Monday, 3 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કસમયે ખાશો તો શરીર બેડોળ બનતું જશે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કસમયે ખાશો તો શરીર બેડોળ બનતું જશે!
 

ભiરતના વિવિધ રાજ્યોમાં સૌથી જટિલ સમસ્યા કોઈ હોય તો તે સ્થૂળતાની.


શાળામાં ભણતા કાચી વયના ભૂલકાઓ, સગીર વયે પહોંચેલા સંતાનો હોય કે કૉલેજિયન વિદ્યાર્થીઓ કે યુવા નોકરિયાત વર્ગ ફાસ્ટ ફૂડના દિવાના જોવા મળે છે. ઘરનું સાત્ત્વિક ભોજન જો ખાવાનું કહેવામાં આવે તો તેમના ચહેરાના હાવભાવ બદલાઈ જતા હોય છે.

વડીલોનું લાંબું તથા તંદુરસ્ત આયુષ્યનું મુખ્ય કારણ તેમની નિયમિત દિનચર્યા ગણવામાં આવે છે. આજે સમય બદલાયો છે, ટૅકનોલોજીના યુગમાં પ્રત્યેક વ્યક્તિનું જીવન બેઠાડું બનીને રહી ગયું છે. સતત મોબાઈલ કે કૉમ્પ્યુટરમાં રચ્યા-પચ્યા રહેવાની પ્રત્યેક વ્યક્તિની આદત જોવા મળે છે. યુવાવર્ગનો મુખ્ય શોખ આજકાલ મન થયું કે મનભાવતી વાનગીઓનો ઑનલાઈન ઑર્ડર આપીને આસ્વાદ માણી લેવો. મિત્રો કે સહેલી સાથે બહાર નીકળ્યા કે પહેલું કામ બજારના તળેલા કે ચીઝથી લથબથ બિનસ્વાસ્થ્યપ્રદ વાનગીઓની લહેજત માણી લેવી તે જ હોય છે.

મોડી રાત સુધી જાગતાં રહેવું, કસમયે ખાઈ લેવું વગેરે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક ગણાય છે. ચાલો જાણી લઈએ કસમયે ખાવાથી થતી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોને:

ભોજન પચવામાં મુશ્કેલી: અડધી રાત્રે નાસ્તો કરવાનો એક અલગ આનંદ હોય છે.

ઘડી બેઘડીનો સ્વાદ માણવાના ચક્કરમાં વ્યક્તિના સ્વાસ્થ્યને મોટું નુકસાન થતું જોવા મળે છે. કસમયે ભોજન કરવાથી ચયાપચયની ક્રિયા બગડી જતી હોય છે. ફૂડ ઍક્સપર્ટનું પણ માનવું છે કે કસમયે ભોજન લેવાથી જે પણ ખાવામાં આવે તેનું ચરબીમાં જ રૂપાંતર થાય છે. કસમયે ભોજન ર્ક્યા બાદ શરીરને ફક્ત આરામ જ આપવામાં આવે છે, કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી નથી.

જંક ફૂડ પચવામાં 2થી 3 કલાકનો સમય: શું આપને ખ્યાલ છે કે કુકીઝ કે ચીપ્સ જેવાં જંકફૂડને પચવામાં બે-ત્રણ કલાક લાગી જતા હોય છે. તે પણ જો આ વસ્તુઓ તમે દિવસ દરમિયાન ખાધી હોય તો. રાત્રિના સમયે તેને ખાવામાં આવે તો પચવામાં કેટલાં કલાક લાગે તે ચકાસવું રહ્યું. જંકફૂડ સ્વાદમાં ગમે તેટલું ચટપટું લાગે પણ પેટમાં જતાં તેનું સીધું ચરબીમાં જ રૂપાંતર થાય છે. વાસ્તવમાં જંકફૂડમાં વધુ પડતું તેલ, મીઠું તથા ખાંડનો ઉપયોગ થતો હોય છે. જંકફૂડની સાથે જો યોગ્ય પ્રમાણમાં વ્યાયામ કરવામાં આવે તો શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું નથી. જંકફૂડને બદલે સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ ખાવાનો આગ્રહ રાખવો આવશ્યક બની જાય છે.

દાંત ખરાબ ઝડપી થાય: આજથી થોડાં વર્ષ પહેલાં દાતણ કરવાને કારણે દાંત મજબૂત જોવા મળતાં. બાળપણથી ગળ્યું ખાવાની આદત બાળકોને પડી જતી હોય છે. ઠંડાં પીણાં, ગળ્યું-ચટપટું ગરમ ગરમ ખાવાની આદત પ્રત્યેક બાળકોમાં જોવા મળે છે. ભોજન બાદ કોગળા કરવાની આદત પણ હવે વિસરાઈ ગઈ છે. ભોજન દાંતના ખૂણેખાંચરે ભરાઈ જાય છે. દાંતમાં જીવાણુ ઝડપથી બનવા લાગે છે. વિવિધ પ્રકારની મીઠાઈ કે ડેઝર્ટ શાંતિથી ખાવાની મજા રાત્રિના સમયે અચૂક આવે છે. દાંતમાં કેવિટીઝ પણ બનવા લાગે છે. અડધી રાત્રે ભોજન ખાવાની આદતને છોડવી જરૂરી છે. રાત્રિના ભોજન લીધા બાદ દાંતને સાફ અચૂક કરી લેવા જોઈએ.

અનેક વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓને રાત્રિના શાંતિના સમયે અભ્યાસ કરવો પસંદ હોય છે. કંઈક ચટર-પટર ખાવાનું મન રોકી શકાતું નથી. આવા સમયે સ્વાસ્થ્યપ્રદ વાનગીની પંસદગી કરવી જરૂરી છે :

પૉપકોર્ન ખાવ: વાસ્તવમાં પૉપકોર્નમાં ચરબીનું પ્રમાણ નહીંવત્ છે. ઘરમાં બનાવેલા પૉપકોર્ન ખાવાનો આગ્રહ રાખવો.

મિલ્કશૅક: ફુલક્રીમ દૂધને બદલે ટોન્ડ દૂધનો ઉપયોગ કરવો. ખાંડને બદલે મધનો ઉપયોગ કરી વિવિધ કેળા, ચીકુ કે કેરીનો ઉપયોગ કરી શકાય છે.

સંતરા ખાવ: તાજા ફળનો ઉપયોગ સ્વાસ્થ્યપ્રદ ગણાય છે. સંતરામાં વિટામિન સીનું પ્રમાણ ભરપૂર માત્રામાં સમાયેલું છે. રાત્રિના સમયે ચપટી ચાટ મસાલો ભભરાવીને ફ્રૂટ ડિશ કે સંતરું ખાઈ લેવું.

આઈસક્રીમ કે કુલ્ફી: રોજ નહીં પણ ક્યારેક આઈસક્રીમ કે કુલ્ફીની મજા પણ માણી લેવાય. બની શકે તો ઘરમાં બનાવેલો આઈસક્રીમ કે કુલ્ફી સ્વાસ્થ્યપ્રદ ગણાય છે. ખાંડને બદલે તેમાં મધનો ઉપયોગ કરી શકાય છે.

સેન્ડવીચનો પણ ઉપયોગ કરી શકાય: રાત્રિના સમયે ઘરમાં બનાવેલી સેન્ડવીચ પણ આપ ખાઈ શકો છો.

સેવ-મમરા: શરીરને હળવુંફૂલ બનાવી સ્વાદ-સ્વાસ્થ્યને સાચવવું હોય તો સેવ-મમરા શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtmryxcWe_yZa_D_DUFRg5c0CyxDAWpt8pKHpa%2BR06QDA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment