Wednesday 29 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ફિસલે સભી બારી બારી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફિસલે સભી બારી બારી!
રિવર્સ સ્વીપ-નીલેશ દવે

 

કૉંગ્રેસ અને ભાજપના બીજી હરોળના નેતાઓ વચ્ચે એક સામ્ય છે, કોઈ પણ કક્ષાનો બફાટ કરવો હોય તો કેટલાક નેતાઓ હાજર જ હોય છે. કૉંગ્રેસમાં દિગ્વિજય અને મણિશંકર છે તો ભાજપમાં સાક્ષી મહારાજ અને ગીરીરાજ જેવા નમૂના પણ હાજર છે, પરંતુ આ વખતે તો કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આમાં પોતાનું યોગદાન આપી દીધું છે. સંસદમાં વિશ્ર્વાસના મત વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભેટીને પરિપક્વતા દાખવનારા રાહુલે તરત જ આંખ મારીને કરેલા પર પાણી ફેરવી નાખ્યું હતું, જોકે તેનેે બાદ કરતાં એકંદરે રાહુલે સંસદમાં સારું ભાષણ આપ્યું હતું અને આગામી સમયમાં તે એકલે હાથે ભાજપ સામે લડવા સક્ષમ છે તેવી સાબિતી પણ આપી હતી, જોકે આ સાબિતી હંગામી નીવડી છે.

 

તાજેતરમાં જ લંડન અને બર્લિન ખાતે રાહુલે જે ડહાપણ ડોળ્યું છે તેના કૂંડાળામાંથી બહાર આવતા રાહુલ તેમ જ કૉંગ્રેસને વાર લાગશે. ભાજપ અને આરએસએસની ટીકા કરવાની લ્હાયમાં રાહુલ પોતે ક્યાં બેઠો છે એ જ ભૂલી ગયો અને ઘરની વાતો ઘરની બહાર કરી બેઠો. રાહુલ સામે પલટવાર કરવા માટે ભાજપને મુદ્દો જોઈતો હતો અને રાહુલે આવો મુદ્દો ભાજપી નેતાઓને તાસક પર ધરી દીધો.

 

ભારતના પાકિસ્તાન સાથેનાં સંબંધ કે ચીન સાથેનો ડોકલામ વિવાદ એ અંગત બાબત છે. એ વિશે બહાર ચર્ચા ન જ કરાય. વળી ભારત ઓછા લોકોને રોજગાર આપે છે જ્યારે ચીન દિવસમાં ૫૦ હજાર લોકોને રોજગાર આપે છે તેવા જાદુઈ ફિગર પણ રાહુલ ક્યાંથી લાવ્યો હશે એ તપાસનો વિષય છે. ભારત કરતાં ચીનની પરિસ્થિતિ સારી છે તેવું વિધાન જ ભારતના જ વિરોધ પક્ષના નેતા કે જેનો પક્ષ આઝાદીના ૭૦ વર્ષમાંથી ૬૦ વર્ષ સત્તા પર હતો એ કરે એ કેટલું બાલિશ છે.

 

શું ચીન છેલ્લાં ચાર વર્ષમાં મોદીકાળમાં જ આગળ નીકળી ગયું? કૉંગ્રેસની સરકાર વખતે ચીન સાથે સુમેળભર્યા સંબંધ હતા? પાકિસ્તાન સાથે આંતકવાદના મુદ્દે જે પ્રશ્ર્ન છે તે શું માત્ર મોદી સરકારની જ દેન છે? બિલુકલ નહીં. મોદીના શાસનકાળમાં ભૂલો થઈ હશે એ માન્ય પણ એ ભૂલોને આવી રીતે વિશ્ર્વમાં ઉજાગર કરવાની કોઈ જરૂર ખરી?

 

આરએસએસને અરબ મુસ્લિમ સંસ્થાઓ સાથે સરખાવવાનો કોઈ મતલબ? કઈ મુસ્લિમ સંસ્થાઓ કુદરતી આપદાના સમયે તમારી પડખે ઊભી રહી છે, કદાચ આરએસએસનો ઈતિહાસ હિન્દુતરફી હોઈ શકે, પરંતુ મોરબીની મચ્છુ ડેમ હોનારત, કચ્છનો ભૂકંપ અને હાલમાં જ કેરળમાં આવી પડેલી આપદામાં સેવાભાવે કાર્ય કરનારા આરએસએસના સ્વંયસેવકોમાં તમને ત્રાસવાદીઓ દેખાતા હોય તો સો ટકા તમારે તમારી આંખ અને દિમાગનો ઈલાજ કરાવવો જરૂરી છે.

 

કોઈ પણ સંસ્થાને પોતાની વિચારધારા હોઈ શકે છે, પરંતુ એ વિચારધારાની સાથે સાથે જો એ સમાજલક્ષી કામ કરતી હોય તો તેની ટીકા અયોગ્ય છે. એમાંય વિદેશી ધરતી પર ભારતની જ કોઈ સંસ્થાની ટીકા કરવી એ નર્યું ગાંડપણ જ છે. કૉંગ્રેસ અને તેના યુવરાજ આવાં જ ભવાડા કરતા રહેશે તો ભાજપને ૨૦૧૯ માટે કોઈ મુદ્દાની જરૂરત જ નહીં રહે એવું લાગે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtHq_d4pkK0%2Bk_%3DCFVJ3LJ97%2BJvgNZEoyt7_S4WVGRF3Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment