Wednesday, 26 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ ધરાવતી પચાસ ટકા સ્ત્રીઓનું બરાબર નિદાન થતું નથી!
જિગીષા જૈન

health

માસિક અનિયમિત હોવાને આપણે ત્યાં હજી પણ સામાન્ય બાબત ગણવામાં આવે છે, પરંતુ આ અનિયમિતતા પાછળ પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ જેવો રોગ જવાબદાર હોઈ શકે છે.

 

પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ એક જિનેટિક, હૉર્મોનલ, મેટાબોલિક અને રીપ્રોડક્ટિવ ડિસઑર્ડર છે જે સ્ત્રીઓને અસરકર્તા છે. મોટા ભાગે આ રોગ ૧૦-૩૦ વર્ષની છોકરીઓમાં વધુ જોવા મળે છે. આ રોગમાં સ્ત્રીની ઓવરીમાં નાની-નાની ગાંઠો રચાય છે જે ગાંઠો પાછળ તેના શરીરમાં આવેલું હૉર્મોન્સનું ઇમ્બૅલૅન્સ હોય છે. સ્ત્રીઓની ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર આ સૌથી આગવું કારણ છે. પરંતુ ફક્ત ઇન્ફર્ટિલિટી જ પ્રૉબ્લેમ નથી, આ સ્ત્રીઓને માસિક સંબંધિત પ્રૉબ્લેમ્સ ખૂબ વધારે હોય છે. માસિક અનિયમિત હોય કે આવતું જ ન હોય ત્યારે શરીરમાં જે હૉર્મોન્સની ઊથલપાથલ છે એ સ્ત્રીમાં સિવિયર ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન, ઓબેસિટી, એન્ડોમેટ્રિયલ કૅન્સર, ટાઇપ ટૂ ડાયાબિટીઝ, લિવર ડિસીઝ અને કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝનું રિસ્ક ઘણું વધારી દે છે. આંકડાઓ જણાવે છે કે જે સ્ત્રીઓને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ છે એમાંથી ૫૦ ટકા સ્ત્રીઓને ૪૦ વર્ષની ઉંમર પહેલાં જ ડાયાબિટીઝ આવી જાય છે. આ રોગ ધરવતી સ્ત્રીઓ પર ૪-૭ ગણું હાર્ટ-અટૅક આવવાનું રિસ્ક રહે છે અને એન્ડોમેટ્રિયલ કૅન્સર થવાનું રિસ્ક ત્રણગણું વધી જાય છે. દુનિયાભરમાં આ રોગ દર દસમાંથી એક સ્ત્રીને થાય છે. એટલે કે ૧૦-૧૫ ટકા સ્ત્રીઓને આ રોગ છે એવી ધારણા છે. છતાં ૫૦ ટકા સ્ત્રીઓમાં આ રોગનું નિદાન થતું નથી. એનો અર્થ એમ કે આ સ્ત્રીઓ પોતાની તકલીફને લઈને ડૉક્ટર પાસે જતી નથી અથવા પોતે પોતાની આ તકલીફોને સહજ માનીને સ્વીકારી લીધી છે. આજે જાણીએ પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમનાં ખાસ લક્ષણો વિશે ગાયનેકોલૉજિસ્ટ ડૉ. કિરણ કોહેલો અને ગાયનેકોલૉજિસ્ટ ડૉ. મુકેશ અગ્રવાલ પાસેથી અને સમજીએ કે આ લક્ષણો સામાન્ય નથી. જો સ્ત્રીમાં આ લક્ષણો હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો અને ડૉક્ટર પાસે એનું યોગ્ય નિદાન કરાવવું.

અનિયમિત માસિક

પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમનું સૌથી મહkવનું લક્ષણ આ જ છે કે આ તકલીફમાં સ્ત્રીનું માસિક ક્યારેય નિયમિત હોતું નથી. ટીનેજ છોકરીઓને જ્યારથી માસિકની શરૂઆત થાય ત્યારે શરૂઆતનું એકાદ વર્ષ એ અનિયમિત હોય એ નૉર્મલ ગણાય, પરંતુ પછી પણ જો એ રેગ્યુલર ન બને તો એક વખત ડૉક્ટરને મળવું જરૂરી છે. આજે પણ ઘણી જગ્યાએ લોકો જાગૃત નથી હોતા અને માને છે કે અનિયમિત માસિક નૉર્મલ ગણાય. પરંતુ માસિક નિયમિત હોવું સ્ત્રીની હેલ્થ માટે અતિ આવશ્યક છે. જો એ નિયમિત ન હોય તો આ બાબતે ઇલાજ કે ઉપાય અનિવાર્ય છે. ઘણાં ઘરમાં સ્ત્રીઓ એટલી નિã ંત બનીને કહેતી હોય છે કે મને પણ અનિયમિત માસિક હતું અને મારી દીકરીને પણ એટલે જ અનિયમિત છે. કંઈ નહીં, એ તો વારસાગત આવ્યું છે. વારસાગત આવ્યું છે એનો વાંધો નહીં, પરંતુ તમે ઇલાજ નથી કરાવ્યો એનો અર્થ એ બિલકુલ નથી કે દીકરીનો પણ ન કરાવો. ઘણા એવો પણ ભ્રમ રાખતા હોય છે કે લગ્ન પછી એ એની મેળે નિયમિત થઈ જશે. એવું નથી હોતું. અનિયમિત માસિક પાછળ આમ તો ઘણાં કારણો હોઈ શકે છે; પરંતુ એક મુખ્ય કારણ આ રોગ છે, જેનું નિદાન અતિ આવશ્યક છે.

ચહેરા અને શરીર પર વધુપડતા વાળ

તમે ક્યારેક કોઈ સ્ત્રીના દાઢી પર વાળ જોઈને હેબતાયા છો ખરા? આજની તારીખમાં સ્ત્રીઓને આ રોગની એટલી વધુ તકલીફ છે કે અમુક સ્ત્રીઓ એવી છે કે તેમને પુરુષોની જેમ નિયમિત દાઢી કરવી પડે છે. ઘણી વાર તેને દરરોજ એ કરવાનો સમય ન મળે તો એ હેર ગ્રોથ બીજાને દેખાઈ આવે છે અને લોકો તેમની મજાક પણ ઉડાડે છે. ફક્ત દાઢી-મૂછ જ નહીં, પરંતુ છાતી પર કે પ્રાઇવેટ પાટ્ર્સ પર પણ વાળનો જથ્થો ખૂબ વધી જાય તો સમજવું કે આ રોગ છે અને એક વખત ડૉક્ટર પાસે નિદાન કરવું જરૂરી છે. વાળની સમસ્યા સ્ત્રીઓને ખૂબ વધુ પજવે છે, ખાસ કરીને આપણા સમાજમાં, જ્યાં સ્ત્રીઓને એકદમ વાળ વગરની સુંદર ત્વચા રાખવાની ફરજ પાડવામાં આવે છે. કોઈ સ્ત્રીના હાથ કે પગ પર વાળ હોય અને તે વૅક્સિંગ એ ન કરાવતી હોય તો લોકો તેની હાંસી ઉડાવતા હોય છે તો આ રોગ ધરાવતી સ્ત્રીઓના તો શું હાલ થતા હશે જેમને પુરુષોની જેમ દાઢી, મૂછ અને છાતી પર વાળ ઊગે છે.

ઍક્નેનો વધુપડતો પ્રૉબ્લેમ

નૉર્મલ ઍક્નેનો પ્રૉબ્લેમ લગભગ દરેક ટીનેજ છોકરીને આવતો જ હોય છે. ઍક્ને પાછળ જવાબદાર કારણ હૉર્મોન્સની ઊથલપાથલ હોય છે. આ ઊથલપાથલ પાછળ જો પૉલિસિસ્ટિક  ઓવરી સિન્ડ્રૉમ હોય તો પછી ઍક્નેનું પ્રમાણ જેટલું હોય એનાથી ઘણું વધી જાય છે. એટલે મહkવનું છે કે ઍક્ને ટીનેજ છોકરીઓને થાય જ એમ માનીને નિã ંત ન રહેવું, પરંતુ એક વખત તપાસ કરાવીને નિદાન કરાવવું કે તેના આ ઍક્ને પાછળ આ રોગ તો જવાબદાર નથી.

ઓબેસિટી

તમે જોયું હશે કે ઘણી ટીનેજ છોકરીઓ નાની હોય ત્યારે દૂબળી જ હોય, પરંતુ અચાનક ૧૧-૧૨ વર્ષની થાય એટલે તે જાડી થ÷ જાય. ઘણી સ્ત્રીઓ પણ ૨૦-૨૫ વર્ષ સુધી એકદમ દૂબળી હોય, પરંતુ અચાનક અમુક ઉંમર પછી તે જાડી થઈ જાય. તેમની ડાયટ નૉર્મલ હોય, એક્સરસાઇઝ પણ થતી હોય; પરંતુ તો પણ વજન સરળતાથી ઊતરે નહીં. એનું કારણ એ છે કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમને કારણે જે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ થયું એને કારણે એ સ્ત્રીનું કે છોકરીનું વજન એકદમ જ વધી ગયું. આ સ્ત્રીઓ વજન ઉતારે તો તેમનો પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ ઠીક થાય અને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ ઠીક થાય તો પાછું સરળતાથી વજન ઊતરી જાય. આમ બન્ને પરિબળો એકબીજા પર ખાસ અસર કરે છે. આમ જો તમારું કે દીકરીનું વજન એકદમ વધી ગયું હોય તો શક્ય છે કે તેને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમની તકલીફ આવી હોય.

ઇન્ફર્ટિલિટી

મોટા ભાગે એવું થતું હોય છે કે સ્ત્રીને બાળક ન થતું હોય અને તે ડૉક્ટર પાસે તપાસ કરાવવા જાય ત્યારે ખબર પડે છે કે તેને વર્ષોથી પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમની તકલીફ હતી. હવે જેને વર્ષોથી આ તકલીફ છે પછી એનો ઇલાજ કરવો સરળ નથી હોતો. પછી એ સ્ત્રીને ઠીક કરવામાં પણ સમય લાગી શકે છે. ઇલાજ અઘરો પણ થઈ શકે છે. આવી સ્ત્રીઓએ પછી હૉર્મોનલ રિપ્લેસમેન્ટ થેરપી અપનાવવી પડે છે. જો શરૂઆતમાં જ નિદાન થઈ જાય તો સરળતાથી લાïઇફ-સ્ટાઇલમાં સુધાર કરીને સ્ત્રીને આ તકલીફથી દૂર કરી શકાય છે. જલદી નિદાનનું આ જ મહkવ છે. ઇન્ફર્ટિલિટીની તકલીફ પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ દૂર ન થાય ત્યાં સુધી દૂર થતી નથી. જો તમને આ રોગ હોય તો પહેલાં ઇલાજ કરાવીને પછી જ બાળકનું પ્લાનિંગ થઈ શકે છે.

પુરુષો પ્રકારની વાળ ખરવાની સમસ્યા

પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ જેવી તકલીફમાં પુરુષોની જેમ વાળ ઊગવાની સમસ્યા સામે આવે છે એ જ રીતે પુરુષોની જેમ વાળ ખરવાની સમસ્યા પણ સામે આવે છે. આ સ્ત્રીઓ, ખાસ કરીને ૪૦ વર્ષ આસપાસની જેમની ઉંમર છે, તેમને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમની તકલીફ હોય તો તેમને આ વાળ ખરવાની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. પુરુષોમાં ટાલની સમસ્યા સ્ત્રીઓ કરતાં વધુ હોય છે અને તેમની ટાલ પડવાની એક પૅટર્ન હોય છે, જેમાં બે લમણાં પાસેથી વાળ ખરતા જાય છે. ટાલની વચ્ચોવચ્ચ વાળ હોય, પરંતુ સાઇડમાંથી ખરતા ચાલે છે. સ્ત્રીઓના વાળ પણ ખરતા હોય છે, પરંતુ પૅટર્ન આવી નથી હોતી. જો તમારા વાળ પુરુષોની પૅટર્ન મુજબ ખરી રહ્યા હોય તો તમને આ રોગ હોઈ શકે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsbMG6uBi_Cxnrb6rB9i7AucV8bmzDDn%3DDfrv753ftZ1w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment