|
અંગત-અંગત
જન્મતારીખ: ૫ સપ્ટેમ્બર
હુલામણું નામ: દાક્તરજી
આદર્શ વ્યક્તિ: પિતાજી ડો. કેકી મહેતા
અધૂરી ઇચ્છા: કેટરેક્ટ સર્જનના પર્યાયવાચી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરવી છે
મનપસંદ સૂત્ર: સર્વિસ એબોવ સેલ્ફ
મનપસંદ પુસ્તક: જેક લંડન લિખિત ધ કોલ ઓફ ધ વાઈલ્ડ
પુનર્જન્મમાં શું થવું ગમે?: ફરીથી ઓફ્થેલ્મોલોજિસ્ટ જ
પુનર્જન્મમાં શું થવું ગમે?: ફરીથી ઓફ્થેલ્મોલોજિસ્ટ જ થવું છે
----------------------------
મગજરૂપી કૅમેરામાં સારા વિચારોનો રોલ નાખીને અથાગ મહેનતનું બટન દબાવવાથી સફળતાની તસવીર દૃષ્ટિભૂત થાય છે. આ ગૂઢાર્થભર્યુ વિધાન ડૉ. સાયરસ મહેતાને બિલકુલ બંધબેસતું સાબિત થાય છે. તાજેતરમાં ઓસ્ટ્રિયાના ભારતીય રાજદૂત રેણુ પોલ દ્વારા બ્રિટિશ ઓફથેલ્મિક એવૉર્ડ તથા ઇટાલિયન ઓફથેલ્મોલોજિકલ સોસાયટી દ્વારા ઇન્ટરનેશનલ મેડલ લેકચર એવૉર્ડથી સન્માનિત ડૉ. સાયરસ મહેતાના એવૉર્ડ, અકરામ, ટ્રોફી, અચીવમેન્ટની સૂચિ બનાવવામાં આવે તો પૃષ્ઠનાં પૃષ્ઠ ભરાઇ જાય. પારસી રત્ન એવૉર્ડથી સન્માનિત ડૉ. સાયરસ મહેતાને સફળતા, સરળતા કે સહેલાઇથી પ્રાપ્ત થઇ નથી. પુષ્કળ અધ્યયન દ્વારા આવશ્યક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. બીજે છેડે એકાગ્રશક્તિ કેળવવાને પરિણામે જટિલ કે ગંભીર લેખાતી આંખની સર્જરીમાં પણ કૌશલ્યતા પુરવાર કરી છે.
કૂપરેજસ્થિત કેમ્પિયન સ્કૂલના વિદ્યાર્થી સાયરસ બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારથી તબીબ બનવાની મહેચ્છા ધરાવતો હતો. હકીકતમાં બાળમાનસપટ પર આદર્શ તરીકે પિતાજી ડૉ. કેકી મહેતા બિરાજમાન હતા. જેને પરિણામે તે પણ ભવિષ્યમાં પિતાજીની પગંદડી પર પ્રયાણ કરવાની ઇચ્છા ધરાવતો હતો. તબીબ બનવું ચણા ફાંકવા જેવું સરળ કાર્ય ન હોવાથી માહિતગાર વિદ્યાર્થી જીવ અર્જુનની જેમ એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરવા પ્રેરાયો. ખંતપૂર્વક અભ્યાસ, પ્રબળ જિજ્ઞાસાવૃત્તિ તથા ઉત્કૃષ્ટ ગ્રહણશક્તિને કારણે તે સહેલાઇથી જયહિંદ કૉલેજમાં એડ્મિશન મેળવી શક્યો. ત્યાર બાદ મેંગલોરસ્થિત કસ્તુરબા મેડિકલ કૉલેજમાંથી ડૉક્ટરની ડિગ્રી અને ઓફથેલ્મોલોજિમાં એમ.ડી.ની ડિગ્રી મેળવીને ઇચ્છિત મંઝિલ પ્રાપ્ત કરી શક્યા. પદ્મવિભૂષણ ગ્રાન્ડમાસ્ટર વિશ્ર્વનાથન આનંદના વરદહસ્તે બેસ્ટ આઇ ક્લિનિકના એવૉર્ડથી સન્માનિત ડૉ. સાયરસ મહેતા યુરો ટાઇમ્સ નામે કેટરેક્ટ ઍન્ડ રિફ્રેક્ટિવ સર્જરી સંબંધિત યુરોપિયન મેગેઝિનના સૌપ્રથમ ભારતીય સંપાદક પણ છે.
મહારાષ્ટ્રના ગવર્નર એસ. સી. જામિર દ્વારા યુરોટાઇમ્સ એવૉર્ડના વિજેતા ડૉ. સાયસર મહેતાએ કેટરેક્ટ સર્જન તરીકે અમેરિકાના જગપ્રખ્યાત પ્રોફેસર હાવર્ડ ફાઇન પાસેથી કેટરેક્ટ સર્જરી અને મલ્ટિફોકલ આઇઓએલ ઇમ્પ્લાન્ટ અંગે તાલીમ લીધી છે. આ ઉપરાંત મિનિમલી ઇન્વેસિવ ગ્લુકોમા સર્જરીના પાયોનિયર લેખાતા ડૉ. સ્ટીવ બાયલસ્મા પાસેથી એડ્વાન્સ્ડ ગ્લુકોમા સર્જરી અંગે ટે્રનિંગ પ્રાપ્ત કરી છે. તદુપરાંત ભારતમાં આવીને સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરતા અગાઉ એક વર્ષ અમેરિકામાં રહીને આ મહાનુભાવો પાસેથી પ્રત્યક્ષપણે અનુભવ પ્રાપ્ત કર્યો છે. ભારતમાં આવીને પ્રાથમિક તબક્કામાં પિતાજી અને ત્યાર બાદ તાજમહાલ હોટેલની પાછળ સ્વતંત્રપણે ઓફથેલ્મોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. ત્યાર બાદ તેમણે પાછળ વળીને જોવાની જરૂર પડી નથી. આ દરમિયાન હજારો લોકોની કેટરેક્ટ, ગ્લુકોમા જેવી દૃષ્ટિ સંબંધિત અનેક ક્ષતિઓનું સફળતાપૂર્વક સમાધાન સાધીને અંતરના આશીર્વાદ મેળવ્યા છે.
મોસ્કો, સાન ફ્રાંસિસ્કો, સાન ડિયાગો, વોંશિગ્ટન ડીસી, લિસબોન, લંડન, બર્લિન, હૉંગકૉંગ, સિંગાપોર, મિલાન, પેરિસ સહિત અનેક દેશમાં લેકચર પ્રદાન કરનાર ડૉ. સાયરસ મહેતાએ ૨૦૦૨માં તાજમહાલ હોટેલની પાછળ ધ ઇન્ટરનેશનલ આઇ સેંટર શરૂ કર્યું છે. જેના નેજા હેઠળ આજપર્યંત હજારો નેત્રરોગીની સફળતાપૂર્વક સારવાર પ્રદાન કરી છે. મિલનસાર સ્વભાવ, કાબેલિયત અને કુનેહતા તથા સ્મિતભર્યા અભિગમથી પેશન્ટને પ્રભાવિત કરનારા તબીબ પોતાના સેંટરના કર્મચારીઓ સાથે પણ ખૂબ સુમેળતા જાળવે છે. આ કારણસર એક છેડે અનેક કર્મચારીઓ દોઢેક દાયકાથી પણ વધારે જૂના છે. બીજા છેડે મોટા ભાગના પેશન્ટ પણ તેમની પાસે સારવાર કરાવ્યા પછી અન્યત્ર જતા નથી. વધુમાં સંબંધી કે મિત્ર તથા સ્વજન, પરિચિત વગેરેને પણ દૃષ્ટિ સંબંધિત ક્ષતિનું સમાધાન સાધવા માટે એ દિશામાં આંગળી ચીંધે છે.
ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ગ્લુકોમા સર્જન્સ સ્વિટઝરલેન્ડના ગોલ્ડમેડલ વિનર ડો. સાયરસ મહેતા જે રીતે કેટરેક્ટ જેવી સર્જરી માટે સફળ છે એ મુજબ કલમના કસબી પણ છે. આ અંતર્ગત કેટરેક્ટ એન્ડ ગ્લુકોમા સર્જરી પરની આંતરરાષ્ટ્રીય ટેક્સ્ટ બુકના સહ-લેખક પણ છે. વધુમાં કેટરેક્ટ, લેસર અને ગ્લુકોમા સર્જરી સંબંધિત પુસ્તકના લેખક ડો. સાયરસ મહેતાના જણાવ્યા મુજબ આંખ એક અમૂલ્ય રત્ન સમાન છે. પ્રત્યેક માનવીએ નાના મોટા દરેક કામ કરવા માટે આંખનો ઉપયોગ કરવો જ પડે છે. આંખ વગર વ્યક્તિ લાચારી કે પરવશતાનો અનુભવ કરે છે. સૃષ્ટિમાં ફેલાયેલા અમાપ કુદરતી સૌેદર્યનું રસપાન કરાવતી, વિવિધ રંગોના ભેદ દર્શાવતી, અવનવી ચીજ-વસ્તુઓ સહિત વ્યક્તિઓને પિછાણતી કે ઓળખતી એવી દૃષ્ટિ પ્રદાન કરતી આંખમાં જો જરા સરખો પણ કચરો ફસાઇ જાય તો કણાની જેમ ખૂંચતો રહીને જ્યાં સુધી નીકળતો નથી ત્યાં સુધી સતત પાણી ટપકતું રહીને દૃષ્ટિને ધૂંધળી કરે છે. એ પીડાભર્યો તબક્કો કોઇ પણ દૃષ્ટિ ધરાવનાર માટે અસહ્ય સાબિત થાય છે. હકીકતમાં ત્યારે જ દૃષ્ટિનું ખરુ મૂલ્ય સમજાય છે. આ કારણસર ડો. સાયરસ મહેતા પ્રત્યેક વ્યક્તિને તેની યોગ્ય રીતે જાળવણી કરવાની સલાહ આપે છે.
કૈરોમાં ઇજિપ્શિયન સોસાયટી ઓફ આઇ સર્જન્સ દ્વારા ગોલ્ડમેડલ પ્રાપ્ત કરનાર ડો. સાયરસ મહેતાને ત્યાં એક છેડે રોડપતિથી લઇને કરોડપતિ સુધીના લોકો તો બીજે છેડે નેતા, અભિનેતા, ઉદ્યોગપતિ, વેપારી જેવા અનેક વર્ગના લોકો સારવાર કરાવવા આવે છે. વધુમાં ફક્ત ભારતના જ નહીં, પરંતુ દુબઇ, સાઉદી આરબ, અમેરિકા, લંડન, જાપાન, ચીન સહિત લગભગ તમામ દેશમાંથી દૃષ્ટિ સંબંધિત ક્ષતિઓનું સમાધાન સાધવા માટે ડો. સાયરસ મહેતાનો કોન્ટેક્ટ કરે છે.
ડો. સાયરસ મહેતા ઇરાનના કોન્સલ જનરલના વરદ હસ્તે પારસીરત્ન એવૉર્ડથી પણ સન્માનિત છે. હકીકતમાં આ સન્માન પ્રાપ્ત કરનાર તેઓ સૌપ્રથમ તબીબ છે. દૃષ્ટિ સંંબંધિત વિવિધ પ્રકારની ક્ષતિઓનું સમાધાન સાધવામાં કાબેલ અને કુનેહ લેખાતા ડો. સાયરસ મહેતાને પૂરપાટે વેગે બાઇક ચલાવવાનો પણ શોખ છે. પારિવારિક જવાબદારીને કારણે હાલમાં તેમણે એ શોખ અભરાઇ પર ચઢાવ્યો છે. જોકે વર્લ્ડમાં સૌથી પ્રીમિયર રેસિંગ સ્કૂલ તરીકે પ્રખ્યાત કેલિફોર્નિયાની સુપરબાઇક સ્કૂલમાંથી તેઓ બે વખત ગ્રેજ્યુએટ થયા છે. વધુમાં સ્વયંને ફિટ એન્ડ ફાઇન રાખવા માટે નિયમિતપણે ટેનિસ રમે છે.
બ્રાહ્મણ સભા દ્વારા મેડિકલ સાયન્સમાં રિસર્ચ બદલ આરોગ્યદીપ એવૉર્ડથી નવાજેશ પામેલ ડો. સાયરસ મહેતા પાડોશી યુવતી વિનિફર સાથે પ્રણયના તાંતણે બંધાઇને ૧૯૯૭માં એકસૂત્રતાથી બંધાયા છે, અર્થાત પ્રભુતામાં પગલાં પાડી ચૂક્યા છે. હાલમાં બેઝાન અને ઝેન નામે દીકરાના પિતા પણ છે.
ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ગ્લુકોમા સર્જન દ્વારા ગોલ્ડમેડલથી નવાજેશ પામેલા તથા દૃષ્ટિ સંબંધિત તમામ ક્ષતિઓનું એક છત નીચે સમાધાન સાધનારા ડો. સાયરસ મહેતાના મતાનુસાર સત્તા, લોકપ્રિયતા કે સંપત્તિથી નહીં પરંતુ સેવાપયોગી પ્રવૃત્તિથી વ્યક્તિ મહાન બને છે.
-------------------------
ક ૨૦૧૮માં વિયેનામાં ઓસ્ટ્રિયાના ઇન્ડિયન એમ્બેસેડર રેણુ પોલ દ્વારા બ્રિટિશ ઓફ્થેલ્મિક એવૉર્ડ
ક ૨૦૧૮માં ઇટાલિયન ઓફ્થેલ્મોલોજિકલ સોસાયટી દ્વારા ઇન્ટરનેશનલ મેડલ લેકચર એવૉર્ડ
ક ૨૦૦૩માં ઇન્ટ્રાઓક્યુલર ઇમ્પ્લાન્ટ રિફ્રેક્ટિવ સોસાયટી ઇન્ડિયા દ્વારા આઉટસ્ટેન્ડિંગ અચિવમેન્ટ બદલ ગોલ્ડ મેડલથી સન્માન
ક ૨૦૦૩માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ગ્લુકોમા સર્જન્સ સ્વિટઝરલેન્ડનો ગોલ્ડ મેડલ.
ક ૨૦૦૫માં ત્યારના નાયબ મુખ્ય પ્રધાન આર. આર. પાટિલ તથા પદ્મવિભૂષણ બી. કે. ગોયલ દ્વારા આઉટસ્ટેન્ડિંગ યંગ ઇન્ડિયન એવૉર્ડ
ક ૨૦૦૬માં યુનિયન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર શ્રીપદ નાયક દ્વારા યંગ ઇન્ડિયન એવૉર્ડ
ક ૨૦૦૬માં કેટરેક્ટ સર્જરી એન્ડ લેસિકમાં સર્વોત્કૃષ્ટતા બદલ ડિસ્ટ્રિક્ટ રોટરી ગવર્નર ડૉ. ભરત પંડ્યાના વરદ્હસ્તે રોટરી ઇન્ટરનેશનલ વોકેશનલ એવૉર્ડ
ક ૨૦૧૦-૧૧માં ૪૦ વર્ષની ઉંમરમાં ૨૫૦૦૦ કેટરેક્ટ સર્જરી પૂર્ણ કરવા બદલ દારાબશાહ એવૉર્ડ
ક ૨૦૦૯માં મહારાષ્ટ્રના ગવર્નર એસ. સી. જામિર દ્વારા યુરોટાઇમ્સ એવૉર્ડ
ક ૨૦૧૨માં ઇરાનના કોન્સલ જનરલ દ્વારા પારસી રત્ન. આ સન્માન પ્રાપ્ત કરનાર તેઓ સૌપ્રથમ તબીબ છે
ક સેઉલ - સાઉથ કોરિયાની એશિયા પેસિફિક એસોસિયેશન ઓફ આઇ સર્જન્સ દ્વારા શ્રેષ્ઠ વીડિયો એવૉર્ડના સહવિજેતા
ક ૨૦૧૨માં બ્રાહ્મણ સભા દ્વારા મેડિકલ સાયન્સમાં રિસર્ચ કરવા બદલ આરોગ્યદીપ એવૉર્ડથી નવાજેશ
ક ૨૦૧૪માં પદ્મવિભૂષણ વિશ્ર્વનાથન આનંદના હસ્તે મુંબઇની શ્રેષ્ઠ આઇ ક્લિનિક અંગે બ્રાન્ડસ એવૉર્ડથી સન્માનિત
ક ખકઅ રાજ પુરોહિત દ્વારા પાયોનિયર ઓફ રોબોટિક કેટરેક્ટ સર્જરી એવૉર્ડ
ક મુંબઇની ૨૦૧૬ની ઉત્કૃષ્ટ આઇ ક્લિનિક બદલ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો એવૉર્ડ
ક ૨૦૧૬માં ઇન્ટ્રાઓક્યુલર ઇમ્પ્લાન્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ગોલ્ડમેડલ
ક ૨૦૧૭માં ઓલ ઇન્ડિયા ઓફ્થેલ્મોલોજિકલ સોસાયટીના પ્રોફેસર જી. એન. રાવના હસ્તે ઇન્ટરનેશનલ હીરો ઓફ ઇન્ડિયન ઓફ્થેલ્મોલોજીનો એવૉર્ડ
ક ૨૦૧૭માં એસોસિયેશન ઓફ ક્મ્યુનિટી ઓફ્થેલ્મોલોજિસ્ટસ ઓફ ઇન્ડિયાની એન્યુઅલ મીટિંગમાં દાઉદ ખાન એન્ડોમેન્ટ એવૉર્ડ
ક સ્વિસ આઇ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા બેસ્ટ રિસર્ચર એવૉર્ડ
ક ૨૦૦૬માં પ્રેસિડન્ટ ઓફ અમેરિકન એકેડેમી ઓફ ઓફ્થેલ્મોલોજિ ડૉ. ડેવિડ ચાંગ દ્વારા ઇન્ડિયન ઇન્ટ્રાઓક્યુલર ઇમ્પ્લાન્ટ સોસાયટીનો ગોલ્ડ મેડલ
ક ૨૦૦૬માં ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ગ્લુકોમા સર્જન દ્વારા ગોલ્ડમેડલ
ક ૨૦૦૬માં કૈરોમાં ઇજિપ્શિયન સોસાયટી ઓફ આઇ સર્જન્સ દ્વારા ગોલ્ડમેડલ
ક યુરોટાઇમ્સ નામે કેટરેક્ટ એન્ડ રિફ્રેક્ટિવ સર્જરીના યુરોપિયન મેગેઝિનના સૌપ્રથમ ભારતીય એડિટર
ક ૨૦૦૧માં ફેલો ઓફ ધ અમેરિકન સોસાયટી ઓફ કેટરેક્ટ એન્ડ રિફ્રેક્ટિવ સર્જનનું બહુમાન પ્રાપ્ત કરનાર સૌપ્રથમ યુવાન ભારતીય તબીબ
ક મોસ્કો, સાન ફ્રાંસ્સિકો, સાન ડિયાગો, વોંશિગ્ટન ડી.સી., લિસ્બન, લંડન, બર્લિન, હોંગકોંગ, સિંગાપોર, મિલાન, પેરિસ સહિત અનેક દેશમાં લેકચર આપવા માટે આમંત્રિત
ક આંતરરાષ્ટ્રીય સ્તર પર ૩૦૦થી વધારે લેકચર આપ્યા છે
ક ઓફ્થેલ્મોલોજિમાં ટેક્સ્ટ બુકમાં ૧૫૦થી વધારે ચેપ્ટર લખ્યા છે
ક કેટરેક્ટ એન્ડ ગ્લુકોમા સર્જરીની ઇન્ટરનેશનલ ટેક્સ્ટ બુકના કો-એડિટર
ક મહારાષ્ટ્ર પોલીસના ક્ધસલટન્ટ
ક ચાર મિનિટમાં સર્જરી કરીને વિશ્ર્વના સૌથી ઝડપી કેટરેક્ટ સર્જન પૈકી એકનું બહુમાન પ્રાપ્ત કરનાર
ક કોલાબાસ્થિત ધ ઇન્ટરનેશનલ આઇ સેંટરના મેડિકલ ડિરેક્ટર
ક વિઝન વિસ્ટા આઇ ક્લિનિક પ્રાઇવેટ લિમિટેડ,
રામનિમી બિલ્ડિંગ, તાજમહાલ હોટેલની પાછળ,
કોલાબા પોલીસ સ્ટેશનની સામે,
કોન્ટેક્ટ: ૯૯૬૭૪૩૯૦૩૯ - ૦૨૨-૨૨૦૪૦૭૧૧
--------------------------
વિચારમૂલ્ય:
સફળ માનવીના ચહેરા પર હંમેશાં બે ચીજ દૃષ્ટિભૂત થાય છે,
એ છે સ્મિત અને મૌન. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov1-59Y%3Df4pqeJy0AcCutiMGgF1Jr28nBmwvM2mDZPCuA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment