Monday, 3 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વિશ્ર્વયુદ્ધ કરતાંય જોખમી કૅન્સર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિશ્ર્વયુદ્ધ કરતાંય જોખમી કૅન્સર!
સ્વાસ્થ્ય સુધા-રેખા દેશરાજ

 

 


કૅન્સર આજે પણ દુનિયાની સહુથી ભયાનક બીમારીઓમાંની એક છે. મેડિકલ સાયન્સે ચાહે કેટલી પણ પ્રગતિ કરી હોય આજે પણ દુનિયામાં પ્રતિવર્ષ કૅન્સરથી ૮૮ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. પહેલું વિશ્ર્વયુદ્ધ લગભગ ૪ વર્ષ ચાલ્યું હતું જેમાં ૨૩ લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં, જ્યારે કૅન્સરથી દર વર્ષે આટલા લોકો મૃત્યુ પામે છે. એકલા ભારતમાં જ સાલ ૨૦૧૬માં ૧૪ લાખ લોકો કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતાં એમાંથી ૭,૩૬,૦૦૦ લોકોએ તો પોતાના પ્રાણ ગુમાવી દીધા હતા. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું માનીએ તો વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતમાં કેન્સરથી પ્રભાવિત લોકોની સંખ્યામાં ૨૫ ટકા જેટલો વધારો થઇ જશે. પૂરા વિશ્ર્વમાં દર વર્ષે ૧.૪ કરોડ કૅન્સર સંબંધિત કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૩૦ સુધી આ સંખ્યા વધીને ૨.૧૭ કરોડ થઇ જશે.


આંકડાઓ જોઇને જ તમને અંદાજ આવી ગયો હશે કે કેન્સર કેવી ભયંકર બીમારી છે. જ્યાં સુધી કૅન્સર થવાનાં કારણોનો પ્રશ્ર્ન છે તો એના સહુથી મોટાં કારણો છે - તમાકુ, દારૂ, જંકફૂડ,શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો અને દૂષિત વાતાવરણ. કૅન્સર પીડિત દર્દીઓને રેડિયોથેરપીની જરૂરત હોય છે ભારત જેવા દેશમાં ૯૦ ટકાથી વધારે લોકો એવી સ્થિતિમાં નથી હોતાં કે જે રેડિયોથેરપીનો ખર્ચ ઉઠાવી શકે. કૅન્સરનો સસ્તો અને સ્થાયી ઇલાજ શોધવામાં પૂરા વિશ્ર્વના લાખો ડૉક્ટરો અને હજારો દવા બનાવતી કંપનીઓ લાંબા સમયથી પ્રયત્નો કરી રહી છે, પણ કોઇને હજી પૂર્ણ સફળતા નથી મળી શકી, એ વાત અલગ છે કે એકથી વધીને એક દાવા દર વર્ષે અચૂક કરવામાં આવે છે. દુનિયાની અર્થવ્યવસ્થામાં પણ કૅન્સર એક બોજ છે, કારણ કે આનો ઇલાજ શોધવામાં અબજો રૂપિયા પાણીની જેમ ખર્ચાઇ રહ્યા છે. આટલું કરવા છતાંય કેન્સર પર પૂર્ણ રીતે કાબૂ મેળવી નથી શકાયો. જે દવાઓ શોધાઇ છે એ ફક્ત કૅન્સરને આગળ વધતાં રોકી શકે છે એટલું જ બાકી સંપૂર્ણ ખાતમો બોલાવી શકે એવી કોઇ દવા હજુ સુધી શોધાઇ નથી.


અમેરિકાની લુડવિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર કૅન્સર રિસર્ચમાં વૈજ્ઞાનિકોની એક ટુકડીએ તાજેતરમાં જ કેટલીક નવી શોધો કરી છે તેમાં પ્રખ્યાત કૅન્સર વૈજ્ઞાનિક અને જૉન હૉપ્કિંગ યુનિવર્સિટીના ઑન્કોલોજિસ્ટ (કૅન્સર વિશેષજ્ઞ) ડૉ. ચી વાન ડૅંગના નિર્દેશનમાં એક મહત્ત્વની શોધ થઇ છે. આ શોધથી કૅન્સરનો ઇલાજ સસ્તો થવામાં તો મદદ મળશે જ, ઉપરાંત આમવર્ગ માટે કૅન્સરથી કાયમ માટે છૂટકારો મળે તેવી આશા બંધાણી છે. જોકે આ આશા હજુ સંશોધન અને પ્રાયોગિક સ્તર પર જ ખરી ઊતરી છે.


આ સંશોધન અનુસાર બેકિંગ સોડા જે મોટે ભાગે દુનિયાના બધા જ લોકોની રસોઇમાં મોજૂદ હોય છે એ આ મહારોગના નાશમાં મોટી ભૂમિકા નિભાવી શકે એમ છે. ડૉ. ડૅંગ અનુસાર કૅન્સરના દર્દી બેકિંગ સોડાને પાણી સાથે મેળવીને પીએ તો કૅન્સર વધવાની ગતિ ઘણી ધીમી પડી જાય છે. અત્યાર સુધી જે નિષ્કર્ષ નીકળ્યા છે એ મુજબ બેકિંગ સોડા ન ફક્ત કૅન્સરના કોષોને વધવાથી રોકે છે, પણ તેમને ખતમ કરવાની ક્ષમતા પણ રાખે છે. જોકે આની લાંબા ગાળા સુધીની-કાયમી અસરની પરખ હજી બાકી છે.


વાસ્તવમાં કૅન્સર જેવી જીવલેણ બીમારીના ફેલાવા પાછળ મનુષ્યની આધુનિક જીવનશૈલી અને ખાનપાનની ખરાબ આદતોનું વિશેષ યોગદાન છે. આજે બધાને સુવિધાવાળી આરામદાયક જિંદગી પસંદ છે. કસરતની મોટા ભાગના લોકોના જીવનમાંથી બાદબાકી થઇ ચૂકી છે. જેમ જેમ સાધન-સગવડ વધતા જાય તેમ તેમ ઘણા લોકો ક્ેફી અને માદક પદાર્થોના વ્યસનમાં પણ ફસાતા જાય છે. કોઇ ધૂમ્રપાન કે મદ્યપાનનો બંધાણી ન બની હોય એવી વ્યક્તિ પણ ચા કે કોફી જેવાં પીણાંઓની વ્યસની તો બની ચૂકી હોય છે. એક કપ ચા કે કોફીમાં પણ લગભગ ૪૦૦૦થી વધુ ઘાતક તત્ત્વો જોવા મળે છે. તમાકુ, દારૂ અને સિગરેટ જેવા વ્યસનથી તો માનો કૅન્સરને પાંખો લાગી જાય છે. આ ઉપરાંત મેદસ્વીપણું પણ કૅન્સર થવા પાછળનું એક કારણ હોઇ શકે છે. મેદસ્વીપણાને આમ તો દરેક બીમારીનું મૂળ જ કહેવામાં આવે છે. આંકડાની દૃષ્ટિએ જોઇએ તો કૅન્સરથી થતાં મૃત્યુમાંથી ૨૨ ટકા મૃત્યુ તો તમાકુના સેવનથી થાય છે જ્યારે દારૂના સેવનથી દર વર્ષે પૂરી દુનિયામાં ૩૩ લાખ જેટલા લોકો કૅન્સરનો શિકાર બને છે. આપણે આપણી જીવનશૈલી અને ખાણીપીણીમાં મામૂલી ફેરફાર કરીને પણ આ રોગની અડફેટમાં આવવાથી બચી શકીએ છીએ, પરંતુ મોટાભાગના લોકો આવું કરી નથી શકતાં.


વાસ્તવમાં અમુક ગાંઠ બની ગયેલા કોષો( ટ્યુમર સેલ્સ)માં ઓક્સિજન પૂરી રીતે ખતમ થઇ ગયો હોય છે. તબીબી ભાષામાં આને હિપોક્સિયા કહેવામાં આવે છે. આ હિપેક્સિયાના કારણે જ આ ભાગનું પી.એચ. સ્તર ઓછું થવા માંડે છે અને આ કોષો એસિડ બનાવવા માંડે છે. આ વધતા એસિડને કારણે જ પૂરા શરીરમાં ભયંકર દર્દ શરૂ થઇ જાય છે. અગર આ કોષોનો તુરન્ત ઇલાજ ન થાય તો એ કૅન્સરના કોષોમાં ફેરવાઇ જાય છે.


ડૉ. ડૅંગ અનુસાર બેકિંગ સોડા મેળવીને પાણી પીવાથી શરીરનું પી. એચ. લેવલ જળવાઇ રહે છે અને એસિડવાળી સમસ્યાની શક્યતા નહિવત થઇ જાય છે. તેમનું માનવું છે કે ક્યારેક કિમોથેરાપી કર્યા પછી પણ કેટલાક કૅન્સરના કોષો શરીરમાં રહી જાય છે અને જો ધ્યાન ન દેવામાં આવે તો ફરીવાર શરીરમાં કૅન્સરના કોષો બનવા લાગે છે.

 

આવા સંજોગોમાં બેકિંગ સોડાનો આ સસ્તો અને સરળ ઉપાય કાયમી કામ લાગે તો તો કૅન્સરની દુનિયામાં ખરેખર ક્રાંતિ સર્જાઇ શકે છે. લાંબા ગાળે આ ઉપચાર કેવો સાથ આપે છે એ તો સમય જ કહેશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsKhwoWu2%3DUBCvFn-aNUJC4SjY3Tkg9YfJicgJ9RTuNhQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment