Tuesday 29 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જનરલ નોલેજ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જનરલ નોલેજ!
નિમિત્ત ઓઝા

 

 


ગઈકાલે મારી છ વર્ષની દીકરીએ મને તેની છ બહેનપણીઓના નામ પૂછ્યા. હું ફક્ત ત્રણ નામ જ આપી શક્યો. ત્યારે મને સમજાયું કે સંતાનના મિત્રો વિશેની માહિતી સોશિયલ મીડિયા કે છાપા દ્વારા નથી મેળવી શકાતી. એ માટે એની સાથે વાત કરવી જરૂરી છે.


મને એવું લાગ્યું કે મારા માટે એક્ઝીટ પોલ્સના પરિણામો કે ટેસ્ટ મેચનો સ્કોર જાણવો એટલો જરૂરી નથી. ક્રૂડના કે શેર-બજારના ભાવમાં શું ફેરફાર થઈ રહ્યા છે એ જાણવા કરતા મને એવું લાગ્યું કે મારા માટે વધારે જરૂરી એ છે કે મારા સંતાનના મિત્રો વિશે મને માહિતી હોય.


આપણે વર્તુળોમાં જીવતા હોઈએ છીએ. ક્યારેક આપણાથી દૂર રહેલા વર્તુળમાં જીવવાની ચાહમાં આપણી આસપાસના વર્તુળમાં બનતી ઘટનાઓ વિશે જ આપણે અજાણ હોઈએ છીએ.


કોઈનું DP કે સ્ટેટ્સ ક્યારે બદલાયું ? કોની ફેસબુક સ્ટોરી એડ થઈ ? એ વિશે સતત માહિતગાર હોવા છતાં પણ આપણે ક્યારેક આપણી સાવ નજીક બનતી ઘટનાઓ વિશે Unaware હોઈએ છીએ.


ઈમરાન ખાને ભારત વિશે શું કહ્યું ? એ જાણવું મારા માટે જરૂરી એટલે નથી કારણકે હું ઈમરાન ખાન સાથે એ વિશે વાત નથી કરી શકવાનો. પરંતુ મારી દીકરી તેના મિત્રો વિશે, મારી વિશે કે એના દેશ વિશે શું વિચારે છે ? એ જાણવાની ફક્ત મારી ફરજ જ નહિ, મારી જવાબદારી પણ છે.


આપણા સંતાનના વિચારો કોઈ અખબારની હેડલાઈન્સ કે કોઈના વોટ્સ એપનું સ્ટેટ્સ ક્યારેય ન બનવાના હોવા છતાં પણ આપણા માટે એ જાણવા જરૂરી છે. બાળકોના વિચારો કે તેમના મિત્રો વિશેની વાતો ક્યાંય પબ્લીશ નથી થતી, એટલે એ વાંચી નથી શકાતી. એ તો એમની પાસેથી જ સાંભળવી પડે છે.


જો મારા બાળક વિશે મને જ પૂરતી માહિતી ન હોય, તેના મિત્રોના નામ પણ હું જાણતો ન હોઉં તો એનો અર્થ એ થયો કે મારી દીકરીએ લીધેલી પરીક્ષામાં હું નાપાસ થયો છું. અને માટે જ મને એની કોઈપણ પરીક્ષા લેવાનો હક નથી.


ક્યારેક એવું લાગે છે કે આપણું જનરલ નોલેજ લિમિટેડ તો નહિ પણ બહુ સિલેક્ટીવ હોય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsiTCYjE%3D0KK0%3D1X7Y1QnK9FZPiSTfmULduRx0%2B-hHb1Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment