Monday, 3 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સેક્સથી કંટાળેલા લોકો માટે નવો વિકલ્પ: સુપરસેક્સ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સેક્સથી કંટાળેલા લોકો માટે નવો વિકલ્પ: સુપરસેક્સ!
મોન્ટાજ-અભિમન્યુ મોદી

 

 

 

હિટ ફિલ્મને સુપરહિટ થવું હોય, ટીવી ઉપર ઉડતા માણસને જોઈને બધાને સુપરમેન થવું હોય, મોડેલને સુપરમોડેલ થવું હોય તો કોઈ પણ દેશને સુપર કમ્પ્યુટર બનાવવા હોય, પ્રધાનસેવકને સુપરપાવર જોઈતો હોય તો અલૌકિક શક્તિને સુપરનેચરલ કહેવાતી હોય તો સેક્સ માટેનું નવું લક્ષ્ય સુપરસેક્સ કેમ નહિ? કોઈ પણ પ્રવૃત્તિ રોજિંદી ઘટમાળનો એક ભાગ બની જાય પછી તેમાંથી ઉત્તેજનાનું તત્ત્વ ધીમે ધીમે ઓસરી જતું હોય છે. એક્સાઈટમેન્ટને બદલે ફક્ત જરૂરિયાત બચતી હોય છે.

 

સેક્સના સંદર્ભમાં તો લગભગ બધાએ આવું અનુભવ્યું હોય છે, અલબત્ત એક ચોક્કસ ઉમરે પહોંચ્યા પછી. માટે કેટલાક 'શોખીનોએ' આઉટ ઓફ ધ બોક્સ વિચાર્યું અને સુપરસેક્સ તરફ આગળ વધ્યા. આ લાગે નવીન અને મજાનું, પણ માણસો આના દ્વારા માનવજાતને એક અસાધ્ય ઉપરાંત જોખમી વળગણની દિશા બતાવી રહ્યા છે.

 

સુપરસેક્સ એવો કોઈ શબ્દ પ્રચલિત નથી. પરંતુ સેક્સ દ્વારા આનંદની પરાકાષ્ઠાઓની ઊંચાઈ વધારવા માટે અવનવા નુસખા કરવામાં આવે છે અને તે નુસખા દ્વારા જે અલ્ટીમેટ પ્લેઝર મેળવવાની પ્રક્રિયાને સુપરસેક્સ કહી શકાય.

 

પહેલાના જમાનામાં સેક્સમાં વધુ રોમાંચ ભેળવવા માટે અને શરીરમાં શક્તિનો વધુ સંચાર કરવા માટે ઘણાં પેતરા અજમાવવામાં આવતા. શિલાજિતના અસલી છોડ મેળવવા માટે હિમાલય સુધી યાત્રાઓ થતી. સંપૂર્ણ નગ્નાવસ્થામાં સૂર્યસ્નાનથી લઇને ચિત્રવિચિત્ર વનસ્પતિઓના ઉકાળા પીવામાં આવતા.

 

વિદેશોથી જડીબુટ્ટીઓ મંગાવવામાં આવતી. ભારતના એક રાજાને કોઈએ એના મનમાં ઠસાવી દીધેલું કે હીરાનો લોટ લેવાથી શારીરિક ઊર્જામાં વધારો થાય છે. તો એ મહાશયે એટલે કે રાજાએ અનાજ દળવાની ઘંટીમાં કરોડોની કીમતના હીરાઓ દળાવ્યા હતા અને તે 'લોટ' આરોગ્યો પણ હતો. તેનાથી શું સેક્સ-પાવર વધ્યો? ઓફ કોર્સ નહિ, રાજા સીધા મોતને ભેટ્યા. તે પ્રજાવત્સલ રાજા હતા માટે પ્રજા પણ થોડી દુખી થઇ હશે. (જનાનખાનાની સ્ત્રીઓ વિષે ખ્યાલ નથી)...

 

સેક્સનો આનંદ વધારવા માટે જૂના જમાનામાં થતી આ બધી પેતરાબાજીઓ હવે નિર્દોષ ગણાય એવું બધું અત્યારના સમયમાં થઇ રહ્યું છે. સેક્સમાં કુદરતી રીતે અનુભવાતી ચરમસીમા સાવ નાની લાગે એ કક્ષાએ પહોંચવા માટે એક આખી કોમ્યુનિટી છેલ્લા કેટલાય વર્ષોથી મથી રહી છે. રૂટિન ભાષામાં તેઓને 'ગ્રીન્ડર' કહેવાય છે. તેઓ બોડી મોડિફિકેશન કરે છે. પોતાના શરીર સાથે એવી છેડખાની કરે કે તેનો આકાર બદલાય, તેનું કામ બદલાય અને સેક્સનો વધુ આનંદ મળે.

 

ટેટૂ ત્રોફાવવા અને કાન-નાક-ડૂટી વીંધવવાના શોખ કરતાં આ લોકો ક્યાંય આગળ છે કારણ કે આ લોકો શરીરના ભાગોનો દેખાવ જ નહિ પણ તેની સાઈઝ અને શેપ બંને બદલી નાખે છે, તે પણ કાયમ માટે. તેઓ જે કરી રહ્યા છે તેના માટે ટર્મ છે, બાયોહેકિંગ. કમ્પ્યુટરને બદલે પોતાના શરીર ઉપર હેકિંગ કરવાનું. કોઈને આ વિકૃતિ લાગી શકે, પણ તેઓની જિંદગી હવે આ જ થઇ ગઈ છે.

 

બોડી મોડિંગની દુનિયામાં સૌથી પહેલા એક કપલનું નામ આવે. તે પતિ-પત્ની છે, પણ તે બંનેનો ફોટો જોતા બાળકો કદાચ ડરી જાય. સમ્પા વોન સાયબોર્ગ અને તેની પત્ની એનેટા વોન સાયબોર્ગ. બાયોહેકિંગમાં વર્તમાન ટેકનોલોજી સ્તર પર જેટલું પણ શક્ય હોય તે બધું આ બંનેએ કરાવી લીધું છે. શરીર પર ઠેકઠેકાણે ધાતુના નાના ગોળા કે નાના પાર્ટ ફિક્સ કરાવી દીધા છે જેને સરફેસ બાર કહેવાય. કાનનો આકાર બદલાવી નાખ્યો છે, કાનનો ઉપરનો ભાગ વધુ અણીદાર બનાવ્યો.

 

આઘાત લાગી શકે કે તે બંનેએ તેની જીભ સાપની જીભ જેવી ફાંટાદાર કરાવી નાખી છે. પણ ચિંતામાં મૂકે એવો ફેરફાર એ છે કે તે બંનેના શરીરની અંદર મેગ્નેટિક ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે. એનેટાના પેટ નીચે જે મેગ્નેટ છે તેને કારણે ઘરના પંખામાંથી આવતી ધ્રુજારીથી પણ આનંદ મળી શકે. ગાડી ચાલુ થાય કે સંગીત વાગે તો પણ તેને સેક્સ્યુઅલ પ્લેઝર મળતું રહે. ડિસ્કોથેકના મોટા સ્પીકર તો ઓર્ગેઝમ પણ અપાવી શકે. એ પોતાની જાતને 'પેઈન લવર' ગણાવે છે. સેક્સમાંથી મળતું દર્દ તેને ગમે છે!

 

આ હસબન્ડ-વાઈફના શરીર આ હદે બદલાવનાર માણસનું નામ સ્ટીવ હેવર્થ. બંનેના કાનમાં મેગ્નેટિક સ્પીકર પણ મૂક્યા અને ચામડી નીચે અમુક ઈમ્પ્લાન્ટ પણ નાખ્યા. તેને બોડી મોડિફિકેશનની દુનિયાનો જાવેદ હબીબ કહી શકાય. આખી દુનિયા ફરે છે, કરોડોના ખર્ચે બોડી મોડિંગ કરી આપે છે અને બાયોહેકિંગના સેમિનાર પણ લે છે.

 

ટૂંકમાં, પરોક્ષ રીતે સેક્સનો આનંદ વધારવા માટે પોતાના શરીર સાથે છેડછાડ કરવા માટે તે લોકોને પ્રોત્સાહિત કરે છે. હેવર્થ પોતાને જીવતા માનવશરીરનો શિલ્પી ગણાવે છે. તેની ઉપર ઘણી ડોકયુમેન્ટરી બની ગઈ છે અને તે અમુક ટેલિવિઝન શોમાં પણ આવી ગયો છે.

 

આ ઇન્ડસ્ટ્રી સાથે ઘણાં લોકો જોડાયેલા છે. પોતાના શરીરમાં આવા કાયમી (અને જોખમી) ફેરફારો કરાવવા આવનાર લોકોની સંખ્યા જરાય ઓછી નથી, ભલે આપણી આસપાસ એવા કોઈ ન દેખાય. ટેટૂ જેમ હવે સામાન્ય થઇ ગયા છે તેમ બોડી મોડિફિકેશન પણ આ લોકોને કોમન બનાવવું છે અને તેના માટે જુદા જુદા દેશની સરકારનો સપોર્ટ પણ બેશરમ થઈને માંગી રહ્યા છે.

 

બાયોહેકિંગની વધતી જતી ખ્યાતિ જોઇને ઘણાં દેશોએ તેની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે અથવા તો તેને ગેરકાયદેસર કરવાનું વિચારી રહ્યા છે. આવા લોકો કુદરતની સામે પડ્યા છે. તેઓનું માનવું છે કે કુદરતે માનવશરીરને ઘણી મર્યાદાઓ સાથે બનાવ્યું છે, અમે તે મર્યાદાઓને ઓળંગીને સુપરબોડી બનાવી આપીએ છીએ જેથી તમે સુપરસેક્સ માણી શકો.

 

માણસ એક સમયે ડાહ્યો હતો, પછી દોઢડાહ્યો થયો હવે સુપરડાહ્યો થઇ રહ્યો છે. કુદરતનું શ્રેષ્ઠ સર્જન તેને નબળું લાગે છે. મશીનને માણસની અંદર નાખીને દરેક માણસને સાયબોર્ગ બનાવવા માંગે છે. સેક્સને લાઈફ બનાવવા માંગે છે. જિંદગીને સાવ પાતળી કરી નાખવા માંગે છે. વિકાસ આને કહેવાય?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os3UMUC4Jnpi2XUNgej_Lp1tRcNou0O%2B5gV5cMubkB1Jw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment