Monday, 3 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઘરેણાં ખરીદતાં પહેલાં આટલું ધ્યાન રાખો (Gujarati) [Posted by B D Jesrani]



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘરેણાં ખરીદતાં પહેલાં આટલું ધ્યાન રાખો!
ફેશન-નિધિ ભટ્ટ

 

 

 

 

ઘરેણા તમારી ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાડવાનું કામ કરે છે. લગ્ન હોય કે અન્ય કાર્યક્રમ ઝવેરાત ખરીદતી વખતે ક્ેટલીક ટિપ્સનું ધ્યાન રાખવું જરૂરી છે.

 

3લગ્ન જેવા સમારંભોમાં કપડાંથી લઇ ઘરેણા અને ચપ્પલની પસંદગીથી લઇને મેક-અપનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. કોઇ પણ એક ચીજમાં ગડબડ થાય તો નવવધૂના લુક્સને બગાડી શકે છે. તો આજે આપણે ઘરેણાની પસંદગી બાબતે થોડી વાત કરીશું.

----------------------------------------------

યોગ્ય મેચિંગનું રાખો ધ્યાન

ખરીદી કરતી વખતે એક ધ્યાન રાખવું કે ગળાનો હાર હોય કે કાનના ઇયરિંગ્સ, બધા જ ઘરેણા એકમેકની આભામાં વિક્ષેપ ન કરતાં એકબીજાને પૂરક હોવા જોઇએ. જેમ કે ગળાનો હાર બહુ ભારે હોય તો કાનના ઝુમકા થોડા હલકા રાખો. સ્ટડ્ કે હળવા ઝુમકા વધુ શોભી ઊઠશે.

-----------------------------------------------

એ તપાસી લો કે તમને મેટલની એલર્જી નથીને?

કોઇ પણ જ્વેલરી ખરીદતા પહેલા તેમાં વપરાયેલી ધાતુને સારી રીતે પારખી લો. તપાસી લો. કેમ કે ઘણા એવા હોય જેને ધાતુની એલર્જી હોય તો તેમને ચામડીમાં ખંજવાળ કે લાલાશ કે અન્ય સમસ્યા આવી શકે છે.

-----------------------------------------------

ખરીદતાં પહેલાં ટ્રાય કરવી જરૂરી

દુકાનમાં રાખેલાં અલગ અલગ ડિઝાઇનનાં ઘરેણાં શોરૂમમાં તો સારા જ લાગે એટલે જરૂરી નથી કે એને પહેર્યા બાદ એ એટલા જ સારા લાગે જેટલા તમે વિચાર્યા હોય. એટલે ફક્ત જોઇને ખરીદવાની બદલે પહેરીને ટ્રાય જરૂર કરો. વળી લગ્નમાં સાડી પહેરવાના છો કે લહેંગા એ વિચારીને અને શક્ય હોય તો એ પહેરીને એની સાથે ઘરેણા કેવા લાગે છે એ પહેરીને ટ્રાય કરી જુઓ.

------------------------------------------------

થોડું હોમવર્ક કરીને જાવ

કોઇ પણ કાર્યક્રમ માટે ઘરેણા ખરીદતા પહેલાં એ કાર્યક્રમને અનુરૂપ ઘરેણા માટે થોડી તપાસ કરવી જરૂરી છે. ઇન્ટરનેટ કે પછી કોઇ અન્ય માધ્યમ દ્વારા એ જાણવું આવશ્યક છે કે આજકાલ બજારમાં શું નવું આવી રહ્યું છે. શેની ફેશન ચાલી રહી છે. લેટેસ્ટ ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે તમે જે પ્રકારના વસ્ત્રો માટે ઘરેણા ખરીદવા માગો છો એની વધારે વેરાયટી ક્યાં જોવા મળશે. આટલું જ નહીં એની કિંમતનો અંદાજ પણ આવી જાય તો બજેટમાં શોપિંગ કરવાની પણ ખબર પડે.

---------------------------------------------------

વસ્ત્રો પહેલાં ખરીદો, પછી ઘરેણાં

ઘણા લોકો ઘરેણા પહેલા ખરીદી લે પછી વસ્ત્રો ખરીદવા જાય તો ઘરેણા મેચ ન થવાથી પછી કપડાંની ખરીદીમાં મન મનાવી લેવા સિવાય કોઇ વિક્લ્પ બાકી નથી રહેતો. પહેલાં વસ્ત્રો ખરીદી લીધા હોય તો તેમાં જરીકે મોતી કે અન્ય ભારે જરદોશી વર્ક હોય તો એને અનુરૂપ ઘરેણા ખરીદવા વધુ સારું જેથી ઓવરઓલ દેખાવ વધુ સારો લાગે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OveZ%2BK688vZEWycLKh6q6wCQkia6H_%3D9iCqPu%2BQbvbGRg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment