Thursday, 31 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આજીવન પાણી જ ઘર... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજીવન પાણી જ ઘર!
પ્રાસંગિક-કે. પી. સિંહ

amdavadis4ever@yahoogroups.comપંજાવાળા આ દેડકા વાતાવરણમાં આવતા બદલાવને અનુરૂપ રંગ બદલવાની ક્ષમતા પણ ધરાવે છે. તેઓ સમગ્ર જીવન પાણીમાં જ રહે છે

સામાન્ય રીતે દેડકા તેનું મોટા ભાગનું જીવન જમીન ઉપર વિતાવતા હોય છે. તેઓ જમીનમાં છુપાઈને રહેતા હોય છે. પ્રજનન માટે નદી, તળાવ કે કૂવામાં ચાલી જતા હોય છે. . ઉષ્ણકટિબંધીય દક્ષિણ આફ્રિકાના કેટલાક ભાગમાં એવા દેડકા જોવા મળે છે જે પોતાનું સંપૂર્ણ જીવન પાણીમાં જ વ્યતીત કરતા હોય છે, જેને પંજાવાળો દેડકો કહેવામાં આવે છે. પંજાવાળા દેડકાને જો જમીન ઉપર લાવવામાં આવે તો તે સંપૂર્ણ રીતે સુસ્ત બની જતો હોય છે. પાણીમાં તેના પગને ફેલાવીને સરળતાથી તરી શકે છે. ફક્ત શ્ર્વાસ લેવા માટે તેને પાણીની બહાર નીકળવું પડે છે.

એક પૂર્ણ વયસ્ક દેડકો દર 10 મિનિટના અંતરે શ્ર્વાસ લેવા માટે પાણીની બહાર મોં કાઢે છે. અનેક વખત એવું પણ બનતું જોવા મળે છે કે લાંબા સમય સુધી તે પાણીમાં જ રહેવાનું પસંદ કરે છે. તેમની બીજી ખાસ વાત એટલે તેઓ ત્વચાથી પણ શ્ર્વાસ લઈ શકે છે. પંજો ધરાવતા દેડકાની બીજી એક ખાસિયત એટલે તેઓ વાતાવરણમાં આવતા બદલાવને અનુરૂપ રંગ બદલવાની ક્ષમતા પણ ધરાવતા હોય છે. માદાનો આકાર નર કરતાં મોટો જોવા મળે છે. પંજાવાળા દેડકાની લંબાઈ 15 સેન્ટિમીટરની આસપાસ જોવા મળે છે. નરની લંબાઈ 11 સેન્ટિમીટરથી વધુ જોવા મળતી નથી. નરના આગળના પગ થોડા નબળા તથા નાના જોવા મળે છે. પ્રત્યેક પગમાં ચાર સીધી અને લાંબી આંગળી જોવા મળે છે.

તો માદાના પાછલા પગની આંગળીઓ લાંબી અને મજબૂત જોવા મળે છે. પગનો પંજો કાળા રંગનો જોવા મળે છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો સાડાસાત સેન્ટિમીટર લાંબા દેડકાના પગની લંબાઈ પાંચ સેન્ટિમીટર જેટલી લાંબી હોય છે. આમ દેડકાના પગની લંબાઈને તથા પંજાની વિશિષ્ટ સંરચનાને કારણે તેને પંજાવાળો દેડકો કહેવામાં આવે છે. પંજાવાળો દેડકો તરતી વખતે તેના આગળના પંજાનો ઉપયોગ તરાપા(પૈડલ) તરીકે કરતો જોવા મળે છે. પાણીમાં તરતી વખતે શત્રુઓથી બચવા તે ઝડપથી તરવાનું પસંદ કરે છે.

પંજાવાળા દેડકા તરીકે ઓળખાતા દેડકાનું મુખ્ય ભોજન પાણીમાં અન્ય નાના જીવજંતુઓ હોય છે. તેમનું મનગમતું ભોજન એટલે મચ્છરના ઈંડા છે. વાસ્તવમાં એવું કહેવાય છે કે જે જગ્યામાં દેડકા રહેતા હોય છે તેની આસપાસના વિસ્તારમાં મલેરિયા કે અન્ય પ્રકારના રોગ ફેલાવાની સંભાવના ઘટી જતી હોય છે. વર્ષાઋતુના આરંભમાં જ્યારે તળાવ છલકાઈ જાય ત્યારે પંજાવાળા દેડકાનો સમાગમનો સમય હોય છે. નર દેડકો માદા દેડકાને આકર્ષવાને માટે 'ટર્ર...ટર્ર..'નો અવાજ પણ કરતો હોય છે. નરનો અવાજ સાંભળીને માદા આકર્ષિત થઈને નરની પાસે આવી જતી હોય છે. ઊંડાા પાણીમાં ચાલી જાય છે. ભરાવદાર માદાની સાથે સમાગમ કરતો નર દેડકો વિચિત્ર દેખાય છે. પંજાવાળી માદા દેડકી એક વખતમાં પાંચસોથી બે હજાર જેટલાં ઈંડા આપતી હોય છે.

ઈંડાનો વ્યાસ લગભગ એક મિલીમીટર જેટલો હોય છે. ઈંડા ચીકાશ પડતા હોય છે. માદા સામાન્ય રીતે પાણીમાં ઊગતી વનસ્પતિ તથા પથ્થરોમાં ઈંડા આપતી હોય છે. ઈંડા ચીકાશ પડતા હોવાને કારણે માદા જ્ે સ્થળે ઈંડા મૂકે છે તે જગ્યાએ જ ઈંડા ચોંટી જતા હોય છે. ઈંડામાંથી બચ્ચું બહાર આવવાનો સમય મોટેભાગે પાણીના તાપમાન ઉપર નિર્ભર રહે છે. સામાન્ય રીતે ઈંડાનું આવરણ ફાટતા એક અઠવાડિયાનો સમય લાગતો હોય છે. તેમાંથી એકદમ નાના-નાના (ટેડપોલ) નાજુક બચ્ચા બહાર આવે છે. બચ્ચાનું મોં જન્મ સમયે બંધ હોય છે. એક સપ્તાહ માટે આ બચ્ચા પાણીની અંદર સંપૂર્ણપણે નિષ્ક્રિય પડી રહે છે. બચ્ચાનું મોં બંધ હોવા છતાં તેઓ ઈંડાના પીળા ભાગનો ઉપયોગ ભોજન તરીકે કરીને જીવિત રહે છે. એક અઠવાડિયા બાદ તેનું મોં ખૂલી જાય છે. તેની સાથે પાણીની અંદર ઊગેલી નાની-નાજુક વનસ્પતિ ખાવાની શરૂઆત કરી દે છે. ધીમે ધીમે પાણીની અંદર ફરતા જીવાણુંને ખાવા લાગે છે. પંજાવાળા દેડકાના ભોજનની આદત સામાન્ય દેડકાથી અલગ જોવા મળે છે. દક્ષિણ આફ્રિકાના સામાન્ય જળચરમાં પંજાવાળા દેડકાનો સમાવેશ થાય છે. માનવી દ્વારા પંજાવાળા દેડકા ઉપર વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os%3DePAO8Sq8QmiBik_zwvF3gkuzAK8HSDWWZXJqZXX7EQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment