'કઈ લાઈન લેવી જોઈએ?' 'તરત નોકરી મળે તેવો અભ્યાસક્રમ કયો?' 'કઈ યુનિવર્સિટીમાં ભણવાથી ઝડપથી પ્લેસમેન્ટ મળે?' 'પૈસા કમાવવા માટે સૌથી સારો બિઝનેસ કયો?' 'ઓછી મૂડીએ કોઈ ધંધો થઈ શકે ખરો?' યુવાન-યુવતીઓ મોટી સંખ્યામાં એકઠાં થયા હતા. તેમને પોતાના ભવિષ્યની ચિંતા હતી. તેઓ વ્યાવસાયિક કારકિર્દી માટે સભાન હતા. જીવનમાં કંઈક કરવું છે, કંઈક બનવું છે અને કંઈક કરી દેખાડવું છે. તેવી વૃત્તિ પ્રબળ હતી. ખૂબ જ ઉત્સાહી અને થનગનાટવાળો યુવાવર્ગ પ્રશ્નો કરી રહ્યો હતો. બધાને સફ્ળ થવુંં હતું. સફ્ળતા મેળવવા -જે કરવું પડે તે -બધા તૈયાર હતા. પ્રશ્નોત્તરીનો દોર ચાલી રહ્યો હતો. પોતાને મૂંઝવતા પ્રશ્નોને ઉજાગર કરી માર્ગદર્શન મેળવવાનું હતું. સફ્ળતા મેળવવા માટે પ્રથમ નિઃશંક થવું એ પહેલી શરત છે. 'યસ…પ્લીઝ !' 'મેમ, સો ટકા સફ્ળતા માટે શું કરી શકાય?'
પ્રશ્ન સાંભળીને સમગ્ર સભામાં સોપો પડી ગયો. પ્રશ્નો તો ઘણાં પુછાયાં હતાં અને જવાબો પણ મેળવાયા હતા. પરંતુ આ પ્રકારનો પ્રશ્ન? સફ્ળતા અને તે પણ સો ટકા? અઘરું છે, પણ અશકય નથી. સભામાં ગુસપૂસ શરૂ થઈ ગઈ હતી. એક ક્ષણ માટે મેમ થોભી ગયા અને પછી ધીરજપૂર્વક સ્વસ્થતા કેળવીને બોલ્યા, કે, 'હા… આ બધી જ માથાકૂટ જે માટે છે તે છે સફ્ળતા. અને સફ્ળતા બધાને વહાલી, બધાની લાડકી.' 'યસ, મેમ, બટ વોટ કેન વી ડુ?'
'યસ માય બોય, એ માટે પાંચ વસ્તુને પચાવવી પડે.'
'કઈ કઈ, મેમ?'
સભાખંડમાં ટાંકણી પડે તો અવાજ આવે તેવી નીરવ શાંતિ છવાઈ ગઈ. મેડમે વાતની શરૂઆત કરી. ગણેશ, ગૌરી, ગંગ, ગુણ અને ગગન આ પાંચને નજર સામે રાખવા પડે.
'કંઈ.. સમજાયું નહિ.' યુવતી બોલી. 'લીસન, આઈ વીલ એકસપ્લેન.' મેડમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શરૂ કર્યું. સૌ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યાં. ગણેશઃ શ્રી ગણેશ લંબોદર છે. ગણેશવૃત્તિ હોવી જોઈએ. ઠરેલ અને મેચ્યોર યુવાન યોગ્ય નિર્ણયો લઈ શકે. તે માટે બુદ્ધિની સ્થિરતા જરૂરી છે.
ગૌરી : ગૌરીવૃત્તિ એટલે કે શ્રદ્ધાવાન. ચેતના જયારે કંઈક જાણવાનો પ્રયાસ કરે છે ત્યારે તે બુદ્ધિ તરીકે ઓળખાય છે. ચેતના શ્રદ્ધાનું સ્વરૂપ ધારણ કરે છે. શ્રદ્ધા સફ્ળતાનો પાયો છે. આત્મવિશ્વાસનું તેજ ઝગમગતંુ હોય તે જ શ્રદ્ધાવાન બની શકે. ગંગ : ગંગવૃત્તિ એટલે જીવંતતા. નીતનવા, વર્તમાન પ્રવાહોથી માહિતગાર તથા આચાર-વિચાર અને વાણીના પ્રવાહને ગંગાની જેમ હંમેશાં વહેતો રાખી નવસંચાર મેળવતો રહે. ગુણ : ગુણગ્રાહીવૃત્તિ અગત્યની છે. જયાંથી, જયારે, જે મળે તે સત્ત્વને આત્મસાત કરવું. જગતમાંથી સારી વસ્તુઓને પોતાનામાં ગ્રહિત કરવી. દરેક સ્થાનેથી સદ્ગુણોને ગ્રહણ કરવા. ગગન : ગગનવૃત્તિ એટલે વિચારોની વિશાળતા. આકાશને ટેકાની જરૂર નથી. આકાશને કોઈ સીમાડા નથી. મન અને હૃદયની વિશાળતા સફ્ળતાની દ્યોતક બને છે. જે બુદ્ધિથી સ્થિર છે, શ્રદ્ધાવાન છે, ચેતનવંતો છે, સદ્ગુણોને ગ્રહી શકે છે અને વિશાળ હૃદયનો માલિક છે તે સો ટકા સફ્ળતા મેળવી શકે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuomdKLRh9YKY0vcE0yZ2_0%3DEZ8Y4W%2BkJWDk8h7ibtAAg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment