ક્રેઝ એટલો છે કે લગભગ 70 ટકા લોકો તેમની રસોઇઘરની જરૂરિયાતો માટે પોતાના ઘરમાં ઉગાડેલા પ્રોડક્ટ પર જ આધાર રાખે છે! હોદરાબાદ શહેરમાં ખાનગી જમીન લેવી હોય તો વર્ષે ને વર્ષે ખર્ચાળ થતી જાય છે. આથી હજારો લોકો લીલા શાકભાજી અને ફળો તેમના ટેરેસ કે બાલ્કનીમાં ઉગાડે છે. અત્યારે ટેરેસ ગાર્ડનનો જમાનો આવ્યો છે. ઘરમાં આવા બગીચા બનાવવાનો લોકોમાં ક્રેઝ ઊભો થતો જાય છે. એટલું જ નહીં, 2012માં એક સોશિયલ મીડિયા ગ્રુપ શરૂ થયું હતું, જેમાં એવા સભ્યો છે, જેઓ ટેરેસ ગાર્ડન્સ ધરાવે છે. હાલમાં આવા 30,000 સક્રિય સભ્યો છે, જેમણે તેમના ઘર કે અપાર્ટમેન્ટમાં ટેરેસીસને શાકભાજીના બગીચા કે ટેરેસ ફાર્મ બનાવ્યા છે.
આવા ટેરેસ ફાર્મસ્માં લગભગ 70 ટકા લોકો તેમની રસોઇઘરની જરૂરિયાતો માટે પોતાના ઘરમાં ઉગાડેલી વસ્તુઓ પર જ આધાર રાખે છે. શિયાળાની ઋતુ સિવાય પણ તેઓ ગાર્ડન પ્રોડક્ટ પર આધાર રાખે છે. મજેદાર વાત એ છે કે તેઓ આ વિશે ફેસબુક, વ્હૉટસએપ અને અન્ય સોશિયલ મીડિયાના મંચ પર ચર્ચાઓ પણ કરે છે. આ રીતે ટેરેસ ફાર્મિંગમાં રોકાણ કરતા કુટુંબ શરૂઆતમાં 25થી 50 પોટ્સ(ખાસ વાસણ)માં છોડવા ઉગાડે છે. 'મેં લીલા પાંદડાના શાકભાજી ઉગાડવાથી શરૂઆત કરી હતી, કારણ કે હું ખેતી વિશે બહુ ઓછું જાણું છું. એક વખત મને કૉન્ફિડન્સ આવી ગયા પછી મેં બધી જાતના શાકભાજીઓ ઉગાડવાનું શરૂ કર્યું હતું, એમ ટેરેસ ગાર્ડનર વી. એન. નલિની કહે છે. અત્યારે તેણે 400 પોટ્સમાં છોડો ઉગાડ્યા છે અને તે 1,400 સ્કવેરફૂટના ટેરેસમાં ફેલાયેલા છે. આ ઉત્પાદન તેમના ચાર સભ્યોના કુટુંબ માટે પૂરતું થઇ રહે છે, એમ તે કહે છે. મોટા ભાગના કેસોમાં ટેરેસ ફાર્મિંગમાં બહુ ઓછું રોકાણ થાય છે, એમ ખેડૂતો કહે છે. 'એક વર્ષ પહેલા મેં જ્યારે આ ખેતી શરૂ કરી હતી ત્યારે મેં થેલીઓમાં ઉગાડવા પર રોકાણ કર્યું હતું, પણ પછી મેં મારી આવડત વધારી અને મને લાગ્યું કે છોડવા પાણીના કેનમાં અંદર પણ ઉગી શકે છે અને પછી મેં નીચેના કૂલર પણ કાઢી નાંખ્યા. આનાથી તમારે જેટલા છોડવા રોપવા હોય તેટલી જ જમીનની પાછળ નાણાં ખર્ચવા પડે, એમ એક સોફ્ટવેર કર્મચારી જણાવે છે. જમીનમાં પાક વધારવા કોકો અને વનસ્પતિજન્ય પદાર્થનું મિશ્રણ કરી શકાય છે.
લીંબડીના પત્તા અને લીમડાનું તેલ પણ પેસ્ટ ક્ધટ્રોલને બદલે નાખી શકાય છે.
શહેરમાં ટેરેસ ફાર્મર્સના 50 ટકા સારા ખેડૂતોમાં મહિલાઓ છે, જેઓ તેમના કુટુંબોના લાભાર્થ માટે આવી ખેતી કરે છે. વ્યાવસાયિકો અને ગૃહિણીઓ બંને કહે છે, તેમણે એટલા માટે આ ખેતી શરૂ કરી હતી, કારણ કે તેમને કમર્શિયલ ફાર્મિંગમાં કેમિકલ પેસ્ટીસાઇડ્સ અને ખાતરની અસર અંગે ચિંતા હતી. મોટા ભાગના શાકભાજી અમે બજારમાં પેસ્ટીસાઇડ્સવાળા મેળવીએ છીએ. ઓર્ગેનિક વેરાયટીઝ વ્યાવસાયિક રીતે બહુ મોંઘી હોય છે, કારણ કે તેમાં ખેતીનો ખર્ચ લાગે છે, એમ અંજલિ રેડ્ડી કહે છે, જે છેલ્લાં સાત વર્ષથી ખેતી કરે છે. તે ઉપ્પલ નજીક તેના ડુપ્લેક્સ હાઉસમાં ટેરેસ પર 1500 સ્કવે. ફૂટમાં ખેતી કરે છે. આવીરીતે ખેતી કરવા માટે રહેવાસીઓને અપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં મંજૂરી પણ મળે છે, એમ ટેરેસ ફાર્મર્સ કહે છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osw-xFVVWjXQQJ1rmaYc47yeqRanqtJ1A_vCjz%2Bh6NjwA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment