Thursday, 27 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઇમરાન હાશમીએ તીર તાક્યું (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઇમરાન હાશમીએ તીર તાક્યું!
ફોકસ-રિદ્ધિ રામપરિયા

amdavadis4ever@yahoogroups.com

સામાન્ય રીતે હિંદી ફિલ્મ જગતના સિતારાઓ દેશમાં ચાલી રહેલા ગંભીર મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપવામાંથી બચતા હોય છે, પણ જ્યારે કોઇ ખાસ વિષય પર તેમની ફિલ્મ રિલીઝ થતી હોય તે સમયે એ મુદ્દા પર મન મૂકીને પોતાના અભિપ્રાય આપતાં હોય છે. હાલમાં બૉલીવૂડના સિરિયલ કિસર ગણાતા કલાકાર ઇમરાન હાશમી દેશની શિક્ષણ પદ્ધતિ પર બનાવવામાં આવેલી 'ચિટ ઇન્ડિયા' ફિલ્મ લઇને આવી રહ્યો છે. આ ફિલ્મ ખાસ કરીને દેશમાં શિક્ષણ પદ્ધતિમાં થઇ રહેલા ભ્રષ્ટાચારની પોલ છતી કરે છે. ૨૫મી જાન્યુઆપી ૨૦૧૯ના દિવસે રિલીઝ થતી આ ફિલ્મ દેશની શિક્ષણ વ્યવસ્થામાં સકારાત્મક બદલાવ લાવી શકે છે તે જાણવું અને જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

છેલ્લા એક દાયકા સુધી બૉલીવૂડમાં પોતાની સિરિયલ કિસર તરીકેની ઇમેજના દમ પર સફળ રહેલો અભિનેતા ઇમરાન હાશમી છેલ્લા ઘણા સમયથી એક હિટ ફિલ્મ આપવાના પૂરતા પ્રયાસો કરી રહ્યો છે. હાલમાં તેણે આ વિશે ઉભા થતાં તમામ સવાલોના મન મૂકીને બિન્દાસ્ત જવાબો આપ્યા હતાં.

ૄ ભણતી વખતે તેે ક્યારેય નકલ કરી છે ખરી?

સાચું કહું તો હા! એક વાર ઇકોનોમિક્સનું પેપર હતું અને દુર્ભાગ્યે મેં બિલકુલ તૈયારી કરી નહોતી. પરીક્ષા હૉલમાં એક નિરિક્ષક હતાં તેમણે અચાનક એક અનાઉન્સમેન્ટ કરી કે પેપર ખતમ થવામાં ફક્ત ૪૦ મિનિટ બાકી રહી છે અને મને ખબર છે કે કોઇએ આ પેપર માટે તૈયારી કરી નથી તેથી ફટાફટ કોપી કરી લો. એ વખતે નકલ કરીને મેં પરીક્ષા પાસ તો કરી પણ મને બિલકુલ ગર્વ ન થયો, કારણ કે મને ખબર હતી કે ખોટું કર્યું છે. ઘણા વિદ્યાર્થીઓ ગેરકાયદે પેપરને ખરીદી લે છે અને તેના આધાર પર જ પરિક્ષાની તૈયારી કરે છે તે તદ્દન ખોટું છે, પણ દુર્ભાગ્યે આપણા દેશમાં આવું થઇ રહ્યું છે.

ૄ દેશની શિક્ષણ પદ્ધતિ વિશે તારું શું કહેવું છે?

આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા જ એવી છે, જેને કારણે બાળકો કૉપી કરવા માટે મજબૂર થાય છે. માર્ક્સ, ગ્રેડ અને યુનિવર્સિટીની સીટ્સના દબાણને કારણે બાળકો ચિટીંગ કરે છે. બાળકોને પ્રેશરનો સામનો કરવો પડે છે. બાળકોની ક્રિએટિવિટી અને તેમની ક્ષમતા પર પણ ધ્યાન આપવામાં આવે તો તેમના આગળના જીવનમાં ખૂબ જ સુધારો આવી શકે છે, જે આપણા દેશ માટે જ ફાયદાકારક નિવડી શકે છે.

ૄ તારા હિસાબે શિક્ષણ વ્યવસ્થામાં કેવા પ્રકારના બદલાવની જરૂરત છે?

આ ફિલ્મમાં કામ કર્યા બાદ મને એક અંદાજો આવે છે કે આપણા દેશની શિક્ષણ પદ્ધતિને પૂર્ણપણે બદલવાની જરૂર છે. તેના માટે ખૂબ જ મહેનત કરવી પડશે. આપણા દેશમાં રટ્ટા મારવાની સિસ્ટમ છે. ખાસ કરીને માતા-પિતા અને સમાજ બાળકો પર ગોખણપટ્ટી કરવાનું દબાણ નાંખે છે, પણ તેમને કોણ સમજાવે કે નોકરી શોધતી વખતે તે ગોખણપટ્ટી કામમાં આવશે નહીં. બસ...! આ જ દબાણમાં આવીને મોટા ભાગના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતાં હોય છે. બાળકોને પ્રેક્ટિકલ અને ક્રિએટિવ રીતે શિક્ષણ આપવું જોઇએ. આપણે ફિનલૅન્ડની શિક્ષણ પદ્ધતિને અનુસરવું જોઇએ. શિક્ષણમાં ફક્ત ભણવું જ અગત્યનું નથી, બાળકને દરેક રીતે દુનિયા સમક્ષ લડવા તૈયાર કરવો એનો ખરો અર્થ શિક્ષણ કહેવાય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou9Pfs%3DeQmBMZqnRB52KCCRP6Z_hXJ33%3DUjqnjTsZx5qg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment