજ નેતાઓ પણ હારી ગયા. દસ વાર લોકસભા સદસ્ય બનવા ઉપરાંત વાજપેયી બે વાર રાજ્યસભાના સભ્ય પણ રહ્યા. એકવાર ૧૯૬૨માં અને બીજીવાર ૧૯૮૪માં ગ્વાલિયરની બેઠક પરથી હાર્યાના થોડા વર્ષ પછી એમને રાજ્યસભામાં ચૂંટવામાં આવ્યા. મઝાની વાત એ છે કે જે લખનૌ મતદાન ક્ષેત્રમાં તેઓ ૧૯૫૫ની પોતાની કારકિર્દીની સૌ પ્રથમ ચૂંટણી હારી ગયા હતા તે જ લખનૌમાંથી તેઓ પોતાની કારકિર્દીની છેલ્લી પાંચ-પાંચ ચૂંટણીઓ ઉપરાછાપરી જીત્યા હતા. અટલ બિહારી વાજપેયી ૧૯૮૪માં ગ્વાલિયરની લોકસભા બેઠક પરથી હારી ગયા એનું કારણ માત્ર ઈન્દિરા ગાંધીની હત્યા પછી દેશમાં ફેલાયેલું કૉન્ગ્રેસતરફી સહાનુભૂતિનું મોજું નહોતું. એ ઉપરાંત પણ બીજું એક કારણ હતું જેની વિગતવાર વાત વાજપેયીએ લખી છે જે આપણે જોઈશું. ઈન્દિરા ગાંધીની હત્યાને કારણે કૉન્ગ્રેસને જે સહાનુભૂતિ મળી તેમાં ૫૩૩ બેઠકની લોકસભામાં એમના ૪૧૪ સભ્યો ચૂંટાઈ આવ્યા અને ભાજપને માત્ર બે જ બેઠક મળી. લાલકૃષ્ણ આડવાણીએ એક વખત કટાક્ષમાં ૧૯૮૪ની એ ચૂંટણીને 'લોકસભાની નહીં પણ શોકસભાની ચૂંટણી' કહી હતી! ગ્વાલિયરની એ ચૂંટણી વિશે વાત કરતાં પહેલાં જાણી લઈએ કે ગ્વાલિયર સાથેનો વાજપેયીનો નાતો ઘણો જૂનો છે. ઘણો જૂનો એટલે? એમના જન્મ વખતનો. ના. એથીય જૂનો. વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ ગ્વાલિયરમાં શિન્દેની છાવણીમાં આવેલી સાંકડી શેરી તરીકે ઓળખાતી ગલીના કમલસિંહના બાગ પાસેના એક નાનકડા ઘરમાં થયો. પિતા પંડિત કૃષ્ણ બિહારી વાજપેયી અધ્યાપક હતા, રાષ્ટ્રપ્રેમની કવિતાઓ પણ લખતા અને ગ્વાલિયર સ્ટેટના રાજ દરબારમાં માન-સન્માન સાથે એમનું સ્વાગત થતું. અટલજીના દાદા પંડિત શ્યામલાલ વાજપેયી સંસ્કૃતના વિદ્વાન હતા અને એ રહેતા આગ્રા નજીકના પ્રસિદ્ધ તીર્થસ્થળ બટેશ્ર્વરમાં. બટ (વડ) પરથી બટેશ્ર્વર. ભગવાન શંકરે આ સ્થળે વડના ઝાડ નીચે થોડો સમય વિશ્રામ કર્યો હતો. બટેશ્ર્વરના શિવમંદિરનો ઘણો મોટો મહિમા છે. વાજપેયી કુટુંબ શિવભક્ત હતું. અટલજી પોતે રોજ મહાદેવની પ્રાર્થના કરતા એવું નોંધાયેલું છે. ખૂબ આસ્થાળુ હતા. પુરાણોમાં લખ્યું છે કે દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણના દાદા શૂરસેનની રાજધાની બટેશ્ર્વર હતી. યમુના પાસે જ વહેતી. એ પહેલાં, ત્રેતાયુગમાં ભગવાન રામના લઘુબંધુ શત્રુઘ્ને આ નગર વસાવ્યું. દ્વાપરયુગમાં કંસનો વધ કર્યા પછી કૃષ્ણ અને બલરામ બટેશ્ર્વર આવ્યા હતા. કંસના સસરા જરાસંધને આ માહિતી મળી એટલે એણે છ વાર શૂરસેન નગર (બટેશ્ર્વર) પર હુમલો કર્યો, પરંતુ બલરામ-શ્રીકૃષ્ણનો વાળ પણ વાંકો થયો નહીં. બટેશ્ર્વરને 'વ્રજની કાશી' પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે બટેશ્ર્વરનાં દર્શન કરવાથી તમામ પાપ નષ્ટ થઈ જાય છે. આવા બટેશ્ર્વરમાં વૈદિક સનાતન કાન્યકુબ્જ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા શ્યામલાલ વાજપેયીએ પોતાના પુત્ર કૃષ્ણ બિહારી વાજપેયીને ગ્વાલિયર જઈને વસવાની સલાહ આપી હતી. અટલજીનો જન્મ માતા કૃષ્ણા દેવની કુખે ગ્વાલિયરમાં થયો. પરિવારમાં ચાર ભાઈ: અવધ બિહારી, સદા બિહારી, પ્રેમ બિહારી અને અટલ બિહારી. કવિ પિતાનાં સંતાનોનાં નામ કેટલાં સરસ છે. ત્રણ બહેનો: વિમલા, કમલા અને ઉર્મિલા. કવિ પિતાની સાથે નાનપણથી અટલજી કવિ સંમેલનોમાં જતાઆવતા થઈ ગયા હતા. બીએ સુધીનું ભણતર ગ્વાલિયરમાં જ થયું. વિક્ટોરિયા કૉલેજમાં. હવે એ કૉલેજ લક્ષ્મીબાઈ કૉલેજ તરીકે ઓળખાય છે. આ કૉલેજના સ્ટુડન્ટ્સ યુનિયનના સેક્રેટરીપદે તેમ જ વાઈસ-પ્રેસિડેન્ટપદે પણ અટલજી રહ્યા. ડિબેટ્સ અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેતા. આરએસએસમાં તો સ્કૂલના દિવસોથી (૧૯૪૦)માં જોડાઈ ગયેલા. નિયમિત શાખા ભરતા. નાગપુરથી ગ્વાલિયર આવેલા સંઘના આજીવન પ્રચારક નારાયણ રાવ તર્ટેને વાજપેયીને શાખામાં લઈ આવવાનો જશ જાય છે. ગ્વાલિયરની લક્ષ્મીગંજ શાખામાં અટલજી જતા. બીએ પાસ કર્યા પછી આગળ ભણવાના પૈસા ક્યાંથી આવશે એની ચિંતા હતી. પિતા નિવૃત્ત થઈ ગયા હતા. બે બહેનોની શાદી પણ બાકી હતી. એ વખતે ગ્વાલિયરના મહારાજા શ્રીમન્ત જીવાજીરાવ સિન્ધિયાએ અટલ બિહારી વાજપેયીને ઉચ્ચ અભ્યાસ માટે દર મહિને રૂપિયા ૭૫ની સ્કૉલરશિપ આપી હતી. આ છાત્રવૃત્તિને લીધે વાજપેયી કાનપુરની ડી.એ.વી. કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ શરૂ કરી શક્યા અને એમએમાં ફર્સ્ટ ક્લાસ આવ્યા બાદ એમણે એલ.એલ.બી.નું ભણવાનું પણ શરૂ કર્યું. વાજપેયી જેમની સ્કૉલરશિપથી ભણ્યા તે મહારાજા જીવાજી રાવ સિન્ધિયા ૧૯૨૫માં પોતાના પિતાના અવસાન પછી માત્ર નવ વર્ષની ઉંમરે ગ્વાલિયરની ગાદીએ બેઠા. પિતાનું નામ માધોરાવ હતું અને ૧૯૪૧માં લગ્ન પછી ૧૯૪૫માં જન્મેલા પુત્રનું નામ પણ માધવરાવ સિન્ધિયા રાખવામાં આવ્યું. ૧૯૮૪માં ગ્વાલિયરની ચૂંટણી વાજપેયીએ આ માધવરાવ સિન્ધિયા સામે કેવી રીતે લડવી પડી તેની દિલચસ્પ કહાણી છે. કાલે એ વાત કરતાં પહેલાં જાણી લઈએ કે રાજીવ ગાંધીના પરમ મિત્ર તરીકે ઓળખાતા થયેલા માધવરાવ સિન્ધિયા ૨૦૦૧ની સાલના સપ્ટેમ્બરની ૩૦મીએ એક વિમાન અકસ્માતમાં ગુજરી ગયા. એમની ચાર બહેનોમાંની એક વસુંધરા રાજે સિન્ધિયા અત્યારે રાજસ્થાનનાં મુખ્યમંત્રી છે અને બીજી એક બહેન યશોધરા રાજે ભાજપનાં સંસદસભ્ય છે. આ પાંચેય રાજવી સંતાનોનાં માતા રાજમાતા વિજયા રાજે સિન્ધિયા (જન્મ: ૧૯૧૯) ભારતીય રાજકારણમાં ખૂબ મોટું નામ. પિયરનું નામ લેખા દિવ્યેશ્ર્વરી દેવી. એમના નાના નેપાળના રાજકુટુંબના. એ જમાનામાં બ્યુટિ ક્વીન જેવો ઠસ્સો. ભણેલાગણેલા પણ ખરા. ૧૯૬૧માં મહારાજા દિવંગત થયા. તે પહેલાં રાજમાતા ૧૯૫૭માં જ રાજકારણમાં જોડાઈ ગયેલા. ગુણા (મધ્ય પ્રદેશ)ની લોકસભા સીટ પરથી કૉન્ગ્રેસની ટિકિટ પર જીત્યાં. ૧૯૬૨માં ગ્વાલિયરથી જીત્યાં. પણ ૧૯૬૭માં કૉન્ગ્રેસ છોડીને સ્વતંત્ર પક્ષમાં જોડાયાં અને ફરી ગુણાની સીટ પરથી જીત્યાં. ત્યાર બાદ રાજમાતા જનસંઘ અને પછી ભાજપ સાથે રહીને પોલિટિક્સમાં સક્રિય રહ્યાં. ઈમરજન્સી દરમ્યાન ઈન્દિરા ગાંધીએ રાજમાતાને જેલમાં નાખેલાં. એમના દીકરા માધવરાવ સિન્ધિયાને માતા સાથે અણબનાવ. રાજીવ ગાંધીના ખાસ મિત્ર. રાજમાતા અને દીકરા વચ્ચે એવડી મોટી અંટસ કે એમણે પોતાના વિલમાં લખેલું અને જાહેર પણ કરેલું કે મારી અંત્યેષ્ટિમાં મારો આ એકનો એક પુત્ર હાજર ન રહે. ૨૦૦૧માં, દીકરાના અકાળ અવસાનના નવેક મહિના પહેલાં, જાન્યુઆરીમાં રાજમાતા ગુજરી ગયાં. વાજપેયીને ગ્વાલિયરના આ રાજકુટુંબ માટે નાનપણથી જ વિશેષ ભાવ. રાજકારણમાં કદ વધ્યું તે પછી રાજમાતા વિજયા રાજે સિન્ધિયા માટે પણ એટલો જ આદર રહ્યો. એમના દીકરા સાથે પોલિટિકલ ડિફરન્સ હોવા છતાં એમને કુટુંબી ગણીને પ્રેમ વરસાવતા. ૧૯૮૪ની ચૂંટણીમાં વાજપેયીને કેવી રીતે આ જ માધવરાવ સિન્ધિયાની સામે ચૂંટણી લડવી પડી તેની વાત કાલે કરીએ તે પહેલાં જાણી લઈએ કે ૨૦૦૧ના સપ્ટેમ્બરની ૩૦મીએ માધવરાવનું અકાળે મોત થયું તે પછી એમની અંતિમક્રિયા વખતે વડા પ્રધાન વાજપેયી ખાસ દિલ્હીથી ગ્વાલિયર ગયા હતા. દિલ્હી પાછા આવીને એમણે એક ફોન કર્યો, એવી વ્યક્તિને જેમણે સ્મશાનમાં એ ફોન ઉપાડ્યો. માધવરાવ સિન્ધિયાના પ્લેનમાં ત્રણ પત્રકારો - ટીવી કૅમેરામેન હતા. બધા જ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. 'આજ તક' ચેનલના કેમેરામેનના દિલ્હીમાં અંતિમસંસ્કાર થતા હતા ત્યારે સ્મશાનમાં વાજપેયીનો ફોન જેમણે ઉપાડ્યો એમને વિધિ પતાવીને પીએમ હાઉસમાં બોલાવવામાં આવ્યા હતા. રાત્રે રૂબરૂ મુલાકાત થઈ. કહેવામાં આવ્યું કે તમારે ગુજરાત જવાનું છે, ચીફ મિનિસ્ટર કેશુભાઈ પટેલની જગ્યા લઈ લેવાની છે! ૧૯૮૪ની ૩૧મી ઑક્ટોબરની સવારે વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના જ ઘરમાં એમના અંગરક્ષકોએ એમની હત્યા કરી. રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ (જેમણે 'ઇન્દિરાજી કહે તો હું ઝાડુ મારવા તૈયાર છું' એવું વિધાન કરીને પોતાની વફાદારી જાહેરમાં વ્યક્ત કરી હતી) એ જ દિવસે, ગણતરીના કલાકોમાં ઇન્દિરાજીના ૪૦ વર્ષના પુત્રરત્ન રાજીવ ગાંધીને ભારતના નવા વડા પ્રધાન બનાવી દે છે. ઈન્ડિયન ઍરલાઈન્સના પાઈલટ તરીકેની નોકરી કરતા રાજીવ ગાંધીને ન તો પોલિટિક્સમાં રસ હતો, ન એવી કોઈ આવડત હતી. એમના નાના ભાઈ સંજય ગાંધી આ બધી બાબતોમાં ઉસ્તાદ હતા. ખેપાની સંજય ગાંધી પોતાની ડિક્ટેટર મિજાજની માતાજીના ઉત્તરાધિકારી બનશે એ વાત ઈમરજન્સીના વર્ષો (૧૯૭૫-૧૯૭૭) દરમ્યાન સ્થપાઈ ગઈ હતી. ઇન્દિરાજીના કમનસીબે એમનો આ વારસદાર બની શકે એવો પુત્ર ૨૩ જૂન, ૧૯૮૦ના રોજ નાનકડું પ્રાઈવેટ પ્લેન ઉડાડતાં અકસ્માતમાં મૃત્યુ પામે છે. એ વખતે ગુજરાતી પત્રકારત્વના ભીષ્મ પિતામહ હસમુખ ગાંધીએ આગાહી કરી હતી કે ઇન્દિરા ગાંધી હવે પોતાના મોટા પુત્ર રાજીવ ગાંધીને વારસદાર બનાવશે અને આ સાંભળીને ગાંધીભાઈના પત્રકાર સાથીઓ એમની હાંસી ઉડાવતા હતા, પણ ગાંધીભાઈની આગાહી સાચી પડી. રાજીવ ગાંધીના રાજકારણપ્રવેશની તૈયારીરૂપે એમને કૉન્ગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા. એ વખતે 'ઈન્ડિયા ટુડે'એ માથે ગાંધીટોપી ગોઠવતા રાજીવ ગાંધીની તસવીરવાળું કવરપેજ છાપીને મથાળું બાંધ્યું હતું: વિલ ધ કૅપ ફિટ? ઑગસ્ટ ૧૯૮૧માં એમને સંજયની ખાલી પડેલી અમેઠીની બેઠક પરથી ચૂંટણી લડાવીને લોકસભામાં મોકલવામાં આવ્યા. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે હસમુખ ગાંધીએ ફરી એક વાર આગાહી કરી હતી કે રાજીવજીનાં વિધવા સોનિયા ગાંધી હવે પોલિટિક્સમાં આવશે અને ફરી એક વાર ગાંધીભાઈના પત્રકાર સાથીઓએ ગાંધીભાઈને સિનિક કહ્યા હતા. ઇન્દિરા ગાંધીની હત્યાના શોકમાં આખો દેશ ડૂબીને ગરકાવ હતો. નવેમ્બરમાં જનરલ ઈલેક્શન્સ અનાઉન્સ થયાં. ૬ એપ્રિલ, ૧૯૮૦ના રોજ જન્મેલી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અટલ બિહારી વાજપેયીએ ફરી એક વાર ગ્વાલિયરથી લડવું એવું નક્કી થયું. ભાજપ આમ તો જનસંઘનો જ નવો અવતાર છે એ દેશ માટે ગૌરવની વાત છે (સેક્યુલરો અને લેફ્ટિસ્ટો જે કહે તે, પેઈડ મીડિયા પણ જે કહે તે). અને જનસંઘનાં મૂળિયાં આર.એસ.એસ. જેવા રાષ્ટ્રવાદી સંગઠનમાં છે એ તો વળી વધુ ગૌરવની વાત છે. વાજપેયીના રાષ્ટ્રવાદને આર.એસ.એસે. જ ઉછેર્યો, સંવાર્યો. ૧૯૭૭માં જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળ જનતા પાર્ટી બની જેમાં પાંચ પક્ષોનું વિલીનીકરણ થયું તેમાં એક જનસંઘ હતો. તે વખતે વાજપેયીએ કહેલું, 'સવેરા હો ગયા હૈ, અબ દીપક કી કોઈ જરૂરત નહીં.' જનસંઘનું ચૂંટણી પ્રતીક દીવડો હતું. પણ ચૌધરી ચરણ સિંહ સહિતના બીજા અડધો-પોણો ડઝન અક્ષમ, લાલચુ તથા સ્વાર્થી નેતાજીઓની ખેંચતાણમાં જનતા પાર્ટી ભાંગી, મોરારજીભાઈ જેવા આદરણીય, મક્કમ તથા પ્રામાણિક અને સ્વચ્છ છબી ધરાવતા સિનિયર મોસ્ટ રાજપુરુષ પણ એને બચાવી શક્યા નહીં. જનતા પાર્ટીના સ્વાર્થી નેતાઓને જનસંઘમાંથી આવેલા નેતાઓની લોકપ્રિયતા ખૂંચતી હતી. પોતાને સેક્યુલર તરીકે સ્થાપીને કૉન્ગ્રેસની મુસ્લિમ વોટ બૅન્ક પડાવી લેવાના અભરખા રાખતા એ નેતાઓએ મૂળ જનસંઘના એવા વાજપેયી-અડવાણી વગેરે નેતાઓ સામે ડ્યુઅલ મેમ્બરશિપનો મુદ્દો ઊભો કર્યો. બેવડું સભ્યપદ એટલે? તમે જો જનતા પાર્ટીના સદસ્ય હો તો તમે આર.એસ.એસ.ના સભ્ય ન હોઈ શકો. આ એક તદ્ન હવામાંથી ઊભો કરવામાં આવેલો વિવાદ હતો. મૂળ જનસંઘના નેતાઓને નબળા પાડવાની ચાલ હતી. બાકી જનતા પાર્ટી એક રાજકીય પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સામાજિક સંગઠન - બંને વચ્ચે ન તો કોઈ સ્પર્ધા, ન કોઈ સામ્યતા. તમે લાયન્સ ક્લબના સભ્ય હો તો તમે તમારી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિયેશનના સભ્ય ન હોઈ શકો એવી કોઈ વાત કરે અને તે જેટલી હાસ્યાસ્પદ લાગે એવી જ વિચિત્ર વાત આ 'ડ્યુઅલ મેમ્બરશિપ'ના વિવાદની હતી. ભૂતપૂર્વ જનસંઘના સભ્યો સમજી ગયા. કોઈ પોતાના પિયરસમા આરએસએસને છોડવા તૈયાર નહોતું. સૌએ જનતા પાર્ટી છોડી. આમેય જનતા પાર્ટી તૂટી જ રહી હતી. સ્વાર્થી નેતાઓના શંભુમેળાએ ૧૯૮૦માં હારીને ઇન્દિરા ગાંધીને સત્તા તાસક પર ધરી દીધી. એ જ વર્ષે વાજપેયી-અડવાણીના નેતૃત્વ હેઠળ ભાજપની સ્થાપના થઈ અને વાજપેયીએ ઘોષણા કરી: કમલ ખિલેગા. ભાજપને નવા પક્ષના ચૂંટણીચિહ્ન માટે એક પ્રતીક જોઈતું હતું, જેથી તે પોતાના નવા ઝંડામાં મૂકી શકે. ચૂંટણી પંચે કહ્યું કે એ બધી પ્રોસિજરમાં વખત લાગશે. નવા પક્ષને તાબડતોબ પ્રતીક નહીં આપી શકીએ. અડવાણી પ્રતિનિધિમંડળને લઈને મુખ્ય ચૂંટણી કમિશનરને મળવા ગયા. અડવાણીને કહેવામાં આવ્યું કે અપક્ષો માટે જે સિમ્બોલ્સ ચૂંટણી પંચે રાખ્યા છે તેમાંથી તમે એક પસંદ કરી લો. તમારી સગવડતા માટે એ પ્રતીક અમે કોઈ અપક્ષને નહીં ફાળવીએ અને દેશભરમાં માત્ર ભાજપના જ ઉમેદવારને એ પ્રતીક આપીશું એવી બાંહેધરી આપીએ છીએ. અડવાણીએ છત્રીથી લઈને ફાનસ સુધીના બીજાં ઘણાં પ્રતીકો જે અપક્ષોને ફાળવવા માટેનાં હતાં તે જોયાં ને રિજેક્ટ કર્યાં. પછી એમની નજર કમળ પર પડી. એમણે કહ્યું કે અમને આ પ્રતીક આપી દો. ચૂંટણી પંચે હા પાડી. અડવાણીએ કહ્યું કે: પણ એક દિક્કત છે. શું? તો કહે: અપક્ષો માટેનાં પ્રતીકોમાં બીજું એક ફૂલ પણ છે - ગુલાબ જેનું ચિત્ર કમળને મળતું આવે છે તો મતદારોમાં ગેરસમજ થવાનો સંભવ છે માટે ગુલાબ કોઈને ફાળવવામાં ન આવે એવી વિનંતી છે. ચૂંટણી પંચે એ વિનંતી માન્ય રાખીને ગુલાબના ફૂલને પ્રતીકોની યાદીમાંથી જ કૅન્સલ કરી નાખ્યું. ૧૯૮૪માં ભાજપ પહેલવહેલી વાર લોકસભાની ચૂંટણી લડે છે. ભાજપના પ્રમુખ અટલ બિહારી વાજપેયી અગાઉ જનતા પાર્ટી તેમ જ જનસંઘમાંથી ચૂંટણી લડીને સંસદસભ્ય બની ચૂકેલા અતિ લોકપ્રિય રાષ્ટ્રીય નેતા છે. ૧૯૫૭ અને ૧૯૬૭માં બલરામપુરથી તથા ૧૯૭૭ અને ૧૯૮૦માં નવી દિલ્હીથી ચૂંટાઈને સંસદસભ્ય બની ચૂક્યા છે. ૧૯૭૧માં ગ્વાલિયરમાંથી ચૂંટાયા છે. આ વખતે ગ્વાલિયરમાં કૉન્ગ્રેસ એમની સામે વિદ્યા રાઝદાનને ઊભા રાખશે એવું નક્કી હતું. વાજપેયીની જીત નિશ્ર્ચિત હતી, પણ છેક છેલ્લી ઘડીએ બાજી પલટાઈ ગઈ. ભારતની લોકસભાની ચૂંટણીઓમાં સૌથી મોટા અપસેટ કયા ગણાય? મારે હિસાબે પાંચ સૌથી શૉકિંગ રિઝલ્ટ્સ છે. સૌથી પહેલો અપસેટ સર્જાયો ભારતની સૌથી પહેલી સામાન્ય ચૂંટણીમાં ૧૯૫૨માં. મુંબઈ-ઉત્તરની બેઠક ગણાતા લોકસભા મતદારક્ષેત્રમાં ગોરેગામ, મલાડ, કાંદિવલી, બોરીવલી, ચારકોપ, દહિસર, માગોઠાણે (થાણેનો પાછલો વિસ્તાર, નૅશનલ પાર્કની આ તરફનો) અને વસઈ-વિરાર તથા પાલઘરનો સમાવેશ થાય. આ બૉમ્બે-નૉર્થની લોકસભા સીટ પરથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઊભા રહ્યા હતા. બંધારણના ઘડવૈયા તરીકે રાષ્ટ્રભરમાં લોકપ્રિય બનેલા બાબાસાહેબ આ બેઠક પરથી હારી ગયા એટલું જ નહીં ચોથા ક્રમાંકે આવ્યા. સામ્યવાદી શ્રીપાદ ડાંગે બાબાસાહેબ આંબેડકરને હરાવીને ૧૯૫૨માં અહીંથી ચૂંટાઈને લોકસભામાં ગયા. આ જ બેઠક પરથી ભવિષ્યમાં વી. કે. કૃષ્ણમેનન, મૃણાલ ગોરે, રામ નાઈક, ગોવિંદા, સંજય નિરૂપમ તથા ગોપાલ શેટ્ટી ચૂંટાવાનાં હતાં. સેક્ધડ શૉકિંગ ડિફીટનો કિસ્સો ૧૯૭૭માં યુપીની રાયબરેલી બેઠક પર સર્જાયો. ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી કે ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી શકે. પાછળથી જેઓ પોતાના રાજકીય જોકરવેડા માટે બદનામ થયા એ રાજનારાયણ ઈંદિરાજી સામે જીતી ગયા હતા. ત્રીજો કિસ્સો એની પહેલાં ગુજરાતમાં બન્યો. સ્વતંત્ર પક્ષના અગ્રણી નેતા (જેઓ પાછળથી સ્વેચ્છા મૃત્યુ - યુથેનેશિયાની ઝુંબેશ માટે જાણીતા બન્યા) અને લોકપ્રિય રાજકારણી મીનુ મસાણી ૧૯૬૫ની પેટા ચૂંટણીમાં તથા ૧૯૬૭માં રાજકોટ લોકસભા મતદારક્ષેત્રમાંથી ચૂંટાઈને પ્રજાના લાડીલા પુરવાર થઈ ચૂક્યા હતા. ૧૯૭૧માં કોઈને કલ્પના નહીં કે તેઓ હારશે, પણ કૉન્ગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ ઓઝાએ એમને હરાવ્યા. ઘનશ્યામભાઈ ૧૯૭૨-૭૩ના સવા વર્ષ દરમ્યાન ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા હતા. ચોથા કિસ્સાની વાત વિગતે કરવી પડશે. પાંચમો કિસ્સો હમણાં જ બની ગયો. ૨૦૧૪માં મોદીની લહેર કેવી હતી તે આપણે સૌેએ વિટનેસ કરી છે. અમૃતસરની લોકસભા બેઠક પરથી અરુણ જેટલી ભાજપના ઉમેદવાર હતા જેમને કૉન્ગ્રેસના કૅપ્ટન અમરિન્દર સિંહે એક લાખ કરતા વધુ વોટથી શિકસ્ત આપી. અરુણ જેટલીને રાજ્યસભામાં મોકલીને નાણાં મંત્રી બનાવવામાં આવ્યા. કૅપ્ટન અમરિન્દર સિંહ ૨૦૧૭માં પ્રકાશ સિંહ બાદલની સરકાર ચૂંટણી હારી ગઈ તે પછી ફરી એક વાર પંજાબના મુખ્ય પ્રધાન બન્યા. ચોથો કિસ્સો ૧૯૮૪માં ગ્વાલિયર લોકસભાની બેઠક પર સર્જાયો. અટલ બિહારી વાજપેયી આગલી બે વખતની ચૂંટણીઓ નવી દિલ્હીથી લડીને સંસદસભ્ય બન્યા હતા અને ત્રીજી વખત પણ તેઓ દિલ્હીથી જ ઊભા રહે એ સ્વાભાવિક હતું. પણ એમના જ શબ્દોમાં: 'યહ ધારણા સહી નહીં હૈ કિ મૈં સુરક્ષિત સીટ કી તલાશ મેં ગ્વાલિયર ગયા થા. સચ્ચાઈ યહ હૈ કિ પાર્ટી કે દાયિત્વ કે કારણ મુઝે નઈ દિલ્લી કે ચુનાવ ક્ષેત્ર કી ઔર જિતના ધ્યાન દેના ચાહિયે થા, મૈં નહીં દે સકા થા. મતદાતાઓં સે સંપર્ક ટૂટ ગયા થા. સંગઠનાત્મક દૃષ્ટિ સે નઈ દિલ્લી કે કુછ ક્ષેત્ર હંમેશાં સે દુર્બલ રહે હૈ. નઈ દિલ્લી સીટ કો જીતને કે લિયે કઠોર પરિશ્રમ કરને ઓર અધિક સમય દેને કી આવશ્યકતા થી. સારે દેશ મેં ચુનાવ અભિયાન કે દાયિત્વ કો ભલીભાંતિ નિભાતે હુએ નઈ દિલ્લી મેં અધિક સમય દેના ઔર અધિક શ્રમ કરના સંભવ નહીં થા. અત: ગ્વાલિયર જાને કા સુઝાવ આયા.' વાજપેયી અગાઉ પણ ગ્વાલિયરથી ચૂંટાઈ આવ્યા હતા. ગ્વાલિયરની બેઠક વાજપેયી માટે એકદમ સેફ બેઠક હતી. ગ્વાલિયરનું રાજવી કુટુંબ જનસંઘને આર્થિક પીઠબળ પૂરું પાડતું હતું. એ જમાનામાં કૉન્ગ્રેસને ચૂંટણી ભંડોળ આપવા ભારતના ઉદ્યોગપતિઓ પડાપડી કરતા પણ જન સંઘ સાથે આભડછેટ રાખતા, પણ ગ્વાલિયરનું રાજકુટુંબ સુખદ અપવાદ બન્યું હતું, જેનું મુખ્ય કારણ રાજમાતા વિજ્યા રાજે સિંધિયા હતાં. શરૂમાં કૉન્ગ્રેસ સાથે નિસબત ધરાવતાં ગ્વાલિયરનાં રાજમાતા જન સંઘ તથા લેટર ઑન ભાજપમાં ખૂબ સક્રિય બન્યાં. વચ્ચે ઈમરજન્સી દરમ્યાન ઈન્દિરા ગાંધીએ રાજમાતાને પણ જેલમાં નાખ્યા હતા એ વાત તમે જાણી ચૂક્યા છો. ગ્વાલિયરની લોકસભા બેઠક પરથી ૧૯૫૨ની એટલે કે દેશની સૌપ્રથમ ચૂંટણીમાં કોણ જીત્યું હતું ખબર છે? વિષ્ણુ ઘનશ્યામ દેશપાંડે. વિષ્ણુજી અખિલ ભારતીય હિંદુ મહાસભાના જનરલ સેક્રેટરી હતા. પંડિત મદનમોહન માલવિયા જેવા પ્રખર રાષ્ટ્રવાદી અને દૃઢ હિન્દુવાદી નેતાએ ૧૯૧૫માં સ્થાપેલી મહાસભા, ૧૯૦૬માં સ્થપાયેલી ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગને જવાબ આપવા સ્થવાઈ હતી. વીર વિનાયક દામોદર સાવરકર અને કેશવ બલિરામ હેડગેવાર જેવા અનેક રાષ્ટ્રપૂતો આ મહાસભાના સભ્ય રહી ચૂક્યા છે. હેડગેવારજીએ આ સંગઠન છોડીને ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો છોડ વાવ્યો જે આજે ઘનઘોર વૃક્ષ બનીને દેશને સામ્યવાદીઓના આક્રમક વલણ સામે શીળો છાંયો આપે છે. ગાંધીજીની હત્યા પછી નહેરુ તથા કૉન્ગ્રેસે હિન્દુ મહાસભા અને આર.એસ.એસ. પર પ્રતિબંધ મૂકીને બેઉ રાષ્ટ્રવાદી સંગઠનોને બદનામ કરીને એનો કાંટો કાઢવાની સાઝિશ કરી જે અલ્ટીમેટલી નાકામ રહી. વિષ્ણુજી દેશપાંડે ૧૯૩૯માં હૈદરાબાદ નિઝામના અત્યાચારો સામેની લડતમાં ભાગ લઈ ચૂકેલા. ગાંધીજીની હત્યાના ત્રીજા દિવસે વિષ્ણુજીની પણ ધરપકડ થઈ હતી. વિષ્ણુજી પ્રથમ લોકસભાની ચૂંટણીમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભા વતી બે બેઠકો પરથી લડ્યા - ગ્વાલિયર અને ગુના અને બેઉ બેઠકો પરથી પચાસ - પચાસ હજાર કરતાં વધુ મતોથી જીત્યા હતા. વિષ્ણુજી પછી જનસંઘમાં જોડાયા હતા. ૧૯૬૪માં વિશ્ર્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં પણ એમનો ફાળો હતો. આ બાજુ રાજમાતાની જેમ એમના એકના એક પુત્રે પણ ચૂંટણીના રાજકારણમાં ઝુકાવી દીધું હતું. ૧૯૭૧માં માધવરાવ સિંધિયા ૨૬ વર્ષની ઉંમરે જનસંઘની ટિકિટ પર ગુના લોકસભા ક્ષેત્રની બેઠક પરથી જીતીને સંસદમાં ગયા. ૧૯૭૭માં ઈમરજન્સી ઊઠ્યા પછી જે ચૂંટણી થઈ તેમાં માધવરાવ ગુનામાંથી અપક્ષ તરીકે ઊભા રહ્યા અને ફરી ચૂંટાયા. ૧૯૮૦માં માધવરાવે પલટી મારીને કૉન્ગ્રેસની ટિકિટ પરથી ગુનામાં ચૂંટાવાનું પસંદ કર્યું. મા-દીકરા હવે ખુલ્લેઆમ સામસામી પાર્ટીમાં આવી ગયા. બેઉં વચ્ચે અબજોની પ્રોપર્ટીના મામલે તીવ્ર ઝઘડો તો હતો જ. વાજપેયી લખે છે: 'એ વખતે ગ્વાલિયરની બેઠક પરથી નારાયણ કૃષ્ણરાવ શેજવલકર ભારતીય લોકદળ વતી ચૂંટાઈને સંસદ સભ્ય બન્યા હતા, પણ ૧૯૮૪માં ફરી વાર ચૂંટણી લડવા માગતા નહોતા. (ગ્વાલિયરના) પૂર્વ મહારાજા (માધવરાવ સિંધિયા) ગુનાથી ચૂંટાઈ આવ્યા હતા. મેં નિર્ણય કરતાં પહેલાં એક દિવસ એમને સંસદની લૉબીમાં પૂછ્યું હતું કે: તમે ગ્વાલિયરથી લડવાનું વિચારો છો? ત્યારે એમણે મને ના પાડી હતી.' ઉમેદવારીપત્રક ભરવાની છેલ્લી તારીખની આગલી રાતે જ વાજપેયી ગ્વાલિયર પહોંચી ગયા. નારાયણ શેજવલકરના ઘરે જ એમનો ઉતારો હતો. સવારે લાલ કૃષ્ણ અડવાણી પણ આવી ગયા. અડવાણીએ વાજપેયીને ગ્વાલિયર ઉપરાંત કોટામાંથી પણ ઉમેદવારી નોંધાવવાનું કહ્યું, વાજપેયીએ કહ્યું, 'લાલજી મૈં દો સીટોં સે ચુનાવ નહીં લડૂંગા ઔર ચુનાવ લડૂંગા તો સિર્ફ ગ્વાલિયર સે.' આડવાણીએ કહ્યું, 'તમે કાલે દિલ્હીથી ગ્વાલિયર જવા રવાના થયા એ પછી મારી પાસે એક ખાનગી માહિતી આવી છે. કૉન્ગ્રેસ છેક છેલ્લી ઘડીએ માધવરાવ સિંધિયાને ગુનાથી ખસેડીને ગ્વાલિયરમાં ઊભા રાખવાની રમત રમવાની છે.' વાજપેયી ગ્વાલિયરમાં જ ચૂંટણી પ્રચાર માટે બંધાઈ જાય અને દેશભરમાંના એમના ચૂંટણી પ્રવાસો સાવ ઘટી જાય એ આશયથી કૉન્ગ્રેસ આ માસ્ટર સ્ટ્રોક રમવાની હતી એવી ખાનગી ખબર હતી. માધવરાવ સિંધિયા ગુનાથી જ ચૂંટણી લડવા માગતા હતા કારણ કે એમને ખબર હતી કે વાજપેયી ગ્વાલિયરમાંથી ઊભા રહેવાના છે. રાજકીય ક્ષેત્રે સામસામા પાલામાં હોવા છતાં ફૅમિલી સાથે એમનો અત્યંત નજીકનો સ્નેહભર્યો નાતો હતો એટલે માધવરાવ સિંધિયા વાજપેયીની આમન્યા રાખવા માગતા હતા, પણ મધ્ય પ્રદેશના તે વખતના મુખ્ય પ્રધાન અર્જુન સિંહે વડા પ્રધાન રાજીવ ગાંધીને આ ચાલ સુઝાડી છે એવી બાતમી હતી. ગ્વાલિયર આવતાં પહેલાં દિલ્હીમાં અડવાણીએ વાજપેયીના નિકટના મિત્ર ભૈરોસિંહ શેખાવત તથા અન્ય સાથીઓ સાથે ચર્ચાવિચારણા કરી હતી. ભૈરોસિંહ અનુભવી પોલિટિશ્યન હતા, બરાબર ઘડાયેલા હતા. (કુલ ત્રણ વાર રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા અને વાજપેયી શાસનમાં ઉપરાષ્ટ્રપતિપદ પણ પામ્યા). ભૈરોસિંહ સહિત સૌ કોઈની સલાહ હતી કે વાજપેયીએ કોટાથી ઉમેદવારી નોંધાવી લેવી જોઈએ જેથી દેશભરમાં નિરાંતે પ્રચાર માટે પ્રવાસ કરીને ભાજપને જીતાડી શકે. વાજપેયીએ કહ્યું: 'હું માધવરાવજીને જણાવી ચૂક્યો છું કે હું ગ્વાલિયરથી ઊભો રહેવાનો છું. એમણે મને શુભેચ્છાઓ પણ આપી દીધી છે અને પોતે ગયા વખતની જેમ આ વખતે પણ ગુનાથી જ ઊભા રહેવાના છે, એવું પણ મને કહ્યું છે.' અડવાણીએ એમને સમજાવ્યા કે, 'બની શકે પણ જો રાજીવ ગાંધી કહેશે તો સિંધિયાએ ગ્વાલિયરથી જ ઊભા રહેવું પડશે.' આ સાંભળીને વાજપેયીએ જે દલીલ કરી તે શાંતિથી સાંભળવા જેવી છે, સમજવા જેવી છે. એમણે કહ્યું, 'લાલજી, એ સંજોગોમાં તો હું સો ટકા ગ્વાલિયરથી જ ચૂંટણી લડીશ. કારણ કે તમારા લોકોની સલાહ માનીને જો હું કોટાથી ઊભો રહીશ અને માધવરાવજી ગ્વાલિયરથી લડવાના હશે તો રાજમાતા પોતે સો ટકા ગ્વાલિયરથી ઊભા રહેવાની જીદ પકડશે અને આપણે એમને ના નહીં પાડી શકીએ. પણ હું કોઈ પણ સંજોગોમાં ના. ઈચ્છુ કે મા-બેટાનો આપસનો ઝઘડો ખુલ્લી સડક પર આવે. એ ઉમેદવારીપત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો. વાજપેયીએ ભાજપ વતી ગ્વાલિયર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી કે તરત જ માધવરાવ સિંધિયાએ કૉન્ગ્રેસ વતી પોતાનું ઉમેદવારીપત્રક કલેક્ટરને સોંપી દીધું. આ વિશ્ર્વાસઘાત પછી વાજપેયી વિદિશા જઈને ઉમેદવારીપત્રક દાખલ કરવા માગતા હતા. પણ ગ્વાલિયરથી વિદિશાનું પોણા ચારસો કિલોમીટરનું અંતર કાપવા માટેનો પાંચથી સાત કલાકનો સમય વાજપેયી પાસે નહોતો. હેલિકૉપ્ટર તો એ જમાનામાં ભાજપવાળાઓને કોણ આપે? ચૂંટણી થઈ વાજપેયીને બે લાખ કરતાં વધુ મતથી હરાવીને માધવરાવ સિંધિયા જીતી ગયા. વાજપેયી આ પરિણામના સંદર્ભમાં લખે છે: "બાદ મેં જબ કુછ મિત્રોંને શ્રી માધવરાવ સિંધિયા સે પૂછા કિ વે મેરે ખિલાફ ક્યોં ખડે હુએ તો ઉન્હોેંને યહ ઉત્તર દિયા કિ: મૈંને પર્ચા ભરને કે બાદ ઉન્હેં યહ ચુનૌતી દી કિ વે મેરે ખિલાફ ચુનાવ લડ કર દેખ લેં, ઉન્હેં અપની ઔકાત કા પતા લગ જાયેગા. વાજપેયી માધવરાવના આ શબ્દોના સંદર્ભમાં કહે છે: 'યહ બિલકુલ મનઘડંત કહાની હૈ. રાજનીતિક વિરોધિયોં કે પ્રતિ અશિષ્ટતા કા વ્યવહાર કરના મેરે સ્વભાવ મેં નહીં હૈ. સિંધિયા કે પ્રતિ તો મેરા સ્હજ સ્નેહ ઔર સમ્માન કા ભાવ રહા હૈ. ઉન્હેં જનસંઘ કા સદસ્ય મૈંને બી બનાયા થા. યહ સ્પષ્ટ હૈ કિ શ્રી સિંધિયા પર ગ્વાલિયર સે લડને કે લિયે દબાવ ડાલા ગયા ઔર એક કૉન્ગ્રેસજન કે નાતે ઉન કે સન્મુખ વહાં સે લડને કે અતિરિક્ત ઔર કોઈ વિકલ્પ નહીં થા. ઐન વક્ત પર નામજદગી પર્ચા ભરકર મેરે સાથ જો વ્યવહાર કિયા ઉસે મૈં વચનભંગ કી સંજ્ઞા તો નહીં દૂંગા, ક્ધિતુ ઉસ આચરણ કો પારસ્પરિક સંબંધો કી કસૌટી પર કસને પર ઉચિત ભી નહીં ઠહરા પાઉંગા... યદિ રાજા દ્વાર પર આ કર વોટ કી યાચના કરે તો ઉસે ના કહના કઠિન હોતા હૈ. ક્ધિતુ યદિ ઈન્દિરા-લહર ન હોતી તો રાજા કે પ્રતિ આદર ઔર આત્મીયતા કી ભાવના રખતે હુએ ભી ભારતીય જનતા પાર્ટી કો વ્યાપક સમર્થન મિલતા. જમ્મુ મેં ડૉ. કર્ણસિંહ કો, જો કૉન્ગ્રેસ કે વિરુદ્ધ ખડે થે, ઉનકા ભૂતપૂર્વ મહારાજા હોના વિજયી નહીં બના સકા.' ૧૯૮૪માં ગ્વાલિયરની ચૂંટણી હાર્યા પછી અને ભાજપને આખા દેશમાંથી કુલ માત્ર બે જ સીટ મળી એના પરિણામસ્વરૂપે અટલ બિહારી વાજપેયીએ પક્ષના પ્રમુખપદેથી તાત્કાલિક રાજીનામું આપવા માગતા હતા. પણ વાજપેયીની આ માગણી પક્ષ મંજૂર રાખે એમ નહોતું. છેવટે વાજપેયીએ ૧૯૮૬માં ભાજપના પક્ષપ્રમુખનો હોદ્દો લાલકૃષ્ણ આડવાણીને સોંપી દીધો. ભાજપને વાજપેયીની સંસદમાં જરૂર હતી. ૧૯૮૬માં એમને મધ્ય પ્રદેશમાંથી ચૂંટીને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. ૧૯૮૯માં રાજીવ ગાંધીની સરકારને પ્રજાએ બીજી ટર્મ ન આપી. બોફોર્સ અને અન્ય ભ્રષ્ટાચારોથી ત્રાસી ગયેલી પ્રજાને રાજીવ ગાંધીના એક જમાનાના નિકટના સાથી અને એમની સરકારમાં નાણામંત્રી તેમ જ સંરક્ષણમંત્રી રહી ચૂકેલા અને પછીથી એમની સાથે બાખડીને રાજીનામું આપી ચૂકેલા વિશ્ર્વનાથ પ્રતાપ સિંહ પર ઘણી મોટી આશા હતી. ૧૯૮૯ની ચૂંટણીમાં વી. પી. સિંહની ડગુમગુ સરકાર બની. તકવાદી અને તકલાદી વી. પી. સિંહે પોતાના શાસન દરમ્યાન દેશનું ઘણું મોટું નુકસાન કર્યું. વી. પી. સિંહની સરકાર પૂરા એક વર્ષ પણ ટકી નહીં. એમને ઊથલાવીને એમના જેવા જ તકવાદી અને તકલાદી રાજનેતા ચંદ્રશેખર વડા પ્રધાન બન્યા. એમની સરકાર પણ સાત-આઠ મહિનામાં ઉખડી ગઈ. બે જ વર્ષમાં દેશમાં ફરીવાર લોકસભાની ચૂંટણી કરાવવાની નોબત આવી. ૧૯૯૧માં દસમી લોકસભાની ચૂંટણી અનાઉન્સ થઈ. વાજપેયી રાજ્યસભામાં હતા. હવેથી પોતે ક્યારેય લોકસભાની ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરી ચૂક્યા હતા. પણ ભાજપને એમની જરૂર હતી. લોકસભાની સાથે સાથે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ થવાની હતી. ભાજપ દ્વારા યુપીમાં સરકાર બનાવવાની ભરપૂર કોશિશ ચાલતી હતી. રાજ્યના ચૂંટણી પ્રચારને વેગ આપે એવા નેતામાં માત્ર વાજપેયી જ હતા. ડૉ. મુરલી મનોહર જોશી તે વખતે પક્ષપ્રમુખનો હોદ્દો સંભાળતા હોવાથી ચૂંટણી લડવાના નહોતા. રાજમાતા વિજયા રાજે સિંધિયા અને લાલકૃષ્ણ આડવાણી પોતપોતાની સીટો સંભાળવામાં બિઝી થઈ જવાના હતા. વાજપેયી અગાઉ લખનૌથી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા હતા. પક્ષે એમને ફરીથી લખનૌમાંથી ઊભા રહેવાની જવાબદારી સોંપી. એ દરમ્યાન નક્કી થયું કે આડવાણી દિલ્હી ઉપરાંત ગાંધીનગરની બેઠક પરથી પણ ચૂંટણી લડશે. એટલે વાજપેયીને પણ બે બેઠકો પરથી લડાવવાનું નક્કી થયું - બીજી બેઠક વિદિશાની. વાજપેયી લખનૌ અને વિદિશા બેઉ બેઠકો પરથી જીતી ગયા હતા અને એમાંથી વિદિશાની બેઠક એમણે છોડી દીધી જેના પરથી શિવરાજ સિંહ ચૌહાણને લડાવવામાં આવ્યા. એ જીતી ગયા અને ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯ તથા ૨૦૦૪માં પણ શિવરાજ સિંહ ચૌહાણ વિદિશામાંથી જીત્યા. ૨૦૦૫માં એમને બાબુલાલ ગોરના સ્થાને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા. અત્યારે એમની એ જ જવાબદારી છે. વિદિશામાંથી છેલ્લી બે લોકસભાની ચૂંટણીઓમાં સુષ્મા સ્વરાજ જીતતાં આવ્યાં છે. વાજપેયીની સેન્સ ઑફ હ્યુમરના તો અનેક કિસ્સાઓ છે. ૧૯૯૧માં લોકસભા તથા યુપીની વિધાનસભા માટેની ચૂંટણી સાથે થવાની હતી એટલે પ્રચાર પણ લોકસભા - વિધાનસભા માટે સાથે જ થાય. ભાજપને તો ભરોસો હતો જ કે લખનૌમાંથી વાજપેયીની જીત નિશ્ર્ચિત છે, વિરોધ પક્ષોને પણ ગળા સુધી ખાતરી હતી કે લોકસભાની ચૂંટણીમાં વાજપેયી જ જીતવાના. લખનૌ લોકસભા મતદાર ક્ષેત્રમાં વિધાનસભાની કુલ પાંચ બેઠકો પડે: લખનૌ - વેસ્ટ, લખનૌ-નૉર્થ, લખનૌ-ઈસ્ટ, લખનૌ-સેન્ટ્રલ અને લખનૌ કેન્ટોન્મેન્ટ. આ પાંચેય વિધાનસભા ક્ષેત્રના બિનભાજપી ઉમેદવારોએ માની લીધેલું કે લોકસભા માટે તો મતદારો વાજપેયીને જ વોટ આપવાના છે એટલે તેઓ ચૂંટણી પ્રચાર વખતે અપીલ એવી કરતા કે: તમે ઉપરનો વોટ (એટલે કે લોકસભા માટેનો વોટ) ભલે વાજપેયીને આપો પણ નીચેનો વોટ (એટલે કે વિધાનસભાનો મત) એમને જ આપજો. વાજપેયીનેે કાને આ વાત પડી. એક જાહેરસભામાં એમણે આ વાતનો ઉલ્લેખ કરીને મજાક કરી: 'તમે જો ઉપરનો કૂર્તો ભાજપને પહેરાવશો અને નીચેનું ધોતિયું બીજા કોઈને આપી આવશો તો જરા વિચારો કે મારી હાલત કેવી થશે!' વાજપેયીમાં જેમ કૉલેજકાળથી જ વાણીની કળા ખીલી એમ ચૂંટણીની વ્યૂહરચના કેવી રીતે ગોઠવવી એનો કસબ પણ એમણે કૉલેજકાળથી જ શીખવા માંડ્યો હતો. ગ્વાલિયરમાં એ જે કૉલેજમાં ભણતા તે વિક્ટોરિયા કૉલેજમાં સ્ટુડન્ટ્સ યુુનિયનની ચૂંટણી હતી. વિદ્યાર્થી વાજપેયી જનરલ સેક્રેટરી પદ માટે ઊભા રહ્યા. એમની સાર્મ ચન્દ્રસેન કદમ નામનો વિદ્યાર્થી હતો જે ગ્વાલિયર રિયાસતના એક મોટા શ્રીમંત સરદારનો નબીરો હતો. ચન્દ્રસેને પૈસા પાણીની જેમ વાપરવા માંડ્યા. વિદ્યાર્થીઓમાં લોકપ્રિયતાની બાબતે વાજપેયી ખૂબ આગળ હતા પણ શ્રીમંત ચન્દ્રસેનની સામે પૈસાથી બિલકુલ લાચાર હતા. ચન્દ્રસેને ચૂંટણીના દિવસે એક મોટો મંડપ બાંધીને કૉલેજના તમામ વિદ્યાર્થીઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી. ચન્દ્રસેનના પ્રચાર માટે કૉલેજની ખૂબસુરત છોકરીઓને કામે લગાડવામાં આવી. વાજપેયી મૂંઝાયા. હવે શું કરવું. એમણે એક ફરફરિયું બહાર પાડ્યું જેમાં લખ્યું હતું: 'ચાંદી કે ચંદ ટુકડોં કે લિયે અપના અમૂલ્ય વોટ મત બેચો... યદિ મેરે વિરોધી કો મુઝસે આધે વોટ ભી મિલે તો મૈં અપની હાર માન લૂંગા ઔર કભી ચુનાવ નહીં લડૂંગા.' ટીન એજર અટલજીનો આ કૉન્ફિડન્સ, એમની આ સ્ટ્રેટેજી કામ કરી ગઈ. ચન્દ્રસેન કરતાં ડબલ નહીં, અનેકગણા વધારે મત એમને મળ્યા. કવિ જીવ અટલ બિહારી વાજપેયી રાજકારણમાં પોતાને પહેલેથી જ મિસફિટ માનતા રહ્યા. પોલિટિક્સ અને જાહેર જીવનમાં ગંજાવર પ્રદાન કરવા છતાં એમની આ ફીલિંગ રહી અને પહેલેથી જ રહી. મૂળ પત્રકારત્વના જીવ. 'સ્વદેશ' અને 'પાંચજન્ય' સહિતનાં અખબારો-સામયિકોનું સંપાદન કર્યું. 'પાંચજન્ય'માં એમના માટે ફિલ્મ રિવ્યુઝ કોણ લખતું હતું? લાલકૃષ્ણ આડવાણી! જોકે, આડવાણીને હૉલિવૂડની ફિલ્મો વધુ ગમે, વાજપેયીને હિન્દી. દિલ્હીમાં બેઉએ ઘણી ફિલ્મો સાથે જોઈ. દેવ આનંદ એમના ફેવરિટ હીરો. લાહોરવાળી બસયાત્રામાં એમને સાથે લઈ ગયા હતા. દેવ આનંદ ઉપરાંત દિલીપ કુમાર અને સંજીવ કુમારની ફિલ્મો પણ ગમતી. 'હમ દોનોં', 'દેવદાસ' અને 'મૌસમ' એમની ગમતી ફિલ્મો હતી. રાજ કપૂરની 'તીસરી કસમ' અને અશોક કુમારની 'બન્દિની'ના પણ ચાહક હતા. હીરોઈનોમાં નૂતન, સુચિત્રા સેન અને રાખી ફેવરિટ હતી. રાખી-અમિતાભ બચ્ચનવાળું 'કભી કભી'નું ટાઈટલ સૉન્ગ એમને ખૂબ ગમતું. મૂકેશ અને મોહમ્મદ રફી એમના ફેવરિટ ગાયકો અને ગાયિકામાં લતા મંગેશકર. લતાજીએ એમની કવિતાઓ ગાઈ છે (જગજિત સિંહે પણ ગાઈ છે). એસ. ડી. બર્મને કંપોઝ કરેલું અને ગાયેલું. 'ઓ રે માઝી' એમને બહુ ગમતું. શાસ્ત્રીય સંગીતમાં પંડિત ભીમસેન જોશી, સરોદવાદક અમજદ અલી ખાન અને પંડિત હરિપ્રસાદ ચૌરસિયાનું વાંસળીવાદન એમને કર્ણમધુર લાગતા. પંડિત ભીમસેન જોશી એમના નજીકના મિત્રોમાંના એક હતા. ગ્વાલિયરમાં જન્મ્યા, ઉછર્યા એટલે મરાઠી ભાષા પર પણ સારો કમાન્ડ હતો. મરાઠી નાટકો એમને ખૂબ ગમતાં. ખાવાપીવાના પહેલેથી જ શોખીન. વડા પ્રધાન બન્યા પછી પણ એવો જ શોખ. ડૉક્ટરોએ વાજપેયીને તળેલું અને ગળ્યું ખાવાની મનાઈ ફરમાવી હતી. વડા પ્રધાનને મળવા દિવસ દરમ્યાન અનેક મુલાકાતીઓ આવે. અનેક મીટિંગો થાય, બેઠકો યોજાય. સ્વાભાવિક રીતે દરેક મુલાકાતી માટે સમોસા અને ગુલાબજાંબુ આવે. વડા પ્રધાન ઘણી વખત તો પાંચ પાંચ વાર બધાની સાથે સમોસા - ગુલાબજાંબુ આરોગે અને એમનો પર્સનલ સ્ટાફ જોતો રહી જાય. વાજપેયીને ગ્વાલિયરનો ચેવડો, આગરાના મંગોડા (મગની દાળના વડા), દિલ્હીના ચાંદની ચૌકની મોટી જાડી જલેબી અને શાહજહાં રોડની ચાહ બહુ ભાવે. સંસદસભ્ય તરીકેના શતના દિવસોમાં શાહજહાં રોડ વારંવાર જતા. ચાંદની ચૌકની જલેબી ઘરે મંગાવીને બધાની સાથે ઉજાણી કરતા. ચાઈનીઝ ફૂડ બહુ જ ભાવે. મોરારજી દેસાઈની કેબિનેટમાં વિદેશ મંત્રી તરીકે ચીનના પ્રવાસે જવાનું હતું ત્યારે દિવસો પહેલાં ચૉપ સ્ટિક્સથી ખાવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. વડા પ્રધાન બન્યા પછી લખનૌમાં નિકટના સ્નેહીઓનાં સંતાનોને વરઘોડિયા તરીકે જમવા માટે તેડવાના હતા. વાજપેયીએ લખનૌની એક ખૂબ જાણીતી અને એમની ફેવરિટ ચાઈનીઝ રેસ્ટોરાંમાં ટેબલ બુક કર્યું. જઈને ખ્યાલ આવ્યો કે રેસ્ટોરાંમાં બીજાં ટેબલો ખાલી છે. પૂછ્યું: કેમ? તો કહે એસ.પી.જી.એ રેસ્ટોરાંવાળાને સિક્યુરિટીના કારણોસર બીજા કોઈને પ્રવેશ આપવાની ના પાડી હતી. વાજપેયી કહે કે એવી રીતે જમવાની મઝા શું? આવવા દો જેમને આવવું હોય એમને. જમ્યા પછી વાજપેયીએ પોતાના ઝભ્ભાના ખિસ્સામાંથી નોટોની થપ્પી કાઢીને બિલ ચૂકવ્યું. મોદી સરકારના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ - માનવ સંસાધન વિકાસ મંત્રી યાને કિ શિક્ષણ પ્રધાન પ્રકાશ જાવડેકર કહે છે કે એક જમાનામાં વાજપેયીને ચિલ્ડ કોકાકોલા પીવાની ખૂબ ટેવ. જાવડેકર અને બીજા કાર્યકર્તાઓ એમના માટે બોટલો ઠંડી કરીને મૂકી રાખે. જાવડેકરે એક વાર વાજપેયીને પૂછ્યું કે આટલું ઠંડું પીવાથી ગળું બેસી જતું નથી? ભાષણ આપવામાં તકલીફ ના થાય? વાજપેયી બોલ્યા: મારું તો ગળું ખૂલી જાય છે એનાથી. જનસંઘના દિવસોમાં કેટલાક પત્રકાર મિત્રોની સાથે પુરાની દિલ્હીની ફેમસ પરાંઠેવાલી ગલીની મુલાકાત લેવાનું નક્કી થયું. જતાં જતાં વાજપેયીએ માથા પર ગમછો બાંધી લીધો: 'જનસંઘનો કોઈ કાર્યકર્તા જોઈ જશે તો ગળે પડશે ઔર મઝા કિરકિરા હો જાયેગા.' ચટપટી સબ્જીઓ સાથે ઘીમાં તળેલા પરાઠાઓ ખવાઈ રહ્યા હતા ત્યાં જ રસ્તેથી પસાર થતા કોઈ કાર્યકર્તાએ એમને ઓળખી કાઢ્યા: 'અરે, વાજપેયીજી આપ યહાં?' વાજપેયીએ અજાણ્યા બનીને પેલાને પૂછ્યું: 'કોણ વાજપેયીજી? તમને કોઈ ગલતફહમી થઈ લાગે છે.' પેલો બિચારો ભોંઠો પડીને આગળ જતો રહ્યો અને અહીં ખડખડાટ હાસ્ય સાથે પરાઠાની મહેફિલ આગળ વધી. શોખીન વાજપેયીમાં સાદગી પણ પાછી એટલી જ. એ જમાનાની વાત છે જ્યારે વાજપેયી દિલ્હીના અજમેરી ગેટ પર આવેલા જનસંઘ કાર્યાલયમાં રહેતા હતા. એમની સાથે જે. પી. માથુર, લાલકૃષ્ણ આડવાણી અને બીજા સાથીઓ પણ ત્યાં રહેતા. એક દિવસ વાજપેયી બહારગામના પ્રવાસેથી રાત્રે દિલ્હી પાછા આવવાના હતા. એમના માટે ખાવાનું તૈયાર કરીને ઢાંકી દેવાયું હતું. પણ રાત્રે વાજપેયી ન આવ્યા. સવારે છ વાગ્યે વાજપેયીએ કાર્યાલયના દરવાજાની ઘંટડી વગાડી. એમના હાથમાં સૂટકેસ અને બિસ્તરો. તમે તો રાત્રે આવી જવાના હતા, શું થયું? વાજપેયી કહે: રાતે અગિયાર વાગે આવવાવાળી ગાડી દિલ્હી બે વાગે પહોંચી. મને થયું અડધી રાતે ક્યાં લોકોને જગાડવા એટલે રામલીલા મેદાન જઈને સૂઈ ગયો. એનડીટીવી પર એક જમાનામાં 'ફોલો ધ લીડર' નામનો કાર્યક્રમ આવતો હતો. મોટા રાજનેતાની દિનચર્યા, એમની સાથે સવારથી સાંજ. વાજપેયી તે વખતે વડા પ્રધાન. વિજય ત્રિવેદી નામના મશહૂર પત્રકાર પોતાની કૅમેરા ટીમને લઈને નક્કી કરેલા સમયે વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચી ગયા. સવારના બ્રેકફાસ્ટથી શરૂઆત કરવાની હતી. વાજપેયી અને એમના પરિવારજનો સાથે સવારનો નાસ્તો થયો, વાતચીત થઈ, કૅમેરા ચાલતો રહ્યો. બ્રેકફાસ્ટ પૂરો થયા પછી કૅમેરામૅનને ખ્યાલ આવ્યો કે કંઈક ટેક્નિકલ ગરબડ થઈ છે, શૂટિંગ થયું જ નથી. હવે? વિજય ત્રિવેદીએ ખૂબ સંકોચ સાથે માફી માગતાં વડા પ્રધાનને આ વાત કરી. સહેજ પણ અકળાયા વિના વાજપેયીએ તરત જ હસીને કહ્યું: 'કોઈ બાત નહીં, યહ તો ઔર અચ્છા હુઆ, ઈસ બહાને દોબારા નાશ્તા કર લેંગે.' અને સાચેસાચ એમણે બીજી વાર બ્રેકફાસ્ટ કર્યો. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ આડવાણી. ભારતની રાષ્ટ્રવાદી રાજનીતિના બે આધારસ્તંભ. લગભગ ૬૫ વર્ષનો ગાળો તેઓ એકબીજાની સાથે રહ્યા, સાથે મળીને કામ કર્યું, કેટલાક મુદ્દાઓ વખતે એકબીજા સાથે અસહમતિ હોવા છતાં એકબીજાના મતને સ્વીકાર્યા, બહુમતીના મતને માથે ચડાવ્યો. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી તથા પંડિત દીનદયાલ ઉપાધ્યાયે જનસંઘ દ્વારા સ્થાપેલી ઉજ્જવળ પરંપરાને વાજપેયી-આડવાણીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગળ ધપાવી. આ ચારેય મહાપુરુષો જે વૈચારિક જમીન પર જન્મ્યા, ઉછર્યા અને ફૂલ્યાફાલ્યા તે જમીન ૧૯૨૫માં ડૉ. હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તૈયાર કરી હતી. આ પાંચ મહાનુભાવો પાસેથી મળેલું ભાથું જો નરેન્દ્ર મોદી પાસે ન હોત તો તેઓ નરેન્દ્ર મોદી ન બની શક્યા હોત. આજે તેઓ જે ઊંચાઈએ કાર્ય કરી રહ્યા છે એમાં એમની પોતાની પ્રતિભા, મહેનત તથા નિષ્ઠા તો છે જ, સાથોસાથ આ પાંચેય મહાનુભાવોએ તૈયાર કરેલા વાતાવરણનો પણ એમાં ફાળો છો અને અફકોર્સ સંઘના ગુરુ ગોલવલકરથી મોહન ભાગવત સુધીના સરસંઘચાલકો, અત્યાર સુધી સંઘમાં તથા સંઘ પરિવારની અન્ય સંસ્થાઓમાં તનમનધનથી કામ કરી ગયેલા કરોડો સ્વયંસેવકો કાર્યકરો પણ પોતપોતાની શક્તિ મુજબ આ વાતાવરણ સર્જવામાં ફાળો આપ્યો છે અને જનસંઘ તથા ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય નેતાઓ, સ્થાનિય નેતાઓ તથા કાર્યકર્તાઓનો પણ એટલો જ મોટો ફાળો છે આ વાતવરણ સર્જવામાં. આ ઉપરાંત દેશની અનેક એવી સંસ્થાઓ છે અને અનેક એવા ઈન્ડિવિજ્યુઅલ્સ છે જેમણે ખંતપૂર્વક આ વાતાવરણ સર્જવામાં આહુતિ આપી છે. રાજીવ મલ્હોત્રા જેવા વિદ્વાન એમાં છેલ્લા થોડાક દાયકાથી ઉમેરાયા છે. વીતેલાં વર્ષોમાં આવા અનેક વિચારકો તથા પ્રહરીઓ ઉમેરાતા ચાલ્યા છે. વળી ગણવા જઈએ તો વેદોના રચયિતા ઋષિમુનિઓથી માંડીને આદિ શંકરાચાર્ય તથા સ્વામી વિવેકાનંદ સુધીના મહાપુરુષોની આ ભૂમિમાં સૌ કોઈએ તપ કરીને ભારતની સંસ્કાર ભૂમિની પરંપરાને સાચવવાનો, એને આગળ ધપાવવાનો પરિશ્રમ કર્યો જ છે. ભારત આ દેશનું અસલી નામ છે. રાજા ભરતનો આ દેશ. રાજા ભરતનું નામ ભરત કેવી રીતે પડ્યું? 'ભરણાત્ રક્ષણાત્ ચ' અર્થાત્ ભરણ (પોષણ) અને રક્ષણ જે કરે તે ભરત. આ દેશ આપણું ભરણપોષણ કરે છે અને આપણું રક્ષણ પણ કરે છે. આપણે એટલે બે હાથપગ માથું ધરાવતા સવાસો કરોડ માણસો જ નહીં, આપણે એટલે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણી વિચારધારા, આપણા વારસા અને આપણા વાતાવરણનું ભારત દેશ ભરણ-રક્ષણ કરે છે. છેલ્લાં સોએક વર્ષના ઈતિહાસમાં ડૉ. હેડગેવાર, ડૉ. શ્યામાપ્રસાદ, દીનદયાલજી તથા વાજપેયી-આડવાણી સહિતના તમામ મહાનુભાવો - કાર્યકરોએ જે પડકારો ઝીલ્યા, જે સંઘર્ષો કર્યા તેનું ફળ આજે આપણે માણી રહ્યા છીએ. કૉન્ગ્રેસીઓ, સેક્યુલરો તથા સામ્યવાદીઓની લાખ કોશિશો બાવજૂદ આ દેશમાં ભગવા ધ્વજનું મહત્ત્વ રહ્યું છે. ત્યાગ અને બલિદાનના પ્રતીકરૂપી આ ભગવો ધ્વજ લહેરાતો હોય ત્યારે એના બે ત્રિકોણ છેડાઓ યજ્ઞની પાવક જ્વાળાની બે શિખાઓના પ્રતીકનું આપણેને ભાન કરાવે છે. વાજપેયી વિશેની શ્રેણીમાં અડધે આવીને આટલી લાંબી પ્રસ્તાવના લખવાનું કારણ એ કે હવે એક નવો વળાંક આ શ્રેણી લઈ રહી છે - વાજપેયી અને આડવાણીના સંબંધો વિશેની વાત આવે છે, એમની મૈત્રી તથા બંને વચ્ચે ક્યારેક સર્જાતા રહેલા મતભેદોની વાત શરૂ થઈ રહી છે. ગેરસમજણો થવાની ભરપૂર શક્યતા છે. માટે જ આટલું બૅકગ્રાઉન્ડ બાધવું જરૂરી છે. સાથે કામ કરતાં કરતાં મતભદો સર્જાય એને કારણે કોઈ એકબીજાનું વિરોધી ન બની જાય, દુશ્મન તો હરગિજ નહીં. પણ વાજપેયી-આડવાણી વચ્ચેના વિચારભેદોને બે પ્રકારના લોકો પોતાના ટૂંકા સ્વાર્થને ખાતર ખૂબ ચગાવતા રહ્યા. વાજપેયી તો ભાજપનું 'મહોરું' (મુખૌટા') છે અને અસલી ચહેરો તો આડવાણી છે એમ કહીને ભાજપને એક સાંપ્રદાયિક પક્ષ તરીકે ચીતરવાની ખૂબ કોશિશો થઈ. મુસ્લિમ વોટ બૅન્ક સર્જીને અને હિન્દુ-મુસ્લિમ વચ્ચે ફાટફુટ પડાવીને કમાણી કરવાનું જેમના લોહીમાં છે એવા કૉન્ગ્રેસીઓ, સેક્યુલરો, સામ્યવાદીઓ તથા કેટલાક કટ્ટરવાદી મુસ્લિમ નેતાઓએ આવો પ્રચાર કર્યો જેને પેઈડ મીડિયાએ ઝીલી લીધો. અનેક ગપગોળા ચાલ્યા અને એ જમાનામાં ચોકસાઈ કરવા માટેના સાધનો મર્યાદિત હોવાથી વર્ષો સુધી આવાં જુઠ્ઠાણાઓ હવામાં તરતાં રહ્યાં. આર.એસ.એસ., જનસંઘ, ભાજપ તથા એના નેતા-કાર્યકરોને સાંપ્રદાયિક કહીને એટલે કે કોમવાદી કહીને વારંવાર ઉતારી પાડવામાં આવતા હોય છે. પોતાની મુસ્લિમ તૃષ્ટિકરણ (અપીઝમેન્ટ)ની ચાલબાજીને છાવરવા માટે વિરોધીઓ આવાં લાંછનો લગાડતા રહ્યા છે અને આ તો એક બહુ જૂની ટ્રિક છે. તમારે તમારો ભ્રષ્ટાચાર છુપાવવો હોય કે છાવરવો હોય કે એને જસ્ટિફાય કરવો હોય તો તમે શું કરો? બીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરો જે રમત રમવામાં રાહુલ ગાંધીથી માંડીને અરવિંદ કેજરીવાલો એક્સપર્ટ છે. તમારે તમારા ચારિત્ર્યની શિથિલતા ઢાંકવી હોય તો બીજાને તાકીને કહો કે એ લૂઝ કૅરેક્ટર છે. તમારે તમારું કોમવાદી માનસ છુપાવવું હોય તો તમે બીજાને કહો કે તમે સાંપ્રદાયિક છો. તમે પોતે કૂપમંડુક હો તો કહો કે બીજાઓ સંકુચિત માનસના છે. તમારામાં સહનશીલતાનો અભાવ હોય તો તમે બીજાને કહો કે અસહિષ્ણુતા તમારામાં છે. ભાજપ સાથે અને આડવાણી સાથે કંઈક આવું જ થયું. આડવાણીને કોમવાદી તરીકે ચીતરવા માગતા વિરોધીઓ વાજપેયીને 'સેક્યુલર' બનાવતા ગયા. એકને મુખૌટા તરીકે તથા બીજાને અસલી ચહેરા તરીકે ચીતરતા રહ્યા. બીજા કેટલાક પક્ષના જ લોકો જેઓ વિરોધીઓની વાતોમાં આવીને કાં તો વાજપેયીના કાં તો આડવાણીના પડખામાં ભરાઈ ગયા, એકબીજા વિરુદ્ધ કાનભંભેરણી કરવા લાગ્યા. પક્ષમાંના જ આવા કેટલાક લોકો સમજ્યા નહીં કે પોતે વિરોધીઓના હાથમાં રમી રહ્યા છે. તેઓ સમજ્યા નહીં કે કોઈપણ રાજકીય પક્ષમાં અમુક મુદ્દાઓની બાબતમાં મતભેદો સર્જાય તેનો અર્થ એ નથી કે પક્ષની પાયાની વિચારધારા ડગમગી રહી છે. વિરોધાભાસો તો વ્યક્તિના પોતાનામાં ક્યાં નથી હોતા? બે વ્યક્તિઓ વચ્ચે હોય એ તો સ્વાભાવિક છે. આમ છતાં આપણે આપણા પોતાનામાં રહેલા વિરોધાભાસો સાથે જીવી લઈએ છીએ. બીજામાં જો એ દેખાતી તો એને ચલાવી લેતા નથી. પણ મોટા માણસો ત્યારે મોટા બનતા હોય છે જ્યારે એમનાં મન મોટાં હોય, જ્યારે એમની જોવાની દૃષ્ટિ વિશાળ હોય, જ્યારે એમનું ફલક વિસ્તરેલું હોય. વાજપેયી અને આડવાણી બેઉ મોટા માણસો છે. બેઉએ પોતપોતાના આગવા મતાગ્રહો પ્રગટ થવા દીધા છે અને ક્યારેક એને જનહિતમાં ઓગાળી નાખ્યા છે તો ક્યારેક એમાં અડગ રહ્યા છે. ભારતીય રાજકારણના ઈતિહાસની આ વિરલ મૈત્રી છે, એક અજોડ જોડી છે. ૯૦ વર્ષની ઉંમરે પોતાના ૯૩ વર્ષના મિત્રને ગુમાવવા, જેની સાથે ૬૫ વર્ષથી સતત મૈત્રી હોય એવા મિત્રને વિદાય આપવી, એ દર્દને ભાગ્યે જ કોઈ સમજી શકે, આપણે તો માત્ર કલ્પના જ કરી શકીએ. આ વર્ષની ૮મી નવેમ્બરે આડવાણી ૯૧ વર્ષ પૂરાં કરશે. વાજપેયીએ આ વર્ષની ૨૫ ડિસેમ્બરે ૯૪ પાર કર્યા હોત. અટલ બિહારી વાજપેયીના અવસાન પછી જો લાલકૃષ્ણ આડવાણી સાથેની એમની મૈત્રીયાત્રાના અગણિત પડાવોમાંના કેટલાક મુખ્ય મુખ્ય માઈલસ્ટોન્સની વાત ન કરીએ તો વાજપેયીને આપવા ધારેલી આ શ્રદ્ધાંજલિ-શ્રેણી અધૂરી રહી જશે. આવતી કાલથી તમને જે યાદ આવે તે ફિલ્મગીતો ગાજો: સલામત રહે દોસ્તાના હમારા, તેરે જૈસા યાર કહાં, યે દોસ્તી હમ નહીં છોડેંેગે, તેરી દોસ્તી મેરા પ્યાર વગેરે... અને અમે લઈ જઈશું તમને ભારતના જનજીવન માટે, રાજકારણ માટે, હિન્દુત્વની વિચારધારા માટે અમુલ્ય અને બેમિસાલ પુરવાર થયેલા આ મૈત્રીભાવના ઝરણાનાં ખળખળ વહેતા પવિત્ર વહેણમાં નિમજ્જન કરાવવા. તા.ક.: નિમજ્જન શબ્દનો અર્થ અમને પણ છેક ૧૮ વર્ષની ઉંમરે ખબર પડી જ્યારે ૧૯૭૮ની સાલમાં 'ગ્રંથ' નામના પુસ્તક રિવ્યુના માસિકના કવરપેજ પર ઉત્પલ ભાયાણી નામના એક યુવાન વાર્તાકારના આ શીર્ષકવાળા પ્રથમ વાર્તાસંગ્રહની તસવીર જોઈ હતી. એમાંની ટાઈટલ વાર્તા વાંચ્યા પછી સમજ પડી કે નિમજ્જન એટલે ડૂબકી. અને નીચેની કાર્વ્યપંક્તિમાં 'મગ' એટલે 'માર્ગ'. વાજપેયી-આડવાણી વચ્ચેના 65 વર્ષના સંબંધોનું અવલોકન અને આકલન કરવા નીચેના કેટલાક મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખપદે રહી ચૂકેલા અત્યારના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અટલ બિહારી વાજપેયી વિશે એક બહુ સરસ નિરીક્ષણ કર્યું છે. ગડકરીએ કહ્યું હતું: 'સમાજવાદી પાર્ટી મુલાયમ સિંહની પાર્ટી, બસપા માયાવતીની, એઆઈએ-ડીએમકે જયલલિતાની, ડીએમકે કરુણાનિધિની, આરજેડી લાલુ યાદવની, જેડીયુ નીતિશકુમારની, અકાલી દલ પ્રકાશસિંહ બાદલની (અને કૉન્ગ્રેસ નહેરુ-ગાંધી કુટુંબની) પાર્ટી બનીને રહી ગઈ છે, પણ ભાજપ માટે એવું ન કહી શકાય. બાકી ભાજપનો જન્મ થયો ત્યારે એમાં એકમાત્ર વાજપેયી (અને પછી આડવાણી) સિવાય પાર્ટીમાં બીજા કોઈ કદાવર નેતા હતા જ ક્યાં? વાજપેયીએ ઈચ્છયું હોત, તો ભાજપ પણ બીજી પાર્ટીઓની જેમ એના આ નેતાના નામે, વાજપેયીની પાર્ટી તરીકે જાણતી થઈ હોત. પણ એમણે એવું થવા દીધું નહીં. ભાજપને સૌ કોઈની પાર્ટી બનાવી. આ પક્ષમાં કોઈ એક વ્યક્તિનો નિર્ણય આખરી નથી હોતો - ન વાજપેયીનો, ન આડવાણીનો, ન પાર્ટી અધ્યક્ષનો.' ભાજપ વ્યક્તિવાદથી અને પરિવારવાદથી મુક્ત પાર્ટી છે અને એ રીતે સમગ્ર ભારતના રાજકારણમાં એનું એક યુનિક સ્થાન છે અને એ જશ જાય છે વાજપેયીને, આડવાણીને તેમ જ ભાજપના અત્યાર સુધીના અન્ય તમામ પક્ષપ્રમુખોને. ભાજપ એક ખરા અર્થમાં લોકશાહી ઢબે ચાલતી પોલિટિકલ પાર્ટી છે. આ દૃષ્ટિકોણ નીતિન ગડકરી આપે છે ત્યારે ખ્યાલ આવે છે કે વાત તો એકદમ સાચી છે. મીડિયા દ્વારા ચગાવવામાં આવતી દ્વેષીલી વાતો જે ઘણાના મનમાં જડાઈ ગઈ છે તેના સંદર્ભમાં ગડકરીનું આ નિરીક્ષણ નોંધવા જેવું છે. મીડિયા કેટલીક વાતો વારંવાર ચગાવતું રહે છે જેને કારણે આપણે એ જૂઠને સત્ય માની બેસીએ છીએ. વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી બાંગ્લાદેશને છૂટું પાડી દેવાનું પરાક્રમ ભારતીય સેનાએ કર્યું ત્યારે ઈંદિરા ગાંધી દેશનાં વડા પ્રધાન હતાં એટલે આ વિજય પછી સંસદમાં કરેલા પ્રવચનમાં વિરોધ પક્ષના નેતા તરીકે ખુદ વાજપેયીએ ઈંદિરા ગાંધીનાં વખાણ કરીને એમને દુર્ગા કહીને નવાજ્યાં હતાં. આ હળાહળ જૂઠ છે, પણ વર્ષો નહીં, દાયકાઓ સુધી આ જુઠ્ઠાણું ચાલતું રહ્યું. 1997-98માં વાજપેયીએ રજત શર્માને 'આપ કી અદાલત' માટે આપેલા ઈન્ટરવ્યૂના ઉત્તરાર્ધમાં વાજપેયીએ ઘસીને ના પાડી છે કે મેં એવું કહ્યું જ નથી અને આ વિશે વારંવાર સ્પષ્ટતા કરવા છતાં મીડિયા આ ગપ્પું પ્રસરાવે જ રાખે છે. સંસદમાં કોઈ સભ્યે મજાક ઉડાવવા મૂર્ગાની સાથે દુર્ગાનો પ્રાસ મેળવતું જોડકણું રચ્યું હતું જેમાંથી દુર્ગા શબ્દ ઉપાડીને વાજપેયીના મોંઢામાં મૂકી દેવાની હરકત કોઈ પેટના બળેલા પત્રકારે કરી અને પછી તો આ ચકડોળ ચાલ્યું તે એવું ચાલ્યું કે ચાલતું જ રહ્યું, વાજપેયીના પોતાના ખુલાસાઓ છતાં ચાલતું રહ્યું. મૂર્ગા-દુર્ગાવાળી વાત પત્રકાર કૂમી કપૂરે લખી છે. આવી જ બીજી એક ભ્રમણા ફેલાયેલી છે જેમાં વાજપેયી ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ સામેલ છે. ઈમરજન્સી વખતે વાજપેયી અને આરએસએસે ઈન્દિરા ગાંધીની માફી માગતા પત્રો લખ્યા હતા એવી અફવા દાયકાઓથી ફેલાવવામાં આવી રહી છે. તમને નવાઈ લાગશે કે આવી અફવા ફેલાવનારા બીજા કોઈ નહીં પણ સુબ્રહ્મણ્મય સ્વામી છે. સ્વામી હિન્દુ વિચારધારાના પ્રખર અનુયાયી છે અને આજની તારીખે ભાજપમાં છે ઉપરાંત ઈમરજન્સી દરમ્યાન એમણે કરેલી હિંમતભરી કામગીરી બદલ સૌ કોઈ એમને વાજબી રીતે બિરદાવે પણ છે. પણ શું એટલે વાજપેયી - સંઘ વિશેની એમણે ફેલાવેલી અફવા સત્ય પુરવાર થઈ જાય? ના. તો પછી સ્વામી શું કામ પોતાની જ વિચારધારામાં માનનારાઓની બદબોઈ કરતા હશે? ભગવાન જાણે. આપણે તો માત્ર એટલું જાણીએ કે વાજપેયીની પ્રથમવાર બનેલી 13 દિવસની સરકાર તૂટ્યા પછી જે ચૂંટણી થઈ તેમાં ભાજપે સૌથી મોટા પક્ષ તરીકે વિજયી બનીને સાથી પક્ષો સાથે જે સરકાર બનાવી તે પણ માત્ર 13 મહિના ચાલી અને અવિશ્ર્વાસની દરખાસ્ત વખતે માત્ર 1 મતની ખોટથી તૂટી પડી એમાં સુબ્રહ્મણ્મય સ્વામીનો હાથ હતો. વાજપેયીની સરકારને જયલલિતાની પાર્ટીના 35 સભ્યોનો ટેકો હતો. સ્વામીએ જયલલિતાની સોનિયા ગાંધી સામે ચા પર મુલાકાત કરાવીને વાજપેયી સરકારમાંથી હટી જવા માટે જયલલિતાને કન્વિન્સ કર્યા હતાં. સ્વામીના હિન્દુ પ્રેમ માટે, રામજન્મભૂમિ તેમ જ નૅશનલ હેરલ્ડ સહિતના બીજા અનેક કોર્ટ કેસોમાં એમણે ભજવેલી રાષ્ટ્રપ્રેમી ભૂમિકા માટે કોઈ બેમત નથી. અપાર આદર છે એમના માટે. પણ એમને અમુક કારણોસર ભાજપની દરેક સરકારમાં સત્તાથી દૂર રાખવામાં આવે છે. ચન્દ્રશેખર વડા પ્રધાન હતા ત્યારે એમને (નાણામંત્રી નહીં પણ) કૉમર્સ અને ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર (તથા વધારાના ચાર્જ તરીકે કાયદા પ્રધાન) બનાવવામાં આવ્યા હતા. તેઓ આજની તારીખે પણ માને છે કે કેન્દ્રીય પ્રધાનમંડળમાં એમનો સમાવેશ નહીં કરીને એમની સાથે અન્યાય થાય છે. ખેર, રાજકારણમાં જ નહીં દરેક ક્ષેત્રમાં તમારા વિરોધીઓ તેમ જ તમારા અંદરના માણસો પણ તમારા વિશે જુઠ્ઠાણાં ફેલાવતા હોય છે. દરેકને પોતપોતાના કારણો હોય. નજીકના માણસો દ્વારા ફેલાવવામાં આવતાં જુઠ્ઠાણાંઓની વિશ્ર્વસનીયતા વધી જતી હોય છે, પણ જુઠ્ઠાણું આખરે જુઠ્ઠાણું જ હોય છે. આવાં જુઠ્ઠાણાંઓથી, અપપ્રચારોથી અને ગેરહકીકતોથી દૂર રહીને આપણે વાજપેયી-આડવાણી વચ્ચેના રિલેશન્સને જોવાના છે, આધારભૂત અને નક્કર સોર્સ દ્વારા મળેલી માહિતી દ્વારા નિહાળવાના છે. આવા સોર્સમાં આડવાણીએ લખેલી આત્મકથા 'માય ક્ધટ્રી, માય લાઈફ'માંનું વાજપેયી વિશેનું દીર્ઘ પ્રકરણ મારી એ નવી શ્રેણીનો ઘણો મોટો આધાર છે. આજથી 10 વર્ષ પહેલાં, માર્ચ 2008માં પ્રગટ થયેલી 'માય ક્ધટ્રી, માય લાઈફ' શીર્ષક ધરાવતી આત્મકથામાં લાલકૃષ્ણ અડવાણીએ અટલ બિહારી વાજપેયી વિશે લખેલા દીર્ઘ પ્રકરણમાં આરંભમાં નોંધ્યું છે: 'જો મારે કોઈ એવી વ્યક્તિનું નામ લેવાનું હોય, જે શરૂઆતથી અત્યાર સુધીના મારા રાજકીય જીવનનો અંતરંગ હિસ્સો છે, જે લગભગ પચાસ વર્ષ સુધી આ પાર્ટીમાં મારા સહયોગી રહ્યા છે તથા જેમનું નેતૃત્વ મેં હંમેશાં નિ:સંકોચ ભાવથી સ્વીકાર્યું છે તો એ નામ અટલ બિહારી વાજપેયીનું હશે.' કેટલાક નાના તથા કેટલાક મોટા મતભેદો (જેની વાત અડવાણીએ લખી છે, તે આગળ જતાં આપણે જોઈશું) બાવજૂદ તમે જોઈ શકો છો કે આ આરંભિક વાક્યમાં જ નહીં, વાજપેયી વિશેના સમગ્ર પ્રકરણ દરમ્યાન લીટીએ લીટીએ અડવાણીનો એમના માટેનો પ્રેમ તથા આદર ઝલકે છે, વાજપેયીને પોતે પોતાનાથી સિનિયર એવા નેતા તરીકે હંમેશાં સ્વીકાર્યા છે એવું કમિટમેન્ટ નીતરે છે. પણ પાર્ટીના કેટલાક નેતાઓએ તથા એ નેતાઓ સાથે વફાદારી ધરાવતા કેટલાક કાર્યકરોએ તેમ જ સંઘ પરિવારના કેટલાક લોકોએ અને સૌથી વિશેષ તો વિરોધી રાજકીય પક્ષોના માણસોએ મીડિયાની મદદથી એવી છાપ ઊભી કરી કે વાજપેયી 'સોફ્ટ હિન્દુત્વ'માં માને છે અને અડવાણી એક 'હાર્ડ લાઈનર' છે, 'કટ્ટરવાદી' છે. માઈન્ડ વેલ, આ બે પાલા કેટલાક લોકોએ અને મીડિયાએ ક્રિયેટ કરેલા છે અને મને કહેવા દો કે આવો ભ્રમ ફેલાવવામાં તેઓ મહદ્અંશે સફળ પણ રહ્યા છે. પણ રિયાલિટી શું છે? ચેક કરીએ. 1989ની સાલમાં શિલાન્યાસ અને રામ જન્મભૂમિ આંદોલનની હવા દેશમાં ચારેતરફ ફેલાયેલી હતી. આવા વાતાવરણમાં કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા હીરેન મુખર્જી અને વાજપેયી વચ્ચે પત્રવ્યવહાર થાય છે. હીરેન મુખર્જીના એક પત્રનો ઉત્તર આપતાં વાજપેયી લખે છે: 'અત્યારે તો એવું વાતાવરણ સર્જાયું છે કે ગાંધીજીએ પોતાને હિન્દુ કહેવડાવવામાં સંકોચ નથી રાખ્યો એ બદલ એમને ગુનેગાર ઠેરવવાની પેરવી થઈ રહી છે. તમને કદાચ જાણકારી હશે જ કે હવે તો ઉદ્ઘાટન સમારંભોમાં દીપક પ્રગટાવવા સામે કે નાળિયેર વધેરવા સામે પણ કેટલાક લોકો વાંધો ઉઠાવી રહ્યા છે.' વાજપેયી આગળ લખે છે: 'હીરેનદા, તમારી જેમ હું પણ આ (રામ જન્મભૂમિ) મામલે શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના પક્ષમાં જ છું. મેં જ્યારે કહ્યું કે અદાલત આ મામલાનો ઉકેલ નહીં લાવી શકે ત્યારે મારા કહેવાનો મતલબ માત્ર એટલો જ હતો કે આવા સંવેદનશીલ મામલામાં જ્યાં ધાર્મિક લાગણીઓ ઊંડે સુધી જોડાઈ હોય, અદાલતના કોઈ પણ નિર્ણયનો અમલ કરવામાં ઘણી મુશ્કેલી ઊભી થવાની જ છે. કમનસીબે (કૉન્ગ્રેસ) સરકારે શાહબાનો કેસમાં (સુપ્રીમ) કોર્ટનો ચુકાદો માથે ન ચડાવીને પહેલેથી જ દાખલો બેસાડી દીધો છે.' વાજપેયી પત્ર પૂરો કરતાં છેલ્લે લખે છે: 'મુઝે ઐસા લગ રહા હૈ કિ હિન્દુઓં કા એક બહુત બડા વર્ગ ઐસા મહસૂસ કરને લગા હૈ કિ બહુમત મેં હોને કે બાવજૂદ ઉનકે સાથ અન્યાય હો રહા હૈ... આપ શાયદ મુઝસે સહમત હોંગે કિ રાષ્ટ્રહિત કી માંગ હૈ કિ હમ સબ સભી રાજનીતિક દલ ઈસ તરહ કે કદમ ઉઠાએં કિ સમાજ કે બડે વર્ગ મેં અસન્તોષ કી ઈસ ભાવના કો દૂર કિયા જાએ.' વાજપેયીના આ પત્ર નીચે કયો હિન્દુ સહી નહીં કરે? તો પછી વાજપેયીના અને અડવાણીના હિન્દુત્વ વચ્ચે તિરાડ ઊભી શું કામ કરવી? પણ સેક્યુલરો તથા કૉન્ગ્રેસીઓ - સામ્યવાદીઓ જાણે એસ્ટાબ્લિશ કરવા માગતા હતા કે ભાજપમાં ગુડ કૉપ - બૅડ કૉપની રમત ચાલે છે. (પોલીસો જ્યારે આરોપીની ઊલટતપાસ કરતા હોય તો એક પોલીસ આરોપીની સાથે સારી રીતે વર્તે, એની સાથે સહાનુભૂતિ જતાવે, એને નાની મોટી સગવડો આપે અને બીજો પોલીસ આરોપી સાથે કડકાઈથી વર્તે, એને ધાકમાં રાખે, દંડૂકો બતાવે. આને કારણે આરોપી પાસે માહિતી કઢાવવાનું કામ આસાન થઈ જાય. ધંધામાં થર્ડ પાર્ટી સાથે ડીલિંગ કરતી વખતે ઘણી વખત બેમાંનો એક ભાગીદાર ગુડ કૉપની અને બીજો બૅડ કૉપની ભૂમિકા ભજવતો હોય છે. ઘરમાં પણ સંતાનો માટે માબાપમાંથી એક ગુડ કૉપ અને બીજા બૅડ કૉપ હોય છે. મૂળ આ વિદેશી મુહાવરો છે. જ્યાં પોલીસને કૉપ કહેવામાં આવે છે. હવે તો એ અંગ્રેજી ભાષાનો બહુ કૉમન રૂઢિપ્રયોગ થઈ ગયો છે). વાજપેયી સોફ્ટ અને સેક્યુલર તથા અડવાણી હાર્ડ લાઈનર અને કોમવાદી એવી ઈમેજને અડવાણીએ બહુ ધીરજપૂર્વક આત્મકથાનાં આ પાનાંઓમાં તોડી છે પણ એ વાંચવાની ફુરસદ કોને છે? ન કાર્યકરોને, ન વિરોધીઓને, ન મીડિયાને. અને એટલે જ આત્મકથાના પ્રાગટ્યને એક આખો દસકો વીતી ગયો હોવા છતાં વાજપાયી-અડવાણી હિન્દુત્વની બાબતમાં બે સામસામા છેડે હતા એવો ભ્રમ હજુય દૂર થયો નથી. આપણે એ ભ્રમની આરપાર જોઈશું. કારણ કે આપણી પાસે મોટી સાઈઝનાં 1,084 પાનાંની આ આત્મકથા વાંચવાની ફુરસદ જ ફુરસદ છે. |
No comments:
Post a Comment