|
આજે કેટલાંક નાનકડાં વૃક્ષો અને કેટલાંક મધ્યમ કદનાં વૃક્ષો વિશે માહિતી મેળવીએ.
બોરસલી
બોરસલીના બીજા ગુજરાતી નામો બકુલી, બોલસરી, વરસોલી, વરસડી વગેરે છે. કચ્છીમાં મુરછલજો ઝાડ, વકલજો ઝાડ, મુરસલ, બરસલ વગેરે છે. મરાઠીમાં બકુલ, બકુલી, બારસોલી, વાઓલી વગેરે છે. હિંદીમાં મુલસરી, મૌલસર, મોલસરન, બકુલ વગેરે નામો પ્રચલિત છે. ધીમેથી વધતું, લાંબી આવરદાવાળું આ વૃક્ષ તેનાં ચકચકિત પાંદડાં, નાનાં કેસરી સ્વાદિષ્ટ ફળો અને સુગંધી નાનાં ફૂલોથી પ્રખ્યાત છે. વૃક્ષ સુધી ઊગે છે અને તેનાં મૂળિયાં મકાનના ફાઉન્ડેશનને નુકસાન નથી કરતાં.
એક જમાનામાં મુંબઈની શોખીન સ્ત્રીઓ બોરસલીનાં પુષ્પો પોતાના કીમતી કપડાં વચ્ચે રાખતી હતી જેથી કપડામાં પણ તેમી સુગંધ પ્રસરે. મેં જુહુની એસ.એન.ડી.ટી. યુનિ.માં ૫૦ વૃક્ષો વાવી બકુલ એવન્યુ બનાવ્યો છે. સુંદરતમાં સર્વોત્તમ આ વૃક્ષ સદીઓ સુધી ટકી રહે છે. ઈતિહાસકાર કમિસરિયેટ સાહેબે તેમના ગુજરાતના ઈતિહાસના દળદાર ગ્રંથોમાં પાલણપુરની ૪૦૦ વરસ જૂની બોરસલીઓનો ઉલ્લેખ કર્યો છે. મુંબઈના દરિયાકિનારે કે ઉત્તર ગુજરાતના રણપ્રદેશમાં આ વૃક્ષ સહેલાઈથી ઊગે છે. સવાર પડતાં નીચે પુષ્પોની ચાદર પથરાઈ જાય છે. પક્ષીઓ અને ખાસ કરીને ચકલીઓને આકર્ષે છે.
બકુલના વૃક્ષ વિશે એક કવિ લખે છે કે:
લરૂ વિ ત્ૂપપૂ ્રૂવ પળરુબ લડળ
લપ પ્રિુટણલળૂ લપત્રુશ્ર્ ઇંફજ્ઞ વે ॥
બઊંૂ રૂળજ્ઞબલફિ ટ્ય ઊ ઇણપૂ
ઇંરૂવક્ષ્ ઇં્યણળ ણ રુમલજ્ઞલ ઊંફજ્ઞ વેં
ટવક્ષિ ્રૂઊ મજ્ઞઉંવિ થુબણ વળફપૂ
ર્ઉંૈઘવિ ઈંલમળજ્ઞઇૃણલળજ્ઞ અરુબઇંજ્ઞ ઇંૂબ
શ્રળપ ઇંરુમ રુડરુલ પળેણ પફજ્ઞ વેં॥
સાર:- માળીએ એક બાગમાં બધાં વૃક્ષો ઉપર સમાન દૃષ્ટિ રાખી હતી, તો પણ બોરસલીમાં થોડા વખતમાં જ એવાં સુવાસિત પુષ્પો પ્રફુલ્લિત કર્યાં, કે જેની સુગંધથી પ્રસન્ન થયેલા ભમરાઓએ સઘળી દિશાઓને ગુંજારવસભર કરી મૂકી. તેવું જ ગુલીજનની કીર્તિ વિષે સમજવું.
--------------------------
ગરમાળો
વનવગડાનવું આ જાણીતું વૃક્ષ ઉનાળામાં પીખાં-સોનેરી ફૂલોની સેરોથી શોભી ઊઠે છે. કુમળા લીલાં પાંદડાં અને સૂર્યના પ્રકાશથી ઝળહળિત થતાં પુષ્પો અનેરું દૃશ્ય ખડું કરે છે. હિંદીમાં અમલતાસ, ગીરમાલા વગેરે નામોથી પ્રચલિત છે. મરાઠીમાં બહાવા, ગરમાલ, ગીરિમાલ, ચીમકની વગેરે નામો છે. જ્યારે સંસ્કૃતમાં રાજવૃક્ષ, રાજતરૂ, સ્વર્ણજીવૃક્ષ વગેરે સુંદર નામોથી જાણીતું છે. અંગ્રેજીમાં ગોલ્ડન સાવર, ઈન્ડિયન લેબરનમ, પુડિંગ પાઈપ, પરજિંગ કેસિયા વગેરે નામો છે. ૨૦' થી ૩૦' ઊંચુ આ વૃક્ષ શિયાળામાં પાન ખંખેરી નાંખે છે. ચૈત્ર- વૈશાખમાં નવા લાંબા કુમળા પર્ણ અને ફૂલો સાથે જ આવવા માંડે છે. ધીમી ગતિએ મોટું થતું આ વૃક્ષ મુંબઈ શહેરમાં ઘણી જગ્યાએ નજરે પડે છે. દરેક વાતમાં ઉત્સુકતા બતાવતા પ્રેસિડેન્ટ ઓબામાએ મુંબઈમાં લેબરનમ રોડ ઉપર મણીભવનની મુલાકાત લીધી હતી ત્યારે લેબરનમ રોડા નામ કેવી રીતે પડ્યું તે પણ પૂછયું હતું. આજે આ રસ્તા ઉપર ગરમાળો કે લેબરનમનું એકપણ વૃક્ષ નથી, પરંતુ જ્યાં ત્યાં પીળાં ફૂલોવાળા પરદેશી વૃક્ષ પેલ્ટોફોરમ દેખાય છે. ગરમાળાનું મરાઠી નામ બહાવા છે. એક જમાનામાં ગરમાળાની શીંગોને સૂકવવા અને તેમાંથી ગરમાળાનો ગોળ કાઢવા ખખા હતા. બહાવા ખખામાંથી અપભ્રંશ થઈને તે વિસ્તાર માટે ભાયખલા નામ ઊતરી આવ્યું છે. ગરમાળાની લાંબી શીંગો શિયાળામાં પાકે છે અને કાળો રંઘ ધારણ કરે છે. તેમાંનો છીંકણી રંગનો, ચીકણો ગોળ આરોગવાથી કબજિયાત, પેટનો આફરો વગેરે મટે છે. જંગલમાં રીંછ, વાંદરા વગેરે પણ આનંદથી ગોળ આરોગે છે. પિત્તવિકાર ઉપર ગરમાળાનો ગર આંબલીના ગર સાથે અપાય છે. ગ્રામ્યવાસીઓ ગરમાળા અને આવળનાં પાન પથ્થર ઉપર વાટી દાદર ઉપર લગાડે છે. કાઠિયાવાડનાં રબારીઓ ગરમાળાનાં પાન મીઠા અને મરચાં સાથે ચાવી જાય છે, તેથી પેટ સાફ આવે છે. ગરમાળાના ઝાડમાંથી રાતો રસ ઝરે છે જે પાછળથી કઠણ થઈ જાય છે. ગરમાળાનો આ ગંદુર કમરકસ તરીકે ઓળખાય છે. ગત ચોમાસામાં ફ્રેન્ડ્ઝ ઓફ ધી ટ્રીક તરફથી થયેલા વૃક્ષોના વિતરણમાં ગરમાળા ...ને ઈન્ડિયન લેબરમની ઝાઝી માંગ હતી. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otq-WOb603d%3D82vnRekfgKU8cX3jNcU4r-ZtJAeNdjekg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment