દિવાળી પૂરી થાય એટલે દબાતાં પગલે ધીરે ધીરે ગુલાબી ઠંડી મુંબઈ અને આસપાસના વિસ્તારો પર પોતાનો કબજો જમાવી રહી છે. ઠંડીના દિવસોમાં ભૂખ લાગવાનું પ્રમાણ પણ વધી જાય છે અને શરીરમાં ગરમાશ પેદા કરે એવા પદાર્થોનું સેવન કરશો તો તમારો શિયાળો સારો તો જશે જ ઉપરાંત તમારા આરોગ્ય પર પણ સારી અસર જોવા મળશે અને શરીરને હૂંફ પણ મળી રહેશે. મસાલા: આપણે રોજિંદા જીવનમાં રાઈ, હિંગ, હળદર, લસણ, અદરક, મરચાં, કોથમરી, મેથી, ફુદીનાનો ઉપયોગ તો કરતાં જ હોઈએ છીએ, પણ આ મસાલા ઉપરાંત શિયાળા દરમિયાન કાળા મરી, અજમો, તલ, તમાલપત્ર, લવંગ અને દાલચિની જેવા મસાલાનો ઉપયોગ વધારો. આ બધા મસાલા શરીરમાં હૂંફ પેદા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. શાકભાજી: શિયાળો એવો સમય છે કે આ સમય દરમિયાન બજાર એકદમ ફ્રેશ શાકભાજીથી ઊભરાતું હોય છે અને તેમાં પણ મેથીની ભાજી શિયાળામાં ખાસ ખાવી જોઈએ. મેથીના પાંદડાનો અલગ અલગ સ્વરૂપે તમારા ભોજનમાં સમાવેશ કરો. ધાન્ય: ઘઉં, જુવાર, ચોખાના લોટનો ઉપયોગ તો આખા વર્ષ દરમિયાન કરતાં જ હોઈએ છીએ, પણ શિયાળામાં નાચણી અને બાજરાના લોટનો ઉપયોગ પણ કરવો જોઈએ. આ ઉપરાંત તીખા મિસળ, ઉસળ, મસાલા ભાત, ખિચડીનું પણ અવશ્ય સેવન કરવું જોઈએ. ડ્રાયફ્રૂટ્સ: ડ્રાયફ્રૂટ્સ તો એવી વસ્તુ છે કે જે આખું વર્ષ ખાવી જોઈએ, પણ શિયાળા દરમિયાન ડ્રાયફ્રૂટ્સનું સેવન અતિઆવશ્યક બની જાય છે. અખરોટ, ચારોળી, કાજુ, બદામ, કિસમિસ, પિસ્તા અને અંજીર જેવા સૂકા મેવાનું સેવન કરવાથી પાચનશક્તિ સુધરે છે. ચિક્કી: ગોળ અને તલને મિક્સ કરીને બનાવવામાં આવતી ચિક્કી કે તલસાંકળીનું સેવન શિયાળા દરમિયાન વરદાનરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત શિંગદાણા, ચણા, ડ્રાયફ્રૂટ્સ ચિક્કીનો ઑપ્શન પણ આજે ઉપલબ્ધ છે. સૂપ, ચા અને કૉફી: ઠંડા વાતાવરણમાં શરીરમાં ગરમાશ જળવાઈ રહે એ માટે અલગ અલગ પ્રકારના સૂપનું રોજ સેવન કરવું જોઈએ. આ ઉપરાંત થોડા થોડા સમયે ચા-કૉફીનું સેવન કરવું પણ એટલું જ આવશ્યક બની રહે છે. આને કારણે શરીરમાં હૂંફ જળવાઈ રહે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvPqimZT9O5pua_%3DRYmR7ch69tKs_C0wNMD3AR6Evd1oQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment