Saturday 1 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ગ્લૂટેન - તમારા બાળકનો વિકાસ રૂંધે છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગ્લૂટેનવાળો ખોરાક તમારા બાળકનો વિકાસ રૂંધે છે?
સ્વાસ્થ્ય સલાહ : શુભાંગી ગૌર

 

 


શું પૌષ્ટીક ખોરાક ખાતા હોવા છતાં તમારા બાળકોની લંબાઈ નથી વધી રહી? સારો ખોરાક ખાવા છતાં તમારા બાળકો દુબળા-પાતળા રહે છે? જો આવું હોય તો તમારું બાળક હોઈ શકે છે સીલિયક રોગનો શિકાર. સીલિયક રોગ ઘઉંના કારણે થતી એક પ્રકારની એલર્જી છે. દર વર્ષે લાખો બાળકો સીલિયક રોગનો શિકાર બનતા હોય છે. ઉત્તર ભારતમાંતો દર સોમાંથી એક વ્યક્તિ સીલિયક રોગનો શિકાર બને છે. તેનું કારણ એ છે કે, ઉત્તર ભારતના લોકો ઘઉંને મુખ્ય આહાર તરીકે લે છે. સામાન્ય રીતે આપણે એમજ સમજીએ છીએ કે ઘઉં એ પૌષ્ટીક ખોરાક છે તેનાથી શરીરમાં તાકાત આવે છે અને પોષકતત્ત્વો પણ મળી રહે છે. પણ ઘઉંથી ઘણા નુકસાન પણ થાય છે, તે પચવામાં ભારે હોય છે અને તેમાં ગ્લૂટેન નામનું તત્ત્વ રહેલું હોવાથી શરીરને નુકસાન પણ કરે છે.

 

શું છે સીલિયક રોગ
સીલિયક એક ઓટોઇમ્યૂન ડિસઓર્ડર છે, જે એવા લોકોમાં જોવા મળે છે જેનામાં સંવેદનશીલતા વધુ હોય છે. સીલિયક એક આનુવંશિક બીમારી છે, જેના કારણે બાળકો વધુ પ્રમાણમાં તેનો શિકાર બને છે. સીલિયક રોગથી પીડાતા લોકોને ઘઉં, જવ, ઓટ્સ જેવાં ધાન્યથી તેમને એલર્જી થાય છે.

 

બાળકો પર પડે છે તેની વધુ પડતી અસર
સીલિયક રોગથી પીડાતા બાળકોમાં ગ્લૂટેનનું પ્રમાણ વધતાં તેનાથી એલર્જી થાય છે, જેના કારણે તેમનું નાનું આંતરડું નબળું પડી જાય છે અને પાચન ક્ષમતા ઓછી થઈ જાય છે. આ કારણે તેમને ગમે તેટલો પૌષ્ટીક આહાર ખાવા છતાં પોષણ મળતું નથી અને અંતે તે કુપોષણનો શિકાર બને છે. પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો ન મળતા તેમનું શરીર સૂકાવા લાગે છે અને તેમનો વિકાસ થતો નથી. આ કારણે જ આ રોગથી પીડાતા બાળકોની ઊંચાઈ બરાબર વધતી નથી તેમજ તેઓ તંદુરસ્ત પણ રહેતા નથી, ઊલટાનું તેઓ ઠીંગણા અને દુબળા-પાતળા રહે છે.

 

સીલિયક રોગમાં કયા આહારથી રહેવું જોઇએ દૂર
સીલિયક બીમારીવાળા વ્યક્તિને ઘઉં, રાઈ, જવ જેવાં પદાર્થોથી દૂર રહેવું જોઇએ. શરીરમાં ગ્લૂટેનનું પ્રમાણ જાણવા માટે ઉત્પાદક વસ્તુના લેબલ પર ચકાસી લેવું સલાહભર્યું છે, કારણ કે કેટલીક વસ્તુઓમાં ગ્લૂટેન હોઈ શકે છે જેવી કે, સૂપની બોટલ, મસાલા, પાસ્તા વગેરમાં ફરજિયાત પણે ગ્લૂટેન તત્ત્વ હોય છે. તેનો એ અર્થ નથી કે તમે ભોજનમાં કોઈ વિવિધતા નથી લાવી શક્તા. ચોખા, જુવાર, કેનુઆ, બાજરો, રાગી અને ફાડા જેવાં ધાન્યનો ઉપયોગ કરી શકો છે અને તેનાથી બનતી વસ્તુઓ ખાઈ શકો છો.

 

પ્રોસેસ્ડ ખોરાકમાં પણ હોય છે ગ્લૂટેન
તૈયાર પેકિંગ વસ્તુઓ જેવી કે ઘઉં, રાઈ અને જવ જેવાં પેકેટમાં લેબલ લગાડેલા હોય છે. જેના પર ગ્લૂટેનનું પ્રમાણ કેટલું છે તે જણાવે છે. જો કે સામાન્ય રીતે આવા પેકિંગ ફુડ પેકેટમાં ગ્લૂટેનનું પ્રમાણ વધારે હોય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtkPhuvufqEQjWcfT2p6SW12hTWfgF0S_Th6MbYifDd0w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment