સવાલ: બહેન મારે એક પાંચ વર્ષની બેબી અને દોઢ વર્ષનો બાબો છે. આમ તો બંને સ્વસ્થ છે. કોઈ ગંભીર બીમારી આજ સુધી નથી, પણ પ્રોબ્લેમ એ છે કે બંનેને ટી.વી. જોવાની ભયંકર આદત છે. મોટી દીકરીને લીધે નાનો બાબો પણ થોડીવાર સુધ્ધાં ટીવી વગર રહી નથી શકતો. આખો દિવસ બંને જાગતા હોય ત્યાં સુધી બસ કાર્ટૂન જ જોવાતું હોય ઘરમાં. ક્યારેક કંટાળું છું હું ટીવીના અવાજથી. શું કરવું આ ટી.વી.ની લત છોડાવવા?
આ ઉલઝન સુલઝાવો એ પહેલા તમારે પોતાનામાં ડોકિયું કરવાનું કે તમારાં ઘરકામની હાયવોયમાં તમે મોટી દીકરીને ટી.વી. ચાલુ કરી સામે નહોતા બેસાડી દેતા ને? જેથી એ તમને ઘરકામમાં ડિસ્ટર્બ ના કરે? તમારાં બાળકો ટી.વી.ને ચોવીસ કલાક ચીટકી ના બેસે તેવું તમે ઈચ્છતા હોવ તો તમારે જ તેમના માટે રોલ મોડલ બનવું પડશે. બાળકોને સમજાવો કે આખો દિવસ ટી.વી. જોવાથી નુકસાન થઈ શકે છે માટે હવે આપણે બધા ચોક્કસ સમયે જ ટી.વી. ચાલુ રાખીશું. તેમની સાથે નિશ્ર્ચિત એકાદ બે કલાક સાંજે ટી.વી. જોવાનું નક્કી કરો. તમારે મોટી બેબીને જ વિશ્ર્વાસમાં લેવાની. દીકરો નાનો છે તે એ જ કરશે જે બેબી કહેશે. ટી.વી.ના નિશ્ર્ચિત એકબે કલાકમાં તમે બીજું કંઈ જ કામ ના કરો. પ્રોગ્રામમાં ફોક્સ્ડ રહો. તેમાં આવતી સારી બાબતો વિશે ચર્ચા કરો બાળકી સાથે. એક-બે કલાકમાં પણ 15 મિનિટ કાર્ટૂન માટે ફાળવી તમે ડિસ્કવરી કે એનિમલ પ્લાનટેમાં આવતા વિવિધ કાર્યક્રમો તમની સાથે જુઓ. તેમને પણ મઝા આવશે. રવિવારના દિવસે શક્ય હોય તો, થોડાક અઠવાડિયા નિયમિતપણે ઘરબહાર ફરવા લઈ જાવ બાળકોને. ફરવા એટલે માત્ર મૉલ, મુવી નહિ, બાગ-બગીચામાં ફરવા જાવ તેમને ગમે તેવા હિંચકા-લપસણી હોય તેવા પાર્કમાં જઈ શકો. આમ કરવાનું મોટું કારણ એ કે તમારે તેમને ટી.વી.થી દૂર કરવા હશે તો તે બંનેને એવી કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવા પડશે કે તેઓ થાકી જાય. રવિવારની રજાની મજા વિશે તેઓ આખું અઠવાડિયું વાતો કરી શકે તેવો મસાલો તમારે તેમને આપવો પડશે. તેમની ઉંમર ખૂબ નાની છે. ચંચળતા તેમને એક જગ્યાએ જંપવા ન દે તે સ્વાભાવિક છે. માટે તેમને વિવિધ પ્રવૃત્તિઓમાં મશગૂલ રાખવા પડશે તમારે. બંનેને જો કોઈ ઈતર પ્રવૃત્તિમાં રસ હોય તો તેના માટે તમે ઘરમાં જ જાતે કંઈક શીખવાડી શકો. જેથી આગળ જતાં તેમને માટે પદ્ધતિસરની ટ્રેનિંગ અપાવી શકો. આસપાસ રહેતા તેમનાં હમઉમ્ર બાળકોનું એક ગ્રુપ બનાવી દર બે -ત્રણ દિવસે બધાને એકઠાં કરી રમવા દો. આ માટે અન્ય બાળકોનાં પાલકની મદદ લઈ તમે દર પખવાડિયે કે અઠવાડિયે બાળકો સાથે પિકનિક પ્લાનિંગ કરી શકો. ઈન્ડોર રમત પણ તેમને બતાવો - સમજાવો - રમાડો. સારાં મુવી આવ્યા હોય તો ક્યારેક તે પણ બતાવી શકાય થિયેટરમાં જઈને. આ બધા ઉપરાંત તમે તમારી રીતે બંને બાળકોની પ્રકૃતિ જાણી વિવિધ ઉપાય અજમાવવા વિચારો. સૌથી મહત્ત્વની વાત એ કે તમે બાળકીને વાંચન માટે પ્રેરિત કરો. તે કોઈ પ્લેગ્રુપમાં જાય છે? ત્યાંથી અને ના જતી હોય તો બજારમાં જઈ નાનાં નાનાં બાળકો માટે મળતી બુક્સ જુઓ. તમારાં બંને બાળકોની કલ્પનાને રંગબેરંગી પુસ્તકોની દુનિયા બતાવો. વિવિધ ચિત્રસભર પુસ્તકો વસાવો અને આસપાસ લાઈબ્રેરી હોય તો તેની મુલાકાત લો. તમે પણ રોજ નિશ્ર્ચિત સમયે તેમની સામે તમને ગમે તેવું પુસ્તક લઈ વાંચવા બેસી જ જાવ. રોજ નક્કી કરેલું પુસ્તક ન વાંચે તો ટી.વી. જોવાના બે કલાકમાં દસ મિનિટનો કાપ મૂકવાનો. આમ જબરદસ્તી કરવી પડે તો પણ તે કરો, પણ એકદમ પ્રેમથી. વિશ્ર્વાસ રાખજો કે આમ કરવાથી ભલે તમારાં એકાદ-બે અઠવાડિયા માનસિક કલેશમાં જાય, પરંતુ આખી જિંદગીની નિરાંત થઈ જશે તમારે, જો તેઓ વાંચન તરફ વળી જશે તો. વીશ યુ બેસ્ટ લક. ---------------------------------------------- વારંવાર ગર્ભનિરોધક ગોળી લેવાથી નુકસાન તો નહિ થાયને? સૌ પ્રથમ તો તમારે એક વાત નોંધી રાખવાની કે આઈપીલ આવી રીતે વારંવાર વાપરવાની ગોળી નથી. તે ક્યારેક આકસ્મિક સંજોગોમાં જ લેવાની ગોળી છે, તમે શારીરિક નુકસાનનાં ખાડામાં ખુદ ભૂસકાં મારી રહ્યાં છો. અસલામત સેક્સ બાદનાં બોતેર કલાકની અંદર લેવાતી આઈપીલ તમને ગર્ભધારણથી સુરક્ષા આપે છે તે નક્કી, પરંતુ તેનો આમ આડેધડ ઉપયોગ ના જ કરાય. તમારા પતિને સમજાવો કે આ નિયમિત ઉપયોગ કરવાની પીલ્સ નથી. ગર્ભધારણથી બચવા માટે બીજા અનેક સફળ અને સલામત રસ્તાઓ છે. એક વાર બંને જણા કોઈ ગાયનેકોલોજિસ્ટ પાસે જઈ આવો અને તે અંગે બધી જ જાણકારી મેળવો. દર મહિને અમુક દિવસ લેવાની ગર્ભનિરોધક ગોળીઓ કે દર ત્રણ મહિને લેવાતું ગર્ભનિરોધક ઈંજેક્શન હોય છે. તેનાથી આપ બંને સુખી અને નચિંત લગ્નજીવન ભોગવી શકો છો. જ્યાં સુધી તમે બંને બાળક માટે માનસિક રીતે તૈયાર ન હોવ ત્યાં સુધી. હાલના સંજોગોમાં જેટલું બને તેટલું જલદી તમારા પતિને વાત કરીને વિશ્ર્વાસમાં લો કે તમે જે કરી રહ્યા છો તે ગર્ભધારણ રોકવાનો ખોટો રસ્તો છે. આઈપીલનો આ રીતનો નિયમિત ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ઘણો જ જોખમી છે. તમારી વાત એ ના માને તો તમે ચોખ્ખા શબ્દોમાં જણાવી દો કે આજ પછી હું કદી આઈપીલ નહીં લઉં, તમે કૉન્ડમ પહેરો કે ના પહેરો અને આ સ્થિતિનું નિવારણ એક જ છે, શક્ય તેટલાં જલદી ગાયનેકને મળવું. વીશ યુ હેલ્થી મેરીડ લાઈફ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvMNS5VD%3D8-63mKQax1mZaAKcrzCT-kaE60_RnLEAbLvg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment