Wednesday, 30 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ એલીસબ્રીજ માટે ઇંગ્લેન્ડ થી લોખંડ મંગાવવા માં આવ્યું... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એલીસબ્રીજ માટે ઇંગ્લેન્ડ થી લોખંડ મંગાવવા માં આવ્યું!
દેવેન્દ્ર પટેલ

 

 

 

 

જેમણે 'મેકેનાઝ ગોલ્ડ' ફિલ્મ નિહાળી હશે તેમાં એક વિશાળ નદી પર દોરડાંથી લટકતો લાકડાનો પુલ જોયો હશે. આજથી ૨૦૦ વર્ષે પૂર્વે ભારતની નદીઓ પર સિમેન્ટ કે કોંક્રીટ કે લોખંડથી બનેલા પુલની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.


ભારતીય ધર્મગ્રંથોમાં ભગવાન શ્રી રામના સમયમાં સીતાજીનું અપહરણ કરી ગયેલા લંકાપતિ રાવણને હણવા ભગવાન શ્રી રામ તેમના સાથીઓ સાથે નીકળ્યા ત્યારે દરિયો ઓળગંવા 'રામસેતુ'ની વાત આવે છે, પરંતુ 'રામસેતુ' સિવાય એ જમાનામાં નદીઓ ઓળંગવા હોડીઓનો સહારો લેવાતો હતો. એનાં હજારો વર્ષ બાદ પણ નદીઓ વહેતી રહી અને લોકો એક કિનારેથી બીજા કિનારે જવા નાવનો જ ઉપયોગ કરતા રહ્યા એવું જ અમદાવાદની એ જમાનાની જીવાદોરી સમી સાબરમતી નદી પાર કરવા માટે પણ હોડીઓનો જ ઉપયોગ થતો હતો.


ઇતિહાસ એવો છે કે અમદાવાદ શહેર વસ્યું તે પહેલાં સાબરમતી નદીનું વહેણ આજે છે તે પ્રમાણે નહોતું. કહેવાય છે કે એક જમાનામાં સાબરમતી નદી માણેકચોકમાં થઇને વહેતી હતી. સાબરમતી નદી પશ્ચિમમાં કાગદીઓળ થઇ દક્ષિણ તરફ ઢાલગરઓળ તરફ વહેતી હતી. તે પછી સાબરમતી પશ્ચિમમાં રાયખડ તરફ આગળ વધતી હતી. હાલ જ્યાં માંડવીની પોળ છે ત્યાં સ્મશાન હતું અને મડદાં બાળવામાં આવતાં હતા. લોકકથા પ્રાણે માણેકનાથ બાવાની ઝૂંપડી સાબરમતી નદીના કિનારે હતી જે આજની કાગદી ઓળ પાસે હોવાનું મનાય છે. ટૂંકમાં આજની સાબરમતી નદી આજના કોટ વિસ્તારની અંદર શહેરની વચ્ચે થઇને વહેતી હતી.


તે પછી ઇતિહાસ બદલાતો ગયો.

આશાવલના શાસન પછી કર્ણદેવ આવ્યા. તે પછી મોગલ શાસકો આવ્યા. તે પછી અંગ્રેજો આવ્યા. બ્રિટિશ ઇન્ડિયા વખતે જ પહેલી વાર અંગ્રેજોને સાબરમતી પર બ્રિજ બનાવવાનો વિચાર આવ્યો.


એલિસબ્રિજ

એલિસબ્રિજ એ અમદાવાદ, ગુજરાતમાં આવેલો લગભગ સવાસો વર્ષથી પણ જૂનો પુલ છે. તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદના પશ્ચિમ ભાગને પૂર્વ ભાગ સાથે જોડે છે. આ કમાન ધરાવતો પુલ અમદાવાદનો પ્રથમ પુલ હતો, જે ૧૮૯૨માં બાંધવામાં આવ્યો હતો. પાછળથી ૧૯૯૭માં તેની બંને બાજુએ નવો પુલ બાંધવામાં આવ્યો અને તેને સ્વામી વિવેકાનંદ પુલ નામ આપવામાં આવ્યું તેમ છતાં હજી તે એલિસ બ્રિજ તરીકે ઓળખાય છે.


ઇતિહાસ

બ્રિટિશરો દ્વારા મૂળ લાકડાનો પુલ ૧૮૭૦-૭૧ની સાલમાં ૫૪,૯૨૦ પાઉન્ડના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. કાંઠા પરના બે ભાગ સિવાય આખો પુલ ૧૮૭૫ના પૂરમાં નાશ પામ્યો. સ્ટીલનો નવો પુલ ૧૮૯૨માં એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ ભચેચ દ્વારા બાંધવામાં આવ્યો અને સર બરો હેલબર્ટ એલિસ, જેઓ ઉત્તર વિભાગના કમિશનર હતા, તેમના નામ પરથી એલિસબ્રિજ નામ પાડવામાં આવ્યું. આ પુલનું સ્ટીલ બર્મિગહામમાંથી આયાત કરવામાં આવ્યું હતું. હિંમતલાલે આ પુલનું બાંધકામ રૂ.૪,૦૭,૦૦૦ના ખર્ચે થયું, જે રૂ.૫,૦૦,૦૦૦ના પ્રસ્તાવિત ખર્ચ કરતાં ઓછા હતાં. સરકારને આ પરથી શંકા આવી અને હિંમતલાલે ઊતરતી કક્ષાનો માલ-સામાન વાપર્યો છે એવું વિચાર્યું. આના માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવી અને તપાસમાં તારણ આવ્યું કે વાપરેલો માલ-સામાન ઉચ્ચ કક્ષાનો છે. સરકારના રૂપિયા બચાવવા માટે હિંમતલાલને રાવ સાહેબનો ઇકલાબ એનાયત થયો.


એલિસબ્રિજની સ્થાપનાની તકતી પાછળથી સંસ્કાર કેન્દ્ર, પાલડીમાં ખસેડવામાં આવી. તેમાં આ પ્રમાણે લખેલું છે, The Ellis Bridge-So named by Government after Sir Barrow Helbert Ellis : K.G.S.I. was built in 1869 and 1870. At a cost of Rs :549,210 destroyed by the great flood of 22 September 1875 and rebuilt in 1890 and 1895 by Government, Local Bodies and Private Subscribers. At a further cost of Rs.407,564. This the first Stone of the new bridge was laid by His Excellency Donald James eleventh Lord Reay C.C.I.E.LL.D. Governor of Bombay 19 December 1889.


મહાત્મા ગાંધીના દાંડી સત્યાગ્રહની ઘોષણા જોવા માટે ૮ માર્ચ ૧૯૩૦ના રોજ હજારો લોકો આ પુલ પર એકઠાં થયેલા.


૧૯૭૩, ૧૯૮૩, ૧૯૮૬માં આ પુલને તોડી પાડવાના પ્રસ્તાવો નકારી કાઢવામાં આવ્યા હતા. પાછળથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એલિસબ્રિજ અને તેની આજુબાજુનો વિસ્તાર, માણેક બુરજ અને સાબરમતી નદીમાં પાણીનો નિકાલ કરતી પદ્ધતિને મે, ૧૯૮૯માં આરક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા હતા.


મૂળ પુલ એ સાંકડો હતો અને વધતાં જતાં વાહનો માટે યોગ્ય ન હતો તેથી તેને ૧૯૯૭માં બંધ કરવામાં આવ્યો. તેની બંને બાજુ નવો પુલ ૧૯૯૯માં ૧૮૦ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો હતો અને જૂના પુલને સ્મારક તરીકે જાળવી રાખવામાં આવ્યો. બાંધકામ બાદ માણેક બુરજ અને ગણેશ બારીને વધુ જગ્યા માટે ફરી બાંધવામાં આવ્યા હતા. નવા પુલને સ્વામી વિવેકાનંદ પુલ નામ આપવામાં આવ્યું.


સાંસ્કૃતિક મહત્ત્વ

આ ૧૨૦ વર્ષ જૂનો પુલ અમદાવાદની ઓળખ બની રહ્યો છે તેનું ગ્શ્ય કાઇપો છે ! (૨૦૧૩) અને કેવી રીતે જઇશ ! (૨૦૧૨) ફિલ્મોમાં દેખાડવામાં આવ્યા હતા.


પહેલો બ્રિજ લાકડાથી બન્યો હોઇ તે લક્કડિયા પુલ તરીકે ઓળખાતો હતો. હવે જૂનો એલિસબ્રિજ અમદાવાદના સાંસ્કૃતિક પ્રતીક જ બનીને રહ્યો છે. તે પછી ૧૯૬૦ પછીના ગાળામાં સાબરમતી નદી પર નહેરુબ્રિજ બન્યો. નહેરુ બ્રિજ વિશાળ હોઇ તે શહેર માટે સગવડ રૂપ બની ગયો. નહેરુ બ્રિજનો પણ એક ઇતિહાસ છે. આ પુલ મૂળ તો રિલીફ રોડથી સીધો જ સીધી લીટીમાં સાબરમતી નદી પર બનવાનો હતો પરંતુ એક પ્રતિષ્ઠિત વ્યક્તિનો બંગલો બનાવવા રિલીફ રોડથી પશ્ચિમ તરફ જતાં જમણી બાજુ રસ્તો વાળવામાં આવ્યો અને નહેરુબ્રિજ પણ રિલીફરોડથી સીધી લીટીમાં બનવાના બદલે સહેજ બાજુમાં બન્યો.


પમ્બન બ્રિજ

બ્રિટિશ રાજ દરમિયાન ભારતમાં બીજો એવો એક રેલવે બ્રિજ બન્યો જે 'પમ્બન બ્રિજ' તરીકે ઓળખાય છે. આ ૨૦૧૦માં બાંદ્રા- વરલીનો દરિયાઇ બ્રિજ બન્યો તે પહેલાં આ પમ્બન બ્રિજ ભારતનો લાંબામાં લાંબો દરિયાઇ રેલવે બ્રિજ હતો. તામિલનાડુમાં આવેલો આ બ્રિજ દરિયામાં આવેલા ભારતના જ રામેશ્વરમ ટાપુને ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડે છે. તા. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૧૪ના રોજ તેનું ઉદ્ઘાટન થયું હતું અને તે ભારતનો પહેલો રેલવે બ્રિજ હતો. તેનું બાંધકામ ૧૯૧૧માં શરૂ થયું હતું.


તે દરિયાની સપાટીથી ૪૧ ફૂટ ઊંચો છે. તેની લંબાઇ ૬,૭૭૬ ફૂટ છે. હવે તેની વચ્ચેથી મોટાં દરિયાઇ જહાજો પસાર થઇ શકે એટલા માટે તેને વચ્ચેથી બે ભાગમાં ઊંચો કરી શકાય છે. આ રેલવે બ્રિજ બાંધવાનું આયોજન બ્રિટિશરોએ ૧૮૭૦માં સૂચવ્યું હતું જેથી સિલોન સાથેનો વેપાર ધંધો વિકસાવી શકાય. ૧૯૧૪માં આ રેલવે બ્રિજને ૧૦૦ વર્ષ પૂરાં થયા. પાછળથી તેની વચ્ચેથી જ્હાજો પસાર થઇ શકે તે માટેના આ બ્રિજની ડિઝાઇન જર્મન એન્જિનિયર સ્ચેઝરે તૈયાર કરી હતી. આ પમ્બન આઇલેન્ડ અર્થાત પમ્બનટાપુ રામેશ્વરમ્ ટાપુ તરીકે પણ ઓળખાય છે. તે ૯૬ ચોરસમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. તેની લંબાઇ ૧૭.૭૦ કિલોમીટરની છે અને ૩૭ કિલોમીટરની દરિયાઇ કોસ્ટલાઇન ધરાવે છે. હિંદુ યાત્રાળુઓ માટે રામેશ્વરના દરિયામાં સ્નાન કરવું તે પવિત્ર લહાવો ગણાય છે. એ બધાં જ યાત્રાળુઓએ આ રેલવે બ્રિજ મારફતે જ પમ્બન અર્થાત્ રામેશ્વર ટાપુ પર પહોંચવું પડે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtQ5%3Dct9yZUOLJJMRA5UTLVE3q9BFG6W0Nvzr%3Dc1hJwsA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment