આ સ્પર્ધાત્મક યુગમાં 5ચાસ કે સાઠ વર્ષની ઉંમર બાદ નોકરી મેળવવી કઠિન તો છે જ, પણ સાથે સાથે અશક્ય પણ નથી જ, જોકે એ માટે તમારે માનસિક હિંમત કેળવવાની અને મનોવૈજ્ઞાનિક યુક્તિ-પ્રયુક્તિઓ પ્રયોજવાની જરૂર છે
આમ તો કોઇ પણ ઉંમર હોય આ દિવસોમાં નોકરી મેળવવી એક મુશ્કેલ કાર્ય છે. પણ જો તમે તમારા જીવનની પંચાવન દિવાળીઓ જોઇ લીધી હોય તો હાલના તબક્કે જ્યાં 12 કરોડથી વધુ લોકો બેરોજગાર છે એ ભારત દેશમાં નોકરી મેળવવી એ માત્ર મુશ્કેલ જ નહીં , અતિ વિકટ કાર્ય છે. સાચે જ 55-60 વર્ષની ઉંમરે યોગ્ય નોકરી મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. જોકે આ કામ અસંભવ તો નથી જ.
કોર્પોરેટ ક્ષેત્રમાં 5 લાખથી વધારે એવા લોકો કાર્યરત છે જેમણે 60 વર્ષના પૂર્ણ થાય એ પહેલા સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ કે પછી 60 વર્ષ પૂર્ણ કર્યા બાદ નવી નોકરી મેળવી છે. દસ હજાર તો એવા લોકો છે જેમણે 62 વર્ષની એક પૂરી ઇનિંગ રમ્યા બાદ પોતાની બીજી ઇનિંગ ચાલુ કરી હોય. આ લોકો ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં વધુ છે.
કહેવાનો અર્થ એટલો જ છે કે 55 કે 60 વર્ષ બાદ પણ નોકરીઓ મેળવી શકાય છે પણ શરત એટલી જ છે કે તમારી અંદર તેને અનુરૂપ શક્તિ અને સ્ફૂર્તિ હોય. આ ઉંમરે નોકરી ફક્ત યોગ્યતાના આધારે તો ન જ મળે તેના માટે થોડી હિંમત અને કેટલીક મનોવૈજ્ઞાનિક યુક્તિ-પ્રયુક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવો પણ જરૂરી છે. જો તમે પણ કોઇ કારણસર 55 વર્ષ પછી કોઇ નવી નોકરી શોધી રહ્યા હોવ અને નિરાશા હાથ લાગતી હોય તો આવો તમને બતાવીએ કે નિરાશાઓને આશામાં કેવી રીતે બદલી શકાય છે.
જો કોઇ કારણસર તમને 50 વર્ષ વટાવ્યા બાદ નોકરી શોધવાની જરૂરત પડે ને જ્યાં આપની સ્પર્ધા સેંકડો નહીં પણ હજારો એવા યુવાનો જોડે છે જે તમારા કરતાં વધુ ઊર્જાવાન છે, તો એમાં નિરાશ થવા જેવી કે ગભરાવા જેવી કોઇ વાત નથી. કારણ કે એક નહીં ઘણી ચીજો એવી પણ હોય છે જેમાં તમે નવજુવાનિયા કરતાં એક ડગલું આગળ પણ હોઇ શકો છો.
જી..હાં, આ કોઇ તમારો ઉત્સાહ વધારવા માટે લખાતા શબ્દો નથી, પણ સત્ય હકીકત છે. યાદ રાખો કે તમારી પાસે જે અનુભવનો કિંમતી ખજાનો છે એ નવજુવાન સ્પર્ધકોમાં નથી જ હોતો. આ કારણથી તમને બધી જ જગ્યાએ નહીં, પણ ઘણે ઠેકાણે પ્રાધાન્ય મળી શકે એમ છે. પરંતુ માત્ર અનુભવના આધારે જ કોઇ તમને નોકરી નહીં દઇ દે. તેના માટે કેટલીક બીજી ચીજો પણ તમારામાં હોવી જોઇએ. એ ચીજોમાં પહેલી ચીજ એ છે કે તમે મનમાંથી એ માન્યતા કાઢી નાખો કે ઉંમરલાયક વ્યક્તિ કશુંક નવું શીખવા માગતી નથી હોતી. તમારી કામગીરી અને વ્યવહારથી એવું સાબિત કરો કે આ ઉંમરમાં પણ તમને નવી નવી ચીજો શીખવી પસંદ છે.
જ્યારે પણ આ ઉંમરે કોઇ ઇન્ટરવ્યુ લેનાર સામે બેઠા હોવ તો તેના દિમાગમાં એવો સંદેશો પહોંચવો જોઇએ કે તમે ન કેવળ નવી નવી બાબતો સાથે તાલમેલ મેળવવામાં માહેર છો,પણ તમને નવી ચીજો શીખવામાં ઘણો રસ પણ છે. જોકે, એ યાદ રાખજો કે આ બધું તમારે કોઇ પલાખા કે કવિતાની જેમ એની આગળ રટવાનું નથી,પરંતુ તમારા હાવભાવ અને વર્તન દ્વારા આ બાબતને એવી રીતે વ્યક્ત કરો કે શબ્દોનો ઉપયોગ કર્યા વગર એ તેના મગજ અને હૃદય સુધી પહોંચી જાય. પણ હા પરિસ્થિતિ એવી બને કે તમારે બોલવું જ પડે એમ હોય તો પછી જોરદાર અંદાજમાં કહો કે તમે નવી નવી વાતો શીખવી પસંદ કરો છો.
બીજી એક મહત્ત્વની વાત એ પણ સમજવા જેવી છે ક્ે આ ઉંમરમાં તમને નિરુત્સાહ કરવાવાળા પણ ઘણા મળી આવશે, પરંતુ તમારે એ ધ્યાન રાખવું કે કોઇ ગમે તે કહે તમારે નિરાશ થવાની જરૂર નથી. ઘણા લોકો એવું કહેવાવાળા મળશે કે હવે આ ઉંમરે કૉમ્પ્યુટર શીખવાનું કેવી રીતે ફાવશે? શીખી લ્યો તો પણ કેટલો સમય કામ કરશો કે કરી શકશો? તમારા માટે આવું ધારવાવાળાઓને એવો અહેસાસ કરાવો કે તમારી પાસે ન કેવળ ઉત્સાહ અને નવીનતમ યોજનાઓ છે, પણ તમે કંપનીને બહેતરીન પરિણામ આપી શકો છો. તમે ઇન્ટરવ્યુ લેનારને બતાવો કે તમે બહુ જ મહત્ત્વાકાંક્ષી છો અને હજુ ટોચ પર પહોંચવાનું બાકી છે.
આ ઉંમરે નોકરી શોધતી વખતે એ પણ ધ્યાનમાં રાખો કે તમારા માટે યોગ્ય કામ અને કામ દેનારા શોધો. આ ઉંમરે તમે બધું જ કામ બધાની સાથે નથી જ કરી શકવાના. કારકિર્દીની શરૂઆત કરવાવાળાને ક્યાંય પણ નોકરી કરી લેવી કોઇ હેરાન થવા જેવી બાબત નથી હોતી,પરંતુ ઉંમરલાયક વ્યક્તિએ તો સારી કંપની અને સારા માલિક શોધવા જરૂરી છે. એવું પણ નહીં માનતા કે જ્યાં એચ.આર.(હ્યુમન રિસોર્સ) હોય ત્યાં જ સારી નોકરીઓ ઉપલબ્ધ હોય છે. જે કંપનીઓમાં આ સુવિધા નથી હોતી ત્યાં પણ કામ કરવા માટેનું સારું વાતાવરણ હોય છે. આવી કંપનીઓને તમારા સંપર્કસૂત્રો દ્વારા પણ શોધી શકો છો.
કંપનીઓમાં ઇન્ટરવ્યુ આપતી વખતે ન તો તમારી ઉંમરને લઇને જૂઠું બોલો કે ન તમારી આવડત અને ક્ષમતાને લઇને.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvV7PczDV-iqnExeSYqArCmhvNOoCeer9zH3uPV4ZvWFw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment