Monday 28 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ડાર્ક સર્કલ્સને કરો ટાટા-બાય બાય... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડાર્ક સર્કલ્સને કરો ટાટા-બાય બાય!
સ્વાસ્થ્ય સુધા-પ્રથમેશ મહેતા

 

 

 

આજકાલ મહિલાઓ અને યુવતીઓ પોતાના ત્વચાની સારસંભાળ લેવા માટે જેટલી દરકાર લે છે, એ જ રીતે પુરુષો પણ હવે પોતાના દેખાવ અને સુંદરતા પ્રત્યે સભાન બની રહ્યા છે. આંખોની નીચે આવનારા ડાર્ક સર્કલ્સને કારણે ચહેરાની સુંદરતામાં ઓટ તો આવે જ છે પણ તેની સાથે સાથે જ સ્માર્ટનેસમાં પણ આ ડાર્ક સર્કલ્સ અવરોધરૂપ બને છે. આ ડાર્ક સર્કલ્સને રોકવા માટેનો સૌથી યોગ્ય અને સહેલો ઉપાય એટલે સંતુલિત આહાર. આ ઉપરાંત પણ કેટલાક એવા ઘરેલુ નુસખાઓ પણ છે કે જેની મદદથી તમે ડાર્ક સર્કલ્સને ટાટા-બાય બાય કરી શકો છો.


ક હંમેશાં આંખોની નીચે અને ચહેરા પર ક્રીમ લગાવો. ક્રીમ માત્ર તમારા ચહેરાની ત્વચાને સુંદર જ નહીં પણ મુલાયમ પણ બનાવે છે.


ક જો સ્મોકિંગ કરવાની આદત હોય તો તે છોડી દો, કારણ કે સ્મોકિંગ છોડી દેવાને કરાણે પણ તમને ડાર્ક સર્કલ્સથી છુટકારો મળી જશે. એક સ્ટડીમાં એવું જોવા મળ્યું હતું કે લગભગ ૩૫ ટકા પુરુષોને સ્મોકિંગ કરવાની આદત હોય છે.


ક રોજ એક કાચા બટેટાનો રસ ચહેરા પર લગાવવાનો ત્વચાનો રંગ ખૂલે છે, અને ડાર્ક સર્કલ્સને દૂર કરવામાં આ રસ મદદરૂપ થાય છે.


ક કાકડી પણ આ ડાર્ક સર્કલ્સને દૂર કરવામાં મદદ મળે છે, કાકડી એક બેસ્ટ ક્લિન્ઝર પણ છે. કાકડીની સ્લાઈઝ કરીને આંખો પર રાખવાથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે.


ક શક્ય એટલું વધુ પાણી પીવાનું શરૂ કરો. જો તમે આખા દિવસમાં દરમિયાન ઓછું પાણી પીવો છો તો ત્વચા નિસ્તેજ દેખાય છે અને ડાર્ક સર્કલ્સ પણ આવી જાય છે. ઓછામાં ઓછું આખા દિવસ દરમિયાન ૧૦ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ.


ક ખાટું અને રસથી ભરપુર ટામેટું ખાવામાં જેટલું ટેસ્ટી હોય છે એટલું જ ત્વચા માટે ગુણકારી પણ ગણાય છે. ટામેટું ત્વચા માટે બ્લીચનું કામ કરે છે. ચહેરા પર ટામેટાની પેસ્ટ લગાવવાથી ત્વચાનો રંગ ખૂલે છે અને તેની સાથે સાથે જ ડાર્ક સર્કલ પણ દૂર થાય છે.


ક આરોગ્ય માટે બદામ ખાવાનું જેટલું આરોગ્યપ્રદ છે, એટલું જ બદામનું તેલ ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદરૂપ થાય છે. રાતે સૂતા પહેલાં આંખોની નીચે બદામનું તેલ લગાવો અને સવારે ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvRaXDe5OxOnLxaoqqwuhvUM9wwWMb%3Dzx-wBGy5tvECqQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment