Friday, 26 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શરીરના અનેક રોગોમાં રાહત આપે છે ઉપવાસ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શરીરના અનેક રોગોમાં રાહત આપે છે ઉપવાસ!
સ્વાસ્થ્ય સલાહ :- શુભાંગી ગૌર

 

 

આપણા ગુજરાતમાં પળે પળે તહેવારા અને ઉપવાસો થતા રહેતા હોય છે. એમાં પરિવારની અને ઘરની શાંતિ માટે મહિલાઓ સૌથી વધુ ઉપવાસ કરે છે. દરેક ઉપવાસ સાથે કોઇ ને કોઇ વ્રત અને માન્યતા રહેલી હોય છે. પણ આ ઉપવાસ આધ્યાત્મિકતાની સાથે સાથે શરીર અને મસ્તકને પણ ઘણા ફાયદા કરે છે. વ્રત દરમિયાન ફળો અને કંદમૂળ ખાઈને ઉપવાસ કરતા હોય છે.

નવરાત્રિના નવ દિવસના તહેવાર દરમિયાન મહિલાઓ ઉપવાસ કરે છે અને ફળો ખાઈને પોતાનું વ્રત કરે છે. વૈજ્ઞાનિક કારણ મુજબ ઉપવાસ કરવાથી શરીર અને મગજને ઘણા ફાયદા કરે છે. તો ચાલો તમને બતાવીએ ઉપવાસ કરવાથી કઈ કઈ બીમારીઓ દૂર રહે છે અને તેનાથી શું ફાયદા થાય છે.

હૃદયની બીમારીથી મળશે રાહત
અઠવાડિયામાં ઓછામાં ઓછો એકવાર ઉપવાસ કરવાથી હૃદયની બીમારીમાં રાહત મળે છે. ઉપવાસ કરવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. કારણ કે આ બે વસ્તુને કારણે જ હૃદયની બીમારીઓ થાય છે. આ સાથે સ્નાયુ સંબંધી બીમારીઓમાં પણ ફાયદો થાય છે. ઉપવાસ કરવાથી શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સનું લેવલ પણ ઓછું થઈ જાય છે.
શરીરમાંથી ઝેરી તત્ત્વો નાશ પામે છે

આજકાલ જે પ્રકારનું આપણું ખાનપાન છે તે જોતાં તો એ વાત ચોક્કસ છે કે, આપણા શરીરમાં ઘણાં ઝેરી તત્ત્વો રહેલાં હોય છે. ફાસ્ટ ફૂડ અને અનહાઇજેનિક ખોરાક ખાવાથી શરીરના પોષકતત્ત્વો નાશ પામે છે. આવા સમયે જો તમે એઠવાડિયામાં એકવાર ઉપવાસ કરો છો. તો શરીરમાં રહેલો બધો કચરો નીકળી જાય છે.

વજનમાં નિયંત્રણમાં રહે છે અને મેટાબોલિઝમ સારું રહે છે
અત્યારના સમયમાં વજનમાં વધારો એક મોટી સમસ્યા બની ગઈ છે. જાડાપણાના કારણે હૃદયની બીમારીઓ અને ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. ઉપવાસ કરતા મેટાબોલિઝમમાં સુધારો થાય છે અને શરીરમાં રહેલી વધારાની ચરબી પણ ઓછી થઈ જાય છે. જેના કારણે જાડાપણું ઓછું થાય છે.

હોર્મોન્સમાં સુધારો થાય છે
ઉપવાસ કરવાથી શરીરમાં હોર્મોન્સમાં સારો એવો સુધારો થાય છે. રોજબરોજ ભરપેટ ખાવાથી હોર્મોન્સમાં તેની આડ અસર થાય છે. જેના કારણે ડાયાબિટીસ અને બ્લડ શુગર જેવી બીમારીઓમાં પણ રાહત મળે છે. આ ઉપરાંત શરીરની લંબાઈ અને પહોળાઈ વધારતા હોર્મોન્સમાં પણ ફેરફાર થાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે
ઉપવાસ કરવાથી શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થતા રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ઉપવાસ દરમિયાન ફળો અને હલકી વસ્તુઓ ખાવાથી તે પચવામાં સરળ રહે છે, જેના કારણે એક દિવસ માટે શરીરની પાચન શક્તિ અને તેના સ્નાયુઓને આરામ મળે છે. આમ શરીરના બધા સ્નાયુઓ એક દિવસ માટે આરામ કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

પેટની દરેક સમસ્યાઓ થશે દૂર
એક દિવસ માટે ઉપવાસ કરીને પેટની બધી સમસ્યાઓમાં રાહત મેળવી શકો છો. ગેસ સંબંધી સમસ્યા જેવી કે, પેટમાં મરડો, ઊલટી, કબજિયાત, ઝાડા, પેશાબમાં બળતરા, એસિડિટી જેવી બીમારીઓથી રાહત મળે છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉપવાસ દરમિયાન તળેલી વસ્તુઓ ઓછી ખાવી. ઉપવાસ દરમિયાન હળવો અને પૌષ્ટિક આહાર જ ખાવો જોઈએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuXv_38f7Jo3VxEr-5p3dcrketknPpE-cvK8EmVR6x-XA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment