Monday, 3 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સલખનજીવાશ્મ પાર્ક: જેમાં દોઢસો વર્ષ જૂનો ઇતિહાસ સમાયેલો છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સલખનજીવાશ્મ પાર્ક: જેમાં દોઢસો વર્ષ જૂનો ઇતિહાસ સમાયેલો છે!
ફોકસ-વીણા સુખીજા

 

 

 

સલખનજીવાશ્મ પાર્ક પૂર્વીય-ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના રૉબર્ટસ ગંજ કસ્બાથી લગભગ ૧૨ કિલોમીટર દૂર વારાણસી - શક્તિનગર રાજમાર્ગ પર સલખન નામના ગામમાં આવેલું છે. તે સોનભદ્ર જીવાશ્મ પાર્કના નામથી પણ ઓળખાય છે. સલખન જીવાશ્મ પાર્ક કૈમૂર વન્યજીવ ક્ષેત્રમાં લગભગ ૨૫ હૅક્ટર ક્ષેત્રફળમાં ફેલાયેલું છે, જે રાજ્ય વન વિભાગના વિશાળ ક્ષેત્રમાં આવેલું છે. આ જીવાશ્મ પાર્કનું પરિધિ ક્ષેત્રફળ ૩.૫ કિમી. છે. અહીંના વન ઉષ્ણકટિબંધીય સૂકા વનની શ્રેણીમાં આવે છે.

 

કેટલા આશ્ર્ચર્યની વાત છે કે અહીં મળતા જીવાશ્મો (પ્રાચીન જીવોના અશ્મિઓ) દુનિયાના સૌથી પ્રાચીન જીવાશ્મોનું પ્રતિનિધિત્વ કરે છે, પણ અદ્વિતીય જીવાશ્મોથી ભરેલા આ પાર્કના બહુ કીમતી જીવાશ્મોની ના તો કોઇ પુખ્ત સુરક્ષા વ્યવસ્થા અને ના તો તેના સંરક્ષણ હેતુ કોઇ ઉપાય કરવામાં આવે છે. જોકે, આ પાર્ક પ્રદેશના પર્યટન માનચિત્ર પર તો સ્થાપિત છે પણ અહીં ક્યારેક ક્યારેક એકલ દોકલ પર્યટક જ આવે છે. આ વર્ષ ૨૦૦૧ની વાત છે જ્યારે હિન્દીના એક મુખ્ય દૈનિક સમાચાર પત્રમાં છપાયેલા એક લેખ દ્વારા આ જીવાશ્મ પાર્કવિશે લોકોને જાણકારી મળી હતી. તેના આધારે જ વર્ષ ૨૦૦૨માં સોનભદ્રના તત્કાલ જિલ્લાધિકારી ભગવાન શંકરે તેની મહત્તાને સમજાવતા આ જીવાશ્મ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. ધીરે ધીરે આ પાર્ક વિશે દુનિયાના બીજા દેશોના વૈજ્ઞાનિકોને ખબર પડી. તે જ વર્ષે ડિસેમ્બરમાં અહીં એક આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દુનિયાના ૪૨ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.

 

કાર્યશાળામાં કેનેડાના પ્રખ્યાત જીવાશ્મ વૈજ્ઞાનિક એચ. જે. હૉફમેન તો આ પાર્કને જોઇને આશ્ર્ચર્યમાં પડી ગયા અને તેમણે કહ્યું કે પૂરી દુનિયામાં આનાથી વધુ ખૂબસૂરત અને સ્પષ્ટ જીવાશ્મ અન્યત્ર ક્યાંય નથી. આ વૈજ્ઞાનિકોએ અહીં પથ્થરો પર તીક્ષ્ણ આકૃતિઓના આધાર પર જ તેને જીવાશ્મ માન્યા હતા. એ વાત જુદી છે કે કુદરતી રીતે સુરક્ષિત કોઇ જૈવિક નમૂનાને ત્યારે જીવાશ્મ માનવામાં આવે છે જ્યારે તે ઓછામાં ઓછા ૧૦,૦૦૦ વર્ષ જૂના હોય. અમેરિકાના વૈજ્ઞાનિકોએ સલખન જીવાશ્મને લગભગ દોઢ સો કરોડ વર્ષ જૂના અને પરિપકવ હોવાના માન્યા હતા અને ભૂવૈજ્ઞાનિક સમય માપ અનુસાર આ જીવાશ્મ મધ્ય પ્રોટોરોઝોઇક કાળ સાથે સંબદ્ધ છે.

 

અમેરિકાના વૈજ્ઞાનિકો અનુસાર સલખન જીવાશ્મ પાર્ક અમેરિકાના યલોસ્ટોન જીવાશ્મ પાર્કથી પણ વધારે જૂનું અને ક્ષેત્રફળમાં તેનાથી ત્રણ ગણું મોટું છે. આરીતે જીવાશ્મ પાર્કની મહત્તા અમેરિકાના યલોસ્ટોન જીવાશ્મ પાર્ક કરતાં પણ વધારે છે, પણ તે કેટલા દુ:ખની વાત છે કે આ પાર્કનું પ્રવાસનની દૃષ્ટિએ આપણા દેશમાં હાલમાં કોઇ મહત્ત્વ નથી. એક તરફ અમેરિકાના યલોસ્ટોન જીવાશ્મ પાર્કમાં લગભગ ૪૦ લાખ પ્રવાસીઓ પ્રતિવર્ષ ભ્રમણ માટે આવે છે, જ્યારે સલખન જીવાશ્મ પાર્ક આજ સુધી પર્યટકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં નાકામ રહ્યું છે. અલબત્ત કેટલાક સંશોધક અને પત્રકાર જગત સાથે જોડાયેલા લોકો જરૂર તેને ક્યારેક ક્યારેક જોવા આવે છે. જોકે, ૧૯૩૦થી જ ભૂવિજ્ઞાની સલખન જીવાશ્મ પાર્કના જાણકાર હતા અને આ ક્ષેત્રમાં અધ્યયન સાથે જોડાયેલા મિસ્ટર ઑડન ૧૯૩૩માં, મિસ્ટર માથુર ૧૯૫૮માં તથા ૧૯૬૫ અને પ્રોફેસર એસ. કુમાર ૧૯૮૦ અને ૧૯૮૧માં અહીં આવ્યા હતા. ૨૦૦૪માં મુકુંદ શર્મા આ વિષયના વિસ્તૃત અધ્યયન માટે અહીં આવ્યા હતા. આશ્ર્ચર્યની વાત તો એ છે કે મીડિયા પણ આ વાતથી બેખબરછે. સલખન જીવાશ્મ પાર્ક તેનું વિશિષ્ટ મહત્ત્વ હોવા છતાંય આજે સ્થાનીય પ્રશાસનની ઉપેક્ષાનો શિકાર છે. આ જીવાશ્મોને લઇને ના તો અહીંના સ્થાનિક લોકો જાગૃત છે ના સરકાર તેને સુરક્ષિત કરવામાટે કોઇ મોટી વ્યવસ્થા કરી રહી છે. ઘોર ઉપેક્ષાને કારણે તે જીવાશ્મ સતત નાશ પામી રહ્યા છે. ચોરો અને જૂની અને બહુમૂલ્ય વસ્તુઓનું ખરીદ-વેચાણ કરનાર તેના હિસ્સાને કાપીને તેને નુકસાન પહોંચાડીને તેનાથી પૈસા કમાઇ રહ્યું છે, પણ પાર્કના વિકાસ અને તેના સંરક્ષણ માટે કોઇ વિશેષ સફળતા આજ સુધી નથી મળી શકી. આ પાર્કની આટલી દુર્દશા છે તે સાચ્ચે જ આપણા માટે ચિંતાનો વિષય છે. તેને પર્યટન સ્થળરૂપે વિકસિત કરવા સાથે સાથે આ અમૂલ્ય ભૂવૈજ્ઞાનિક ધરોહરને બચાવવાની આજે સખત જરૂરત છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os8BA9Z_qOW6e2ZNb-mEKxCrxnrymVkonLnGva92-bvdg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment