Tuesday 29 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સતત જીતવા માટે આ સિક્કો શુકનિયાળ છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સતત જીતવા માટે આ સિક્કો શુકનિયાળ છે!
મધુવનની મહેક:- ડો. સંતોષ દેવકર

 

 

 


'જીત નસીબ પર આધારિત હોય છે.' એક ખેલાડી બોલ્યો.

'ના , બહાદુરીથી લડીએ તો જીત નિશ્ચિત હોય છે.' બીજા ખેલાડીએ સૂર પુરાવ્યો.

'રમતમાં હંમેશાં નસીબથી જીતાય છે.'

'ના…ના…નસીબ જેવં કંઈ ન હોય, રમતમાં વ્યૂહરચનાનું મહત્ત્વ હોય છે.'

 

'બધી વાતો રહેવા દો – પરિશ્રમ વગર બધં જ નકામું.' એક ખેલાડીએ નિૃયાત્મક સ્ટેટમેન્ટ આપ્યું.

 

'રમતમાં દાવપેચ નહિ, પણ ખેલદિલી મહત્ત્વની છે.'

 

નેશનલ ટીમના ખેલાડીઓ પોત-પોતાના અભિપ્રાય રજૂ કરી રહ્યા હતા. ચર્ચા ચાલી જ રહી હતી ને ત્યાં કોચ આવ્યા. કોચની આજુબાજુ બધા ખેલાડીઓ ટોળે વળ્યા.

 

દર વખતનો નિયમ હતો. મેચ પહેલા કોચ એક સિક્કો ઉછાળતા. બધાની એવી ધારણા હતી કે સિક્કો બધા માટે શુકનિયાળ હતો. રમત શરૂ થતાં પહેલાં કોચ એ સિક્કો ઉછાળતા હતા. જો છાપ આવે તો મેચ જીતવાના અને જો કાટો આવે તો મેચ હારવાના.

 

તે દિવસે મેચ શરૂ થવાની વાર હતી. સામેની ટીમ ખૂબ જ મજબૂત હતી. નેશનલ લેવલની આ રમતમાં જીતવાની તક ઓછી હતી. દરેકના મનમાં શંકા હતી. ખિલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે, કોચે એક નાનકડી પ્રાર્થના કરવા માટે ખેલાડીઓને કહ્યું. કોચે સૌની સાથે સફ્ળતા માટે પ્રાર્થના કરી.

 

પ્રાર્થના બાદ કોચે કહ્યું, ' હું મારો આ સિક્કો ઉછાળવાનો છું. છાપ આવે તો આપણે જીતીશું અને કાંટો આવે તો હારીશું.' તેણે સિક્કો ઉછાળ્યો.. છાપ આવી. 'અદ્ભુત' કોચે કહ્યું, 'હવે આપણા હારવાનો કોઈ ચાન્સ નથી. જો સિક્કો કહે કે આપણે જીતીશું, તો ચોક્કસ જીતીશું જ.'

 

ખેલાડીઓનો જુસ્સો ઓર વધી ગયો. તેઓ કુશળતાપૂર્વક રમ્યા અને જીત્યા. જીતવાની સાથે જ ઉજવણી તો આવે જ. સૌએ ઉજવણી શરૂ કરી. 'સર, જીત નસીબ પર આધારિત હોય છે નઈ?' ખેલાડીએ પ્રશ્ન કર્યો હતો. 'ના, તમે કેટલી બહાદુરીથી અને વ્યૂહરચનાથી રમ્યા તેની પર જીત આધારિત છે.' કોચે જવાબ આપ્યો હતો. 'મને લાગે છે કે સિક્કો આપણા માટે શુકનિયાળ છે. સિક્કાને કારણે આપણે જીત્યા.' વળી કોક બોલ્યું.

 

કોચ કંઈ બોલ્યા નહિ, માત્ર સ્મિતથી જવાબ આપ્યો. સૌ ખેલાડીઓને એકત્ર થવાનો સંકેત કર્યો. તેમણે તેમના ખિસ્સામાંથી તેમનો 'શુકનિયાળ સિક્કો' કાઢીને ખેલાડીઓને બતાવ્યો. સિક્કો જોઇ સૌ ખેલાડીઓની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આપણે આપણી હાર કે જીતને ખૂબ ઝડપથી નસીબ પર ઢોળી દઈએ છીએ અથવા તો સંજોગોને જવાબદાર ગણીએ છીએ. હકીકતમાં સફ્ળતા કે નિષ્ફ્ળતા એ આપણા પ્રયત્ન પર આધારિત છે. કેટલી પ્રમાણિકતાથી અને ખેલદિલીપૂર્વક રમ્યા તેની પર જીતનો આધાર હોય છે.

 

કોચે ખેલાડીઓને તાણમુક્ત રાખવા માટે અને જુસ્સાભેર રમવા માટે સિક્કો ઉછાળ્યો હતો. દરેક વખતે કોચ સિક્કો ઉછાળીને ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ઊભો કરતા હતા. સિક્કા વિશે કશું શુકનિયાળ કે અપશુકનિયાળ હતું જ નહીં. સિક્કાની બંને બાજુએ એક જ છાપ હતી. કાંટો હતો જ નહિ. ફ્લ્મિ શોલેમાં અમિતાભ(જય) પાસે હોય છે, અદ્દ એવો જ સિક્કો.

 

કોઈપણ રમત કે એક્ઝામ માટે માનસિક રીતે તૈયાર થવું ખૂબ જ અગત્યનું હોય છે. એકવાર રમતને મનથી જીતી લીધા પછી માત્ર ફેર્માલિટી જ બાકી રહેતી હોય છે. કૌરવો તો યુદ્ધ પહેલાં જ મરી ગયા હતા. ત્યારબાદ અર્જુને તો માત્ર ફેર્માલિટી જ પૂરી કરવાની હતી – શ્રીકૃષ્ણ ઉવાચ.

 

વિદ્યાર્થીઓને માનસિક રીતે તૈયાર કરતી શાળા-કોલેજો કેટલી? કેટલી યુનિવર્સિટીઓ માનસિક રીતે મજબૂત યુવાનો તૈયાર કરે છે? પછી કોઇ વિદ્યાર્થી આત્મહત્યા તરફ વળે ખરો કે?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtZHy8WzNvDbA2vPHf_Wj2uMFMdaTXHYuEfsEQg4r5ePg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment