Saturday, 2 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બાળમજૂર અમેરિકાનો સૌથી શ્રીમંત વ્યક્તિ કેવી રીતે બન્યા... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાળમજૂર અમેરિકાનો સૌથી શ્રીમંત વ્યક્તિ કેવી રીતે બન્યા!
સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈ

amdavadis4ever@yahoogroups.com

બ્રિટનના સ્કૉટલેન્ડમાં ગરીબ કુટુંબમાં જન્મેલા કાર્નેગીના માતા-પિતા સારી રોજગારીની તક માટે સ્થળાંતર કરીને અમેરિકામાં સ્થાયી થયા હતા. કાર્નેગીએ ભણતર અધૂરું છોડીને કોટન મિલમાં બાળમજૂર તરીકે કામ કર્યું. બાદમાં ટેલિગ્રાફરનું કામ કર્યું ત્યાર પછી રેલ રોડ કંપનીમાં કામ કર્યું પછી સ્ટીલ ક્ષેત્રે ઝંપલાવ્યું. અનેક સંઘર્ષ અને મહેનત કરીને સફળતા મેળવી. કાર્નેગી સ્ટીલ શરૂ કર્યા બાદ ઝડપી પ્રગતિ કરી અમેરિકાના સ્ટીલમેન તરીકે ઓળખાવા લાગ્યા. અમેરિકાના સૌથી અમીર વ્યક્તિનું સ્થાન મેળવ્યું. અમેરિકાના સ્ટીલ ઉદ્યોગમાં તેમનું મોટું યોગદાન છે.

પિતાના મરણ બાદ માતા સતત બીમાર રહેતાં હોવાથી તેમનું ધ્યાન રાખવા તેમણે લગ્ન પણ મોડા કર્યાં. તેમની ૩૭ અબજ ડૉલરની સંપત્તિમાંથી મોટી રકમ ચેરિટી માટે ફાળવી હતી. પોતે ભણી શક્યા નહોતા તેથી લાઈબ્રેરીમાં જઈને વાંચન દ્વારા જ્ઞાન મેળવ્યું હતું. તે ધ્યાનમાં લઈને કાર્નેગીએ સફળતા મેળવ્યા બાદ ૨૫૦૦થી વધુ લાઈબ્રેરી ઊભી કરી. કાર્નેગી મ્યુઝિયમ બનાવ્યું. સ્કૂલ - કૉલેજ સ્થાપવા મદદ કરી.

તેઓ વારંવાર કહેતા હતા કે અમીરોએ તેમની સંપત્તિનો ઉપયોગ સમાજને ઉપર લાવવા માટે કરવો જોઈએ. વિશ્ર્વશાંતિ માટે તેમણે અનેકવાર પ્રયાસ કર્યા. કાર્નેગીની સફળતાની સફર વિશે વિગતે જાણીએ:

એન્ડ્રુકાર્નેગીનો જન્મ ૨૫ નવેમ્બર, ૧૮૩૫ના યુકેના સ્કૉટલેન્ડના ગરીબ - નિર્ધન પરિવારમાં થયો હતો. સારી રોજગારી માટે માતા-પિતા બ્રિટનથી અમેરિકામાં શિફ્ટ થયાં ત્યારે કાર્નેગીની ઉંમર ફક્ત ૧૨ વર્ષ અને નાનો ભાઈ પાંચ વર્ષનો હતો.

કાર્નેગીએ પ્રાથમિક શિક્ષણ થોડું ઘણું લીધું તે માટે તેઓ મફત શિક્ષણ આપતી સ્કૂલમાં ભણવા ગયા. આ સ્કૂલ તે સમયના દાનવીર એડમ રોલેન્ડની પરોપકારી પ્રવૃત્તિ થકી ગરીબ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપતી હતી.

પિતા હાથવણાટનું કામ કરતા હતા જ્યારે માતા માર્ગારેટ પગરખાં બનાવનારાને ત્યાં કામ કરતાં હતાં. પરિવારને મદદરૂપ થવા કાર્નેગીએ ૧૨ વર્ષે જ બાળમજૂર તરીકે રૂની મિલમાં કામ શરૂ કર્યું હતું. ભણતર અધૂરું છોડી દેવું પડ્યું.

જોકે, વાંચન-લેખનનું નોલેજ મળી રહે તે માટે નાઈટ સ્કૂલમાં જતા હતા. દિવસે કોટન મિલમાં કામ કરતા હતા. પિતા હેન્ડલૂમ વિવર્સ હતા પણ યુકેમાં આ ક્ષેત્રે તબક્કો કપરો હતો તેથી સારી આર્થિક તક માટે યુકેથી યુએસએ શિફ્ટ થયા.

માતા-પિતા અને ભાઈઓ મળીને નાના વિવર્સ કોટેજમાં એક રૂમમાં પડોશી સાથે વહેંચીને રહેતા હતા. અમેરિકા આવ્યા બાદ તેઓ વુલ-કોટનના કપડાં સહિત અન્ય પ્રોડક્ટ બનાવતા ઔદ્યોગિક એરિયામાં રહેતા હતા. અહીં આવ્યા બાદ કાર્નેગીને કોટન મિલમાં નોકરી મળી ગઈ.

કાર્નેગીને ૧૩મા વર્ષે કોટન મિલમાં અઠવાડિયે ૧.૨૦ ડૉલરનું વેતન મળતું હતું. બાદમાં વધારીને બે ડૉલર કરાયા હતા. પછી તેમણે મિલની જોબ છોડી હતી. ઓહીયો ટેલીગ્રાફ કંપનીમાં ટેલીગ્રાફ મેસેન્જર તરીકે જોડાયા હતા. જ્યાં સાપ્તાહિક વેતન ૨.૫૦ ડૉલર હતું. અહીં પ્રમોટ થઈને ટેલીગ્રાફ ઓપરેટર બન્યા હતા. થોડા વર્ષ બાદ તેઓ રેલ રોડ કંપનીના સુપરિન્ટેન્ડન્ટ થોમસ સ્કોટના સેક્રેટરી બન્યા હતા. વેતન વધીને ૪ ડૉલર થયું હતું. તેમના કામથી થોમસ પ્રભાવિત થયા હતા. છ જ વર્ષમાં કાર્નેગી ૨૪ વર્ષની ઉંમરે રેલ રોડ કંપનીમાં થોમસ સ્કોટની જગ્યાએ સુપરિન્ટેન્ડન્ટ બની ગયા હતા.

પિતા મરણ પામ્યા બાદ માતા માર્ગારેટ સતત બીમાર રહેતાં હતાં. ભાઈ નાનો હતો તેથી માતાનું ધ્યાન રાખવા ઉપરાંત નોકરી પણ ચાલુ હતી. જોકે, આર્થિક સ્થિતિ થોડી સુધરી હતી. કાર્નેગીએ ઘરની પરિસ્થિતિ અને માતાની માંદગી ધ્યાનમાં લઈને લગ્ન મોડા કર્યા. તેમણે ૨૧ વર્ષની લૂઈસ સાથે લગ્ન કર્યા ત્યારે કાર્નેગીની ઉંમર તેનાથી બમણી હતી. માતા માટે એટલો લગાવ હતો કે તેમની પુત્રીનું નામ માર્ગારેટ જ રાખ્યું.

રેલ રોડ કંપનીમાં હોદ્દો સારો મળ્યા બાદ વેતન વર્ષે ૧૫૦૦ ડૉલર થઈ ગયું. જે ૨૦૦ ડૉલર આસપાસ હતું. નોકરી બાદ વિભિન્ન ક્ષેત્રમાં રોકાણ કરવા માંડ્યું. વુડ્રફ સ્લિપિંગ કારમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું બાદમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો.

યુનિયન આયર્ન મિલ, લોકોમોટિવ વર્ક્સ કંપની શરૂ કરી. રેલ રોડ કંપનીમાં સારો અનુભવ લીધા બાદ તેમણે રેલ રોડ પર પ્રથમવાર સ્લિપિંગ કાર મૂકી જેને સારો પ્રતિસાદ મળ્યો તેથી બિઝનેસમાં ઉત્સાહ વધ્યો. યુરોપની મુલાકાતે જઈ રેલ રોડ સિક્યુરિટીનું વેચાણ કર્યું. તેમણે ઓઈલ ક્ષેત્રે ઝંપલાવ્યું.

૩૦મા વર્ષે તેમની વાર્ષિક આવક ૫૦,૦૦૦ કરોડ ડૉલર થઈ હતી. ૫૫ વર્ષ પહેલાની વાત છે. બ્રિટનના સ્ટીલ ઉત્પાદકોને મળ્યા. આયર્ન-સ્ટીલની ભાવિ માગ વિશે અભ્યાસ કર્યો. કી સ્ટોન બ્રિજ કંપની સંભાળવાનું શરૂ કર્યું. ૩૮મા વર્ષથી સંપૂર્ણ ધ્યાન સ્ટીલ ક્ષેત્રે કરવા માંડ્યું. પીટર્સબર્ગ નજીક જે એડગર થોમસની સ્ટીલ કંપની હતી તે ખરીદી લીધી. બાદમાં આ કંપની કાર્નેગી સ્ટીલ બની ગઈ. અહીંથી તેમનો ટર્નિંગ પોઈન્ટ શરૂ થયો પછી તેમણે પાછળ વળીને જોયું નહીં.

સ્ટીલ માર્કેટ એક પછી એક કોર્નર કરવા માંડી. કાર્નેગી સ્ટીલ બાદ તેમણે કાર્નેગી કોર્પોરેશન, હીરો ફંડ, સાયન્સ ઈન્સ્ટિટ્યૂટ ઊભી કરી. એક સમયના ટેલીગ્રાફર અમેરિકાના મોટા રોકાણકાર બન્યા. થોડા વર્ષ બાદ કાર્નેગી સ્ટીલને જે. પી. મોર્ગનની યુનાઈટેડ સ્ટીલ કોર્પોરેશનને ૪૮ કરોડ ડૉલરમાં વેચી નાખી. તેમાં સારાં નાણાં મળ્યાં. તેમાંથી જોહન ડી'રોકફેલરને પાછળ મૂકીને નવા સાહસ કર્યા. અમેરિકાના સૌથી અમીર વ્યક્તિનું સ્થાન મેળવ્યું.

અદ્યતન ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને યુએસએ સ્ટીલ પ્લાન્ટ ઊભો કર્યો. જહાજ, રેલ, રોડ માટે વપરાતું સ્ટીલ બનાવવા માંડ્યું. સ્ટીલ ઉત્પાદનનો ખર્ચ ઘટે એવી ટૅક્નોલૉજી વિકસાવી. ભાઈ થોમસ અને અન્ય પ્રોફેશનલને ટીમમાં લીધા. સ્ટીલ ઉત્પાદનમાં એટલી ઝડપી પ્રગતિ કરી કે સ્ટીલ ઉત્પાદનમાં અમેરિકાએ યુકેને ઓવરટેઈક કરી દીધું. તે જમાનામાં સ્ટીલ ક્ષેત્રે ૪૦ કરોડ ડૉલરનો નફો દર્શાવ્યો હતો.

અમેરિકાના સ્ટીલ ઉદ્યોગના વિકાસમાં કાર્નેગીનું મોટું યોગદાન રહ્યું છે. આપણે ત્યાં રાજકીય દૃષ્ટિએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે. કાર્નેગી બિઝનેસની દૃષ્ટિએ અમેરિકાના સ્ટીલમેન ગણાય છે.

તેમની સંપત્તિ ૩૭ અબજ ડૉલરની થઈ ગઈ હતી તે પૈકી ૯.૫ અબજ ડૉલર ચેરિટી - પરોપકારી પ્રવૃત્તિમાં આપી છે. ચોથા ક્રમના મોટા દાનવીર ગણાય છે. ૬૫માં વર્ષે બિઝનેસમાંથી નિવૃત્તિ લીધી હતી અને સેવાકીય પ્રવૃત્તિમાં સક્રિય થયા હતા. તેમણે ૨૫૦૦થી વધુ લાઈબ્રેરી ઊભી કરી છે. ફક્ત અમેરિકામાં જ ૧૬૮૦ લાઈબ્રેરી શરૂ કરી છે.

સંજોગવશાત્ તેઓ ભણી શક્યા નહોતા. તેથી લાઈબ્રેરીમાં જઈને પુષ્કળ વાંચન કર્યું જે તેમને બાદમાં બહુ કામ આવ્યું. જે લાઈબ્રેરીને લીધે તેઓ આગળ આવ્યા તે ધ્યાનમાં લઈને અનેક લાઈબ્રેરી ઊભી કરી. તેમણે પોતાના વતનમાં યુનિવર્સિટી સ્થાપી. સ્કૂલ-કૉલેજ સ્થાપવા સહાય કરી. પીટર્સબર્ગમાં કાર્નેગી મ્યુઝિયમ બનાવ્યું હતું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot4yKWpfcdTFsU4NEjY3dpVKFaHn%2BE70p%2BqDKJwaHj9CA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment