મારે અઠવાડિયે બે રજા જોઇશે. એ કયો વાર હશે એ મારી મનસૂફી ઉપર રહેશે. તમારે રોજ સવારે અગિયાર વાગ્યા સુધી અમારી રાહ જોવાની. અમે આવી પહોંચીએ તો તમારા ઘરવાળાએ રાજી થવાનું ને ન આવીએ તો અમે રાજી છીએ એમ માનીને જાતે કામ કરી લેવાનું. બંગલાના સ્કવેર ફિટ પ્રમાણે તેમજ કુટુંબની સભ્યસંખ્યા દીઠ સફાઇના ભાવ ગણવામાં આવશે. ઘેર જો મહેમાનો આવે તો એમનાં એઠાં વાસણો ઊટકવાનો ચાર્જ અલગ ગણવામાં આવશે. વધારાનું કામ કરવાનો અમને ક્યાં કોઇ ઓવરટાઇમ મળે છે! આને જ અમારો ઓ.ટી. ગણવો. મારી મા ક્યારેક કહેતી કે બેટા વિનુ, રસ્તામાં પડેલી ધૂળનેય અવગણવી નહીં, એનોય ક્યારેક ખપ પડતો હોય છે. માનું કહેવું આજે સાચું જણાય છે, એના વગર અમને સહેજ પણ ચાલતું નથી. એનું નામ ધૂળો-ધૂળિયો છે, પણ અમે એને ઓસામાજીની જેમ ધૂળજી કહીએ છીએ. અમારો એ ઘર-નોકર છે. કચરા-પોતાં ને એંઠવાડ કરે છે. કપડાં ધોવાનું કામ અમે વોશિંગ મશીન પાસે કરાવીએ છીએ. ધૂળજી ઘણો સોબર. મને જોઇને શરમાઇ જતો પણ-પણ આજે તેનો મિજાજ સાવ અલગ હતો. મારી આંખમાં આંખ પરોવી, મારા હાથમાં કવર મૂકતાં તે બોલ્યો: 'આમાં શરતનામું છે જે અમારા યુનિયને મોકલ્યું છે, આ શરતો વાંચીને બે દિવસમાં તમારો નિર્ણય જણાવી દેજો જેથી મને ખબર પડે કે મારે શું કરવાનું છે.' પછી તે ઝડપથી નીકળી ગયો. તો મારી જોડે તમે પણ વાંચો: - તમારાં પત્ની તમને પ્રેમથી કે ગુસ્સામાં ભલે તુંકારે બોલાવે, મને એ સામે કશો વાંધો નથી, પણ તમારે બધાંએ માનાર્થે બહુવચનથી મને સંબોધવાનો છે, મને ધૂળજીભાઇ, ધૂળજીચંદ્ર, ધૂળજીકુમાર કે ધૂળજીરાય કહી શકો છો. ધૂળજીરાય બોલવામાં લાંબું કે કંટાળાજનક જણાય તો ફકત રાયજી કહેશો તો પણ મને હરક્ત નથી. - હવેથી તમને હું શેઠ નહીં કહું ને તમારે મને નોકર નહીં માનવાનો. ગુલામીના દિવસોમાંથી આપણે બંનેએ ધીરે ધીરે બહાર નીકળી જવાનું છે. તેમ છતાં તમારો દુરાગ્રહ હશે તો ચાર-છ મહિના પૂરતો પગારના દહાડે ફકત તમને જ સંભળાય એટલા ધીમા અવાજે તમારા કાનમાં પગાર મળી ગયા પછી તેની રસીદરૂપે તમને હું એકવાર શેઠ કહીશ, આપણી વચ્ચેનો સંબંધ કામ અને દામનો હોવા છતાં તમને હું ભાઇનું સંબોધન કરીશ. - મણિનગર હોય કે સેટેલાઇટ વિસ્તાર, જમીનના ભાવ બધે જ લગભગ સરખા છે એટલે નદીપારના એરિયામાં કચરા-પોતાં ને વાસણનો જે ભાવ ચાલે છે એ જ ભાવ બધે સરખો રહેશે. - બંગલાના સ્કવેર ફિટ પ્રમાણે તેમજ કુટુંબની સભ્યસંખ્યા દીઠ સફાઇના ભાવ ગણવામાં આવશે. ઘેર જો મહેમાનો આવે તો એમનાં એઠાં વાસણો ઊટકવાનો ચાર્જ અલગ ગણવામાં આવશે. વધારાનું કામ કરવાનો અમને ક્યાં કોઇ ઓવરટાઇમ મળે છે! આને જ અમારો ઓ.ટી. ગણવો. - વર્ષોથી તમે અમને તમારું વધ્યું-ઘટયું ને એંઠું-જૂઠું ખવડાવ્યું છે જેની સામે અમે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી, પણ એ દિવસો હવે ગયા. હું પણ તમારી જોડે ડાઇનિંગ ટેબલ પર જમવા બેસીશ. તમને મારી સાથે બેસવાનું ન ફાવે તો તમે જમીન પર પાટલો માંડીને કે પછી આસનિયું પાથરીને જમવા બેસશો તો પણ મને ઓછું નહીં આવે, પરંતુ ભાણાંભેદ હરગિજ ચલાવી નહીં લઉં. એકની થાળીમાં દૂધપાક હોય ને બાજુમાં જ બેઠેલ બીજી વ્યક્તિને ખીર પીરસવામાં આવે, અથવા તો એકને પુરણપૂરી ને બીજાને સાદી ઓછા ઘીવાળી રોટલી અપાય? આવું આજ પછી ચાલશે નહીં. - મારું ભાવતું શાક હું ખરીદી લાવીશ. સિનિયર-સિટિઝન જેવા ઘરડા ભીંડા કે પાકી ગયેલાં પરવળ હું ભાણેય નહીં લઉં. તમારે માત્ર તમારી જ તંદુરસ્તીનો ખ્યાલ નથી રાખવાનો. મારી તબિયતની ચિંતા પણ કરવાની રહેશે. શ્રીમતીજી નારાજ ન થઇ જાય એ માટે થઇને તમે ભલે વાસી ભાત કે ખીચડીને વઘારાવીને ખાજો, એ તમારી ફરજ પણ છે, પરંતુ વાસી ભાતને ઠેકાણે પાડવા તેમાંથી બનાવેલ ઢેબરાં ને એવું બધું ખાવાની ભલામણ પણ મને ક્યારેય ના કરશો. મારી દાકતરી સારવારનો ખર્ચ તમને ભારે પડશે અને સ્વભાવે અતિ સંવેદનશીલ છું, એટલે હું જમતો હોઉં ત્યારે મારી હાજરીમાં ઘરના કોઇ પણ મેમ્બરે મોંઘવારીની ચર્ચા કરવી નહીં કેમ કે એથી મને શંકા કરવાનું મન થશે કે શું મારા એકલાને લીધે જ આખા ભારતમાં મોંઘવારી ફેલાઇ છે! હું જ જવાબદાર છું? - બપોરે બેથી અઢી કલાક હું સૂઇ જઇશ. કોઇએ મારી ઊંઘમાં ખલેલ પહોંચાડવી નહીં, કેમ કે બપોરની ઊંઘ લેવાથી મારી બેટરી ચાર્જ થાય છે. કામ કરવાની સ્ફૂર્તિ વધે છે. - વ્યસન તરીકે નહીં, પણ ફકત તાજગી મેળવવા માટે હું દરરોજ ત્રણ કપ ચા પીશ, સવારે ને બપોરે ઊંઘમાંથી ઊઠ્યા પછી અને રાતે ઊંઘ આવે એ માટે. ભૂતકાળમાં તમે મને વગર કéો સવાર અને બપોરની ચા રોજ પીવડાવી છે એ હું નથી ભૂલ્યો. લપિટન કે બ્રુક બોન્ડ જેવા કોઇ લેબલવાળી ચા જ પીવાનો મારો આગ્રહ નથી. તમને સસ્તી પડે એ લાવજો, પણ હવેથી ચાની ભૂકી વાપરવાનું તમારે બંધ કરી દેવું પડશે. કેમ કે એનાથી મારા ગળામાં બળતરા થાય છે. મહેમાનો આવે ત્યારે તમને એમની જોડે કોફીની ચુસ્કીઓ લેતા મેં અનેક વાર જોયા છે, પણ મને તો કોફીની વાસ સુધ્ધાં ગમતી નથી. પોતાને બૌદ્ધિકમાં ખપાવવા કેટલાક લોકો ભાવતી નહીં હોવા છતાં પરાણે કોફી પીતા હોય છે, પરંતુ મને એની (એટલે કે કોફીની) એલર્જી છે અને અમે જે કામ કરીએ છીએ એમાં બુદ્ધિ ખર્ચવાની જરૂર પડતી નથી, બચત સારી રહે છે. - મારે અઠવાડિયે બે રજા જોઇશે. એ કયો વાર હશે એ મારી મનસૂફી ઉપર રહેશે. તમારે રોજ સવારે અગિયાર વાગ્યા સુધી અમારી રાહ જોવાની. અમે આવી પહોંચીએ તો તમારા ઘરવાળાએ રાજી થવાનું ને ન આવીએ તો અમે રાજી છીએ એમ માનીને જાતે કામ કરી લેવાનું. ઉપરાંત બીમાર હોઉં કે બીમાર પડવાનું મન થશે ત્યારે તેમજ કોઇવાર મૂડ નહીં હોય તો કામ પર નહીં આવું, પરંતુ હાથમાં હાજરીપત્રક લઇને મારી ગેરહાજરી નહીં પૂરવાની અને પગાર કાપવાની વાત તો શું એનો વિચાર પણ તમારે નહીં કરવાનો. - દિવાળીની રાહ જોયા વગર મન થાય ત્યારે ચાર-છ મહિને મારા કામની કદર કર્યા કરશો. - મારે બે-ત્રણ મહિને, પંદર-વીસ દિવસ માટે મારા વતનમાં જવાનું થાય ત્યારે અહીંથી મારા ગામ સુધીનું ફર્સ્ટ કલાસનું ટ્રેન ભાડું કે લકઝરી-બસ ભાડું (જે વધુ હશે તે) તમારે શિરે રહેશે. ગામમાં રહેવા દરમિયાન થયેલ મારી ખાધાખર્ચીનો ભાર તમારે માથે નથી. - અમે જાણીએ છીએ કે જગતભરની સ્ત્રીઓ તેમના માટી તેમજ ઘાટી સાથે સૌથી વધુ કચકચ કરતી હોય છે, પતિ-માટીડાનો તો જાણે આમાંથી છુટકો નથી. પરંતુ અમે સ્વમાની છીએ. ખુદની ઘરવાળી સિવાયની કોઇ પણ સ્ત્રીની કચકચ મને માફક આવતી નથી. માઠું ના લગાડશો, પણ તમારાં પત્નીનો સ્વભાવ પણ ઓછો કચકચિયો નથી. હું ઝાડુ કે પોતું મારતો હોઉં ત્યારે મારી પાછળ પાછળ આવીને કોમેન્ટ્રી શરૂ કરી દે છે. ધૂળજી આ ખૂણામાં ધૂળના થર જામ્યા છે, છત પર બાવા બાÍયા છે, તપેલીમાં એંઠવાડ એમનો એમ છે. એંઠવાડવાળી તપેલી મને બતાવ્યા વગર બીજીવાર ઊડકી ના લેવાય? અમે તો આજે છીએ ને કાલે નથી, ઘરકામની પ્રેક્ટિસ છુટી જશે તો રોજ તપેલીઓ, થાળી ને વાડકાં બધું જ અંઠું રહેશે. બે દિવસ પછી ધૂળજી મારો જવાબ લેવા આવશે. વાચકમિત્ર! શું કરીશું આ ધૂળજીનું?! |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtjZ-1p1Eh7QSc6iqBH47Q0JRc%2BeYXWGBJxN3N6uugT%2BA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment