અમેરિકામાં અંકિતા મિશ્રાએ હિંદુ ધર્મના દેવ-દેવીના અપમાન સામે સોશિયલ મીડિયા ગજવ્યું... કોઈપણ ધર્મની હાંસી ના ઉડાવો...
ભારતમાં અંકિતા મિશ્રાએ આવો કોઈ અવાજ ઉઠાવ્યો હોત તો આપણા જ દંભી બુધ્ધિજીવીઓએ તેને જૂનવાણી અને પૂરાણ કથાની પળોજણ તરીકે ઉતારી પાડી હોત.
ન્યુયોર્કની પોશ પબના શૌચાલયની ટાઈલ્સ પર હિંદુ દેવ-દેવીઓના ચિત્રો જોઈ ભારે રોષ સાથે અંકિતા મિશ્રાએ પબના માલિકને પત્ર લખ્યો અને... અમેરિકાના સોશિયલ મીડિયામાં ભારતની યુવતી અંકિતા મિશ્રા આજકાલ તેની નિડરતા અને હિંદુ ધર્મી તરીકેની પ્રબળ લાગણી ગોરા અમેરિકનો સુધી પહોંચાડવા બદલ ભારે પ્રશંસા મેળવી રહી છે. મોટાભાગના મીડિયાએ તેના અનુભવ અને વિચારોને કવરેજ આપ્યું છે. ૧૯૭૦ના દાયકાથી તેના માતા-પિતા અમેરિકામાં સ્થાયી થયા છે અને અંકિતાનો જન્મ અને ઉછેર ત્યાં જ થયો છે. હિંદુ ધર્મનું તત્વજ્ઞાાન, તહેવારો પાછળની પૂર્વજોની દ્રષ્ટિ તેમજ વિજ્ઞાાન અને આધ્યાત્મનો બેજોડ સમન્વય તેના બ્લોગના વિષય તરીકે કેન્દ્રસ્થાને રહે છે. હિંદુ ધર્મને પૂરાણ કથાની રીતે ના મૂલવો પણ પ્રત્યેક કથાના દેવ-દેવીના સ્વરૂપને, પ્રતિકોને, વિધિ - પરંપરાના મર્મને સમજવાની તે હિમાયત કરે છે. હિંદુ ધર્મ નહીં પણ જીવન જીવવાની પધ્ધતિ છે તેને જો વિશ્વ અનુસરે તો વિશ્વ એક કુટુંબમાં ફેરવાઇ જઇ શકે તેવી તેનામાં ક્ષમતા છે. ભારત દેશ અને હિંદુ સંસ્કૃતિ પ્રત્યે અપાર ગૌરવ ધરાવતી અંકિતા ન્યુયોર્કના જેફરસન રોડ સ્થિત 'હાઉસ ઓફ યસ' નામના ખૂબ જ જાણીતા પોશ પબમાં ગત ૨૯ સપ્ટેમ્બરે ગઇ હતી. અમેરિકા અને તેની બહુરંગી પ્રજાના શ્રીમંતો, સોશ્યેલાઇટો આ પબમાં આવતા હોય છે. ભારતીયો પણ હોય જ તેમ જણાવવાની જરૂર નથી. પબમાં બધા ડી જેના તાલ પર મસ્તીથી બીયર અને મોંઘા મદ્યપાનમાં ભરેલા ગ્લાસમાં બરફના સમચોરસ ટુકડા ડૂબેલા હોય તેમ નશામાં ઓગળી રહ્યા હતા. આ દરમિયાન અંકિતા મિશ્રાને પબના શૌચાલયમાં જવાની જરૂર પડી. ડી જેના સ્ટેજની પાછળ પ્રાઇવેટ શૌચાલયમાં અંકિતા મિશ્રા શૌચાલયના કમોડ પર બેઠી ત્યાં તેના આઘાત વચ્ચે ટિસ્યુ પેપર જે ભીંત પર હતા તેની ટાઇલ્સ પર ભગવાન શંકરનું કેલેન્ડર ફોટા જેવું આર્ટ વર્ક હતું. કોઇ એબ્સર્ડ કે સંકેતાત્મક પણ નહીં આપણે મંદિરમાં રાખીએ તેવા જ મહાદેવનાં ફોટાની ટાઇલ્સ તે હતી. તેણે સામે નજર માંડી તો મહાકાળીના ચિત્રની ટાઇલ્સ. હવે ભારે રોષ અને ગ્લાની સાથે તેણે તે બેઠી હતી ત્યાંથી પાછળ ફરીને જોયું તો ગણેશજી અને અન્ય ભગવાનોની ઈમેજ ધરાવતી રંગબેરંગી ટાઇલ્સ હતી. અંકિતા તરત જ ત્યાંથી બહાર નીકળી ગઇ. જાણે મંદિરમાં ટિસ્યુ પેપર અને કમોડ મૂક્યું હોય તે રીતે શૌચાલયની ટાઇલ્સ પર હિંદુ ધર્મીઓની લાગણી ઘવાય તેમ રાધા ક્રિષ્ન, હનુમાન, વિષ્ણ-લક્ષ્મી જેવા દેવ-દેવીઓના ચિત્રો હતા. તે એ હદે ધૂંધવાયેલી હતી કે શૌચાલયમાંથી બહાર આવીને જ જોડે ઘાંટા પાડીને હિંદુ ધર્મનું આ હદે અપમાન કેમ કરો છો તેમ જણાવી મેનેજર જોડે ઝઘવાના મૂડમાં હતી. પણ તેના માતા-પિતાએ તેને આપેલી શીખ યાદ આવી કે જાહેરમાં બૂમાબૂમ કરીને આપણો મત ઉગ્રતાથી ના મૂકવો. વિદેશની ભૂમિ પર તો આવા વિવાદ ટાળવા જ. અંકિતાએ ત્યારે સંયમ વર્ત્યો. તેણે જોયું કે અહીં બધા જ નશામાં છે અને મારઝૂડમાં તેને જ સહન કરવાનંા આવશે. અંકિતાએ કબુલ્યું કે તે પણ થોડા નશામાં હોઇ તેણે પબમાંથી ભગ્ન હૃદયે ચૂપાપ ચાલતી પકડી. જો કે તેણે સીફતતાથી દેવ-દેવીઓના ચિત્રો ધરાવતી શૌચાલયની ટાઇલ્સના ફોટા મોબાઇલ કેમેરાથી પાડી લીધા હતા. અંકિતાએ સોશિયલ મીડિયા પર ફોટા સાથે આ બાબતની પોસ્ટ મૂકી. પુષ્કળ 'લાઇક' અને 'કોમેન્ટ' મળી પણ કોઇએ એવો સૂર વ્યક્ત ના કર્યો કે 'ચાલો બધા ભેગા થઇને વિરોધ વ્યક્ત કરીએ.' બાય ધ વે... ભારતમાં આવો વિરોધ શાંતિથી કરીએ તો આપણા જ બુધ્ધિજીવીઓ આપણને અસમાજિક તત્વો અને અસહિષ્ણુ તરીકે ન્યૂઝ ટીવી ચર્ચામાં ખપાવી દે. જો કોઇ આવા નિરીક્ષણ બાદ હિંદુ ધર્મી તરીકે લાગણી દૂભાઇ છે તેવો લેખ લખે કે સેલિબ્રીટી માની લો ટ્વિટ કરે તો પણ તેના પર જૂૂનવાણી, પછાત અને સંકુચિત માનસિકતા તરીકે મેટ્રો જગત સ્ટેમ્પ લગાવી દેતું હોય છે. અંકિતા આવું દંભી વ્યક્તિત્વ નથી ધરાવતી. તેણે શાંત ચિત્તે વિચાર્યું કે આ પ્રતિષ્ઠિત પબના શૌચાલયમાંથી હિંદુ દેવ દેવીના ટાઇલ્સથી તેની લાગણી દૂભાઇ છે અને બેચેની બદલ તેની ઉંઘ હરામ થઈ ગઈ છે તે રોષ તો પબના માલિકને પહોચાડવો જ જોઈએ. અંકિતાએ પબના ઈમેઈલ એડ્રેસ પર સંસ્કારી શૈલીને જાળવીને આબાદ રીતે ઉધડો લીધો. અંકિતાએ ઈમેઈલમાં લખ્યું હતું કે 'તમે તમારા હલકા સ્તરની માનસિકતા સાથે બીજા ધર્મનું અપમાન કરી તે ધર્મીઓના અનુયાયીની લાગણીને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી ધરાવતા. તમે તમારા દેશના માલિક હો અને અન્ય ધર્મીઓ તમારા ગુલામ કે તાબા હેઠળ છે તેવી માનસિકતામાંથી બહાર આવો. વિકૃત હરકતો ના અપનાવો. અમારી સંસ્કૃતિ અંગેના તમે ઈચ્છો તેવા તારણો કાઢી ના શકો. અવર કલ્ચર ઈઝ નોટ અ ટિકિટ ટુ યોર સેલ્ફ-ડિસ્કવરી. અમે સૂંઘેલું ફૂલ પણ ભગવાનને નથી ચઢાવતા તેમજ પગરખાં પહેરીને મંદિરે પણ નથી જતા ત્યારે તમે શૌચાલયમાં અમારા દેવ દેવીઓના ચિત્રો મુકીની કયા પ્રકારનો વિકૃત આનંદ મેળવો છો. ખરેખર તો તમે અમારા યોગાને લાયક બની શકો એટલે અમારે તેમાં ફેરફાર કરવા પડયા છે. બાકી તમે તે માટે પણ ગેરલાયક ઠરો. અમારી સંસ્કૃતિ ગોરી સંસ્કૃતિના શણગાર તરીકે શૌચાલયમાં સ્થાન પામે કે શ્રીમંતો અને પ્રભાવી હસ્તીઓના મેળાવડામાં કે ક્લબમાં હાંસીનો વિષય બને તે ચલાવી ના લેવાય.' અંકિતાએ ઈમેઈલના અંતે લખ્યું કે મારા માતા-પિતાને આવો અનુભવ થયો હોય તો તેઓએ ડરને વશ મૌન ધારણ કર્યું હતો પણ હું તેમની પુત્રી છું. નાગરિકો પાસે ખોટી હરકતો કે શોષણને સુધારી શકવાની તાકાત છે તેવો મારો વિશ્વાસ ડગમગી ના જાય એટલું હું ઈચ્છું છું કે તમારા શૌચાલયમાં હિંદુ ધર્મના દેવ દેવીઓના ચિત્રોની ટાઈલ્સ છે તે હટાવી લેવામાં આવે.'' 'હાઉસ ઓફ યસ' પબની મહિલા સહસ્થાપક અને ક્રીએટિવ ડાયરેક્ટર કાઈ બુર્કની પણ ખેલદીલી બિરદાવવી રહી. અંકિતાના આશ્ચર્ય વચ્ચે બુર્કે તેને ઈમેઈલથી પ્રત્યુત્તર પાઠવ્યો અને તેમાં સૌથી પહેલા તો ધાર્મિક લાગણી દુભાવવા બદલ માફી માંગવામાં આવી હતી. તેણે કબુલ્યું કે શૌચાલયની આવી ડિઝાઈન મંજૂર કરતી વખતે ખરેખર તો મારે તે ચિત્રો, તેનો ઈતિહાસ-સંસ્કૃતિ બાબતના પ્રશ્નો ડિઝાઈનરને પુછવા જોઈતા હતા. મારે પોતે પણ સંશોધન કરવાની જરૂર હતી. ત્યાર પછી બર્કે અંકિતાની લાગણીની કદર કરતા ઉમેર્યું કે જો તમે ઈચ્છતા હો તો આ હેલોવીનના તહેવારને જવા દો તે પછી આખુ શૌચાલય જ તોડી નાંખી નવેસરથી બનાવીશ જેમાં કોઈની પણ લાગણી ના ઘવાય તેવી તકેદારી રાખીશ. હા, તમને વાંધો ના હોય તો હાલ તાત્કાલિક હું શૌચાલયની આ દેવ દેવીઓના ચિત્રની ટાઈલ્સ પર બીજા કોઈ રંગ લગાવી તેને ઢાંકી દઈશ. બર્કે અંકિતાના ધર્મ અને રાષ્ટ્રપ્રેમની પ્રશંસા કરી અને જણાવ્યું કે હિંદુ ધર્મની પરંપરાના તે જણાવેલા એક-એક મુદ્દાને મેં ધ્યાનથી વાંચ્યા અને સમજવાનો પ્રયત્ન કર્યો. હું તારો મત પ્રગટ કરવાની શૈલીને પણ બિરદાવું છું. તું મારી જોડે ફોનથી પણ સંપર્કમાં રહી શકે છે. અંકિતાએ આવા પ્રતિભાવ પછી કોઈ મોટી જીત થઈ હોય તેમ ખુશી નથી અનુભવી. તે કહે છે કે 'આ તો એકાદ ભૌતિક (શૌચાલયની) ડિઝાઈનમાં ફેરફાર થયો તેમ કહેવાય પણ સર્વાંગી રીતે ગોરી પ્રજાની જે ગુરુતાગ્રંથિ, નજર અને દ્રષ્ટિ છે તે નથી બદલાવાની તે કડવી વાસ્તવિકતા છે.' આપણે ત્યાં ધાર્મિક લાગણી દુભાય ત્યારે કેટલાક જૂથો તોડફોડ અને હિંસાનો આશ્રય લે છે તેની જગાએ અંકિતા મિશ્રાની જેમ સોશિયલ મીડિયા, બ્લોગ અને જવાબદારોને ઈમેઈલ લખી તેને જ જાહેર માધ્યમમાં મૂકે તો કેટલાક દંભીઓને હિંદુ ધર્મીઓ અસહિષ્ણુ અને આધ્યાત્મિક બની ગયા છે તેમ વિશ્વ મંચ પર શોરબકોર કરીને આપણી માનસિકતા પછાત છે તે રીતે બદનામ કરવાની તક નહીં મળે. કમનસીબે આપણી સેલિબ્રીટીઝ, વેપારીઓ કે કંપનીઓ, સર્જકો, ફિલ્મ મેકરો પબ્લિસિટી મેળવવા કે પોતે નવી દુનિયાના બૌધ્ધિકો છે તેમ પુરવાર કરવા જાણી જોઈને ધાર્મિક લાગણીઓ જોડે ચેડા કરે છે ત્યારે દૂર અમેરિકામાં બેઠા અંકિતા મિશ્રા સંસ્કૃતિ દૂત તરીકે એક સામાન્ય નાગરિક હોવા છતાં ધ્વજ ફરકતો રાખે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtRp6i8%3DfW-7%2BMk555_zOqKA%2BeB3qbJHk-6fsrxx7U-9g%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment