Wednesday 29 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મૂડ મૂડ કે દેખ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૂડ મૂડ કે દેખ!
પ્રફુલ્લ કાનાબાર

 

 

પિતાજી કો પતા ચલા કિ મૈં શાયરી કરતા હૂં તો વો બડે નારાઝ હુએ

 

તે દિવસોમાં બિમલરોય "બંદિની" બનાવી રહ્યા હતા.એસ.ડી.બર્મનને ગીતકાર શૈલેન્દ્ર સાથે કોઈક બાબતે મનદુઃખ થયું હતું. ફ્લ્મિના બે ગીતો લખવાના બાકી હતા. બિમલ દા'ની પારખું નજર ગુલઝાર પર ઠરી હતી. તેમણે ગુલઝારનો પરિચય એસ.ડી.બર્મન સાથે કરાવ્યો હતો. બર્મને તાત્કાલિક ગુલઝાર પાસે એક ગીત લખાવ્યું હતું. આમ ગુલઝારે જીવનનું પ્રથમ ગીત લખ્યું હતું. જે ગીત એટલે લતાજીના અવાજમાં સ્વરબદ્ધ થયેલું કાવ્યાત્મક ગીત "મોરા ગોરા રંગ લઇ લે મુઝે શ્યામ રંગ દઈ દે". જોગાનુજોગ ગુલઝાર બીજું ગીત લખે તે પહેલાં એસ.ડી.બર્મનને શૈલેન્દ્ર સાથે સમાધાન થઇ ગયું. પરિણામે બાકી રહેલું બીજું ગીત શૈલેન્દ્રએ જ લખ્યું હતું "ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના".

 

ગુલઝારનું મૂળ નામ સંપૂર્ણસિંહ કાલરા છે. પિતાનું નામ માખનસિંહ કાલરા. તેમનો જન્મ જેલમ જિલ્લાના દીના ગામમાં (હાલ પાકિસ્તાન)થયો હતો. દેશના વિભાજન બાદ પરિવાર અમૃતસરમાં સ્થાયી થયો હતો. સંપૂર્ણસિંહ કાલરાએ મુંબઈ આવીને વરલીના ઓટો ગેરેજમાં મિકેનિક તરીકે કરિયરની શરૂઆત કરી હતી. અતિશય વાંચનપ્રેમી સંપૂર્ણ સિંહે તે દિવસોમાં જ "ગુલઝાર"ના નામે કવિતાઓ લખવાની શરૂઆત કરી હતી. "મેરે પિતાજી ઔર બડે ભાઈકો જબ પતા ચલા કી મંૈ કવિતા ઔર શાયરી કરતા હું તબ વે બહોત નારાઝ હો ગયે થે. લેકિન મેરા કવિતા કે પ્રતિ જો લગાવ થા વહી મુઝે ફ્લ્મિ ઇન્ડસ્ટ્રી તક લે આયા." ગુલઝારે શરૂઆતના દિવસોમાં બિમલ રોય, હેમંત કુમાર અને ઋષિકેશ મુખર્જી જેવી દિગ્ગજ ફ્લ્મિી હસ્તીઓના સહાયક તરીકે કામ કર્યું હતું. તે દિવસોમાં ગુલઝારના દિલ અને દિમાગમાં રવીન્દ્રનાથ ટાગોર લિખિત "ધી ગાર્ડનર" નો ઊંડો પ્રભાવ હતો. માત્ર ગીતો લખવા પૂરતું જ પોતાનું ક્ષેત્ર સીમિત ન રાખતા ગુલઝારે ફ્લ્મિોના સંવાદ લખવામાં પણ ઝંપલાવ્યું હતું. દો દુની ચાર (૧૯૬૮), ખામોશી (૧૯૭૦), સફ્ર (૧૯૭૧ ), આનંદ (૧૯૭૨), બાવર્ચી (૧૯૭૨), નમક હરામ(૧૯૭૩), ચૂપકે ચૂપકે (૧૯૭૫)જેવી ફ્લ્મિોનો સમાવેશ થાય છે. "આનંદ" માં "મૌત તું એક કવિતા હૈ" જેવો ઉત્કૃષ્ટ સંવાદ લખીને ગુલઝારે તેની કલમનો સુપેરે પરિચય આપી દીધો હતો.

 

ફ્લ્મિ નિર્માણમાં ગુલઝારે શરૂઆત "મેરે અપને" થી કરી હતી. તપન સિન્હાની બંગાળી ફ્લ્મિ "અપનજન" પર થી "મેરે અપને" નું નિર્માણ થયું હતું. ત્યાર બાદ તો ગુલઝારે નિર્માણ કરેલી પરિચય, કોશિશ, અચાનક, આંધી, મૌસમ જેવી ફ્લ્મિો આવતી ગઈ અને દર્શકોનો પ્રેમ મેળવતી ગઈ. "કોશિશ" ના શૂટિંગ વખતે ગુલઝારને સાંકેતિક ભાષામાં વાત કરતા જોઇને ખુદ સંજીવ કુમારને નવાઈ લાગી હતી. વાસ્તવમાં 'કોશિશ" ના નિર્માણ પહેલા ગુલઝારે બહેરા મૂંગાની સાંકેતિક ભાષા શીખી લીધી હતી. માત્ર એટલું જ નહિ બલકે ત્યાર બાદ વર્ષો સુધી આ સંવેદનશીલ સર્જકે બહેર મૂંગાની સંસ્થા સાથે નાતો ચાલુ રાખ્યો હતો. "ગુડ્ડી" માં ગુલઝારે લખેલી પ્રાર્થના "હમ કો મન કી શક્તિ દેના" આજે પણ ભારતની ઘણી શાળાઓમાં ગવાય છે. "તેરે બીના ઝિંદગીસે શિકવા તો નહિ" જેવું ગીત લખનાર ગુલઝારે "ચલ છૈયા છૈયા" અને "કજરારે કજરારે" જેવાં ગીતો પણ લખ્યા છે. "મિર્ઝા ગાલીબ" ટીવી સીરિયલમાં ગુલઝારના કાવ્યાત્મક સ્પર્શે તે સીરિયલને એક નવી જ ઊંચાઈ બક્ષી હતી. ગુલઝારને બેસ્ટ ડાયલોગ્સ માટે ફ્લ્મિફેરના ચાર વાર એવોર્ડ મળ્યા છે. તે ફ્લ્મિો એટલે આનંદ, નમકહરામ, માચીસ અને સાથીયા. ગુલઝારે ગીતો લખ્યા, સંવાદો લખ્યા, ફ્લ્મિોનું નિર્માણ કર્યું તથા નિર્દેશન પણ કર્યું છે. બહુમુખી પ્રતિભા ધરાવતા ગુલઝારને ભારત સરકારે ૨૦૦૪ માં "પદ્મભૂષણ" તથા ૨૦૧૪માં "દાદા સાહેબ ફળકે" એવોર્ડથી નવાજ્યા હતા.

 

ગુલઝાર ફ્લ્મિ અભિનેત્રી રાખી સાથે સંપર્કમાં આવ્યા તે દિવસથી જ રાખી પર દરરોજ એક કાવ્ય લખીને રાખીને મોકલતા. તે દિવસોમાં રાખીએ તેના પતિ અજય વિશ્વાસ (બંગાળી ડિરેક્ટર )સાથે ડિવોર્સ લીધા હતા. ગુલઝારના પ્રેમ કાવ્યો પર ફ્દિા થયેલી બંગાળી રાખી આખરે પંજાબી ગુલઝારને પરણી ગઈ હતી. દીકરી બોસ્કી (મેઘના)ના જન્મ બાદ એક બે વર્ષમાં જ ડિવોર્સ લીધા વગર ગુલઝાર અને રાખી ગ્રેસફ્ુલી અલગ થઇ ગયા હતા. ગુલઝારે લખેલ ફ્લ્મિ "થોડી સી બેવફઈ" નું ગીત ધ્યાનથી સાંભળીએ તો માત્ર ગુલઝારની જ નહિ, પરંતુ દુનિયાના લાખો છૂટા પડેલા દંપતીની વ્યથાનો તેમાં પડઘો સંભળાય છે.

 

તુમ્હે યે ઝીદ થી કી હમ બુલાયે

હમે યે ઉમ્મીદ થી કી વહ પુકારે

હૈ નામ હોઠો પે અબ ભી લેકિન

આવાઝ મેં પડ ગઈ દરારે

હઝાર રાહે મૂડ કે દેખી,

કહી સે કોઈ સદા ના આઈ"

 

ગુલઝારના બે ખાસ મિત્રો હતાં. આજે બંને હયાત નથી. એક તો સંજીવકુમાર. સંજીવકુમારની ઘરે નોનવેજ ખાવાનું બનતું નહોતું. ગુલઝારની ઘરે નોનવેજ ડિશ બનાવવામાં આવી હોય ત્યારે ગુલઝાર હંમેશાં સંજીવકુમારને બોલાવતાં. બીજા મિત્ર એટલે આર.ડી.બર્મન. ગુલઝારે નિર્માણ કરેલી તમામ ફ્લ્મિોમાં પંચમનું જ સંગીત હતું. માત્ર બે જ ફ્લ્મિો અપવાદ હતી. "મેરે અપને" (સલીલ ચૌધરી) અને બીજી "મૌસમ" (મદન મોહન).

 

બ્લેક એન્ડ વ્હાઈટ ફ્લ્મિોના યુગથી આજ સુધી ફ્લ્મિોમાં જબરદસ્ત યોગદાન આપનાર ગુલઝારનો મુંબઈમાં પાલીહિલ ખાતે બંગલો છે. "હુતુતુતુ .."ફ્લ્મિની ઘોર નિષ્ફ્ળતાને કારણે અતિ સંવેદનશીલ ગુલઝારને  ડિપ્રેશનનો તીવ્ર એટેક આવ્યો હતો. તે સમયે દીકરી મેઘના ગુલઝારની પડખે ઊભી રહી હતી અને ગુલઝારને ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મદદરૂપ થઈ હતી.

 

પિતા ગુલઝારના પગલે ચાલીને મેઘનાએ પણ થોડા વર્ષોથી ફ્લ્મિ દિગ્દર્શનમાં જ ઝંપલાવ્યું છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફ્લ્મિ "રાઝી" એ બોક્સઓફ્સિ પર ખૂબ સારો દેખાવ કર્યો હતો. 


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuZ%2Bco%3DQ5oHCp%3DuSQSjVEn96crmZPhhBenrxEVG-xjTBA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment