Wednesday, 5 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અસ્તિત્વ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અસ્તિત્વ!
સ્પર્ધકની કૃતિ-પ્રીતિ શાહ (નવસારી)

જે અરુણ ઑફિસેથી વહેલો આવી ગયો. પોતે ખૂબ ખુશ હતો ઘરમાં પ્રવેશતા જ પત્નીના નામની બૂમ પાડતો રસોડામાં જતો રહ્યો. આશા સાંજના ભોજનની પૂર્વ તૈયારી કરતી હતી. અરુણ આશાને ભેટી પડતા , હું ખૂબ ખુશ છું મને પ્રમોશન મળ્યું છે, આજે આપણે બધા બહાર ડિનર કરીશું. ત્યાં જ તેમની પાંચ વર્ષની દીકરી ઇશા આવી. પપ્પાને આવી ગયેલા જોઇ હસતી હસતી પાપા કહી વળગી પડી. અરુણને પણ દિકરી ખૂબ વ્હાલી હતી. ઇશાને ઊંચકીને વ્હાલ કરતાં બોલ્યો,'મારી દીકરી મારા માટે લક્કી છે, મારો જીવ છે.'

 

સોફા ઉપર ચાનો કપ આપતાં આશા શરમાતાં બોલી:'મારે પણ તમને ગુડ ન્યૂઝ આપવાના છે' કહીં નીચે જોઇ ગઇ. ઇશાને સોફા ઉપર બેસાડી અરુણ આશાનો હાથ પકડતા શું વાત કરે છે! સાચે?, કહી ભેટી પડ્યો ઇશા પપ્પા મમ્મીને જોઇ રહી. બન્ને ઇશા પાસે આવીને બેઠાં. અરુણ દીકરીને રમાડતાં બોલ્યો,'દિકુ જ્લ્દીથી હવે તારી સાથે રમવા માટે ભઇલું આવશે. પછી તું ને ભઇલું ખૂબ મજા કરજો.' આ સાંભળી ઇશા ખુશ થતી સામે રહેતી બહેનપણીને કહેવા દોડતી પહોંચી ગઇ.

 

સુમી, હવે મારો પણ ભાઇ આવવાનો છે તારા ભાઇ જેવો જ, પછી હું એની સાથે રમીશ. સુમી થોડી ઉદાસ બેઠી હતી, ઇશાને કોઇ જવાબ ન આપ્યો. ઇશાએ પૂછ્યું શું થયું, તો રડતા રડતા બોલવા લાગી, હવે મારા પપ્પા મમ્મી મને પ્રેમ નથી કરતા એ લોકોને તો ભાઇ જ વ્હાલો છે હું નહીં. આ સાંભળતા ઇશાને પણ થયું ભાઇ આવતાં મારા પપ્પા મમ્મી પણ મને પ્રેમ નહીં કરે તો? આ વિચારે ફરી દોડી ને ઘેર ગઇ. મમ્મી ડિનર માટે જવા તૈયાર થઇ રહી હતી. પપ્પા સોફા ઉપર બેઠાં ટી.વી. જોતાં, ચાલ દિકુ તૈયાર થઇ જા. તારું રેડ ફ્રોક મમ્મીએ કાઢ્યું છે કહી પાસે બોલાવી. ઇશા ઉદાસ હતી શું થયું બેટા? તારે પીત્ઝા નથી ખાવા ? કહી લાડ લડાવતા અરુણે ઇશાને તૈયાર કરવાં પાસે ખેંચી. ઇશા પાસે આવી રડવા લાગી અરુણ સમજી ન શક્યો શું થયું! ધીમેથી ઇશા બોલી પપ્પા મારે ભાઇ નથી જોઇતો. આ સાંભળતા અરુણ ચમકી ગયો. તેને સમજાવવાં ખોળામાં બેસાડી વહાલ કરતાં ભાઇ કેમ નથી જોઇતો! પૂંછવા લાગ્યો. તો ઇશા બાળ સહજ મનમાં ચાલતા વિચારો કહેવા લાગી ભાઇ આવી જતાં તમે મને પ્રેમ નહીં કરો પછી બધું તમે લોકો ભાઇને જ આપી દેશો કહીં રડવા લાગી. અરુણ ખૂબ પ્રેમથી પપ્પી કરતાં સમજાવવા લાગ્યો. તું મોટી બહેન બનશે એટલે તું કહેશે તેમ ભાઇ કરશે. અને તારું બધું કામ પણ કરશે. અને તું તો મારી લક્કી ગર્લ છો માટે સૌથી વધુ તો અમે લોકો તને જ પ્રેમ કરશું. આ વાત સાંભળી સાચે? કહી ઇશા પપ્પાને ગળે વળગી ગઇ.

 

રોજ નવા સવાલોમાં ને સવાલોમાં ઇશાના ઘરે ભાઇનો જન્મ થયો. બધાં જ ખૂબ ખુશ હતાં. ઇશા પણ ભાઇને જોઇ ખૂબ આનંદમાં આવી ગઇ. સમય જતાં ઇશાના મગજમાં હું મોટી છું પપ્પા અને મમ્મી ઉપર મારો હક્ક સૌથી વધુ, મને જ પ્રેમ કરવાનો બધું મને જ પહેલા આપવાનું આ બધી વાતો ઘર કરતી ગઇ અને નાની વાતોમાં જીદ્દ કરતી. અરુણ, ઇશા હજી નાની છે સમજી એની બધી જીદ્દ પૂરી કરતો રહેતો. આમ ને આમ ઇશા બાર વર્ષની થઇ ગઇ. અને એનો ભાઇ શિવ છ વર્ષનો થયો. હવે ઇશા મોટી થઇ હતી માટે અરુણ-આશા બધી જીદ્દ પૂરી કરતા નહીં જેથી રિસાય જતી.

 

શિવ નાનો, સમજે નહીં એટલે બેન કહી પાછળ પાછળ ફરતો રહેતો પણ ઇશા વાત કરતી નહીં. આ જોઇ આશા રોજનો ઠપકો આપતી, 'મોટી છે પણ સમજતી નથી.' આ મમ્મીના ગુસ્સાને પોતાના માટેના ઓછા પ્રેમમાં ગણતી રહી અને મનોમન ભાઇ પ્રત્યે ચીડ વધારતી ગઇ. મમ્મી કોઇક વાર શિવ માટે સારું બોલે તે પણ સહન કરી શકતી નહીં. ભાઇ આવ્યો ત્યારથી પપ્પા-મમ્મી બદલાઇ ગયાં. તેમાં પણ મમ્મી પ્રત્યે તો ઘણી ગુસ્સે રહેતી. ભાઇ વહાલો લાગવાને બદલે પોતાનું ઘરમાં અસ્તિત્વ, સ્થાન, મહત્ત્વ છીનવી લેનારો લાગવા લાગ્યો. પપ્પા-મમ્મી માટે પોતે શિવ કરતાં ઓછી મહત્ત્વની છે એમ સમજતી થઇ ગઇ.

 

શિવ સાથે રોજ ખરાબ વર્તન કરતા અરુણ અને આશા આજે બંને જ ગુસ્સામાં ઇશાને ખીજવાયાં.

 

'હવે મોટી થઇ વાત સમજવી જોઇએ. નાના ભાઇને સાચવવાને બદલે કાયમ રડાવે છે. કહી બોલ્યાં, 'જે ઇશા સહન ના કરી શકી. એ પણ ગુસ્સામાં રડતી જાય ને પોતે હવે કામની નથી. શિવ આવ્યો એટલે હું ખરાબ બની ગઇ. મમ્મી બધું શિવને જ વધારે આપે, પપ્પા પણ શિવનું કહેલું કરે મને જ શિવને કારણે ખીજવાયાં કરે કરીને રૂમમાં બારણું બંધ કરીને બેસી ગઇ.

 

અરુણ અને આશા ઇશાના આ વર્તનથી ચિંતામાં પડી ગયાં. મોટી થતી દીકરીની આવી જીદ્દ અને ખોટા વિચારો કેમ બદલવા તે અંગે કોઇક ડૉક્ટરની સલાહ લેવાનું વિચારતાં હતાં, પણ કોઇક કારણોસર આજકલ થયા કરતું હતું. કાળને કંઇક અલગ જ મંજૂર હતું.

 

થોડા દિવસ વીતી ગયા. ઇશા સ્કૂલેથી ઘરે આવી ત્યારે કંઇક અલગ જ વર્તન તેનું હતું. આજે તેણે સામેથી શિવને બોલાવ્યો, પોતાની પાસે ચોકલેટ હતી તે આપી.

 

ઇશા : 'મમ્મી મારું ને ભઇલુંનું દૂધ આપ અમે બંને સાથે પી લઇશું.'

મમ્મી આનંદમાં આવી ગઇ ને,' વાહ મારી ઢીંગલી' કહેતી પપ્પી કરીને બંનેનું દૂધ આપ્યું.

 

ઇશા 'ભઇલું!' કહી પાસે બોલાવી ટીવી જોતા જોતા બંને દૂધ પીવા લાગ્યાં.

 

હવે ઇશા ભાઇને સમજતી થઇ. બંને હવે સાથે રમશે ચિંતા ઓછી થશે વિચારતી રસોઇની તૈયારીમાં લાગી ગઇ. શિવને પણ બેન સાથે રમવાની મજા આવી. મમ્મી હું ભાઇ સાથે રમવા જાઉં કહી ઇશા શિવને પોતાના બિલ્ડિંગની અગાસી ઉપર લઇ ગઇ. શિવને કોઇ જ સમજ હતી નહીં તે તો બહેન કહે તેમ બોલ રમવા લાગ્યો. જાણીજોઇને ઇશાએ બોલ પાળની ધાર તરફ નાંખ્યો. પાળનો ભાગ તૂટેલો હતો. શિવ દોડીને બોલ તરફ ગયો અને પગ લપસતા બહારની તરફ ફેંકાયો આ જોઇ ઇશા મનોમન વિચારવા લાગી ભાઇથી છુટકારો મળી જશે. અગાસીની પાળનો સળિયો પકડી શિવ ટીંગાઇ ગયો બેન બેન કહી રડતા રડતા બૂમ પાડવા લાગ્યો. શિવની ચીસ મોટી થતી ગઇ. આ ચીસ સાંભળતા ઇશાના મગજમાં અચાનક ભાઇ પ્રત્યેનો પ્રેમ-લગાવ જન્મી ગયો અને ભાઇને બચાવવા દોડી. પોતાનો હાથ આપીને શિવને ઉપર ખેંચવાનો પ્રયત્ન કરવા લાગી. બાળકોની ચીસ સાંભળતા બિલ્ડિંગમાં લોકો ભેગા થઇ ગયા. બૂમાબૂમ સાંભળીને આશા પણ બહાર આવી પોતાના બાળકોને ટીંગાયેલા જોઇ બૂમો પાડવા લાગી. શિવ બહેનનો હાથ પકડીને ઉપર આવી ગયો. શિવને દૂર ખસેડી ઇશા ઊભી થવા ગઇ પરંતુ ઊંચાઇ પરથી નીચે નજર પડતાં પોતાનું બેલેન્સ ગુમાવી બેઠી. લિફ્ટ બંધ હોવાથી બિલ્ડિંગના સભ્યો ઉપર આવતાં સુધીમાં ઇશા નીચે પટકાઇ 'શિવ,' બેન' કહી બૂમ પાડતો રહ્યો ને ઇશા લોહીના ખાબોચિયામાં પટકાઇ ગઇ. આશા દીકરીને નીચે પડતાં જોઇ બેભાન થઇ ગઇ.

 

બન્નેને હોસ્પિટલમાં લઇ જતા ઇશાએ રસ્તામાં જ પ્રાણ છોડી દીધા, છેલ્લી જે ક્ષણો હતી તેમાં ફક્ત ને ફક્ત તે પોતાના ભાઇનો જ હાથ પકડીને જોતી રહી, ને ભાઇલો ભાઇલો બોલી શકી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvvxfhcU4TaQuCckG-BF_GG6U70ojt5MO0QVHAikateug%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment