Friday, 31 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નામ સમરણની તાકાત (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નામ સમરણની તાકાત!


 

ઈશ્વરના નામ સમરણમા કેટલી તાકાત હોય છે. તેમનો એક પ્રસંગ આજે કહેવો છે. 80 વર્ષ પહેલાંની વાત છે. ધ્રાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહ રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમનું રાજ તિલક ધ્રાંગધ્રાના રાજા તરીકે થયું. અજીતસિંહજી રાજા બન્યા છતાં પણ એમને રાજા નો પોશાક પેહરયો ના હતો. અજીતસિંહ માત્ર મીલેટ્રી ના જ કપડાં પેહરતા હતા. સૌરાષ્ટ્ર મા ઘણા બધા રાજા રજવાડા થઈ ગયા પણ એમા અજીતસિંહ મોખરે ગણાય. સૌરાષ્ટ્રના નામધારી રાજાઓ માં રાજા તરીકે અજીતસિંહની હાક પડતી. અજીતસિંહના દરેક વેણ રાજાઓ માથું હલાવી સ્વીકાર કરતા.હવે આવું જેનું નામ હોય તો એ રાજાની જેલ કેવી હોય ? જેલનો કાયદો કેવો હોય ? આવી જેની ધાક હોવા છતા પણ,... ઈશ્વરના નામ સમરણમા કેટલી તાકાત કેવી હોય એનો આ જીવતો દાખલો છે.
આવી અજીતસિંહની હાક અને આવીજ એની જેલ અને જેલ માં પોલિસ ની નોકરી કરતો એક માણસ જેમનું નામ દેશળ હતું. દેશળ અજીતસિંહજીની જેલમા ત્રણ રૂપિયાના પગારે નોકરી કરતા હતા. હવે એ ત્રણ રૂપિયા માં ઘરનો વ્યવહાર અને ઘર ચલાવવાનું એમાં ઈમાનદારી થી નોકરી કરવી. નોકરી કરતાં કરતાં સમય મળે તો હરી ભજન કરવા માટે ચાલ્યુ જવું. ગામમાં કોઈ પણ જગ્યાએ ભજન હોય અને દેશળ ભજનમાં ના હોય એવું બને નહી. જેલ પર રાત્રિના નોકરી હોય અને ગામમાં ભજન હોય અટલે દેશળ ને સખ નો વડે ગમે તેમ કરીને ભજનમાં જાય.
એવામાં એક દિવસ દેશળને જેલ પર રાત્રિનો પેહરા માટે જવાનું થયું. દેશળ જેલ પર જવા માટે ઘરેથી નીકળ્યા. રસ્તા પર તેમને ગામનો એક માણસ મળે છે અને દેશળ ને કહે છે....
દેશળ જય માતાજી
દેશળ પણ જય માતાજી કર્યા
માણસે કહ્યું દેશળ આજે ગામના કુંભારવાડાના નાકે ભજન છે.
દેશળ કહે છે મારાથી અવાશે તો જરૂર આવીશ મારે જેલ પર પહેરો આપવા જવાનું છે. એટલું કહી દેશળ જેલ પર પહોંચ્યા પણ જેલ પર તેમને સખ વળતું નથી તેમનો જીવ તો પેલા માણસે આપેલા ભજન ના આમંત્રણમા હતો. ભજનમા આરતી શરૂ થતાની સાથે દેશળને હૈયામા શાંતિ નથી થતી આમ તેમ ચાલવા લાગે છે. દેશળ સાથે નોકરી કરતા બીજા પાંચ પેહરેદારો સમજી ગયા દેશળ ને કહે છે
કા,... દેશળ ગામમાં ભજન લાગે છે ?
દેશળ કહે " હા "
સાથીઓ કહે દેશળ તારે ભજનમા જવું નથી. ?
દેશળ કહે - હું કેવી રીતે જઈ શકું ? મારી નોકરી જેલ પર પહેરો આપવાની છે. ભજનમા જવાની ઈચ્છા તો થાય છે પણ પેહરો છોડીને ન જવાય.
રાત્રિના જેલ પર પહેરો આપી રહેલા દેશળના સાથી માંથી એક માણસ કહે છે....
દેશળ ભજનમા જવાની ઈચ્છા હોય તો લાઉં બધી ચાવીઓ તારે જવું હોય તો જઈ આવ. પણ પછી વહેલો આવી જા જે.
દેશળ કહે - મારા ગયા પછી તમે સંભાળી.. ?
અરે... દેશળ વિશ્વાસ નથી અમારા પર...
દેશળ કહે - વિશ્વાસ તો છે. તમે કહો છો તો હું ભજનમા જઈ આવું ત્યા સુધી ધ્યાન આપો તો એક ચોહર કરીને આવી જઈશ. આ ચાવીઓ રાખો.
એક સાથી કહે - જવું હોય તો જા પણ એક ચોહર કરીને આવતો રહેજે. મોડું કરતો નહી. આ સર અજીતસિંહની જેલ છે તને ખબર છે ને બે ભજન ગાઈને આવતો રહેજે.
દેશળ સાથી ઓને બે ભજન નું કહી જેલ પરથી નીકળી ગયા રાત્રે અગિયાર વાગ્યે સીધા ભજનમા જઈ રામસાગર હાથમા લીધો. આંખો માંથી આંસુઓ વહે છે. રામસાગર હાથમા રાખી દેશળ ભજનમા લીંન બની જાય છે. દેશળ ભજનમા એવા ખોવાયા કે સમયની ખબર રહી નહી અને ક્યારે અગિયાર ના બાર અને બારના બે ક્યારે થઈ ગયા તે દેશળને ખબર રહી નહી.
જેલ પર રાત્રિના બે વાગ્યાના ડંકા પડતાની સાથે બાંગડદા... બાંગડદા ધુમાં... બાંગડદા કરતાં ઘોડાના ડાબલા સંભળાયા વીસેક સાથીદાર સાથે સર અજીતસિંહ જેલ પર આવ્યા. સર અજીતસિંહ જેલ પર આવતાની સાથે હાકલ કરી.... જમાદાર
અંદરથી અવાજ આવ્યો : જી સરકાર
અજીતસિંહ કહે : ખેરિયત
દેશળ : હા બાપુ
અજીતસિંહ કહે : બહાર આવ.
દેશળ બહાર આવ્યા અને પેહરા ચોપડી આપી સર,
અજીતસિંહ એ સહી કરી ( નાઈટ ડ્યુટીની ) દેશળને પુછ્યું બધુ બરાબર છે. દેશળ તને ભજનમા જવાનો બહુ શોખ છે એવું મે સાંભળ્યુ છે.
દેશળ કહે - હા બાપુ
એટલું કહી અજીતસિંહ ઘોડાને પાછા વાળ્યા ઘોડાને લઈ હજુ થોડા આગળ પહોંચ્યા ત્યા ભજન નો અવાજ સંભળાય છે. અજીતસિંહ સાથે રહેલા એક ઘોડેસવારે અજીતસિંહ ને કહ્યું...
ઘોડેસવાર - બાપુ અવાજ ભગત નો છે. આ ભજન દેશળ ગાય છે.
અજીતસિંહ કહે - ભલા માણસ હજી આપણે જેલ પરથી નિકળ્યા. દેશળ સાથે વાત કરી એટલી વારમાં દેશળ ભજનમા કેવી રીતે પહોંચી જાય ?
ઘોડેસવાર - બાપુ અમે તમને ઘણી વખત કહ્યું પણ, આપ માનતા નથી. આ અવાજ ભગત નો છે, ભજન દેશળ ગાય છે. તમારે ખાત્રી કરવી હોય તો ભજનમા જઈને જોઈ આવો.
અજીતસિંહ અને સાથે રહેલા ઘોડેસવારો કુભારવાડા તરફ જઈને જુએ છે કે દેશળ તો હાથમા રામસાગર લઈ ભજન ગાય રહ્યાં હતા. અજીતસિંહને ભજનમા આવેલા જોઈ દેશળ રાજ સાહેબને ભજનમા બેસવાનું કહે છે. અજીતસિંહ બેસવાની ના કહી ત્યાંથી નીકળી મહેલ પર જાય છે. આ બાજુ પરોઢિયે ભગત ઉતાવળા ચાલતા ચાલતા જેલ પર આવી ભગત માણસો પુછે છે.
ભાઈ, કોઈ આવ્યું તો ના હતું ને ? ભજન માંથી આવતા મોડું થઇ ગયું.
જેલ પર પહેરો આપતા સાથીઓ માંથી એક માણસ બોલ્યો... દેશળ આવી તો શીદ ને મજાક કરશ ? બે વાગ્યે રાજ સાહેબ આવ્યા હતા તે ચોપડી આપી ચોપડી સહી કરાવી.
દેશળ કહે : મેં સહી કરાવી ? ક્યા મે સહી કરાવી ?
સાથી કહે : લઈ લે ફાનસ, ચોપડી ખોલી ભગતને કહે જો આ રહી ધ્રાંગધ્રા રાજ સાહેબની સહી અને આ બાજું રાજ સાહેબના ઘોડાના અને આ રહ્યા તારા પગલાં ના સગડ.
દેશળ કહે : સારુ કહેવાય સગડ તો રહ્યા.
ભગત જ્યા સગડ હતા ત્યા બેસીને તે ધરતીની ધુળ હાથમા લીધી અને પોતાના આખા શરીર પર ચોપડી. ઉભેલા સાથીઓ માંથી કોઇ એક ભગતને કહે આ શું તે કરે છે ?
ભગત કહે : ભલા માણસ આ મારા સગડ ના હોય આ સગડ તો મારા દ્વારકાધીસના છે. આ સગડ તો અખિલ બ્રહ્માનંડ અધીપતીના છે. હુ તો તમને પહેરાની ચાવીઓ આપી ભજનમા ગયો ત્યારથી અત્યારે જેલ પર આવું છું. મે રાજ સાહેબને ચોપડી આપી નથી અને મે સહી કરાવી નથી.
સવાર પડ્યા ભગત સીધા ધ્રાંગધ્રા રાજ સાહેબ અજીતસિંહના મહેલ પર જાય છે. ભગતની આંખો માંથી આંસુઓ વહે છે. દરબારના પહેરેદારને કહે અંદર જઈને રાજ સાહેબને કહો કે દેસળ મળવા આવ્યો છે.
અજીતસિંહ આવ્યા ને કહે : " કા દેસળ કઈ કામકાજ "
દેસળ : "ના બાપુ કઈ નહીં"
અજીતસિંહ : "તો પછી અટાણે"
દેસળ : "હા બાપુ મારે નૌકરી નથી કરવી"
અજીતસિંહ : "અરે ગાંડા બીજા ભલે ને ગમે તે બોલે મે તને ક્યારેય કશું કહ્યું ? આ તો મારે જેલ પર આવવું પડે બાકી મને બધી ખબર છે "
દેસળ કહે : " બાપુ તમારે મારો ખટકો રાખવો પડે. તમારે મારા માટે જેલ પર આવવું પડે એના કરતા હું જ આ નોકરી છોડી દઉં તો ?
અજીતસિંહ કહે : પણ દેશળ તારી નોકરી તારૂ નામ થોડો તો વિચાર કર.
દેશળ કહે : બાપુ, તમારે તો મારા માટે ખાલી મેહલે થી જેલ સુધીનો ધક્કો ખાવો પડે છે. પણ,... મારા પ્રભુને તો ઠેઠ દ્વારકાથી ધક્કો ખાવો પડે છે. અખિલ બ્રહ્માનંડ ના માલીકને વૈકુંઠ માંથી આવવું પડે આ એક પાપી પેટ માટે મારા ઠાકર ને મારે શા માટે હેરાન કરવા જોઈએ. એટલું કહીને દેસળ ખાંડવી ધાર ઉપર રમસાગર લઈ બેસી ગયા હતા.
આજ ની તારીખ માં ધ્રાંગધ્રા માં દેસળ ભગત ની વાવ છે. આ વાત કહેવાનો મતલબ કે નામ સમરણમા કેટલી તાકાત છે.
આભાર મિત્રો.
સૌરાષ્ટ્ર રસધાર
આપણી સંસ્કૃતિ અને આપણો વારસો


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovy9DsW7yjV-W40rONsGePGFHDVXUbiBb5pFtm6UGH48Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment