Tuesday 29 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ BIDSના બેકબોન તથા પાચનક્રિયાના પેશન્ટ્સ માટે પારસમણિ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



BIDSના બેકબોન તથા પાચનક્રિયાના પેશન્ટ્સ માટે પારસમણિ:પદ્મશ્રી ડૉ. અમિત માયદેવ!
લેખક - સંકલન: પ્રકાશ શાહ

amdavadis4ever@yahoogroups.com

અંગત-અંગત

જન્મતારીખ: ૧ ફેબ્રુઆરી

હુલામણું નામ: ડૉક્ટર સાહેબ

આદર્શ વ્યક્તિ: મામા વી. એચ. વઝે તથા ટીચર નિબ સોહેન્દ્ર

અધૂરી ઇચ્છા: દાયકા બાદ ગિરીમાળામાં જઇને વસવું છે તથા સામાન્ય માનવી માટે અત્યાધુનિક હોસ્પિટલ બનાવવી છે

મનપસંદ સૂત્ર: નથિંગ ઇઝ ઇમ્પોસિબલ

મનપસંદ પુસ્તક: ટેન પર્સેન્ટ હ્યુમન તથા બાયોલોજી ઓફ બિલીફ

પુનર્જન્મમાં શું થવું ગમે?: દેશના વિકાસમાં મદદરૂપ થઇ શકે એવી વ્યક્તિ બનવું છે

----------------------------

પાર્થ અર્જુન જેવી ધગશ અને મધર ટેરેસા જેવી સમાજસેવી ભાવનાનો સમન્વય એટલે હાલમાં ગ્લોબલ હૉસ્પિટલસ્થિત બાલદોટા ઇન્સ્ટિટયૂટ ઓફ ડાયજેસ્ટિવ સાયન્સિસ (બીડસ)ના ચેરમેન પદ્મશ્રી ડૉ. અમિત માયદેવ. અત્યાધુનિક મશીનરી તથા નવીનતમ પ્રક્રિયા દ્વારા રાહતના દરે સારવાર કરવા માટે તેઓ સતત વિચારશીલ રહેતા અને હજુ પણ રહે છે. ટૂંકમાં તબીબ બન્યા ત્યારથી આજપર્યંત નવીનતમ પ્રક્રિયા અને અત્યાધુનિક મશીનરી દ્વારા સુલભપણે નિદાન અને રાહતના દરે સફળ સારવાર કરવાનો મુદ્રાલેખ ધરાવીને તેને અનુસર્યા છે.

આજથી પાંત્રીસેક વર્ષ અગાઉ વિશ્ર્વના તજજ્ઞ તબીબની કોન્ફરન્સમાં એન્ડોસ્કોપિ દ્વારા અનેક પ્રકારની ગંભીર બીમારીનું સરળતાપૂર્વક સમાધાન સાધી શકાતું હોવાથી માહિતગાર થયા. જેને પરિણામે નાનપણથી પ્રબળ જિજ્ઞાસાવૃત્તિ ધરાવનાર તબીબ તાલીમાર્થે જર્મની ગયા. જ્યાં હેમ્બર્ગની યુનિવર્સિટીની હૉસ્પિટલમાંથી તાલીમ લીધી. જે દરમિયાન એટલા નિપુણ બન્યા કે ત્રણેક મસમોટી હૉસ્પિટલમાંથી લલચાવનારી ઓફર મુકવામાં આવી. જોકે તબીબે સંનિષ્ઠ દેશવાસીને છાજે એમ જ્ઞાન, કાબેલિયત, નિપુણતા તથા અનુભવ દ્વારા ભારતીયજનની સેવા બજાવવાનું લક્ષ્યાંક કેળવ્યું, ભારત પરત ફરીને મોટા ભાગના ભારતીયજન સિરોસિસ ઓફ લિવર નામે બીમારીના સંકજામાં સપડાયા હોવાનું જાણ્યું. આ બીમારીને અંતર્ગત પેશન્ટને લોહીની ઊલટી થતી અને અડધોઅડધ જેટલા બીમારીગ્રસ્ત કાયમ માટે ચિરનિદ્રામાં પોઢી જતા. જેને લક્ષમાં રાખીને તબીબે વિદેશી અનુભવને અમલમાં મૂક્યો. આ અંતર્ગત એન્ડોસ્કોપી દ્વારા રક્તસ્ત્રાવ થતી નસને ગ્લ્યુ લગાવીને બંધ કરી. જેનું આશ્ર્ચર્યકારક પરિણામ આવ્યું. એ ટેક્નિક સિરોસિસ ઓફ લિવરના પેશન્ટ માટે સંજીવની સમાન સાબિત થઇ. મૃત્યાંકમાં પુષ્કળ પ્રમાણમાં ઘટાડો થયો. દેશના વિવિધ રાજ્યમાં જઇને આ નવીનતમ પ્રક્રિયા શીખડાવવા ઉપરાંત એ અરસામાં વિદેશથી ગ્લ્યુ ઇમ્પોર્ટ કરવું પડતું. જેની કિંમત અધધધ......હતી. આ બાબતને લક્ષમાં રાખીને ભારતીય વૈજ્ઞાનિકનો સંપર્ક સાધીને ભારતમાં ગ્લ્યુ બનાવવાનું શરૂ કર્યું. જેને પરિણામે એ અરસામાં ઇમ્પોર્ટેડ ગ્લ્યુ રૂપિયા ૧૫૦૦નું થતું એની સરખામણીમાં ભારતીય ગ્લ્યુ ફક્ત રૂપિયા ૨૫૦માં પ્રાપ્ત થયું. આ કારણસર આજે પણ એ પ્રક્રિયા માટે ભારતીય બનાવટનું ગ્લ્યુ વાપરવામાં આવે છે.

દેશવાસીઓ માટે અન્ય જીવલેણ બીમારી હતી, અન્નનળીનું કૅન્સર. જે પૈકી અંદાજે ૭૫% લોકો કૅન્સરના એડવાન્સ્ડ સ્ટેજમાં તબીબનો સંપર્ક સાધતા. વધારે દિલગીરીજનક વાત એ હતી કે કૅન્સરગ્રસ્ત પેશન્ટ થૂંક ગળવા માટે અસમર્થ હતા ત્યારે પાણી કે અન્ય પ્રવાહીને ગળે ઉતારવાની વાત કરવી અસ્થાને છે. જે જોઇ-જાણીને તબીબ અમિત માયદેવ દ્રવી ઉઠ્યા. સમાધાન સાધવા માટે દૂરબીન દ્વારા અન્નનળીમાં પ્લાસ્ટિકના સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયા અજમાવી. પરિણામે કૅન્સરગ્રસ્ત પેશન્ટના શેષ જીવનધોરણમાં સુધારો સર્જાયો. એ અરસામાં બે વર્ષના ગાળામાં આશરે ૩૦૦થી વધારે કૅન્સર પેશન્ટ પર ભારતીય બનાવટના પ્લાસ્ટિકના સ્ટેન્ટ બેસાડયા. એ ટેક્નિક પણ સમગ્ર ભારતના તબીબોને શીખડાવી. એ મુજબ પિત્તનલિકાની પથરી અર્થાત બાયલડક્ટ સ્ટોનગ્રસ્ત લોકોને તાવ આવવા સાથે પેટમાં દુખાવો થતો અને મોટા ભાગના કમળાનો ભોગ બનતા હતા. એ અરસામાં સમાધાન સાધવા માટે સર્જરી કરવી પડતી. જેની સફળતાનો આંક ફક્ત ૨૦% હતો. ડૉ. અમિત માયદેવે તે સર્જરીમાં પણ એન્ડોસ્કોપનો ઉપયોગ કરીને ઊછઈઙ અર્થાત એન્ડોસ્કોપિક રેટ્રોગ્રેડ કોલાનજિયો પેન્ક્રિયાટિકોગ્રાફી ટેક્નિકની સફળતાનો આંક +૯૦% જેટલો કર્યો. હકીકતમાં આ પ્રકારના આવિષ્કાર શરૂ કરવાનો સિલસિલો વણથંભી વણઝારની જેમ ચાલુ રહ્યો. અન્નનળીનું કૅન્સર ધરાવનાર પેશન્ટના લાભાર્થે મૂકવામાં આવતા પ્લાસ્ટિકના સ્ટેન્ટ કદમાં મોટા તથા કડક હોવાને કારણે પીડાદાયક સાબિત થતા. જેને લક્ષમાં રાખીને ૧૯૯૫ની આસપાસ વિશ્ર્વમાંં મેટલ સ્ટેન્ટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. ભારતમાં સૌપ્રથમ મેટલ સ્ટેન્ટ બેસાડવાનું બહુમાન ડૉ. અમિત માયદેવને ફાળે જાય છે.

પેન્ક્રિયાઝનું કૅન્સર ધરાવનાર પેશન્ટ પર પણ આ પ્રથા અમલમાં મૂકવામાં આવી. એ અરસામાં સ્વાદુપિંડની પથરી અર્થાત પેન્ક્રિયાઝ સ્ટોન કે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના ભરડામાં ફક્ત દક્ષિણ ભારતીય જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઓરિસ્સા સહિત અનેક રાજ્યવાસી સપડાયા હોવાથી માહિતગાર થયા. જિન્સમાં મ્યુટેશનને કારણે અનેક લોકો સંકજામાં સપડાતા હતા. બીમારીને અંતર્ગત પેશન્ટને પેટ અને પીઠમાં તીવ્ર દુખાવો થતો હતો. જેના સમાધાનાર્થે પથરી કાઢવી સરળ કે સહેલી નહોતી. કારણ કે પથરી કડક હોવા ઉપરાંત પેન્ક્રિયાસમાં જડબેસલાકપણે ચીપકેલી રહેતી હોવાને કારણે ફરજિયાતપણે સર્જરી કરવી પડતી. જેને લક્ષમાં રાખીને ઊજઠક (એક્સ્ટ્રા કોર્પોરિયલ શોકવેવ લિથોટ્રિપ્સી) નામે પ્રક્રિયા અમલમાં મૂકી. આ અંતર્ગત શરીરની બહારથી શોક-વેવ ઉત્પાદિત કરીને પથરીને ચૂરચૂર કરીને પાવડર કાઢવામાં આવે. આજપર્યંત હજારથી પણ વધારે પેશન્ટની ક્રોનિક પેન્ક્રિયાટિક પથરી આ પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવી છે. આ પ્રકારની લેટેસ્ટ ટેક્નિક માટે અત્યાધુનિક સાધનસામગ્રીની આવશ્યકતા હતી. જે માટે સ્વાભાવિકપણે જંગી ભંડોળની જરૂરત હતી. જેને લક્ષમાં રાખીને તબીબ દ્વારા એન્ડોસ્કોપી રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી.

ડૉ. અમિત માયદેવના પરોપકારી વલણ અને માનવતાવાદી સ્વભાવને કારણે દેશના મોટા ભાગના પરગજુ લોકોએ છૂટે હાથે સખાવત કરી. આ બાબતના અનુસંધાનમાં તબીબ ભારપૂર્વક જણાવે છે કે તેને પરિણામે અત્યાધુનિક ટેકિનકનો ઇલાજ સામાન્ય માનવી સુધી પહોંચાડવાનું સુલભ બન્યું છે.

૧૯૯૮ના અરસામાં એન્ડો સોનોગ્રાફી અમલમાં મૂકી. આ સંદર્ભમાં વિસ્તૃતમાં માહિતી આપતા તબીબ જણાવે છે કે એ અરસામાં અન્નનળી, જઠર, સ્વાદુપિંડ, મોટું આંતરડું કે લિમ્ફનોડમાં કૅન્સર હોય તો તેના ફેલાવાની જાણકારી પ્રાપ્ત કરવાની સુવિધા નહોતી. સિટીસ્કેન દ્વારા અધકચરી માહિતી મળતી હતી. જે પર્યાપ્ત નહોતી. જેનું સમાધાન સાધ્યું એન્ડોસ્કોપિક અલ્ટ્રાસોનોગ્રાફી દ્વારા. આ અંતર્ગત દૂરબીનના છેડે સોનોગ્રાફીનો પ્રોબ સાંકળવામાં આવે છે. એ પ્રોબ દ્વારા કૅન્સરના સ્ટેજની એટલે કે ક્ષતિગ્રસ્ત વિસ્તારની જાણકારી સુલભ બની. ભારતમાં આ પ્રક્રિયા શરૂ કરવાનું બહુમાન ડૉ. અમિત માયદેવને ફાળે જાય છે. અલ્સર ફાટવાને કારણે લોહીની ઊલટી થતી. જેના ઇલાજાર્થે પેશન્ટનું ઓપરેશન કરીને ટાંકા લેવા પડતા. જે બાબતમાં બે નવીન પ્રક્રિયા અમલમાં મૂકી. જેમાં અઙઈને અંતર્ગત સૂક્ષ્મ કદના પ્રોબને અંદર પાઠવીને તેની ટિપમાંથી છૂટતા ગેસને સળગાવીને અલ્સરને બાળવામાં આવે છે. લેસર જેવી ટેક્નિકને કારણે બ્લીડિંગ બંધ થઇ જાય છે. એ મુજબ હિમોક્લિપ નામે ટેક્નિકમાં પેટ ચીરવાની જગ્યાએ અંદર જ ટાંકા લેવામાં આવે છે. જેને કારણે બ્લીડિંગથી ત્રાહિમામ અલ્સરગ્રસ્ત પેશન્ટ પર સર્જરી કરવાની આવશ્યક્તા અસ્થાને છે.

આ અરસામાં એન્ડોસ્કોપિની ટેક્નિકમાં મસમોટી ક્રાંતિ સર્જાઈ હતી. જેના અનુસંધાનમાં જણાવવાનું કે કૅન્સરને પારખવા માટે વ્હાઇટ (શ્ર્વેત) રંગની લાઇટનો ઉપયોગ કરવામાં આવતો હતો. એની જગ્યાએ નેરો બેન્ડ ઇમેજિંગ પ્રક્રિયામાં એન્ડોસ્કોપની આગળ બ્લ્યુ અને ગ્રીનનો સમન્વય સાધતા રંગની લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો. જેને પરિણામે પ્રાથમિક તબક્કામાં કૅન્સરનું નિદાન કરવાનું સરળ બન્યું. જેના ફળસ્વરૂપે પેટની શસ્ત્રક્રિયા કે અન્નનળીનું ઓપરેશન કરવાની જગ્યાએ ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી કહેવત મુજબ કેન્સરનો જ સફાયો કરવો સરળ અને સફળ સાબિત થયું.

કોલાન્જોસ્કોપી નામે ટેક્નિકમાં અલગ પ્રકારના દૂરબીનને કારણે પિત્તનલિકા અને સ્વાદુપિંડની અંદર જઇને નિદાન કરવાનું સુલભ બન્યું. ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં આ પ્રક્રિયા સૌપ્રથમ વાર શરૂ કરવાનો યશ એક અને એકમાત્ર ડૉ. અમિત માયદેવને જાય છે. એ મુજબ એક્લેઝિયા કાર્ડિયાના પેશન્ટનું લેપ્રોસ્કોપિ કે ઓપન સર્જરી દ્વારા સમાધાન સાધવામાં આવતું હતું. જે જટિલ તથા જોખમી હતું. જેને લક્ષમાં રાખીને ઙઘઊખ નામે પદ્ધતિનો આવિષ્કાર કર્યો. જેમાં અન્નનળીના લેયરની અંદર જઇને ક્ષતિગ્રસ્ત સ્નાયુના તંતુએ તંતુને કાપવામાં આવતા હોવાને લીધે સર્જરી કરવાની આવશ્યક્તા ન રહી. એ મુજબ સ્થૂળ વ્યક્તિના લાભાર્થે એન્ડોસ્કોપી સ્લીવ ગેસ્ટ્રોપ્લાસ્ટી નામે વાઢકાપરહિત પ્રક્રિયા અમલમાં મૂકી છે. જે આર્થિક રીતે સસ્તી હોવા સાથે નોન સર્જિકલ હોવાને કારણે ઝડપથી રાહત પ્રદાન કરે છે.

આ નવીનતમ પ્રક્રિયા પીડારહિત હોવા ઉપરાંત જઠરની કાર્યપ્રણાલિકા યથાવત રહે છે. અહીં એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે સ્થૂળ વ્યક્તિ માત્ર હાંસીપાત્ર અને બેડોળ નથી દેખાતા પરંતુ તેમને કેન્સર થવાનું જોખમ વધારે રહે છે. વધુમાં ઓસ્ટિયો આર્થરાઈટીસ તથા ટાઈપ-ટૂ-ડાયાબિટીસનો ભોગ બનવાની સંભાવના છે. આ ઓછું હોય એમ તેઓ કાર્ડિયાક બીમારીના સકંજામાં સપડાઈ શકે છે તથા સ્લીપ અપ્નિયાની ક્ષતિ લાગુ પડી શકે છે. સ્થૂળ વ્યક્તિ શ્ર્વાસોશ્ર્વાસની સમસ્યા તથા ડિપ્રેશન જેવી બીમારીનો ભોગ બની શકે છે. આલ્કોહોલનું સેવન કર્યા વગર પણ સ્ટિયાટો હેપેટાઈટિસ થઈ શકે છે. આ કારણસર પદ્મશ્રી ડૉ. અમિત માયદેવ તમામ વ્યક્તિને ફિટ એન્ડ ફાઈન રહેવાની સલાહ આપે છે. એન્ડોસ્કોપિક સ્લીવ ગેસ્ટ્રોપ્લાસ્ટી પીડારહિત હોવા સાથે આડઅસર થવાની સંભાવના નહીંવત છે અને હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં વધારે રહેવાની આવશ્યકતા નથી. એ મુજબ પેટ અને છાતીમાં બળતરા કરતી એસિડિટી જેવી સામાન્ય ક્ષતિના સમાધાનાર્થે ડૉ. અમિત માયદેવે એન્ડોસ્કોપિક સ્ટેપલિંગ નામે પ્રક્રિયા શરૂ કરી છે.

તબીબી ક્ષેત્રે આવિષ્કારની યાત્રા પદ્મશ્રી ડૉ. અમિત

માયદેવ આજીવન અવિરતપણે ચાલુ રાખવાની નેમ ધરાવે છે.

----------------------------

Milestones of Dr. Amit Maydeo

ક સિરોસિસ ઓફ લીવરના ભારતીય દર્દી માટે અસરકારક ટેક્નિક શરૂ કરી

ક સારવાર માટે મોંઘા વિદેશી ગ્લ્યુની જગ્યાએ ભારતમાં એ કક્ષાનું સસ્તી કિંમતમાં ગ્લ્યુ બનાવ્યું

ક અન્નનળીના કેન્સરના પેશન્ટ માટે પ્લાસ્ટિકના તથા મેટલના સ્ટેન્ટ બેસાડવાની પ્રથા શરૂ કરી

ક પિત્તનલિકાની પથરીના પેશન્ટ માટે ભારતમાં એન્ડોસ્કોપિક રેટ્રોગેડ કોલાનજિયો પેન્ક્રિયાટિકોગ્રાફી (ઊછઈઙ) ટેક્નિકની શરૂઆત કરીને સફળતાનો આંક ૨૦%થી ૯૦% કર્યો.

ક પેનક્રિયાઝમાં સ્ટોન (સ્વાદુપિંડમાં પથરી)ના પેશન્ટ માટે એક્સ્ટ્રા કોર્પોરીયલ શોકવેવ લિયોટ્રિપ્સી (ઊજઠક) ટેક્નિક અમલમાં મૂકી.

ક અન્નનળી, જઠર, સ્વાદુપિંડ, મોટું આંતરડું કે લિમ્ફનોડમાં કેન્સર હોય તો તેના ફેલાવાની જાણકારી સુલભ રીતે મળે એ હેતુસર એન્ડોસોનોગ્રાફીની શરૂઆત કરી

ક કોલાન્જોસ્કોપિ ટેક્નિકનો પ્રારંભ કર્યો

ક એકલેઝિયા કાર્ડિયાના પેશન્ટ માટે ઙઘઊખ નામે પદ્ધતિનો આવિષ્કાર કર્યો

ક અઙઈ અને હિમોક્લિપ નામે ટેક્નિકને પરિણામે અલ્સરગ્રસ્ત પેશન્ટને લાભ થયો

ક નેરો બેન્ડ ઈમેજિંગ પ્રક્રિયા શરૂ કરીને કેન્સરનું નિદાન સુલભ બનાવ્યું

ક સ્થૂળ વ્યક્તિના લાભાર્થે એન્ડોસ્કોપી સ્લીવ ગેસ્ટ્રોપ્લાસ્ટી નામે વાઢકાપરહિત પ્રક્રિયા અમલમાં મૂકી

ક એસિડિટીના રોગી માટે એન્ડોસ્કોપિક સ્ટેપ્લિંગ પ્રક્રિયા શરૂ કરી

----------------------------

વિચારમૂલ્ય:

તૂફાન મેં કસ્તીયાં ઔર

અભિમાન મેં હસ્તીયાં ડૂબ જાતી હૈ


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou-det99zu1%2BK4TGY%3DmSFr-nj6a3hFuscoSCofxeEQr%3DQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment