રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની સુપ્રસિદ્ધ ફ્લ્મિ 'આનંદ' અવિસ્મરણીય છે. તેમાં રમેશ દેવ ડો. પ્રકાશ કુલકર્ણીનું પાત્ર ભજવે છે. ફ્લ્મિમાં બે રસપ્રદ દૃશ્યો છે. એક દૃશ્યમાં ડો. કુલકર્ણી શ્રીમતી સંન્યાલનો રોલ કરનારાં લલિતાકુમારીને સલાહ આપે છે. અન્ય એક દૃશ્યમાં તેઓ શેઠ ચંદ્રનાથનો પાઠ ભજવી રહેલા આસિતકુમાર સેનને સલાહ આપતા નજરે પડે છે. આ બન્ને સીનમાં દરદીઓ પોતાની બીમારી વિશે ફ્રિયાદ કરે છે. આ બીમારીઓ સીધાસાદા વ્યાયામ કરીને તથા તંદુરસ્તીપૂર્ણ જીવનશૈલી અપનાવીને દૂર કરી શકાય છે. આમ છતાં બન્ને દરદીઓ દવા લેવા ઈચ્છતાં હોય છે.
ડો. કુલકર્ણી તેમને પરીક્ષણો કરાવવાનું કહે છે અને તેમની માનસિક સ્થિતિના ઇલાજ માટેની દવાઓ આપે છે.
ભૌતિક સુખનો ઉપભોગ કરવા માટે શારીરિક અને માનસિક આરોગ્ય અત્યંત જરૂરી હોય છે. મસમોટી બેન્ક બેલેન્સ હોય, બ્લ્યુચિપ શેરોનો પોર્ટફેલિયો હોય એમ છતાં રોજિંદાં કાર્યો કરવામાં પણ જો વોર્ડબોયની મદદ લેવી પડતી હોય તો એ સંપત્તિનો કોઈ અર્થ રહેતો નથી.
એક વખત દલાઈ લામાને પૂછવામાં આવ્યું હતું કે તમને મનુષ્યજાત વિશે સૌથી વધુ નવાઈ કઈ વાતની લાગે છે. તેના જવાબમાં તેમણે કહ્યું, "મનુષ્યની નવાઈ છે, કારણકે આ જીવ એવો છે જે પૈસા રળવા માટે પોતાના આરોગ્યનો ભોગ આપે છે અને પછી આરોગ્ય પાછું મેળવવા માટે પોતાના પૈસાનો ભોગ આપે છે. માણસ ભવિષ્ય માટે એટલે ચિંતાતુર હોય છે કે એ વર્તમાનનો આનંદ માણી શકતો નથી. પરિણામે, એ ભવિષ્ય જોવા જીવતો રહી શકતો નથી. એ એવી રીતે જીવે છે જાણે એને ક્યારેય મોત નથી આવવાનું અને પછી એવી રીતે મરી જાય છે જાણે એ ક્યારેય જીવ્યો જ ન હતો."
આપણે જોઈએ છીએ કે આટલાં વર્ષોમાં અનેક દેશોની સંપત્તિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી ગઈ છે. અગાઉની પેઢીઓ પાસે જેટલું ધન હતું તેના કરતાં વધુ ધન આજની પેઢી પાસે છે. પહેલાંની પેઢીઓની તુલનાએ આપણે વધારે સંપત્તિ સર્જી રહ્યા છીએ. સાથે સાથે એ પણ જોવા મળે છે કે જીવનશૈલી એટલે કે રહેણીકરણીને લગતી બીમારીઓ વધવા માંડી છે.
બ્લડપ્રેશર, કોલેસ્ટરોલ, ડાયાબિટીસ, ડિપ્રેશન, વગેરેના દરદીઓ સતત વધી રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં શ્રીમંતોના પરિવારજનો આ માંદગીઓમાં સપડાય છે. તેમણે રહેણીકરણી સંબંધિત બીમારીઓના ઇલાજ પાછળ ભરપૂર ખર્ચ કરવો પડે છે. બીમારીઓના ઇલાજ અને સારવાર પાછળ લાખોમાં ખર્ચ થઈ જાય છે. કેન્સર જેવી બીમારી આવે ત્યારે તો હાલત ઘણી જ ખરાબ થઈ જાય છે. અમારા એક પરિચિતના ભત્રીજાને બ્લડ કેન્સરની સારવાર માટે લંડન લઈ જવો પડયો હતો. ત્યાં તેની સારવારનો ખર્ચ ૧.૭૫ કરોડ રૂપિયા થયો. એ પરિવાર તો ખર્ચ કરી શક્યો, પરંતુ બીજાં એવાં કેટલાંય કુટુંબો હશે જેઓ આ માંદગીને લીધે સાવ ઘસાઈ જતા હશે.
ફઇનાન્શિયલ પ્લાનર તરીકે મારી પાસે એવા પરિવારોના પણ ફેન આવે છે, જેમના ઘરમાં કોઈ વ્યક્તિ ગંભીર માંદગીથી પિડાતી હોય. તેમને પોતાની નાણાકીય સ્થિતિ સાચવી લેવા બાબતે સલાહની જરૂર હોય છે. ભગવાને ભલે તેમને પૂરતું ધન આપ્યું હોય, પણ એક સ્વજનની સારવાર પાછળ ધન ક્યારે ખૂંટી જાય એ કહી શકાતું નથી.
ઉક્ત સંહિતા ધનવાન બનવા અને ધન ટકાવી રાખવા માટે શારીરિક સ્વાસ્થ્ય પર ખાસ ભાર મૂકે છે. તમે જો ડોક્ટરની ફી, દવાઓ, પરીક્ષણો, વગેરે ખર્ચની ગણતરી માંડો તો અમુક વર્ષોમાં અનેક લાખ રૂપિયા ખર્ચાઈ ગયાનું તમને ધ્યાનમાં આવશે. એ ધન તમારી તિજોરીમાંથી ઓછું થયું ગણાય અને નાણાકીય ક્ષેત્રની વ્યક્તિ તરીકે હું એમ પણ કહી શકું કે જો એટલાં જ નાણાંનું યોગ્ય રોકાણ થયું હોત તો તે અનેક ગણું વધી ગયું હોત.
ખોવાયેલું સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે કરવામાં આવતો ખર્ચ ફ્ક્ત નાણાંનો વ્યય નથી. એ વ્યય તો છે આપણા પરિશ્રમનો, જે આપણે ધન કમાવા માટે કર્યો હોય છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou_jzXHef0VD1tPSseUMmZY6jJCF7AMiY5nYUxtyUTYSA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment