ઘી ખાવાથી નહીં પરંતુ એ ન ખાવાથી વ્યક્તિને અટૅક આવી શકે છે. દુખ એ વાતનું છે કે આપણા દેશમાં એમ કહીએ કે ઑલિવ ઑઇલ હેલ્ધી છે તો બધા માની જશે, પરંતુ ઘી હેલ્ધી છે કહીએ તો એના માટે દલીલ કરવી પડે છે. ઘીના હેલ્ધી હોવા પર જો વિશ્વાસ ન આવતો હોય તો આવો સમજીએ ઘી કઈ રીતે ઉપયોગી છે. શું તમને હાર્ટ-પ્રૉબ્લેમ છે અને એને કારણે તમારા ડૉક્ટરે તમને ઘી અને તેલ ખાવાની ના પાડી છે? શું તમારા ડાયટિશ્યને તમને વજન ઉતારવા માટે ઘી ખાવાની મનાઈ કરી છે? નાનપણમાં ભલે ખીચડીમાં બે ચમચી એક્સ્ટ્રા ઘી અને ઘીથી લબલબતો શીરો તમે ખાધાં છે, પરંતુ આજે તમે ઘીને હાથ પણ લગાડતા નથી? જો આ બધા પ્રfનોના જવાબ હા હોય તો તમે એ લાખો લોકોની હારે ઊભા છો જેમને ઘી વિરુદ્ધ બોલી-બોલીને એટલા ડરાવી દેવામાં આવ્યા છે કે ઘી ખાશો એટલે તમને અટૅક આવવાનો જ છે, ઘી એક સૅચ્યુરેટેડ ફૅટ છે જેમાં ખૂબબધું કૉલેસ્ટરોલ હોય છે અને આ કૉલેસ્ટરોલ લોહીની નળીઓને બ્લૉક કરી દે છે જેથી હાર્ટ-અટૅકનું રિસ્ક ખૂબ વધી જાય છે. આવું એક્સ્પ્લેનેશન આપણે બધાએ અઢળક વાર સાંભળ્યું છે અને આ આપણે ક્યાંથી સાંભળ્યું છે? આપણા જાણીતા ડૉક્ટરો, ડાયટિશ્યન અને વેઇટલૉસ કે હેલ્થ-ઇન્ડસ્ટ્રી પાસેથી. જોકે એ લોકો પણ બિચારા છે, કારણ કે મોટા ભાગના ડૉક્ટરો વેસ્ટર્ન સ્ટડીઝ વાંચીને જ્ઞાન લે છે. મોટા ભાગના ડાયટિશ્યન જે ન્યુટ્રિશન ભણે છે એ ર્કોસ અને એનું મટીરિયલ વેસ્ટર્ન સભ્યતા પ્રમાણે તૈયાર થયેલું હોય છે. એટલે જ તેમના મતે કૅલિફૉર્નિયામાં ઊગતી બદામ અતિ ગુણકારી અને આપણા ગોવામાં ઊગતા કાજુ અત્યંત હાનિકારક છે. ઘીની જ વાત કરીએ તો એક પ્રfન દરેકે પોતાની જાતને પૂછવા જેવો છે. તમે જ્યારે ઘી ખાતા હતા ત્યારે પાતળા હતા કે આજે ઘી ખાવાનું બંધ કર્યું છે ત્યારે પાતળા છો? બીજો મહkવનો સવાલ એ કે છેલ્લાં વીસેક વર્ષથી આપણે સાંભળીએ છીએ કે ઘી હાર્ટ માટે નુકસાનકારક છે જેને લીધે ૨૦ વર્ષથી ધીમે-ધીમે લોકો ઘી ખાતા બંધ થઈ ગયા છે, પરંતુ આ ૨૦ વર્ષમાં હાર્ટ-ડિસીઝનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું? આ પ્રfનોના જવાબ જ તમને ઘણુંબધું કહી જાય છે. નિષ્ણાતો પાસેથી જાણીએ કે ઘીની હાર્ટ પર શું અસર છે અને એ ખાવું જોઈએ કે નહીં. હેલ્ધી ઘી ભારતની આજે એ હાલત છે કે અહીંના લોકોને એમ કહો કે ઑલિવ ઑઇલ ખૂબ જ હેલ્ધી છે તો એક વાક્યમાં માની જશે, પરંતુ જો એમ કહો કે ઘી એકદમ હેલ્ધી છે તો તેઓ નહીં માને. તેમને મનાવવા માટે અડધા કલાકનું લેક્ચર આપવું પડે છે. આ વાત કરતાં દેશનાં જાણીતાં સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ •જુતા દિવેકર કહે છે, 'આપણે ત્યાં આપણાં દાદી-નાનીના સમયમાં બાળકને પૂરતું પોષણ મળે એ માટે ઘી ખવડાવતા, કોઈ બીમાર હોય તો તેને તાકત મળે એ માટે ખીચડીમાં બે ચમચી ઘી નાખીને ખવડાવતા. ઘી વગરની રોટલી કોઈને પીરસી હોય તો એ લોકો એને અપમાન સમજતા. ઘરમાં અજવાળું ભલે તેલના દીવાથી થતું, પરંતુ ઘીના દીવાને આપણે ભગવાનની પૂજા માટે વાપરીએ છીએ. ઘી પહેલેથી આપણે ત્યાં પોષણ આપનારું, હેલ્ધી અને પવિત્ર માનવામાં આવે છે. એ ઘીને આજે આપણે તરછોડીએ છીએ.' હાર્ટ-હેલ્થ માટે ઉપયોગી ઘી ન ખાવા બાબતે પોતાનું મંતવ્ય આપતાં હોમિયોપૅથ ડૉ. મયંક શાહ કહે છે, 'હું એવું સમજું છું કે ઘી બંધ કરાવીને ભારતના લોકોની હેલ્થને ખતમ કરી દેવાનો મોટો અપરાધ થયો છે જેનું મૂલ્ય આજે લોકો ચૂકવી રહ્યા છે અને એને વર્ષો સુધી માફ નહીં કરી શકાય. આમ તો ઘીના અનેક ગુણો છે, પરંતુ નસોની હેલ્થને જાળવી રાખવાનું બહુમૂલ્ય કામ ઘી કરે છે. કોઈ પણ કારણસર નસોની લાઇનિંગ ડૅમેજ થાય ત્યાં જ ક્લૉટ બનતાં હોય છે. આ લાઇનિંગને રિપેર કરવાનું કામ ઘી કરે છે. એ અત્યંત જરૂરી અને ઉપયોગી ફૅટ છે. આજે પã મના દેશો ઘીનું મૂલ્ય સમજીને એને ક્લૅરિફાઇડ બટર તરીકે ખાઈ રહ્યા છે, જ્યારે આપણા લોકો ઘીને તરછોડી રહ્યા છે. ઘી છોડવાથી તેમની હાર્ટ-હેલ્થ બગડે જ છે, સુધરતી નથી.' હૃદય સંબંધિત ફાયદા હાર્ટ માટે ઘી કઈ રીતે ઉપયોગી છે એ જણાવતાં જુહુનાં ન્યુટ્રિશનિસ્ટ મુનમુન ગનેરીવાલ કહે છે, 'ઘીમાં શૉર્ટ ચેઇન ફૅટી ઍસિડ હોય છે જે ફૅટ્સને તોડે છે. ખાસ કરીને કૉલેસ્ટરોલ અને ટ્રાયગ્લિસરાઇડને એ કાબૂમાં રાખે છે જે હાર્ટ-અટૅક માટે જવાબદાર તkવો છે. ઘી પેટમાં રહેલા બૅક્ટેરિયાની સ્ટ્રેન્ગ્થ વધારે છે જેને લીધે પાચનને બળ મળે છે. જે વ્યક્તિનું પાચન સારું હોય તેનું હાર્ટ હંમેશાં હેલ્ધી રહે છે. ઘીમાં વિટામિન A ઍન્ટિ-ઑક્સિડન્ટ્હોય છે જે શરીરમાંના ફ્રી રેડિકલ્સને દૂર કરે છે જે હાર્ટને સ્ટ્રૉન્ગ બનાવવા માટે જરૂરી છે. જે પણ ખોરાકનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધુ હોય એ ખોરાકમાં ઘી નાખીએ તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ આપોઆપ ઓછો થઈ જાય છે. જેમ કે પોરણપોળીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધુ છે, પરંતુ એના પર ઘી વ્યવસ્થિત નાખીને જ ખવાય છે અને એમ જ ખાવું જોઈએ.' બીજા ફાયદાઓ ઘી ખાવાના અઢળક ફાયદાઓ છે જે વિશે વાત કરતાં •જુતા દીવેકાર કહે છે, 'ઘી હાર્ટને તો હેલ્ધી રાખે જ છે, એની સાથે-સાથે એ તમારા સાંધાઓને મજબૂત રાખે છે. એમાં ઍન્ટિ-વાઇરલ અને ઍન્ટિ-ફંગલ પ્રૉપર્ટી છે જે સ્કિનનું તેજ વધારે છે. એ એક બ્રેઇન ટૉનિક તરીકે કામ કરે છે. પાચન માટે એ અદ્ભુત છે. તમારાં હૉર્મોન્સને બૅલૅન્સ રાખવામાં ઘી ઘણું ઉપયોગી છે. શરીરમાં જામેલી ફૅટ્સને એ ઓગાળે છે. પેટ પર, હીપ્સ પર કે હાથ પર જે ચરબી જામી જાય છે અને એ એક્સરસાઇઝ કરવા છતાં દૂર થતી નથી એનો અર્થ એ થયો કે તમે ઘી ખાતા નથી. ઘી ખાવાનું શરૂ કરશો તો એની મેળે આ ફૅટ ઓગળશે.' કઈ રીતે અને કેટલું ખાવું? ઘીને ઘણા લોકો કહે છે કે ઉપરથી નાખીને જ ખાવું તો ઘણા એનો વઘાર કરીને કે એને ગરમ કરીને વાપરે છે. ઘીને કોઈ પણ રીતે ખાઈ શકાય છે. ખીચડીમાં, રોટલીમાં, મોદકમાં, દાળ-ભાતમાં ઉપરથી ઘી નાખીને ખાઈ શકાય છે. પુલાવ કે બિરયાની કે શીરામાં ઘીને ગરમ કરવામાં આવે છે. બન્ને રીત હેલ્ધી જ ગણાય છે એટલે ગિલ્ટ વગર ખાઓ. ઘણા લોકો એવા છે જેઓ ઘી કોઈ કારણસર ખાઈ જ નથી શકતા તો તેઓ એક ચમચી ઘીથી શરૂઆત કરી શકે. બાકી દરેક વ્યક્તિએ તેના મુખ્ય ખોરાકમાં ઘી ખાવું જ જોઈએ. •જુતા દીવેકર કહે છે, 'સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું આ ત્રણેય ટંક એક ચમચી ઘી ખાવું જોઈએ. જે લોકોને આખો દિવસ નબળાઈ લાગતી હોય, જમ્યા પછી શુગર-ક્રેવિંગ થતું હોય, બપોરે જમ્યા પછી ક્ષમતા કરતાં અડધી એનર્જીથી કામ થતું હોય એવા લોકોએ બપોરે જમવામાં એકને બદલે બે ચમચી ઘી ખાવું જોઈએ. જે લોકોને કબજિયાત રહેતી હોય, આખી રાત વ્યવસ્થિત ઊંઘ ન આવતી હોય, પાચન સંબંધિત કોઈ પણ તકલીફ હોય તો તેમણે રાત્રે એકને બદલે બે ચમચી ઘી ખાવું જોઈએ. જેમનું હીમોગ્લોબિન ઓછું હોય કે જે સ્ત્રીઓને મેનોપૉઝને કારણે તકલીફ થતી હોય, ચીડિયાપણું લાગતું હોય તો તેમણે જમ્યા પછી ઘી અને ગોળ ભેળવીને ખાવાં જોઈએ.' |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuFw5Tg8Tkk62ZGpQGEkWrAE8ApmxMA4p_jrucw2d2xCA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment