આજની પેઢીને રાત્રે મોડે સુધી જાગવાની ટેવ હોય છે અને તેને કારણે તેમને દિવસ દરમિયાન સુસ્તી, થાક અને કમજોરી મહેસૂસ થતી રહે છે. સામાન્યરીતે આજના સમયમાં વૉટ્સએપ, ફેસબુક કે સ્માર્ટફોન વાપરતા હોવાના કારણે લોકોને આવું થતુંહોવાનું કહેવાય છે, પણ ખરેખર એવું નથી હોતું. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે માનવીના શરીરમાં પોટૅશિયમ ઓછું હોવાને કારણે આ રીતની સમસ્યાઓ ઊભી થાય છે. શરીરમાં પોટૅશિયમની ઊણપને હાઇપોક્લેમિયા કહેવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે અને બીમારીઓથી બચવા માટે દરેકના શરીરને રોજ 47000 મિલીગ્રામ પોટૅશિયમની જરૂરત પડે છે, કેમ કે પોટૅશિયમ દિલ, દિમાગ અને માંસપેશિયોની કાર્યપ્રણાલીને સારીરીતે ચલાવવામાં મદદ કરે છે. શરીરમાં પોટૅશિયમની ઉણપથી હાઇપોક્લેમિયા અનેમાનસિક રોગ થવાનો ખતરો વધી જાય છે. પોટૅશિયમની ઊણપના સંકેતો શું હોય છે અને તેનાથી શું સમસ્યા થાય છે તે આપણે જોઇએ. અનિદ્રાની સમસ્યા: જો તમારા શરીરમાં પોટૅશિયમની ઊણપ હોય તો તમને ઊંઘ ન આવવાની સમસ્યા થઇ શકે છે. અનિદ્રાની સમસ્યા થાય તો ડૉક્ટર પાસે ચૅક-અપ કરાવી લેવું. તણાવ: વધુ તણાવ અથવા ડિપ્રેશન થવું એ પણ પોટૅશિયમની ઊણપ હોવાનો સંકેત આપે છે. એટલું જ નહીં, પોટૅશિયમની ઊણપથી થનારો તણાવ માનસિક સમસ્યાઓનું કારણ પણ બની જાય છે. મગજ પર અસર: જ્યારે શરીરમાં તેની માત્રા ઓછી થવા લાગે છે તો તે મગજથી કામ કરવાની ક્ષમતા પર પણ અસર કરે છે. તેનાથી તમારા વિચારોમાં અજબનો બદલાવ પણ આવી શકે છે. સતતથાક લાગવો: શરીરમાં પોટૅશિયમની ઊણપનું એક મોટું લક્ષણ થાક પણ હોય છે. તેની ઊણપને કારણે થોડું કામ કર્યા પછી કે ચાલ્યા બાદ થાકી જવાય છે. વાસ્તવમાં, શરીરમાં રહેલી કોશિકાને કામ કરવા માટે પોટૅશિયમ અને ખનિજ તત્ત્વોની જરૂર પડે છે, પણ તેની પૂર્તિ ન થવાને કારણે શરીરમાં થાક લાગવા માડે છે. ઍસિડ વધવો: પોટૅશિયમની ઊણપને કારણે શરીરમાં એસિડની માત્રા વધી જાય છે, જેનાથી શરીરમાં સુસ્તી, થાક અને કમજોરી મહેસૂસ થવા લાગે છે. બ્લડ પ્રેશર અનિયંત્રિત થવું: પોટૅશિયમ દિલને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેસાથે તે શરીરમાં સોડિયમની માત્રાને ઓછીરાખવા સાથે સાથે બ્લડ પ્રેશરને પણ અંકુશમાં રાખે છે. આથી પોટૅશિયમ ઓછું થવાથી બ્લડ પ્રેશર વધવું કે ઓછું થવું જેવી સમસ્યાઓ થઇ શકે છે. ત્વચામાં બદલાવ: તેની ઊણપની અસર ત્વચા પર પણ દેખાઇ આવે છે. આથી પોટૅશિયમની ઊણપ હોય તો ત્વચા સૂકી અને શુષ્ક થઇ જાય છે અને તમને પરસેવો પણ વધુ આવવા લાગે છે. ઊલટી અને ઝાડા: શરીરમાં પોટૅશિયમની ઊણપથી ઊલટી અને ઝાડાની સમસ્યા પણ થઇ શકે છે, કેમ કે તેની ઊણપથી પાચન તંત્રમાં ગડબડ થઇ જાય છે, જેનાથી ઝાડા અને ઊલટી થાય છે. પોટૅશિયમની ઊણપને પૂરી કેવી રીતે કરવી: પોટૅશિયમની ઊણપને પૂરી કરવા માટે પાલક, બ્રોકોલી, બટાટા, ગાજર જેવા શાકભાજી ખાવા જોઇએ. તે સિવાય ફણસી, કોળાના બી, આખું ધાન્ય, ડેરી ઉત્પાદનમાં પોટૅશિયમની ભરપૂર માત્રા હોય છે. કેળા, સંતરા, જળદારુ, એવેકાડો અને સ્ટ્રોબેરી જેવા ફળો પણ શરીરમાં પોટૅશિયમની ઊણપને પૂરી કરે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot2obtpok2V3kHjLkBSoTsEtXh2prY73c99-7A63ESSJQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment