Wednesday, 26 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વજન ઉતારવાના ખાડામાં પડતાં પહેલાં જાણી લો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વજન ઉતારવાના ખાડામાં પડતાં પહેલાં જાણી લો!
વાત વિશેષઃ પરવેઝ મલિક

 

વજન ઉતારનાર પ્રોડક્ટની આ જાહેરાત ૧૦ વર્ષથી ટીવી પર બતાવવામાં આવે છે. આપણા દેશના નાગરિકોને વધારે અસર કરે એ માટે હવે વિદેશી યુવાનને બદલે ભારતીય યુવાન કે યુવતી આ જ ડાયલોગ બોલતા હોય એવી જાહેરાતો પણ જોવા મળે છે.

 

આવી જાહેરાત દેશની દરેક ભાષામાં ડબ કરીને બતાવવામાં આવે છે, કારણ કે તેનાથી જેતે પ્રોડક્ટ વેચનાર કંપનીને જબરજસ્ત નફે થઈ રહ્યો છે. એવી તે કઈ પ્રોડક્ટ વેચે છે આ કંપનીઓ? એનું નામ ગમે તે હોય, એ ફ્ટિનેસ પ્રોડક્ટ હોય છે. સોના બેલ્ટ, ફેટ રિડયુસિંગ ક્રીમ, ફેટ રિડયુસિંગ થેરાપી, દૂરના જંગલમાંથી મહાપ્રયાસે શોધી કાઢવામાં આવેલી જડીબુટ્ટીમાંથી નિષ્ણાત વિજ્ઞાાનીઓએ બનાવેલી ફેટ રિડયુસિંગ ગોળીઓ, આયુર્વેદના હજારો વર્ષ જૂના જ્ઞાાનના સહારે તૈયાર થયેલ ફેટ રિડયુસિંગ ચાટણ, ચૂર્ણ કે ટીકડી, ગણતરીના દિવસોમાં વજન ઉતારનાર આર્યુવેદિક ચા…! ગણતાં થાકી જાવ એટલી બધી પ્રોડક્ટ્સ છે અને એ બનાવનાર વિદેશી તથા દેશી કંપનીઓ પણ અપાર છે.

 

આ બધી કંપનીઓનો દાવો હોય છે કે એમની સારવારથી કશું કર્યા વગર રાતોરાત વજન ઓછું થઈ જશે. એક મહિનામાં પાંચ કિલો અને બે મહિનામાં બાર કિલો વજન ઉતરવાની ખાતરી. એમાં કરોડોની કમાણી છે એનું કારણ એ છે કે ઓબેસીટી એટલે કે મેદસ્વિતાની સમસ્યા આખી દુનિયામાં છે. આખી દુનિયામાં લોકો કોઈ જાતનો ખાસ શ્રમ કર્યા વગર વજન ઉતરતું હોય તો તરત જ અખતરો કરવા તૈયાર થઈ જાય છે. એટલે ઝડપથી વજન ઉતારવાની એક આખી ઈન્ડસ્ટ્રી ફટી નીકળી છે.

 

કોઈ એ સમજવા તૈયાર નથી કે તમારું વજન કંઈ એક-બે મહિનામાં કે છ મહિનામાં નથી વધ્યું. વજન વધતાં બે-પાંચ વર્ષ ઓછામાં ઓછા લાગ્યા છે. એને ઓછું કરવું હોય તો બે-પાંચ વર્ષ બેઠાડંુ જીવન છોડીને નિયમિત રીતે ચાલવાનું, ખેંચવાનું અને ધક્કો મારવાની કસરતો કરતા રહેવી પડે. પાંચ વર્ષનું વધેલું વજન પાંચ વર્ષે જ ઉતરી શકે અને દસ વર્ષનું વધેલું વજન દસ વર્ષે જ ઉતરી શકે. એમાં શોર્ટકટ ન ચાલે. શોર્ટકટ વાપરીને એથી વહેલું ઉતારવાનો પ્રયાસ કરો તો શરીરને નુકસાન થાય થાય ને થાય જ!

 

માત્ર બેસી રહીને વજન ન ઉતરે એ હકીકત જે લોકો જાણે છે એમના માટે ઠેર ઠેર ફ્ટિનેસ સેન્ટર કે જિમ ફ્ૂટી નીકળ્યા છે. દરેક જિમ પર સિક્સ કે એઈટ પેક્સ ધરાવતા કોઈ મોડેલ કે હીરોનો વિશાળ ફેટો લગાવવામાં આવે છે અને સાથે લખ્યું હોય છે, લેટેસ્ટ ફ્ટિનેસ સાધનો અને તાલીમ પામેલા અનુભવી ટ્રેઈનરોની મદદથી તમારું વજન ખાતરીથી ઘટાડો અને સુંદર ફ્ગિર મેળવો, ગણતરીના દિવસોમાં. એ લોકો કહેતા નથી કે ભાઈ, દરેકના જેનેટિક વારસા પ્રમાણે શરીરનો આકાર બની શકે.

 

સલમાન ખાન જેવું શરીર શાહરૂખ ખાનનું ન બને અને અક્ષયકુમાર જેવું ફીગર અજય દેવગનનું ન બને. બનાવવું પણ ન જોઈએ. જિમ અને ફ્ટિનેસ સેન્ટરો શરૂઆતમાં સ્નાયુઓ સરસ ખડતલ બનાવી શકે. પરંતુ પછી બાયસેપ્સ કે ટ્રાયસેપ્સ મનપસંદ આકારના કરવા મથો તો એ ન થઈ શકે. જિમવાળાને ફ્રિયાદ કરો તો એ કહે છે કે એ માટે ચોક્કસ દવાઓ લેવી પડશે. આ દવાઓ પ્રોટીન સપ્લીમેન્ટ, ગ્રોથ હોર્મોન કે સ્ટીરોઈડ કોઈપણ જાતની હોઈ શકે. કોઈપણ જાતની હોય એ શરીરને લાંબાગાળે નુકસાન જ કરે છે. સમજવાની વાત એ છે કે આપણું શરીર ખડતલ બને, સ્નાયુઓ કાર્યક્ષમ રહે, પાચન સરસ રહે એવી કસરતો રોજેરોજ અડધો કે એક કલાક કરવાથી આપણું કામ ચાલી જાય! સિક્સ પેક્સની શી જરૂર? પેટ ન વધે એટલે બસ!

 

યુવતીઓ હિરોઈનોને જોઈને એમના જેવું આકર્ષક ફીગર મેળવવા મથે છે. પણ એમને કે આપણને ખબર જ નથી કે આરોગ્યની રીતે કમનીય દેખાતી કાયા ધરાવતી હિરોઈનોનું શરીર કુપોષિત હોય છે. સ્વસ્થ રહેવા માટે હોવું જોઈએ એના કરતાં ૨૩ ટકા ઓછા સ્નાયુ, લોહી, કાર્યક્ષમતા ધરાવે છે. આ હિરોઈનો ગર્ભધારણ પણ કરી શકતી નથી, કરે તો પ્રસવ ખૂબ જોખમી બને છે. એટલે જ ઝીરો ફીગર ધરાવનાર હિરોઈનોએ બાળક મેળવવા માટે પહેલાં શરીર વધારીને મજબૂત બનવું પડે છે, નહીંતર સરોગેટ બાળક મેળવવું પડે છે. પોતાનો સુખી ઘરસંસાર વસાવી નોકરી, વ્યવસાય સાથે પરિવારની સંભાળ લેવા માગતી મહિલાઓ માટે હિરોઈન જેવું ફીગર મેળવવું જોખમી છે, બિનજરૂરી છે.

 

જાહેરાતો તો તમને સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બનવા ઉશ્કેરતી રહેશે. કારણ કે તમે એમના જેવા બનવા નીકળો તો એમનો ધંધો ચાલવાનો છે. એમાંથી કોઈ તમને એ સત્ય નહીં કહે કે સલમાન ખાન કે ઐશ્વર્યા રાય કે એવા કોઈપણ હીરો-હિરોઈન તંદુરસ્ત વ્યક્તિઓ નથી.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os%2BgK%3DfotCmZ23b00bYAkpQDx7b76qyjg%2BTSLnNfS3h6w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment