Thursday, 30 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ભૂત’ સાથે પનારો પાડવાની કળા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'ભૂત' સાથે પનારો પાડવાની કળા!
દીપક સોલિયા
 

 

ઝીરો ભૂતકાળ…

અહીંથી શરૂ થાય છે આપણી જીવનકહાણી, જેમાં આગળ જતાં ભૂતકાળ મોટો થતો જાય અને ભવિષ્યકાળ નાનો થતો જાય. છેવટે, 'ઝીરો ભૂતકાળ'થી શરૂ થયેલી વ્યક્તિની દાસ્તાન 'ઝીરો ભાવિ'ના બિંદુ (મૃત્યુ) પર પૂરી થાય.

 

અહીં એવી દલીલ થઈ શકે કે જન્મની પળને 'ઝીરો ભૂતકાળ' ન ગણી શકાય, કારણ કે માતાના પેટમાંથી નીકળીને આપણે પહેલો શ્વાસ લઈએ એ પહેલાંનો ગર્ભાવસ્થાનો નવ મહિનાનો ઇતિહાસ પણ આપણા જીવનમાં ભાગ ભજવે છે. અને ઇવન ગર્ભાવસ્થાથી પણ પહેલાંનો, સેંકડો, હજારો, લાખો, કરોડો, અબજો વર્ષોનો જીવસૃષ્ટિનો, ઉત્ક્રાંતિનો ઇતિહાસ આપણા જિન્સ (જનીન-ડીએનએ)માં કોતરાયેલો હોય છે.

 

વાનરના જિન્સમાં ઝાડ પરની કૂદાકૂદ કોતરાયેલી હોય છે. અફ્ઘાની પઠાણના જિન્સમાં થોડા-થોડા સમયે કોઈ કારણસર કે ઇવન કારણ વિના કબીલા-યુદ્ધ છેડવાની વૃત્તિ અંકાયેલી હોય છે. સામેવાળો ગમે તેટલું ઉશ્કેરે તો પણ શાંતિથી વાત કરવાની કળા વણિકના જિન્સમાં વણાયેલી હોય છે.

 

ટૂંકમાં, પ્રત્યેક માનવીના ડીએનએમાં જો સમગ્ર ઉત્ક્રાંતિના ઇતિહાસનો પ્રભાવ અંકાયેલો હોય તો સવાલ એ થાય કે શું 'ઝીરો ભૂતકાળ' જેવું કશું હોઈ શકે ખરું?

 

આપણી વાત એ ચાલી રહી હતી કે ભૂતકાળની નાગચૂડમાંથી છૂટવું કઈ રીતે?

 

એટલું નક્કી છે કે 'ભૂત'ની ગુલામી સારી નહીં, પરંતુ ભૂતકાળની ગુલામીમાંથી આઝાદી જોઈતી હોય તો સૌથી પહેલાં આખો મામલો સ્પષ્ટ રીતે સમજવો પડે, આ જંગમાં જેટલા પણ પડકારો છે એને બરાબર જાણી લેવા પડે.

 

તો, પહેલો પડકાર આ છેઃ ભૂતકાળ આપણા જિન્સમાં કોતરાયેલો હોય છે અને એને ભૂંસી શકાતો નથી. જગતમાં એવું કોઈ ડસ્ટર નથી શોધાયું જેને ફેરવવાથી બ્લેકબોર્ડ પરના અક્ષરોની જેમ ડીએનએ પર લખાયેલો ભૂતકાળ ભૂંસાઈ જાય.

 

બીજો પડકારઃ ભૂતકાળની કેટલીક ભીની, નાજૂક, રંગીન પળો વાગોળવાનો મહાન આનંદ જીવનમાંથી બાદ કરવાનું કોને ગમે? ભૂતકાળમાંથી મુક્ત ઔથવાની વાત ગયા લેખમાં લખી એ વાંચીને એક વિચારશીલ મિત્રે વોટ્સએપ પર મુકેશે ગાયેલી એક જૂની ગેરફ્લ્મિી ગઝલ મોકલી, જેમાં એક શેર આ પ્રમાણે છેઃ

અબ યે ભી નહીં ઠીક કે હર દર્દ મિટા દે
કુછ દર્દ કલેજે સે લગાને કે લિએ હૈ…

 

વાત તો સાચી. વો ભૂલી દાસ્તાનો ભૂલી જવા માટે નથી હોતી. ક્યારેક કોઈ સાંજના એકાંતમાં એ યાદો વાગોળવાથી દિલ બાગબાગ થઈ શકે. વો ભી દાસ્તાં લો ફ્રિ યાદ આ ગઈ, નઝર કે સામને ઘટા સી છા ગઈ (ફ્લ્મિઃ સંજોગ). જુવાનીની આવી રોમેન્ટિક યાદો ઉપરાંત બાળપણની મીઠી યાદો ભૂલવાનું પણ કોને ગમે? પેલા ગીતમાં કહ્યું છે તેમ, આયા હૈ મુઝે ફ્રિ યાદ વો ઝાલિમ, ગુઝરા ઝમાના બચપન કા. હાયે રે અકેલે છોડ કે જાના, ઔર ના આના બચપન કા… વો ખેલ વો સાથી વો ઝૂલે, વો દૌડ કે કહના, આ છૂ લે, હમ આજ તલક ભી ના ભૂલે વો ખ્વાબ સુહાના બચપન કા (ફ્લ્મિઃ દેવર).

 

ભૂતકાળનો ખજાનો ખાસ્સો મૂલ્યવાન હોય છે. જગતના સૌથી મહાનમાંના એક એવા નિર્દેશક ફેડરિકો ફેલિનીની ફ્લ્મિ લા દોલ્શે વિટામાં એક ડોશી યંગ કપલને કહે છે, જુવાની છે જ નવી નવી સ્મૃતિઓ એકઠી કરવા માટે (જેને પછી બુઢાપામાં નિરાંતે બેસીને વાગોળી શકાય). આવામાં, યાદોનો સમૃદ્ધ ખજાનો છિનવાઈ જાય તો માણસને એવું લાગી શકે કે લે, મારી જિંદગી ખાલીખમ થઈ જાય.

 

અને વાત ફ્ક્ત રંગીન યાદો વાગોળવાની મજાની જ નથી. એનાથી પણ વધુ પાયાની વાત એ છે કે ભૂતકાળમાં મેળવેલા જ્ઞાાન વિના જીવનનું ગાડું આગળ ન વધી શકે. અત્યારે તમે આ વાંચી રહ્યા છો, કારણ કે ભૂતકાળમાં તમે ગુજરાતી વાંચતા-લખતા શીખી ચૂક્યા છો. એ રીતે જોઈએ તો સમજાય કે ભૂતકાળ તો આપણો પાયો છે, સંસારચક્રનાં પૈડાં છે. એના વિના ગાડું આગળ જ ન વધે.

 

તો, મુખ્ય ત્રણ પડકાર થયાઃ ૧) ડીએનએમાં લખાયેલો ભૂતકાળ ભૂંસી ન શકાય. ૨) સ્મૃતિનો ખજાનો ખાલી કરવાનું કોઈને ન ગમે. ૩) ભૂતકાળમાં મેળવેલા જ્ઞાાન અને કૌશલ્ય વિના આપણું ગાડું ઔઅટકી પડે.

 

તો કરવું શું? એક તરફ્ ભૂતકાળનો ઉપયોગ કરવો હોય અને બીજી તરફ્ એને માથે ન ચડવા દેવો હોય તો શું થઈ શકે?

 

આવું કરવાની એક રીત આ છેઃ ભૂતકાળને ખિસ્સામાંના પૈસાની જેમ વાપરવો. જરૂર પડે ત્યારે ખિસ્સામાંથી કાઢવાનો. બાકી, આખો દિવસ, જરૂર ન હોય ત્યારે પણ, ખિસ્સામાંના પૈસા કાઢીને ગણ-ગણ નહીં કરવાના.  આ ટિપ વિશે થોડું વિચારી રાખજો.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ota4set6QJRHHrcgJ3G3k69TROp4tA%2BJW1BReqP6MVvHQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment