આપણે ત્યાં સુવાવડ પછી સ્ત્રીઓને 'હીરાબોળ' ખવડાવાય છે. આ રિવાજ શાસ્ત્રીય અને ઘણો જ વૈજ્ઞાનિક છે. હીરાબોળમાં પ્રજનન અંગોની શુદ્ધિ કરવાનો ગુણ છે. સાથે સાથે તે પ્રસૂતિ વખતે ઉત્પન્ન થયેલ દોષોને દૂર કરે છે. ગર્ભાશય અને બીજા પ્રજનન અવયવોને તે પોતાની મૂળ અવસ્થામાં લાવી તેમને નવું બળ આપે છે. આ બધા ઔષધિય ગુણોને કારણે જ સુવા, મેથી, સૂંઠ વગેરેની જેમ પ્રસૂતિ પછી આપણે ત્યાં બોળના સેવનની પરિપાટી ચાલી આવે છે. જે સમગ્ર વિશ્વને આપણા પ્રસૂતિતંત્રની એક ઉમદા ભેટ સમાન છે. આફ્રિકા, ઈરાન, અરબસ્તાન વગેરે આરબ દેશોમાં બોળનાં વૃક્ષો ખાસ થાય છે. તેનાં વૃક્ષો ગૂગળનાં કુળનાં જ ગણાય છે. તથા ગૂગળની જેમ જ તેનાં વૃક્ષોનાં થડમાં ઘા-ચીરો કરવાથી એક જાતનો ઘટ્ટ-ચીકણો ગુંદર નીકળે છે. એને જ હીરાબોળ કહે છે. બોળનાં ત્રણ પ્રકારો છે. (૧) રાતો-હીરાબોળ (૨) સફેદ-બાળંતબોળ અને (૩) કાળોબોળ-કુંવારપાઠાંમાંથી બનતો કડવો એળીયો. આયુર્વેદ પ્રમાણે જોઈએ તો હીરાબોળ સ્વાદમાં કડવો, તીખો અને તૂરો, ગરમ, મેધાવર્ધક, પાચક, ગર્ભાશયને શુદ્ધ કરનાર, માસિક સાફ લાવનાર, રક્તશોધક અને જઠરાગ્નિવર્ધક છે. તે કબજિયાત, આફરો, મંદાગ્નિ, કષ્ટાર્તવ, માસિકનો અટકાવ, ચામડીનાં રોગો, લોહીનાં ઝાડા વગેરેને મટાડનાર છે.
રાસાયણિક દ્રષ્ટિએ બોળમાં એક ઉડનશીલ તેલ-મિર્રોલ ૨%, ગુંદર ૬૦%, રાળ ૩૫%, ર્મિિરન, એક કડવું સત્વ તથા કેલ્શિયમ ફોસ્ફેટ, કાર્બોનેટ વગેરે તત્ત્વો રહેલા છે. હીરાબોળ અનેક રોગોને મટાડનાર ઔષધ છે. તે રક્તનાં દોષોને દૂર કરે છે, શ્વેતકણોને વધારે છે, દીપન, પાચન તથા કોથહર-એન્ટિસેપ્ટિક છે. શરીરમાં પ્રવેશ્યા પછી તે શ્વાસ માર્ગ, ફેફસાં, પ્રજનન માર્ગ, મૂત્રેન્દ્રિય તથા શ્લેષ્મ ત્વચા દ્વારા બહાર નીકળે છે. અને બહાર નીકળતી વખતે એ અવયવોની વિનિમય ક્રિયાને સુધારે છે. મૂત્ર દ્વારા બહાર પડે ત્યારે મૂત્રમાર્ગને સ્વચ્છ કરે છે. ત્વચા દ્વારા નીકળે ત્યારે ત્વચાને સાફ કરે છે. ફેફસાં દ્વારા બહાર નીકળે ત્યારે શ્વાસમાર્ગમાંથી કફ વગેરેને દૂર કરે છે. જેમને દુર્ગંધી, ઘાટો કફ પડતો હોય તેમનાં માટે હીરાબોળ સારી દવા છે. જે સ્ત્રીઓને કમર દુઃખતી હોય તેમનાં માટે હીરાબોળ ઉમદા ઔષધ છે. હીરાબોળ અને ગૂગળ બંને સરખા વજને લાવી તેમની ચણાનાં દાણા જેવડી ગોળીઓ બનાવી લેવી. થોડા દિવસ સવાર-સાંજ એક એક ગોળી લેવાથી કમરનાં દુઃખાવામાં ફાયદો થાય છે. ગર્ભાશયની શિથિલતા દૂર કરનાર હોવાથી માસિક સંબંધી વિકૃતિઓમાં પણ હીરાબોળ ઉત્તમ છે. હીરાબોળ, ગૂગળ, હીરાકસી અને એળિયો આ ઔષધો સરખા વજને લાવી, ખાંડીને, તેમની નાની-નાની ગોળીઓ વાળી લેવી. સવારે, બપોરે અને રાત્રે એક-એક ગોળી પાણી સાથે લેવાથી માસિક-રજોદર્શન સાફ આવે છે. અટકાવ અને દુખાવામાં રાહત થાય છે. તેમજ શરીરમાં રક્તનું પ્રમાણ વધે છે.
મુખ અને દાંતનાં રોગોમાં પણ હીરાબોળ ઉપયોગી ઔષધ છે. બોળનું ચૂર્ણ ગુલાબનાં અર્કમાં મેળવીને તેનાં કોગળા કરવાથી મુખપાક, મોઢાનાં ચાંદા, મસૂડાનાં રોગો વગેરે મટે છે. પોલી દાઢમાં બોળનું ચૂર્ણ ભરી દેવાથી દાઢનો દુઃખાવો મટે છે.
અહીં એ યાદ રાખવું કે હીરાબોળ એ પુરુષત્વનાશક હોવાથી પુરુષો માટે તે હિતકારી નથી. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtSqUVDA8xbo5D9Fp3rZosxEkpR-v4n5B6ifhLXtMWSpA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment