Tuesday 29 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અધૂરપથી પરિપૂર્ણ થવામાં મદદરૂપ - માર્ગદર્શક થનારાં: કેતકીબહેન પારેખ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અધૂરપથી પરિપૂર્ણ થવામાં મદદરૂપ - માર્ગદર્શક થનારાં: કેતકીબહેન પારેખ - દિશા પારેખ!

લેખક - સંકલન: પ્રકાશ શાહ

amdavadis4ever@yahoogroups.com

કેતકીબહેનનું અંગત-અંગત

જન્મ તારીખ: ૧ સપ્ટેમ્બર

હુલામણું નામ: કિટકેટ

આદર્શ વ્યક્તિ: માતા મંજુલાબહેન

અધૂરી ઇચ્છા: તમામ ગૃહિણીઓને સાંકળીને આત્મનિર્ભર બનાવવી છે

મનપસંદ સૂત્ર: રિચર્ડ બેન્ડલરનું - યુ આર બોર્ન વિથ ટુ ફિયર્સ - ફિયર ઑફ ફોલિંગ ઍન્ડ ફિયર ઑફ લાઉડ વોઇસ. ઓલ ધ રેસ્ટ ઇઝ લર્ન્ડ ઍન્ડ ઇટ ઇઝ લોટ ઑફ વર્ક.

મનપસંદ પુસ્તક: રિચર્ડ બેન્ડલર લિખિત રિફ્રેમિંગ

પુનર્જન્મમાં શું થવું ગમે?: મહારાણી કે રોયલ ફેમિલીમાં જન્મ લેવો છે

----------------------------

દિશા પારેખનું અંગત-અંગત

જન્મ તારીખ: ૧ ફેબ્રુઆરી

હુલામણું નામ: દિશુ

આદર્શ વ્યક્તિ: એન્ટનો સોલાર જોન

અધૂરી ઇચ્છા: જે કાર્ય કરુું છું તેને શિક્ષણ પ્રથાનો ભાગ બનાવવા માગું છું

મનપસંદ સૂત્ર: એન્ટાનો સોલાર જોનનું છે - યુ કેન બાય ટાઇમ વિથ સ્પીડ

મનપસંદ પુસ્તક: રિચર્ડ બેન્ડલર લિખિત ફ્રોગ્સ ઇનટુ પ્રિન્સેસ

પુનર્જન્મમાં શું થવું ગમે?: શૈક્ષણિક પ્રધાન

-------------------------------

ન વર્ષની રીતને શિંગ, બદામ, કાજુ તથા નાળિયેરની એલર્જી હતી. ક્ષતિ એટલી ગંભીર હતી કે માતાપિતાએ ઇપી-પેન નામે ઇન્જેકશન સાથે લઇને ફરવું પડતું હતું. વધુમાં તે માટે પ્રિસ્ક્રિપ્શન જોઈતું હતું, જે માત્ર અમેરિકાના તબીબ પાસેથી જ મળતું. આ કારણસર હેપીડેમિકના ફાઉન્ડર તથા હેપીનેસ ફેકટરીના કો-ફાઉન્ડર અમર પંડિત તથા તેની પત્ની માટે દીકરી રીત સતત ચિંતાનો વિષય રહેતી. બહારગામ કે સગાં-સંબંધી વગેરેને ત્યાં હરવાફરવા કે પાર્ટી કરવા જાય ત્યારે ભૂલથી પણ દીકરી ઉક્ત જણાવેલા ખાદ્યપદાર્થ પૈકી કોઇનો પણ અંશ ધરાવતી વાનગી તો દૂરની વાત થઇ, ચણા જેટલી માત્રામાં પણ આરોગી લે તો રીતને તાબડતોબ ઇન્જેકશન આપવું પડતું. શું કરવું અને શું ન કરવું એની માનસિક દ્વિધા અનુભવનાર માતાપિતાને કોઇ સ્વજને કેતકી પારેખના નામની ભલામણ કરી. ગ ક ઙની પ્રેક્ટિસ કરનારા કેતકીબહેન માત્ર એક સિટિંગમાં એલર્જીમુક્ત કરશે એવી જાણ થઇ ત્યારે પ્રાથમિક તબક્કામાં માતાપિતાને ટાઢા પહોરનું ગપ્પું લાગ્યું, પરંતુ દીકરીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લાગે તો તીર નહીં તો તુક્કો સમજીને કેતકીબહેનનો કોન્ટેક્ટ કર્યો. ત્રણ કલાક સુધી ચાલેલા સેસનના અંતે કેતકીબહેને જ્યારે એલર્જી રીત માટે ભૂતકાળ હોવાનું જણાવ્યું ત્યારે માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ. શંકાનું સમાધાન સાધવા માટે બીજા દિવસે બદામ ખવડાવવા બેઠા, સાથે ઇન્જેકશન લઇને. પરંતુ આ શું....!તેમના આશ્ર્ચર્ય વચ્ચે દીકરીએ એક કાજુકતરી અને એક બદામ ખાધી પરંતુ સ્વાસ્થ્યને લેશમાત્ર પણ નુકસાન થયું નહીં. ત્યારનો દિ' અને આજની ઘડી રીત હવે અન્ય બાળકોની જેમ શિંગ, બદામ, કાજુ અને નાળિયેર વગેરે ખાદ્યપદાર્થો તથા તેની બનાવટની વાનગીઓ બિનધાસ્તપણે આરોગે છે, અને ઇન્જેકશન સાથે તો સ્નાનસૂતકનો પણ સંબંધ રહ્યો નથી...

* * *

હીરાબજારની અગ્રણી કંપનીમાં પારિવારિક મિત્રની મદદથી ૨૭ વર્ષના સચિન (નામ બદલ્યું છે)ને નોકરી મળી હતી. તે કદી પણ તેના ટાર્ગેટ અચીવ કરવા તો દૂરની વાત રહી, પરંતુ કાણી કોડીનો પણ માલ વેચી શકતો નહોતો. આ કારણસર તેના સહકર્મચારી વગેરે પીઠ પાછળ તેને ઝીરો સંબોધિત કરતા. હિતેચ્છુએ તેને ગ ક ઙની પ્રેક્ટિસ કરનારા કેતકીબહેન તથા દિશા પારેખના નામનું સૂચન કર્યું. જેની સાથેના પાંચ સેશનમાં સચિનમાં એવું પરિવર્તન સર્જાયું કે કારકિર્દીમાં સૌપ્રથમ વાર ફક્ત બે મહિનામાં ટાર્ગેટ અચીવ કર્યો. આ ઓછું હોય તેેમ બીજા ત્રણ મહિનામાં ડબલ ટાર્ગેટ અચીવ કર્યો. ત્યાર બાદ નોકરીને ટાટા-બાયબાય કહીને બે મિત્ર સાથે મળીને પાર્ટનરશિપ ફર્મ શરૂ કરી. જેમાં મોટા ભાગનો બિઝનેસ સચિન સંભાળતો હતો. કરોડોનું ટર્નઓવર ધરાવતી પાર્ટનરશિપ ફર્મ પણ બંધ કરવી પડી ત્યારે સચિને નાસીપાસ થયા વગર સ્વતંત્ર કંપની શરૂ કરી. માત્ર ત્રણ મહિનામાં કરોડોનું ટર્નઓવર કર્યું. જોકે સચિનને સંતોષ ન થયો આ કારણસર કારકિર્દીની ગાડીને સુવ્યવસ્થિત રીતે પાટા પર ચઢાવવા તથા ઊંચાઇ પર લઇ જવા માટે તેને તાજેતરમાં પુન: કેતકીબહેન તથા દિશા પારેખનો કોન્ટેક્ટ કર્યો છે.

આ વાત એકમાત્ર રીત કે સચિન પૂરતી જ મર્યાદિત નથી. હકીકતમાં અનેક આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષના જીવનમાં સાનુકુળ પરિવર્તન આણવામાં સફળ થયા છે, મયરુક્ષ (ડિફાઇન) કંપનીના સ્થાપક કેતકીબેન તથા દિશા પારેખ. જેમાં સેલિબ્રિટિઝ, મિલિયોનેર, શેરબ્રોકર, વેપારી, ઉદ્યોગપતિ, આર્કિટેક્ટ, પ્રોફેશનલ્સ, મનોરંજનની દુનિયા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષપણે સંકળાયેલા, જ્વેલરી તથા ફેશન ડિઝાઇનર અને વિદ્યાર્થીઓ સહિત અનેકનો સમાવેશ

થાય છે. જૂહુસ્થિત ડિફાઇન કંપનીના સ્થાપક કેતકીબહેન તથા દિશા પારેખ સ્વયંને ચેન્જિંગ એજન્ટ તથા ક્ધસલટન્ટ લેખે છે. અનોખા લેખાતા ન્યૂરો લિગ્ંિવસ્ટીક પ્રોગ્રામિંગ (ગ ક ઙ) દ્વારા સહેલાઇથી, સરળતાપૂર્વક, ઝડપથી, સાનુકુળ તથા હકારાત્મક પરિવર્તન આણી શકે છે. કંપનીના સહ-સ્થાપક દિશા પારેખ જણાવે છે કે 'ડિફાઇન યોર વર્ઝન ૨.૦, ઇમોશનલ માસ્ટરી, ફેમિલી પ્લસ તથા વન પ્રોબ્લેમ સોલ્યુસન નામે ચાર પ્રકારના પ્રોગ્રામ દ્વારા લોકોના જીવનમાં સંજીવની ફૂંકવાનું કાર્ય કરીએ છીએ.' વિસ્તૃતમાં માહિતી આપતાં દિશા કહે છે કે ડિફાઇન યોર વર્ઝન ૨.૦ને અંતર્ગત અભ્યાસમાં એકાગ્રતા કેળવવામાં મદદરૂપ થાય છે, શાહમૃગની જેમ કોચલામાં પૂરાઇ રહેનાર કે ઇન્ટ્રોવર્ટની શરમાળ પ્રકૃત્તિ કે કોમ્પ્લેક્સને દૂર કરવામાં આવે છે. સર્જનશક્તિ વિકસાવવામાં તથા સંવેદનશક્તિને કાબૂમાં રાખવામાં પણ માર્ગદર્શક સાબિત થાય છે. ઇમોશનલ માસ્ટરીના નેજા હેઠળ સ્ટ્રેસ તથા અનિદ્રા જેવી ક્ષતિનું સમાધાન સાધવામાં આવે છે. તેમના મતાનુસાર વર્તમાન તબક્કામાં મોટા ભાગના લોકો સ્ટ્રેસનો શિકાર હોય છે. જેને પરિણામે યોગા મેડિટેશન વગેરેનો રાફડો ફાટી નીકળ્યો છે. જેઓ સ્ટ્રેસ રિલિફની વાત કરતા હોય છે, એની સરખામણીમાં ડિફાઇન કંપની સ્ટ્રેસ રિલિઝ કરવામાં માને છે. ફેમિલી પ્લસ કોર્સમાં પરિવારજનો વચ્ચે સ્નેહ, સૌહાર્દ, સમજૂતીસભર વાતાવરણ નિર્માણ કરવામાં માર્ગદર્શક સાબિત થાય છે. વર્તમાન તબક્કામાં પરિવાર સંયુક્તની જગ્યાએ વિભાજિત થતા જાય છે અને ક્ષુલ્લક કારણસર ડિવોર્સ લઇને દંપતી વિખૂટાં પડતાં અચકાતા નથી. તેને ધ્યાનમાં રાખતા ફેમિલી પ્લસ પ્રોગ્રામને પરિણામે પરિવારજનો એકસૂત્રતાથી બંધાય ને સર્વાંગપણે પારિવારિક જીવન વીતાવે છે. વન પ્રોબ્લેમ સોલ્યુશન નામે પ્રોગ્રામ હેઠળ પરીક્ષાનો ફોબિયા કે ઊંચાઇનો ડર, લિફટ-પ્લેન વગેરેમાં બેસવાનો કે પશુ-પક્ષીનો ભય, નાણાકીય અસલામતીની ભાવના જેવી ક્ષતિનું સમાધાન સાધવામાં આવે છે.

અન્યની નિર્બળતાની જગ્યાએ તમારી સમર્થતા સાથે યુદ્ધ કરો, કારણ કે અસલી ફતેહ અન્યના પરાજયથી નહીં, પરંતુ તમારા સંનિષ્ઠ પ્રયાસોથી પ્રાપ્ત થશે. આ વિધાન સાથે સંપૂર્ણપણે સંમત થનારા કેતકીબહેન પારેખે આશરે દોઢેક દાયકા અગાઉ યોગાનો ટીચર્સ ટ્રેનિંગ કોર્સ કર્યો હતો. એ તબક્કામાં સંતાનમાં એકમાત્ર દીકરી દિશા દસેક વર્ષની હતી અને પારિવારિક તથા સામાજિક જવાબદારી નિભાવ્યા પછી પણ કેતકીબહેન પાસે પુષ્કળ અવકાશ રહેતો હતો. પતિ બકુલભાઇ પારેખ ખમતીધર હોવા છતાં આત્મનિર્ભર થવાની પ્રબળ ભાવના હેઠળ હોમ સાયન્સમાં ગ્રેજ્યુએટ થયેલા કેતકીબહેને સાંતાક્રુઝના ઇન્સ્ટિટયૂટમાંથી યોગાનો કોર્સ કર્યો. ત્યાર બાદ સ્વયંના ઘરે યોગા ક્લાસિસ શરૂ કરવા સાથે અન્યના ઘરે પણ શીખડાવવા જતાં હતાં. એ તબક્કામાં તેમના પરગજુ તથા સેવાભાવી સ્વભાવને કારણે અનેક લોકો નિ:સંકોચપણે સ્વયંની સમસ્યા રજૂ કરીને માર્ગદર્શન મેળવતા. ભૂતકાળને સ્મરતા કેતકીબહેન જણાવે છે કે એ પૈકી અમુક વ્યક્તિ તો નિયમિતપણે દરરોજ રાત્રે મારી સાથે ફોન પર વાતચીત કરે. સંજોગવશાત અમારી વચ્ચે વાર્તાલાપ ન થયો તો પાણી વગર માછલી તરફડે એવી છટપટાહટ થતી. લોકો પોતાની સમસ્યા કે પેટછૂટી વાત કરે ત્યારે હું એકચિત્તે તેમને સાંભળતી હોવા સાથે અન્ય કોઇ સાથે કાનાફૂસી કરતી નહોતી. વધુમાં તેમને યોગ્ય સલાહ-સૂચન, માર્ગદર્શન આપીને સમાધાન સાધતી. દિન-પ્રતિદિન યોગા ક્લાસિસમાં આવનારા મોટા ભાગના લોકો મારી પાસે માર્ગદર્શન માગવા લાગ્યા. જેને ધ્યાનમાં રાખીને મને ઝડપથી, સચોટ અને પરિણામલક્ષી ટેક્નિક દ્વારા સમાધાન સાધવાની જરૂરત જણાઇ. નેટ પર સર્ફિંગ કરતાં ન્યૂરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ (ગ ક ઙ)અંગે માહિતી પ્રાપ્ત થઇ. રિચર્ડ બેન્ડલર તથા જોન ગ્રિન્ડર નામે બે વ્યક્તિએ અનોખા પ્રોગ્રામનો આવિષ્કાર કર્યો છે. ચેન્નઇમાં એન્ટનો સોલાર જોન તથા હરીની રામચંદ્રન કોર્સ ચલાવતા હોવાની જાણ થઇ. પ્રાથમિક તબક્કામાં કેતકીબહેને ફક્ત છ દિવસનો કોર્સ કર્યો. આ સંદર્ભમાં તેઓ જણાવે છે કે 'ફક્ત છ દિવસના કોર્સ કર્યા બાદ તમે પ્રેક્ટિશનર નથી થઇ શકતા, ફક્ત પ્રાથમિક જાણકારી પ્રદાન થાય છે. જે ખૂબ લાભકર્તા હોવાની પ્રતીતિ થયા બાદ અપ પ્રોગ્રામ, અપ એડવાન્સ, ક્ધવરસેશનલ પ્રોગ્રામિંગ, સુપર માસ્ટર્સ, કરિશ્મા ઇન્ટેન્સિફિકેશન તથા એક્સેલન્સ ઇન્ટોસ્ટોલેસન સ્પેશિયાલિસ્ટ નામે છ લેવલના કોર્સ કર્યા. ત્યાર બાદ સ્વયં મારામાં ખૂબ આશાસ્પદ પરિવર્તન સર્જાયું. હું ટૂંક સમયમાં લોકાની સમસ્યાનો તાગ મેળવીને સમાધાન સાધવા લાગી. જેને પરિણામે અનેક લોકો મારો સંપર્ક સાધવા પ્રેરાયા. બીજે છેડે મસમોટી કંપનીઓ તેમના કર્મચારીઓની કુશળતા અને ચપળતા વગેરે વધારવા સાથે માનસિક પ્રતિભા વિકસાવવા મારા સેશનનું આયોજન કરવા લાગ્યા.' આજપર્યંત ટાટા પાવર કંપની, જૂહુસ્થિત શાળા, હરેકૃષ્ણ ગ્રુપ, અનવિલ શેર એન્ડ સ્ટોક બ્રોકર પ્રા. લિ., સમર્થ કોચિંગ ક્લાસીસ, મફતલાલ ગ્રુપ સહિત ડાયમંડની અનેક કંપની તથા શેરબ્રોકરની કંપની વગેરે સેશન માટે કેતકીબહેનને આમંત્રિત કરી ચૂક્યા છે. કેતકીબહેનની વિકાસયાત્રા દરમિયાન બીએમએસ થયેલી દીકરી દિશા માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરતી હતી. જોકે માતાએ પર્સનલ એક્સેલન્સ અને ગ્રોથ માટે ગ ક ઙનો કોર્સ કરવાનું સૂચન કર્યું. જે આજ્ઞાંકિત દીકરીએ શિરોમાન્ય રાખ્યું. એ કોર્સે હકીકતમાં મા-દીકરીના જીવનમાં નવીન દિશા દાખવી. સુપર માસ્ટરનો કોર્સ કર્યા બાદ આત્મવિશ્ર્વાસમાં ખૂબ વધારો થવા સાથે સર્જનશક્તિ પણ ખીલી ગઇ. વિચારધારા, દૃષ્ટિકોણ વગેરેમાં ધરમૂળથી પરિવર્તન સજાર્યું હોવાની પ્રતીતિ કેળવી. દિશાને પણ જાણે પાંખ ફેલાવીને ક્ષિતિજ વિસ્તારવાનો વિચાર સ્ફૂર્યો. જેને પરિણામે તેને પણ માતા કેતકીબહેન સાથે ખભેખભા મિલાવીને કામ કરવાનો નિર્ધાર કર્યો. દિશાના જણાવ્યાનુસાર હાલમાં અનેક લોકો શારીરિક સ્તરે જીવતા હોય છે, પરંતુ માનસિક રીતે મૃત પામ્યા હોય છે. જ્યારે અમુક લોકો ખૂબ ઉદાસ, નિસહાય અને લાચાર કે પરવશ હોય છે. જીવનનો ભાર વેંઢારતા હોય એ રીતે જીવતા હોય છે. તે લોકો માટે સંજીવની સાબિત થઇને નવજીવન આણવાની અદમ્ય ઇચ્છા થઇ. પરિણામ સ્વરૂપે સર્જન થયુંં ડિફાઇનનું. સ્થાપકોના જણાવ્યા મુજબ સામાન્યપણે જે ક્ષતિનું સમાધાન સાધવામાં એકાદ વર્ષ કે તેનાથી વધારે સમયગાળો લાગે છે, તેની સરખામણીમાં ડિફાઇન ફક્ત એકાદા કલાકમાં તે ક્ષતિને જડમૂળથી દૂર કરી શકે છે. (લેખની શરુઆતમાં જ રીતનો કિસ્સો આલેખિત છે.) હાલપર્યંત અનેક લોકોના જીવનમાં સુખદ ટર્નિંગ પોઇન્ટ આણી ચૂક્યાં છે. આજના વિદ્યાર્થીઓને ભારતના ભવિષ્ય લેખનારા મા-દીકરીએ આજપર્યંત ૨૦૦૦થી વધારે લોકોના જીવનમાં આશાસ્પદ પરિવર્તન આણ્યું છે. વધુમાં અનેક શાળામાં ઇમોશનલ માસ્ટરી તથા પર્ફોમન્સ એનહેન્સમેન્ટ નામે બે વર્કશોપ કરી છે. જેને પરિણામે વિદ્યાર્થીઓમાં આવકારદાયક અને હિતલક્ષી પરિવર્તન સર્જાયાં છે. આ સંદર્ભમાં મા-દીકરી સંયુક્તપણે જણાવે છે કે અનુભવે સમજાયું કે પચીસેક વર્ષથી લઇને પ્રૌઢ વયની વ્યક્તિના જીવનમાં ડિફાઇન દ્વારા સાનુકુળ પરિવર્તન આણવામાં સફળતા પ્રાપ્ત થઇ તો પ્રોગ્રામ હેઠળ આવતીકાલના ભવિષ્ય લેખાતા વિદ્યાર્થીઓને શા માટે ન આવરવા? આ કારણસર ઉક્ત બે કોર્સ શરૂ કર્યાં અને તેનું આશાસ્પદ પરિણામ સર્જાયું. જે વિદ્યાર્થીઓ ગણિત કે વિજ્ઞાન જેવા વિષયને બોરિંગ કે મગજમારી લેખતા હતા તેઓ તે વિષયમાં ખૂબ રસ લેતા થઇ ગયા. ચાલુ વર્ગમાં મસ્તીતોફાન કે શરારત કરનારા એકાગ્રચિત્તે અભ્યાસ કરવા પ્રેરાયા. મા-દીકરી સફળતાનું શ્રેય વડીલોના આશીર્વાદ તથા પારેખ, ભાલરિયા પરિવારને આપે છે. બંને કુટુંબના સાથ-સહકાર વગર તેઓ તસુભાર પણ આગળ વધી ન શક્યા હોત એવું માને છે.

અંતમાં કેતકીબહેન અન્ય એક જવાબદારીનો આડકતરી રીતે ઉલ્લેખ કરતાં કહે છે કે વર્તમાન તબક્કામાં સંતાનને લાયક પાત્ર શોધવું ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેટલું કપરું છે. હકીકતમાં સંતાનમાં એકમાત્ર દીકરી દિશા માટે તેઓ લાયક અને કાબેલ મુરતિયાની શોધ કરી રહ્યાં છે. જે માટે કોઇ ચોક્કસ માપદંડ જરૂરી નથી, બસ તે દીકરી સાથે મનમેળ સાધીને સુખદ રીતે દામ્પત્ય જીવન માણે એવી અભિલાષા છે.

----------------------

ONE STOP SOLUTION



પારેખ મા-દીકરી કઇ ક્ષતિઓનું સમાધાન સાધવા તથા આદતમુક્ત કરવામાં મદદરૂપ કે માર્ગદર્શક સાબિત થઇ શકે છે....

ક શિંગ, બદામ વગેરેની એલર્જી

ક સૂર્યપ્રકાશ, ધૂળ અથવા તો ધાતુ વગેરેની એલર્જી

ક પાળેલા પશુઓની કે ફિશની એલર્જી અથવા તેનો ફોબિયા

ક સ્ટેજ પર જવાનો ભય કે ઊંચાઇનો ડર

ક ઇન્ટ્રોવર્ટ હો અથવા તો પાણીમાં છબછબિયાં કરવાનો પણ ભય હોય

ક હવામાં ઊડવાનો અર્થાત્ પ્લેનમાં મુસાફરી કરવાનો ડર

ક સંબંધમાં બંધાવાનો અર્થાત્ જવાબદારી સ્વીકારવાનો ફોબિયા

ક અંધારાથી ભયભીત થતા

ક કાર કે બસ વગેરેમાં પ્રવાસ કરવાથી અચકાતા હો

ક ક્રોધ, વધારે પડતા વિચારશીલ કે વારંવાર ગુનાહિત લાગણી અનુભવતા હો તો તેને કાબૂમાં રાખવામાં ઉપયોગી થશે

ક અવારનવાર કંટાળો આવતો હોય કે ઉદાસી ઘેરી વળતી હોય અથવા તો એકાકીપણુ પસંદ હોય તો મદદરૂપ થશે

ક વર્તમાન તબક્કામાં લોકો નજીવી બાબતોમાં સ્ટ્રેસ લેતા હોય છે તો બિનજરૂરી સ્ટ્રેસમાંથી મુક્તિ અપાવશે

ક ડિમોટીવેટથી દૂર રાખશે

ક અઉઇંઉ કે સ્ક્રીઝોફ્રેનિયા જેવી માનસિક બીમારીનું સમાધાન સાધશે

ક માઇગ્રેન, સાયનસ કે ડિપ્રેશન જેવી ક્ષતિઓ દૂર કરશે

ક 'તારેં ઝમીં પર'માં ઇશાન જે માનસિક બીમારીનો ભોગ બન્યો હતો તે ડિસ્લેક્સિયાનું પણ સમાધાન સાધે છે

ક ફબભમ અર્થાત્ બોલતા અચકાતા હો તો તે પણ સાધ્ય છે

ક ડિપ્રેશન અને અનિદ્રાને દૂર કરશે

ક ધૂમ્રપાન કે મદ્યપાન જેવી આદતો છોડાવે છે

ક નખ કરડવાની કે પગ હલાવવાની ટેવ પણ દૂર કરાવે છે

ક પર્સનલ ડેવલપમેન્ટ ઍન્ડ એક્સેલન્સને અંતર્ગત રાઇટર્સ બ્લોક, ક્રિયેટિવ બ્લોક દૂર કરે છે

ક શૈક્ષણિક સ્તરે પરીક્ષામાં વધારે માર્ક્સ લાવવામાં ઉપયોગી થાય છે

ક રમતગમત કે ખેલકૂદમાં પણ પર્ફોર્મન્સ સુધારે છે

ક સર્જનશક્તિમાં વધારો કરે છે

ક પરિવારજનો સાથે ઘરોબો કેળવવામાં માર્ગદર્શક સાબિત

થાય છે

ક આત્મવિશ્ર્વાસમાં વધારો કરે છે

ક કર્મચારીઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે

ક લર્ન હાઉ ટુ લર્ન

----------------------

વિચારમૂલ્ય:

ભૂતકાળ ભૂલવા માટે છે,

ભવિષ્ય માટે ચિંતિત ન રહો,

જે છે તે વર્તમાન છે

તેને માણતાં શીખો


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OujVhR%2B5s%3DKYh%3Dem70cvmmXw%3DTM%3D0H7ToU%3DNU1eUAAkkQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment