| હજુ થોડા વર્ષ પહેલાં સ્ટ્રગલ કરી રહેલો રણવીરસિંહ આજે બોલીવૂડમાં ટોચના હિરો તરીકેનું સ્થાન તો ધરાવે જ છે, પણ બેન્ડ,બાજા અને બારાત ફિલ્મથી ધમાકેદાર શરૂઆત કરનાર આ અભિનેતાની રિયલ લાઇફ બારાત પણ આ વર્ષે ધૂમધામથી નીકળી. દીપિકા પદુકોણ સાથે પરણીને ઠરીઠામ થયેલા રણવીર સિંહનું આ વર્ષ બે રીતે યાદગાર રહેશે. એક, આ વર્ષના જાન્યુઆરીમાં પ્રદર્શિત થયેલી તેની બહુચર્ચિત વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત અને બે, આ જ ફિલ્મની પદ્માવતીનું પાત્ર નિભાવનારી અભિનેત્રી દીપીકા પદુકોણ સાથેના તેના લગ્ન. 'પદ્માવત' અગાઉ પણ અનેક સુપરહિટ ફિલ્મો જેવી કે લૂટેરા, ગોલિયોંકી રાસલીલા-રામલીલા, દિલ ધડકને દો,બાજીરાવ મસ્તાનીમાં કામ કરીને બોલીવૂડમાં છવાઇ ગયેલો રણવીરસિંંહે પરણ્યા પછી પોતાનું કામ ફરી શરૂ કરી દીધું છે. નવા વર્ષે તે 'ગલી બોય', 'સિમ્બા',' '૮૩' અને 'તખ્ત' જેવી મોટા ગજાની ફિલ્મોમાં વિવિઘ રોલ ભજવતો જોવા મળશે અને હા રિયલ લાઇફમાં પતિની ભૂમિકા ભજવશે એ અલગ.
લગ્ન અને રિસેપ્શનથી પરવારીને પાછા બોલીવૂડી રફ્તારમાં જોડાઇ ગયેલા રમૂજી રણવીર સિંહેક મુલાકાતમાં રસપ્રદ વાતો કહી હતી.
ૄ લગ્ન તરીકે શા માટે ઇટાલીનું લેક કોમો રિસોર્ટ પસંદ કર્યું?
દીપિકાની એ ઇચ્છા હતી. અને તેની જે જે ઇચ્છાઓ હતી એ હું પૂરી કરવા માગતો હતો. હસબન્ડ ઓફ ધ મિલેનિયમ બનવા માટેનું આ પ્રથમ પગથિયું છે. તેની ખુશીમાં જ મારી ખુશી સમાયેલી છે એમ હું દૃઢ પણે માનું છું.
ૄ દીપિકા જ તારી પત્ની બની શકે એવું તને ક્યારે લાગ્યું?
તેની મુલાકાત થઇ અને સાથે કામ કર્યાને છ મહિના થયા ત્યારથી જ મને લાગ્યું કે આ જ મારી જીવનસંગિની હોઇ શકે. ત્યાર બાદ તો જે પ્રેમના અંકુર ફૂટ્યા તેને હું સીંચતો જ રહ્યો. આજે છ વર્ષ પછી અમે સાથે છીએ. તે ખૂબ જ સાલસ અને પ્રેમાળ વ્યક્તિ છે.
ૄ દીપિકા પોતાને ખુશનસીબ માને છે?
આવું બધું હું નથી વિચારતો. હું એ માનું છું કે તેને મેળવીને હું નસીબદાર છું. મને તો એટલું જ ભાન છે કે હું જેને પરણવા માગતો હતો એ આ જ છે, મારા છોકરાઓની માતા પણ આ જ હોઇ શકે. હું તો છેલ્લાં ૩ વર્ષથી લગ્ન વિશે ગંભીર હતો. ફક્ત તેની 'હા' ની જ પ્રતીક્ષા હતી.
ૄ અત્યારે તમે બેઉ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચનું સ્થાન ધરાવો છો. શું લગ્ન માટે આ સમય યોગ્ય ગણાય?
હું તો છેલ્ લાં ૩ વર્ષથી લગ્ન માટે યોગ્ય સમય છે એમ માનતો હતો. પણ તેણે વિચાર્યું કે આ જ યોગ્ય સમય છે અને જ્યારે બેઉ એવું વિચારે કે આ ખરો સમય છે, ત્યારે એ જ ખરેખર યોગ્ય સમય હોય છે.
ૄ લગ્ન બાદ કેવા પરિવર્તનની તમે અપેક્ષા રાખો છો?
હવે તો એ વધુ નિયમિત થશે અને નિયંત્રિત પણ થશે. હવે હું સવારે વહેલો ઉઠી જઇશ. સમયસર કામ પર જઇશ અને સમયસર ઘરે આવી જઇશ. તે પણ મારા જીવનમાં શિસ્ત લાવવા કટિબદ્ધ બનશે જે મારી વ્યવસાયિક જિંદગી માટે પણ સારું જ રહેશે. શિસ્ત એ જ એવી એક વસ્તુ છે જેમાં હું પાછો પડું છું. જોકે, હવે બધું બરાબર થશે, સમયસર થશે. કામ અને કુટુંબ બેઉ વચ્ચે સમતુલા જાળવવામાં હું માનું છું.
ૄ લગ્ન થયા એટલે જવાબદારી વધશે....
હા, હવે ઘણું બધું બદલાઇ જશે, (હસતા હસતા કહે છે) આની પહેલાં લગ્ન કર્યા નથી એટલે આગળ શું થશે એનો તો કોઇ ખ્યાલ નથી, પણ હવે મારું બહારનું મિત્રવર્તુળ ચોક્કસ નાનું થતું જશે. હવે બહુ ઓછા એવા લોકો હશે જેમની સાથે હું વધુ સમય ફાળવી શકીશ. ૧૮થી ૨૮ વર્ષ સુધી તો હું ફેમિલી સાથે જોડાયેલો ન હતો. પરંતુ હું હવે વધુને વધુ મારા કુટુંબ સાથે જોડાયેલો રહેવા માગુ છું. કુટુંબ સાથે લાંબી રજાઓ ગાળવી મને ગમશે. દીપિકા પણ એક કુટુંબપ્રિય વ્યક્તિ છે. તેને પ્રેમ કરવા માટેનું આ પણ એક કારણ છે. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot6bkNcfZ_hj5zHdUSU8yiDzQ8AG6zCvD9SUstZrm0daA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment