Friday, 26 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ડૉક્ટર ભી, સૈનિક ભી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લેગ સ્લીપ, બૅકવર્ડ પોઇન્ટ, સ્કવેર લેગ, ડીપ એકસ્ટ્રા કવર, સ્ટ્રેઇટ હિટ એટસેસ્ટ્રા તો આપણને ખબર જ હોય. ફૂટબોલના ચાહકોને સેન્ટર બેક, સ્વીપર, વિંગબેક, કે વિંગર એટેકર્સ જેવા શબ્દના અર્થ પૂછીએ તો આપણી મજાક ઉડાડે. અનેથોડાઘણાં બેઝબોલના ચાહકો શોર્ટ સ્ટૉપ, પિચર, ફર્સ્ટ બેઝ અને રાઇટ ફિલ જેવી પોઝિશન સમજવા બદલ ગર્વ અનુભવે. કૉંગ્રેચ્યુલેશન્સ.

બાય ધ વે, એ.એમ.સી. એટલે શું? એમાં ડી.એમ.ઓ, ઓ.એમ.ઓ, પી.એમ.ઓ, કે એસ.એમ.ઓ. એટલે શું એ કોઇને ખબર ખરી કે ?

ડ્યુટી મેડિકલ ઑફિસર ઓર્ડરલી મેડિકલ ઑફિસર, પ્રિન્સિપાલ મેડિકલ ઑફિસર અને સિનિયર મેડિકલ ઑફિસર શેના ફુલ ફોર્મ છે એ કહેવાની જરૂર નથી આ બધા આવે એ.એમ.સી એટલે આર્મી મેડિકલ કૉર્પ્સમાં. 

આપણી શાંતિ, સલામતી અને નિરાંતની ઊંઘ માટે લડતા, મરતા અને ઘવાતા જવાનો માટેનું લશ્કરી તબીબી વ્યવસ્થાતંત્ર એટલે એ.એમ.સી

'લર્મી લધ્ટૂ રુણફળપ્રૂર્ળીં' જેવો ધ્યેય ધરાવતા આ સંગઠનના મહત્ત્વને સમજવા જેવુ છે. ઇન્ડિયન આર્મી મેડિકલ કૉર્પ્સની મુખ્ય કામગીરી બધા લશ્કરી - સક્રિય, નિવૃત્ત અને અધિકારીઓ અને તેમના પરિવારજનોને તબીબી સેવા પૂરી પાડવાની છે. 

પ્રાચીન સમયમાં યુદ્ધ-કાળમાં લડાઇ કરતા લશ્કરની પાછળ તબીબો પોતાનાં શસ્ત્રો, અને ઔષધો હાથવગા રાખીને ઊભા રહેતા, અને મહિલાઓ તૈયાર ખોરાક લઇને ખડે પગે રહેતી. આ મેડિકલ ટીમનું રહેવાનું પણ લશ્કરી છાવણીની નજીક રાખવું પડે એ સ્વાભાવિક ગણાય. બ્રિટિશરો પાસે રૉયલ આર્મી મેડિકલ કોર્પ્સ હતી.એની જ રૂપરેખા પર ઇન્ડિયન મેડિકલ સર્વિસ, ધ ઇન્ડિયન મેડિકલ ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયન હૉસ્પિટલ એન્ડ નર્સિંગ કોર્પ્સનું વિલીનીકરણ ભારતમાં ધ ઇન્ડિયન મેડિકલ કોર્પ્સ બનાવાયું હતું. 

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આગમન બાદ ૧૬૧૨થી ઇન્ડિયન મેડિકલ સર્વિસ અસ્તિત્વમાં આવી હતી. સમયાંતરે સ્વરૂપ અને નામમાં નાના-મોટા ફેરફાર થતા રહ્યા. વિશ્ર્વ-યુદ્ધને પ્રતાપે સૈનિકો વધ્યા, ઇજાવધી અને તબીબો-નર્સ-દવાની જરૂરિયાત વધી. એટલે ૧૯૪૩ની ત્રીજી એપ્રિલે ઇન્ડિયન આર્મી મેડિકલ કોર્પ્સનો જન્મ થયો રસપ્રદ બાબત એ છે કે ભારતના સૌપ્રથમ પેરાટ્રુપર એક મેડિકલ ઑફિસર હતા, ૧૫૨મી ઇન્ડિયન પેરેશૂટ બટાલિયનના લેફટનન્ટ (આગળ જતા કર્નલ) એ.જી.રંગરાજ. તેમને શૌર્ય માટેનેા બીજા નંબરનો મહત્ત્વનો મહાવીર ચક્ર એનાયત કરાયો હતો. 

૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ ઇન્ડિયન આર્મી મેડિકલ કોર્પ્સને નવું નામ મળ્યું : આર્મી મેડિકલ કોર્પ્સ.

ઘણાં સિવિલિયનની ઇચ્છા હોય છે કે પોતે ડૉકટર બને. પોતાનું અધૂરું સપનું દીકરા કે દીકરીના ભવિષ્યમાં રોપી દે પણ કેટલા મા-બાપે સંતાનને આર્મી મેડિકલ કોર્પ્સમાં ડૉક્ટર તરીકે જોડાવાની સલાહ આપી છે. આમાં પુરુષ તબીબ માટે લશ્કરના જવાન જેવું જ જીવન હોય.

આ સંદર્ભમાં લેફટનન્ટ જનરલ અનિલ કૃષ્ણા બરાત યાદ આવે છે. આર્મી મેડિકલ કોર્પ્સમાં ય હતા અને પી.વી.એસ.એમ (પરમ વિશિષ્ટ સેવા મેડલ) અને એમ.વી.સી. (મહાવીર ચક્ર ) જેવા પ્રતિષ્ઠિત ઇલ્કાબ સુધ્ધાં મેળવ્યા હતા. 

આ અનિલજી ડૉ. એસ.એન. બરાતના પુત્ર.પશ્ર્ચિમ બંગાળના નાદિયા સ્થિત કૃષ્ણનગરમાં ૧૯૧૫ની પહેલી ફેબ્રુઆરીએ જન્મ. લંડનની રોયલ કોલેજ ઓફ સર્જ્યન્સમાંથી ડૉક્ટરનું ભણ્યા. ૧૯૪૦ની ૧૫મી નવેમ્બરે ઇન્ડિયન આર્મી મેડિકલ કોર્પ્સમાં જોડાયા. અહીં જ સેવા આપતા તેમણે આગળ જઇને લેફટનન્ટ જનરલના પદ સુધી પ્રગતિ કરી હતી. 

સામાન્યપણે થાય કે દાકતર એટલે દર્દી, દવા, શસ્ત્રક્રિયા, દવાખાનું અને હૉસ્પિટલ. આ મામલામાં થોડો નહીં, ઘણો ફરક છે. આમાં બે ઉમદા કાર્યનો સુભગ સમન્વય છે. સૈનિક તરીકે દેશની રક્ષા કરવાની છે અને સાથોસાથ દેવદૂત તરીકે જીવ બચાવવાનું માનવતાવાદી કાર્ય પણ કરવાનું.

ભારતને આઝાદી સાથે ફટકો પડ્યો વિભાજનનો. દેશથી અલગ થયેલા પાકિસ્તાન નામના ટુકડાએ જન્મતાવેત ઉપાડો લીધો. પોતાની ઔકાતની ફિકર કર્યા વગર આંધળુકિયા કર્યા. ભારતને હરાવવાનો તો ઠીક, હેરાન પરેશાન કરવાનો શેતાની મનસૂબો પૂરો કરવા પોતાના પગ પર પાણ ા માર્યા, પણ એની ભારે કિંમત આપણેય ચુકવવી પડી હતી. 

જમ્મુ-કાશ્મીર રાજ્ય આંચકી લેવા માટે પાકિસ્તાને સશસ્ત્ર આદિવાસીઓને પૂરેપૂરા લશ્કરી ટેકા સાથે ભારતમાં ધકેલી દીધા હતા. ૧૯૪૭ની ૨૨મી ઓક્ટોબરથી ૧૯૪૯ની પાંચમી જાન્યુઆરી વચ્ચે એટલે કે પૂરા એક વર્ષ, બે મહિના જેટલો લાંબા સમય સુધી આ ઘર્ષણમાં એ સમયના મેજર અનિલ કૃષ્ણા બરાતે બજાવેલી અસાધારણ કામગીરી જાણવા જેવી છે. 

પાકિસ્તાનના રઝાકરોએ જાંગર પર કબજો જમાવી લીધો હતો. ત્યાર બાદ તેમણે નૌશેરા પર હુમલો કર્યો હતો. દુશ્મનો શક્ય એટલા જોશપૂર્વક કૂચ કરીને અંદર ઘૂસી જવા તલપાપડ હતા. આમાં જાનહાનિ અને ઘાયલોની સંખ્યા સતત વધી રહી હતી. આ સંજોગોમાં મેજર બરાત અને એમની ટીમ એકદમ સ્વસ્થતાપૂર્વક કામગીરી બજાવી રહ્યા હતા. 

એક દેશપ્રેમી અને લશ્કરી માણસ તરીકે લોહી ઉકળી ઊઠતું હતું પણ પહેલી ફરજ નિ:સ્વાર્થપણે ઇજાગ્રસ્તોને બચાવવાની, સારવાર કરવાની હતી . અહીં તબીબી સેવા આપવાનું આસાન નથી. આંતરરાષ્ટ્રીય કાયદા, અને માનવતા અને નૈતિક ધોરણે આ સેવક પર હુમલો ન થાય પણ પાકિસ્તાન માને એવું કંઇ? અને યુદ્ધના મેદાનમાં તો ગમે ત્યારે, ગમે તે દિશામાંથી કારતૂસ આવે, એમાં કોણે ગોળી છોડી એની ખબર પડે ક્યાંથી? આડેધડ ગોળીઓ છૂટતી હોય એની વચ્ચે કોઇનો જીવ બચાવવા માટે ઊભા રહેવા માટે છપ્પન ઇંચની અસલી છાતી જોઇએ. અહીં મેજર બરાતે એટલી નિડરતાથી કામગીરી બજાવી કે આપણા જવાનોય ગદ્ગદ થઇ ગયા. ઊલટાના આ ડૉકટર સૌ લડવૈયા માટે પ્રેરણારૂપ બની ગયા.

નૌશેરામાં લડાઇ લાંબી ચાલી કારણ કે આપણને આ સ્થળ ગુમાવવું ન પાલવે એ જવાનો સુપેરે સમજતા હતા. એમની જેટલી જ વીરતા અને નિષ્ઠા મેજર બરાતની મેડિકલ ટીમ બતાવી રહી હતી. 

ત્યાર બાદ ૧૯૪૮ની ૨૧થી ૨૫ સપ્ટેમ્બર વચ્ચે ભારતે ધારવાલ પર કબજો મેળવ્યો, ત્યારે મેજરે ઇજાગ્રસ્તોની શુશ્રૂષા કરી એ સમયે જ ભીષણ યુદ્ધ વખતે માત્ર જીપના પ્રકાશમાં મેજર બરાત ઓપરેશન કરી રહ્યા હતા. કયાંકથી કારતૂસો આવીને આસપાસની હવા ચીરીને જતા રહેતા હતા 

તો કોઇક દિશામાંથી એમની આસપાસ આવીને બૉમ્બ કે ગ્રેનેડ ફૂટતા-પટકાતા હતા, પરંતુ પોતે જાણે વાતાનૂકુલિત ઓપરેશન થિયેટરમાં શસ્ત્રક્રિયા કરતા હોય એટલી સ્વસ્થતા હતી મેજર બરાતમાં. આ કલ્પના જ કેટલી ધ્રુજારીપૂર્ણ અને પગને પાણી-પાણી કરી નાખતી છે ને?

અને આ ઓપરેશન પત્યા પછી આસિસ્ટન્ટને પેશન્ટ સોંપીને મેજર કૉફી પીવા ગયા હશે એવું ધારી લેવાની ભૂલ કરતા નહિ. (મેજર બરાત ડૉકટરનો રોલ સફળતાપૂર્વક નિભાવ્યા બાદ સૈનિક બનીને લડવા માટે મેદાન-એ-જંગમાં પહોંચી ગયા હતા. એટલે જ ગેઝેટ નોટિફિકેશન ૯ ાયિત / ૫૨, ૨૬.૧ .૫૨ મુજબ તેમને યુદ્ધ સમયના બીજા સર્વોચ્ચ ક્રમના મેડલ મહાવીર ચક્રથી નવાજાયા હતા. આ વીરનો સર્વિસ નંબર હતો ળુ-૨૨૪૦૯. 

કેટલાં તો જવા દો પણ કયાં મા-બાપ દીકરાને કહેવાના કે બેટા, તું મોટો થઇને લેફટનન્ટ અનિલ કૃષ્ણા બરાત જેવો બનજે? આનો જવાબ જલદી નહી સંભળાય પણ પ્રતીક્ષા કરીએ ત્યાં સુધી...?સેલ્યુ સર!

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuQiOc9WsPSnanoso7wV%2Bno2NOS4JLELh_EkhehjjG5-A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment